________________
આર્ય કાલક
૩૨૯
અર્થ: કાશ્યપગેત્રીય સ્થવિર આર્ય ઇન્દ્રદત્તના ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિન્ન (દત્ત) અંતેવાસી હતા.
ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યદિનના બે સ્થવિર પુત્ર સમાન અને પ્રખ્યાત અંતેવાસી હતા. આર્ય સંક્તિસેણિય (શાંતિણિક) સ્થવિર માસ્ટર ગેત્રીય અને જાતિસ્મરણ જ્ઞાનવાળા કૌશિક ગોત્રીય આર્ય સિંહગિરિ.
માઢર ગોત્રીય (માઢરગેત્રી) સ્થવિર આર્ય શાંતિણિકથી ઉચ્ચાનાગરી શાખાને પ્રારંભ થયો. – * આર્ય કાલક
વિવેચન આર્ય દિન્ત (ઈન્દ્રદત્ત) એક પ્રતિભાસંપન્ન આચાર્ય હતા. તેમણે દક્ષિણમાં કર્ણાટક સુધી દૂરના પ્રદેશોમાં ધર્મની ધ્વજા ફરકાવી હતી. તેમને વિશેષ પરિચય ઉપલબ્ધ નથી. આર્ય સન્તિસેણિય (શાંતિશ્રેણિક) થી ઉચ્ચાનાગર શાખાની શરૂઆત થઈ. આ શાખામાં પ્રતિભામૂર્તિ આચાર્ય ઉમાસ્વાતિ થયા કે જેમણે સર્વપ્રથમ દર્શનશૈલીથી તત્ત્વાર્થસૂત્રનું નિર્માણ કર્યું.
તેમના જ નિકટના સમયમાં આર્ય કાલક, આર્ય ખપૂટાચાર્ય, ઇંદ્રદેવ, શ્રમણસિંહ, વૃદ્ધવાદી અને સિદ્ધસેન વગેરે આચાર્ય થયેલ છે.
(૧) આર્ય કાલકના નામથી ચાર આચાર્ય થયા છે. પ્રથમ કલિક કે જેનું બીજું નામ શ્યામાચાર્ય પણ પ્રખ્યાત છે અને જેમણે પ્રજ્ઞાપના સૂત્રનું નિર્માણ કર્યું, તે દ્રવ્યાનુયેગના વિશિષ્ટ જ્ઞાતા હતા. કહેવાય છે કે શકેન્દ્ર એક વખત ભગવાન સીમંધરસ્વામી પાસે નિગદ ઉપર વિવેચન સાંભળ્યું. તેમણે એવી જિજ્ઞાસા વ્યક્ત કરી કે તે જાતની વ્યાખ્યા ભરત ક્ષેત્રમાં કોઈ કરી શકે છે! ભગવાન સીમંધર સ્વામીએ આચાર્ય કાલકનું નામ બતાવ્યું. તે સીધા જ કાલકાચાર્ય પાસે આવ્યા. જેવું ભગવાને કહ્યું હતું તેવું જ વર્ણન સાંભળીને અત્યંત આહલાદિત થયા.
તેમનો જન્મ વીર સંવત ૨૮૦માં થયે. વીર સંવત ૩૦૦માં દીક્ષા લીધી. ૩૩પમાં યુગપ્રધાન આચાર્ય પદ ઉપર આસીન થયા અને ૩૭૬માં સ્વર્ગારોહણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org