________________
પ્રસ્તાવના:
સંપાદન કાર્ય સરળ નથી પણ કઠિન છે અને પછી પ્રાચીન ગ્રંથોના સંપાદનનું તે કહેવું શું! જેની ભાષા અને ભાવધારા વર્તમાન યુગની ભાષા અને ભાવધારાથી અતિઅધિક વ્યવધાન પામી ચૂકેલ છે. પરંતુ જ્યારે સંપાદનનું કાર્ય હાથમાં લીધું ત્યારે ભંડારોમાંથી પ્રાચીન હસ્તલિખિત કલ્પસૂત્રની પ્રતિઓનું અવલોકન કરવાનો પ્રારંભ કર્યો પરંતુ કોઈ પણ પ્રતિ પૂર્ણ શુદ્ધ મળી નહિ તેથી અંતે અમે એવા નિર્ણય લીધો કે શ્રી પુણ્યવિજ્યજી મહારાજ દ્વારા સંપાદિત ‘કલ્પસૂત્ર’ના પાઠને જ મૂળ આધાર રાખવામાં આવે અને તેને અમેાએ સ્વીકાર કર્યો છે. પંડિતપ્રવર શ્રાદ્ધેય ઉપાધ્યાય હસ્તીમલજી મહારાજ સંપાદિત કલ્પસૂત્રની પાન્ડુલિપ પણ મારી સામે રહેલી છે. અર્થ વગેરેની દષ્ટિથી તેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે તથા પ્રાચીન નિર્યુકિત, ચૂર્ણિ, પૃથ્વીચંદ ટિપ્પણ અને અનેક કલ્પસૂત્ર ટીકાઓથી ઉપર્યુકત સામગ્રી પણ મેં લીધેલ છે. એ રીતે પ્રસ્તુત સંપાદનમાં મારા તરફથી કાંઈ પણ ન મિલાવતાં અહીંતહીંથી સામગ્રી ભેગી કરીને, વ્યવસ્થિતરૂપ દેવાનું કાર્ય મે' કરેલ છે. તે બધા ગ્રંથ અને ગ્રંથકારોનો હું ઋણી છું કે જેમને પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપથી કોઈ પણ જાતનો મને સહયેળ મળેલ છે.
૩૯
પરમ શ્રદ્ધેય સદ્ગુરુવર્ય પ્રસિદ્ધ વકતા રાજસ્થાન કેસરી ગંભીર તત્ત્વચિંતક શ્રી પુષ્કરમુનિજી મહારાજ સાહેબને મને મેટા પ્રમાણમાં લેખનકાર્યમાં સક્રિય યોગ, પથદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયેલ છે. જેનાથી મારી કાર્ય દિશાએ સદા લોકિત થઈ રહેલ છે. તેમની અપાર કૃપાદષ્ટિ વગર આ કાર્ય કદી સુંદર રીતે પૂર્ણ થઈ શકત નહિ. તેમના વિશાળ જ્ઞાનરાશિ અને ગંભીર ચિંતનમાંથી હું શાનનું જ્યોતિ-સ્ફૂલિંગ પ્રાપ્ત કરી શક્યો છું તે મારું પરમ સૌભાગ્ય છે. હું શ્રાદ્ધ્ય ગુરુદેવ પ્રત્યે કૃતજ્ઞતા જ્ઞાપન કરીને ભારમુકત બનું એવી અપેક્ષાથી મને એમ શ્રેયસ્કર લાગી રહેલ છે કે તેમના આશીર્વાદનું શકિતબલ પ્રાપ્ત કરીને અધિક ભારે બનું અને નવા શેધપૂર્ણ લેખનકાર્યમાં દત્તચિત્તથી લાગી જાઉં. સેવામૂર્તિ ખંડિત શ્રી હીરામુનિજી મહારાજ સાહિત્યરત્ન શાસ્રીશ્રી ગણેશમુનિજી કાવ્યતીર્થ સાહિત્યવિશારદ, જિનેન્દ્ર મુનિજી કાવ્યતીર્થ, સાહિત્યશાસ્ત્રી શ્રી રમેશ મુનિજી, કાવ્યતીર્થ, શાસ્ત્રી રાજેન્દ્ર મુનિજી અને પુનિત મુનિનું પ્રભુતિ મુનિમંડળના સ્નેહાસ્પદ વ્યવહાર ભૂલી શકાતો નથી. સાથમાં જ મહાન સાહિત્યકાર પંડિતપ્રવર શ્રી શેાભાચદ્રજી ભારિલ્લ અને કલમકલાધર શ્રી, ચન્દ્ર સુરાણા ‘સરસે’ પણ્ડ લિપિનું અવલોકન કરી તેમને અણુમાલ સુઝાવ દીધા તેથી તેમને તે મધુર વ્યવહાર સદા અવિસ્મરણીય રહેશે.
ગુજરાતી અનુવાદ
સને ૧૯૭૦ ના અક્ષયતૃતીયાનાં પારણાંનાં સેનેરી અવસર ઉપર શ્રદ્ધેય પૂજ્ય ગુરુદેવ, તેમના શિષ્ય સમુદાય સહિત કાંદાવાડી ઉપાશયમાં બિરાજમાન હતા. તે વખતે રીટાયર્ડ ડીસ્ટ્રિકટ અને સેશન્સ જજ સુશ્રાવક શ્રી જગજીવનદાસ લાલજીભાઈ દોશી દર્શનાર્થે આવ્યા. અમે તેમના નામથી ચિરપરિચિત હતા અને તેઓ અમારા નામથી. પરંતુ મળવાન તો તે પ્રથમ અવસર હતો. તેમણે ઉપાધ્યાય કવિરત્ન શ્રી અમરચંદજી મહારાજ સાહેબનાં ‘અધ્યાત્મ-પ્રવચન’ પુસ્તકનો તથા અન્ય પ્રવચનનો ઉત્કૃષ્ટ અનુવાદ કર્યો હતો. જ્યારથી તે રાજકીય પ્રવૃત્તિથી નિવૃત્તત્ત થયા ત્યારથી તે, તેમના વધારે સમય ધાર્મિક સાહિત્ય - સાધનામાં લગાવે છે. વાર્તાલાપના પ્રસંગમાં તેમણે મારા દ્વારા લખાયેલા ગ્રન્થો દેખ્યા, ‘કલ્પસૂત્ર' ના હિંદી સંસ્કરણને દેખીને, તેમણે ગુરુદેવશ્રીને નિવેદન કર્યું કે જો તેને ગુજરાતી અનુવાદ થાય તે ગુજરાતી ભાષા—ભાષિઓ માટે ઘણા ઉપયોગી સિદ્ધ થાય. ગુરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org