________________
આત્માની ઓળખાણ
બ્રહ્મસૂત્ર
એક સિંહનું બચ્ચું...હજી તો તાજું જન્મેલું છે...ને કોઈ કારણસર એના માતા-પિતાથી વિખૂટું પડી ગયું. યોગાનુયોગ એ જ અરસામાં ત્યાં કોઈ ભરવાડ ઘેટા-બકરા ચરાવવા આવ્યો. સિંહનું બચ્ચું એ ટોળામાં સામેલ થઈ ગયું. ઘેટા-બકરા ચરે છે, તેમ એ ય ચરે છે. ઘેટા-બકરા જેવો અવાજ કરે છે, તેવો એ ય કરે છે. ઘેટા-બકરા નજીવા કારણમાં ગભરાઈને ડરે છે, તેમ એ ય ડરે છે. દિવસો વીતતા જાય છે. બચ્ચું મોટું થતું જાય છે...પણ સિંહના ખોળિયે ઘેટું જ...
આર્ષ વિશ્વ
આચાર્ય કલ્યાણબોધિ
of ...
એક દિવસ...એ જંગલમાં ચરતું હતું. એકાએક એની સામે એક સિંહ આવી ગયો. બચ્ચું વિસ્મિત આંખે જોઈ જ રહ્યું, એનું મન ચકિત બન્યું. આ ?...આ તો હું એક જ ક્ષણ..ને વર્ષોની ભૂલ છતી થઈ ગઈ. સિંહની આંખો એને કહી રહી છે, ‘મૂર્ખ !’ આ શું ઘેટા-બકરાની જેમ ચારો ચરે છે ? તું ઘેટું પણ નથી, ને બકરું પણ નથી, તું તો સિંહ છે સિંહ. તારે આ રીતે બેં બેં ન કરવાનું હોય...તારે તો ગર્જના કરવાની હોય. તારે આમ ઠેકડા ન મારવાના હોય...તારે તો છલાંગ લગાવવાની હોય. કેટલો નાદાન છે તું ! કે પોતાને જ ઓળખતો નથી, ને એટલે જ આવી લજ્જાસ્પદ સ્થિતિમાં જીવી રહ્યો છે. બહાર નીકળ આ ટોળામાંથી, ને ચાલ મારી સાથે. સિંહે એક જબરદસ્ત ગર્જના કરી, બચ્ચાનું મનોમંથન નિર્ણાયક સ્થિતિને આંબી ગયું. એણે ય પ્રયાસ કર્યો ને જંગલ એની ગર્જનાથી ગુંજી ઉઠ્યું. ઘેટા-બકરા ઠેકડા મારતા મારતા ગામ ભણી નાસી રહ્યા છે ને બચ્ચું...ના, બલ્કે સિંહ છલાંગ લગાવીને એના ‘વનરાજ’-પદને આંબી રહ્યો છે, જેના પર એનો જન્મસિદ્ધ અધિકાર છે.
સિંહની વાત પૂરી થાય છે, ને આપણી વાત શરૂ થાય છે. એ બચ્ચું એટલે આપણે પોતે જ. ‘હું શરીર છું.’ આ આપણો ભ્રમ છે. ‘હું મરી જઈશ.' આ આપણો ભ્રમજનિત ડર છે. તુચ્છ વિષયોમાં મનમાન્યા સુખસાધનોમાં પ્રવૃત્તિ એ આપણી ‘ચારો ચરવાની ચેષ્ટા' છે. વ્યર્થ વચનપ્રલાપ અને દુઃખના ‘ગાણાં’ ગાવાની
१८
-