________________
જીર્ણની ભાવના, પૂર્ણનું દાન:
છ માસ સુધી અગણિત કષ્ટ આપ્યા પછી પણ મહાવીર સાધના પથથી વિચલિત ન થયા ત્યારે સંગમનું ધૈર્ય ખૂટી ગયું. તે હતાશ અને નિરાશ થઈ ગયો. તેનું મુખ મલિન થઈ ગયું. તે હારીને ભગવાન પાસે આવીને બે-“ભગવાન, દેવરાજ ઇન્દ્ર જે આપના સંબંધમાં કહેલ તે પૂર્ણ સત્ય છે, હું ભગ્નપ્રતિજ્ઞ છું. આપ સત્યપ્રતિજ્ઞ છે. ર૯૯ હવે આપ પ્રસન્નતાથી ભિક્ષાને માટે પધારો. હું કઈ જાતની વિધ્રબાધાઓ ઉપસ્થિત નહિ કરું.૦૦ છ મહિના સુધી મેં અનેક કષ્ટો આપ્યાં છે, જેથી આપ સુખપૂર્વક સંયમ સાધના કરી શક્યા નથી. હવે આનંદની સાથે સાધના કરે. હું હવે જાઉં છું. બીજા દેવને પણ ઉપસર્ગ કરતાં હું રોકી દઈશ, તેઓ આપને કંઈપણ કષ્ટ આપશે નહિ.૩૦૧
સંગમનું કથન સાંભળી ભગવાને કહ્યું: “સંગમ! હું કોઈની પ્રેરણાથી પ્રેરિત થઈને અથવા તે કોઈના કથનને સંકલ્પમાં રાખીને તપ કરતું નથી. મને કેઈનાં આશ્વાસન વચનની પણ અપેક્ષા નથી. ૩૦૨
સંગમના પ્રસ્થાન પછી, બીજે દિવસે ભગવાન છ માસની કઠિન તપસ્યા પૂર્ણ કરીને વ્રજગામમાં પારણાં માટે પધાર્યા. ત્યાં વત્સપાલિકા વૃદ્ધાએ પ્રસન્નતાથી પ્રભુને ખીરની ભિક્ષા આપી.૩૧૩
વ્રજગામથી આલંભિયા, શ્વેતાંબિકા, શ્રાવસ્તી, કૌશાંબી, વારાણસી, રાજગૃહ, મિથિલા વગેરેને પાવન કરતાં ભગવાન વૈશાલી પધાર્યા, અને નગરની બહાર સમરોદ્યાનમાં બલદેવના મંદિરમાં ચાતુર્માસિક તપની સાથે વર્ષાવાસ વ્યતીત કર્યું.૩૪ – જીર્ણની ભાવના, પૂર્ણનું દાન
વૈશાલીમાં એક ભાવિક શ્રાવક જિનદત્ત રહેતા હતા. તેની સંપત્તિ ક્ષીણ થઈ જવાથી લોકો તેને જીર્ણશેઠ કહેવા લાગ્યા. તે સામુદ્રિક શાસ્ત્રના જાણકાર હતા.૦૫ ભગવાનની પાદરેખાઓને અનુસરતા તે, તે ઉદ્યાનમાં ગયા, ત્યાં પ્રભુને ધ્યાનસ્થ જોઈને અત્યંત પ્રસન્ન થયા પછી તે પ્રતિદિન ભગવાનને નમસ્કાર કરવા આવતા અને આહાર વગેરેની અભ્યર્થના કરતા. નિરંતર ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org