________________
પ્રસ્તાવના.
18 નથી, છતાં ગુરૂમહારાજે કૃપા કરી જે અર્થવિચારણા બતાવી છે તે અતિ ઉપયોગી જવાથી અને જાહેર પ્રજાને તેનો લાભ મળે તે પ્રયાસનું એક રીતે પણ સાર્થક્ય છે એમ ધારી આ પદપર વિવેચન ગુરૂદર્શિત માર્ગપર કરવા પ્રયત્ન કર્યો છે અને તેને જાહેરમાં મૂકવાની લાલચ સ્વ પર લાભના હેતુએ કરી છે. એમાં જે જે ખલનાઓ થઈ હોય તેને માટે જવાબદારી મારી પિતાની છે, કારણ કે નયગર્ભિત વચનને એકાંતમાં ખેંચી જવાના પ્રસંગે બહુ આવે છે. સામાન્ય રીતે આ પદેમાંનું કઈ પણ વચન લેતાં તે વાત જણાઈ આવે તેમ છે. વળી એવી ખલનાઓ થવી પણ સંભવિત છે. કોઈ વખત આનંદઘનજી મહારાજના આશયને બતાવવાને પ્રયત્ન કરવા જતાં તેમના અંગત વિચારોથી તદ્દન ઉલટી બાજુએ પણ ચાલ્યા જવાનું બને, પરંતુ એમ ન બને તેટલા માટે ઉપરોક્ત સ્વીકારાયેલા વિદ્વાનેને આ વિવેચન બતાવી બનતી ખલનાએ દર કરવા તત્પરતા રાખી છે, છતાં આશય સમજવાની અસમર્થતાને લીધે અને વિષય ઝળકાવવાની અશક્તિને લીધે પ્રમાદ થયે હેાય તે તે સંતવ્ય ગણવા અત્ર વિજ્ઞપ્તિ છે.
વિવેચન સંપૂર્ણ હવાને દાવે તે કઈ રીતે થઈ શકે તેમ છે જ નહિ, કારણ કે આવા મહાન પુરૂના એકેક વાક્યના ગર્ભમાં બહ હકીકત સમાયેલી હોય છે. સામાન્ય અને વિશિષ્ટ લેખકો વચ્ચે તફાવત મુખ્યત્વે કરીને એ જ હોય છે કે જ્યારે સામાન્ય લેખકે એકને એક વાતનું પીંજણ નકામું કર્યા કરે છે અને જ્યારે તેના લખેલાં મોટાં પચીશ પાનાંના લેખને કે બે કલાકના ભાષણને નિષ્કર્ષ કાઢવામાં આવે ત્યારે તે માત્ર એક કે બે પંક્તિમાં સમાઈ જાય છે અથવા એક કે બે મિનિટથી વધારે વખત બલવામાં લેતા નથી ત્યારે વિશિષ્ટ લેખક અથવા વક્તાના એક વાક્યમાં એટલું બધું અર્થગૌરવ અને ગૂઢાર્થનું તત્વ રહેલ હોય છે કે તે સામાન્ય દષ્ટિએ સાધારણ વાક્ય જેવું લાગે પણ તેપર જેમ જેમ વધારે પરામર્શ થાય તેમ તેમ અનેક નવીન વાત પુરી આવે અને તે કહેતાં અથવા લખતાં પુષ્કળ વખતને વ્યય કરવો પડે. આ પદેની વિચારણું કરતાં સહદય વાચકને એમ થવું સંભવિત છે તેથી તેવી કેઈ નવી