________________
વૃત્તિ એ “બેં બે છે. નજીવા હર્ષ-શોકમાં ચિત્તક્ષોભ એ ઠેકડા છે. આ બધી જ વિડંબનાના મૂળમાં છે આત્માનું અજ્ઞાન. બચ્યું ત્યાં સુધી જ “બકરી છે, જ્યાં સુધી તેણે પોતાના “સિંહસ્વરૂપને ઓળખ્યું નથી. આત્મા ત્યાં સુધી જ દુઃખી છે, જ્યાં સુધી એણે પોતાના “બ્રહ્મસ્વરૂપને ઓળખ્યું નથી. માટે જ સર્વ શાસ્ત્રો અને સર્વ ઉપદેશોનું તાત્પર્ય આત્માને આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવામાં જ રહેલું છે. બસ, એક વાર આત્મા એના બ્રહ્મસ્વરૂપને ઓળખી લે, પછી એનો ભ્રમ, ડર, ચારો, બે બે ને ઠેકડાં...બધું જ...છોડવું નહીં પડે...બલ્ક સહજ રીતે છૂટી જશે.
શ્રીબાદરાયણસૂત્રિત બ્રહ્મસૂત્ર આ જ તાત્પર્યથી બ્રહ્મસ્વરૂપનું દિગ્દર્શન કરી રહ્યું છે. અથાતો બ્રાઝિજ્ઞાસા શા આ ઉપોદ્યાતથી શરૂ થતા આ સૂત્રમાં ખૂબ જ સંક્ષેપમાં ગંભીર અભિપ્રાય સાથે આત્માની ઓળખાણ કરાવવાનો પ્રયાસ કરાયો છે. ‘હું કોણ ?' આ પ્રશ્નનો જવાબ જયાં સુધી ભ્રમાત્મક છે, ત્યાં સુધી દુઃખ છે. ભ્રમ છે, ત્યાં સુધી ભ્રમણ છે.
- બ્રહ્મસૂત્ર - શાંકરભાષ્યમાં ભ્રમની સચોટ વ્યાખ્યા કરી છે. ધ્યાને નામ ગમિતદ્ધિઃ | જે જે નથી, અને તે માનવું, એનું નામ ભ્રમ. ‘હું શરીર નથી, શરીરને ‘હું માનવું, એનું નામ ભ્રમ. આ ભ્રમમાંથી ચાર ભ્રાન્તિઓનો જન્મ થાય
(૧) બાહ્યધર્મોમાં આત્માધ્યાસ - પુત્ર, પત્ની વગેરે સુખી કે દુ:ખી હોય, તેનાથી
હું સુખી કે દુ:ખી છું, એવી ભ્રાન્તિ. (૨) દેહધર્મોમાં આત્માધ્યાસ - શરીર જાડું / પાતળું / ગોરું કાળું / રોગિષ્ટ હોય,
તેનાથી જાડો | પાતળો | ગોરો | કાળો / રોગિષ્ટ છું, એવી ભ્રાન્તિ. (૩) ઇન્દ્રિયધર્મોમાં આત્માધ્યાસ - ઇન્દ્રિયો વિકલ હોય, તેનાથી હું મૂંગો | કાણો
બહેરો છું, એવી ભ્રાન્તિ. (૪) ચિત્તધર્મોમાં આત્માધ્યાસ - ચિત્તમાં કામના, હર્ષ, શોક વગેરે હોય, તેનાથી
મને આ કામના, હર્ષ, શોક વગેરે છે, એવી ભ્રાન્તિ.
આત્માના સમસ્ત દુ:ખોનું મૂળ ઉપરોક્ત બ્રાન્તિઓમાં રહેલું છે. જયાં સુધી આ ભ્રાન્તિઓ અસ્તિત્વ ધરાવે છે, ત્યાં સુધી દુઃખવિનાશ શક્ય નથી. ને આ ભ્રાન્તિઓને દૂર કરવાનો એક માત્ર ઉપાય આત્મજ્ઞાન છે. માટે જ ઉપનિષદોનો ઉપદેશ છે –