________________
૩૧૮
કલ્પસૂત્ર
અર્થ ગૌતમ ગોત્રીય આર્ય સ્થલિભદ્ર સ્થવિરના પુત્ર સમાન અને પ્રખ્યાત આ બે સ્થવિર અંતેવાસી હતા.
જેવા કે એક ઐલાવચ્ચ (એલાવત્સ) ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિ અને બીજા વસિષ્ઠ ગોત્રીય સ્થવિર આર્ય સુહસ્તિ. ઐલાવચ્ચે ગોત્રીય સ્થવિર આર્ય મહાગિરિના પુત્ર સમાન પ્રખ્યાત તે આઠ સ્થવિર અંતેવાસી હતા. જેવા કે (૧) સ્થવિર ઉત્તર (૨) સ્થવિર બલિસ્સહ (૩) સ્થવિર ઘણડૂઢ (ધનાઢ્ય) (૪) સ્થવિર સિરિડૂઢ (શ્રી આર્ય, (૫) વિર કેડિન્સ (કૌડિન્ય) (૬) સ્થવિર નાગ (૭) વિર નાગમિત્ત (નાગમિત્ર) (૮) ષડુલૂક, કૌશિક ગોત્રીય સ્થવિર રહગુપ્ત.
કોશિક ગોત્રીય સ્થવિર ષડુલૂક રહગુપ્તથી વૈરાશિક સંપ્રદાય નીકળે. સ્થવિર ઉત્તરથી તથા સ્થવિર બલિસ્સહથી ઉત્તરબલિસ્સહ નામને ગણું નીકળ્યો. તેની ચાર શાખાએ આ રીતે કહેવામાં આવે છે જેવી કે (૧) કોલંબિયા (કૌશામ્બિકા) (૨) સેઈત્તિયા (ગુક્તિમતિયા) (૩) કંડબાણી ૮૦ અને (૪) ચંદનાગરી.
વિવેચનઃ આર્ય સ્થલિભદ્ર જૈન જગતનું એવું ઉજજવલ નક્ષત્ર છે કે જેમની જીવન પ્રભાથી આજે પણ જન જીવન આલેક્તિ છે. મંગળાચરણમાં ત્રીજા મંગળના રૂપમાં તેનું સ્મરણ કરવામાં આવે છે.
તે મગધની રાજધાની પાટલીપુત્રના નિવાસી હતા. તેના પિતાનું નામ શકડાલ હતું કે જે નંદ સામ્રાજ્યના મહામંત્રી હતા. તે વિલક્ષણ પ્રતિભાના ઘણી અને રાજનીતિજ્ઞ હતા. જ્યાં સુધી તે વિદ્યમાન રહ્યા ત્યાં સુધી નંદ સામ્રાજ્ય પ્રતિદિવસ વિકાસ કરતું રહ્યું.
રલિભદ્રના નાના ભાઈ શ્રેયક હતા અને યક્ષા વગેરે સાત બહેને હતી. સ્થલિભદ્ર જ્યારે યૌવનના ઉંબરા ઉપર પહોંચ્યા ત્યારે કોશાગણિકા (તે યુગની સુંદરી ગણિકા તથા નર્તકી)ની રૂપજાળમાં ફસાઈ ગયા. મહાપંડિત વરચિના ષડયંત્રથી શ્રેયકને તેના પિતાને વધ કરવો પડ્યો. પિતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org