________________
ભરત-બાહુબલીનું ભાતુ યુદ્ધ
૨૯૩ પૂજ્ય પિતાશ્રી વ્યવસ્થાના નિર્માતા છે અને અમે તેમના પુત્રો થઈને વ્યવસ્થાને ભંગ કરીએ તો તે અમારા માટે ઊચિત નથી. બાહુબળમાં તે હું ભરતથી કોઈ પણ પ્રકારે છે ઊતરું તેમ નથી. જે તે પિતાના મોટાપણાને ભૂલીને અનુચિત વ્યવહાર કરે તો હું ચૂપ રહી શકીશ નહિ. હું બતાવી દઈશ ભરતને કે મારા પર આક્રમણ કરવું કેટલું અનુચિત છે?
- ભરત વિરાટ સેના લઈને બાહુબલી સાથે યુદ્ધ કરવા, “બહલી દેશની સીમા ઉપર પહોંચી ગયા અને બાહુબલી પણ પોતાની નાની સેનાને સજાવીને યુદ્ધ મેદાનમાં આવી ગયા. બાહુબલીના વીર સૈનિકે એ ભારતની વિરાટ સેનાના છક્કા છોડાવી દીધા. લાંબા વખત સુધી યુદ્ધ ચાલતું રહ્યું પણ ન તે ભરત જીત્યો કે ન બાહુબલી, હાર-જીતને કોઈ ફેંસલો ન થયો. આખરે બાહુબલીએ આટલા બધા માનોનું રક્ત વહેતું જેઈને નરસંહાર બંધ કરીને ઠંદ્વયુદ્ધ માટે આમંત્રિત કર્યા, ૯૨ દૃષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ નિશ્ચિત થયાં. ૩ બધામાં સમ્રાટ ભરત પરાજિત થયા અને બાહુબલી વિજયી થયા. ભરતને પોતાના નાનાભાઈથી પરાજિત થવું ખૂબજ ખટકયું. આવેશમાં આવીને અને મર્યાદાને વિકૃત કરીને બાહુબલીને શિરછેદ કરવા માટે ભરતે ચકને પ્રયોગ કર્યો. તે જોઈને બાહુબલીનું લોહી ઊકળી ઊઠયું. બાહુબલીએ ઊછળીને ચક્રને પકડવાનું નકકી કર્યું પણુ ચક્ર બાહુબલીની પ્રદક્ષિણા કરીને ફરી ભારતની પાસે પાછું ફર્યું. તે બાહુબલીને વાળ પણ વાંક ન કરી શકર્યું. તે જોઈ બધા રસ્તબ્ધ થઈ ગયા. બાહુબલીની બિરદાવલીઓથી પૃથ્વી અને આકાશ ગૂંજી ઊઠયાં. ભરત પોતાના દુષ્કૃત્ય ઉપર લજિત થઈ ગયા.
ભાઈ ભરતની ભૂલ ભુલાવવા માટે લાખો કઠેથી એવી સ્વર લહેરીએ ફૂટી પડી કે–“સમ્રાટ ભરતે તે ભૂલ કરી છે પરંતુ આપ ભૂલ ન કરો. નાનાભાઈ દ્વારા મોટાભાઈની હત્યા અનુચિતજ નહિ, અત્યન્ત અનુચિત છે. મહાન પિતાના પુત્ર પણ મહાન હોય છે, ક્ષમા કરો. ક્ષમા કરનારા કદી નાના બનતા નથી.” બાહુબલીને રોષ ઓછો થયે, હૃદય પ્રબુદ્ધ થયું. કુળ મર્યાદા અને યુગની આવશ્યક્તાને ધ્યાનમાં રાખીને તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org