________________
૨૫૪
કલ્પસૂત્રો થયા હતા તે પ્રશ્ન એ છે કે તેમણે વર્ષીદાન કયારે આપ્યું? શું વરરાજા બની આવતાં પહેલાંજ વર્ષીદાન આપી ચૂક્યા હતા? નહિ, તેઓ ત્યાંથી ઘેર પાછા આવે છેએક વરસ સુધી વર્ષીદાન આપે છે, ત્યાર પછી એક હજાર પુરુષની સાથે પ્રવજ્યા ગ્રહણ કરે છે. સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે.
આ સમય દરમ્યાન પ્રેમમૂર્તિ રાજીમતી અરિષ્ટનેમિની એકીટશે (પલક માર્યા વગર) રાહ જોતી હતી. તે નિરંતર એમ વિચારતી રહી કે ભગવાન મારી અવશ્ય સંભાળ લેશે જ પરંતુ તેની તે ભાવના પૂર્ણ ન થઈ શકી. બાર માસ સુધી તેના હૃદયમાં વિવિધ સંકલ્પ-વિકલ્પ ઉતા રહ્યા. જેને કવિઓએ બાર માસાના રૂપમાં ચિત્રિત કરેલ છે. આ
– ક કેવળજ્ઞાન:મૂત્ર:
अरहा णं अरिहनेमी चउप्पन्न राइंदियाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे तं चेव सव्वं जाव पणपन्नइमस्स राइंदियस्स अंतरा वट्टमाणे, जे से वासाणं तच्चे मासे पंचमे पक्खे अस्सोयबहुले तस्त णं अस्सोयवहुलस्स पन्नरसीपक्खेणं दिवसस्स पच्छिमे भागे उप्पि उज्जितसेलसिहरे वडपायवस्स अहे अट्ठमेणं भत्तेणं अपाणएणं चित्ताहिं नक्खत्तेणं जोगमुवागएणं झाणंतरियाए वट्टमाणस्स जाव अणंते अणुत्तरे जाव सव्वलोए सव्वजीवाणं भावे जाणमाणे पासमाणे विहरइ ॥ १६५॥
અર્થ? અહંત અરિષ્ટનેમિ ચેપન દિવસ અને રાત ધ્યાનમાં રહ્યા. તેમણે શરીરનું લક્ષ્ય છોડી દીધું. શારીરિક વાસના છોડી દીધી. આ બધી વિગતે પૂર્વે આવી ગઈ છે તે અહીં સમજી લેવી. અહંત અરિષ્ટનેમિને આ પ્રમાણે ધ્યાનમાં રહેતા પંચાવન દિવસ આવી ગયા. જ્યારે તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org