________________
આર્ય રક્ષિત
૩૩૫
निग्गया थेरेहितो णं अज्जरहेहिंतो एत्थ णं अज्जजयंती સદા નિગયા . ૨૨૧ છે.
અર્થ ગૌતમ ગોત્રીય સ્થવિર આર્યવાન એ ત્રણ સ્થવિર પુત્ર સમાન સુખ્યાત અંતેવાસી હતા, જેવા કેઃ ૧) વિર આર્ય વજાસેન (૨) સ્થવિર આર્ય પદ્મ (૩) સ્થવિર આર્ય રથ.
સ્થવિર આર્ય વજાસેનથી નાઈલ આર્ય (નાગિલી શાખા નીકળી વિર આર્ય પદ્મથી આર્ય પદ્મા શાખા નિકળી અને સ્થવિર આર્ય રથથી આર્ય યંતી શાખા નીકળી.
વિવેચનઃ આર્ય વાસ્વામીની પાટ ઉપર આર્ય વાસેન આસીન થયા. તેના વખતમાં ભયંકર દુષ્કાળ પડયો. નિર્દોષ ભિક્ષાનું મળવું અસંભવ બની ગયું જેના કારણે ૭૮૪ શ્રમણ અનશન કરી પરલોકવાસી થયા, સુધાથી બધા તડફડવા લાગ્યા. જિનદાસ શ્રેષ્ઠીએ એક લાખ દીનારથી એક અંજલી પ્રમાણ અન્ન લીધું. તેને રાંધી તેમાં વિષ મેળવી સમસ્ત પરિવારની સાથે ખાવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આચાર્ય વાસ્વામીના કથન અનુસાર તેમણે સભિક્ષની ઘોષણ કરી અને બધાના પ્રાણોની રક્ષા કરી. બીજા જ દિવસે અન્નથી ભરેલું જહાજ આવી ગયું. જિનદાસે તે અન્ન લઈને મૂલ્ય લીધા વિના ગરીબ વચ્ચે વહેંચી દીધું. થોડા વખત પછી વરસાદ થવાથી સર્વત્ર આનંદની ઊર્મિઓ ઊછળવા લાગી. જિનદાસ શેઠે પોતાની વિરાટ સંપત્તિને ત્યાગ કરી પોતાના નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃત્ત અને વિદ્યાધર નામક ચાર પુત્રોની સાથે દીક્ષા ગ્રહણ કરી.
આર્ય વજસેન પ્રતિભાસંપન્ન આચાર્ય હતા. દુષ્કાળ પરિસમાપ્ત થતાં તેમણે ફરી શ્રમણ સંઘને એક્તાના સૂત્રમાં પરોવ્યા અને શ્રમણસંઘમાં અભિનવ ચેતના જાગૃત કરી પરંતુ તે દુષ્કાળથી અનેક શ્રમણને સ્વર્ગવાસ થઈ જવાથી કેટલાએ વંશ કુળ અને ગણ વિચ્છેદ થઈ ગયાં. – * આર્ય રક્ષિત:--
આર્ય વાસેનના જ સમયમાં આગમવેત્તા આર્ય રક્ષિત સૂરિ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org