________________
ઉપક્રમ : દસ ક૯૫
તે રાખે જ છે. તેથી અહીંયા આગેલક્ય-કલ્પને અર્થ સંપૂર્ણ વસ્ત્રને અભાવ નહિ પરંતુ અલ્પમૂલ્યવાળા પ્રમાણપત જીર્ણ-શીર્ણ વસ્ત્ર ધારણ કરવા એમ છે.
પૂર્વાચાર્ય રચિત “કલ્પ–સમર્થનમાં કહે છે કે પ્રથમ અને અંતિમ તીર્થકરને ધર્મ (આચાર) અચેલક છે અને બાવીસ તીર્થકરોને ધર્મ (આચાર) સલક અને અચેલા બન્ને જાતને છે. તેને અર્થ એ છે કે ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીરના શ્રમણને માટે એવું વિધાન છે કે તેઓ સફેદ અને પ્રમાણસરનાં વસ્ત્ર રાખે પણ બાવીસ તીર્થકરોના શ્રમને માટે પ્રસ્તુત વિધાન નથી. તેઓ ° વિવેકનિષ્ઠ અને જાગરૂક સાધક હતા તેથી ચમકતા રંગબેરંગી પ્રમાણથી અધિક વસ્ત્રો રાખી શક્તા હતા. તેવા વધારે વચ્ચે રાખવા છતાં પણ તેમના મનમાં આસક્તિ રહેતી નહતી..
ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન પાર્શ્વનાથના શ્રમણ કેશકુમાર અને ભગવાન મહાવીરના પ્રધાને અંતેવાસી ગણધર ગૌતમનો મધુર સંવાદ છે. કેશીકુમાર શ્રમણે ગોતમ સમક્ષ જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે “ભગવાન મહાવીરને ધર્મ અચેલક છે અને ભગવાન પાર્શ્વનાથનો ચેલક છે. શું આવા આચારભેદને જેવા છતાં આપના માનસમાં શંકા થતી નથી?
સમાધાન કરતાં ગૌતમે કહ્યું –“વિજ્ઞવર! વિજ્ઞાનથી તત્ત્વને જાણીને જ ધર્મ સાધનાની આજ્ઞા આપવામાં આવેલ છે. લોકોમાં પ્રતીતિને માટે, સંયમનિર્વાહને માટે, જ્ઞાનાદિ ગુણ ગ્રહણને માટે, વર્ષાકલ્પ વગેરેમાં સંયમપાલનને માટે જ વસ્ત્ર વગેરે ઉપકરણની આવશ્યક્તા છે. ખરી રીતે બંને તીર્થકરોની પ્રતિજ્ઞા ( પ્રરૂપણા ) મોક્ષના સભૂત સાધન જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ જ છે, તેમાં કોઈ અંતર નથી.” ૧૨
આગમ અનુસાર બધા તીર્થકર દેવદૂષ્ય વસ્ત્રની સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરે છે. ૩ થોડા વખત સુધી દેવદૂષ્ય વસ્ત્રને રાખે છે. ભગવાન શ્રી મહાવીરે પણ એક વરસથી પણ અધિક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરીને રાખ્યું હતું, ત્યારબાદ તેઓ પૂર્ણ અચેલક બન્યા. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org