________________
૨૮૧
પ્રથમ રાજા : રૂપમાં પરિવર્તિત થઈ જતું હતું. સુનંદાના ભાઈનું અકાળ મૃત્યુ થઈ જવાથી ઋષભદેવે સુનંદા તથા સહજાત (સાથે જન્મેલ) સુમંગલાની સાથે પાણિગ્રહણ કરી નવી વ્યવસ્થાને પ્રારંભ કર્યો. ૫૦ સુમંગલાએ ભરત અને બ્રાહ્મીને તથા સુનંદાએ બાહુબલી અને સુંદરીને જન્મ આપ્યો. તેના પછી સુમંગલાને અનુક્રમે અન્ય અઠ્ઠાણું પુત્રે બીજા થયા.
– ભરત અને બાહુબલીના વિવાહર શ્રી કષભદેવે યોગલિક ધર્મનું નિવારણ કરવા માટે જ્યારે ભારત અને બાહુબલી યુવાન થયા ત્યારે ભારતની સહજાત બ્રાહ્મીનું પાણિગ્રહણ બાહુબલી સાથે કરાવ્યું અને બાહુબલીની સહજત સુંદરીનું પાણિગ્રહણ ભરત સાથે કરાવ્યું. પર આ વિવાહનું અનુસરણ કરીને જનતાએ પણ ભિન્ન ગોત્રમાં ઉત્પન્ન થયેલ કન્યાઓને તેમના માતા પિતા વગેરે અભિભાવકે દ્વારા દાનમાં પ્રાપ્ત કરીને પાણિગ્રહણ કરવાનું શરૂ કર્યું. આ પ્રમાણે એક નવીન પરંપરાનો પ્રારંભ થયો. તે વખતથી વિવાહપ્રથાને આરંભ થયો. – પ્રથમ રાજાઃ
પહેલાં જણાવવામાં આવેલ છે કે ઋષભદેવના પિતા “નાભિ અન્તિમ કુલકર હતા. જ્યારે તેમના નેતૃત્વમાંજ ધિક્કાર નીતિનું ઉલ્લંધન થવા લાગ્યું ત્યારે ગભરાઈને યુગલિયાએ શ્રી ઋષભદેવની પાસે પહોંચ્યા અને તેમને બધી સ્થિતિની જાણકારી કરાવી. ભગવાન ઋષભદેવે કહ્યું – “જેઓ મર્યાદાઓનું અતિક્રમણ કરી રહ્યા હોય તેમને દંડ મળવો જોઈએ અને તે વ્યવસ્થા રાજા જ કરી શકે છે, કારણ કે શક્તિના બધા સ્ત્રોત તેનામાં કેન્દ્રિત થાય છે.” સમય પારખીને કુલકર નાભિએ યુગલિકોની વિનમ્ર પ્રાર્થનાથી ઋષભદેવનો રાજ્યાભિષેક કરીને તેમને “રાજા” ઘોષિત કર્યા. પ ત્રષભદેવ પ્રથમ રાજા બન્યા અને શેષ જનતા પ્રજા બની. આ પ્રમાણે પૂર્વથી ચાલી આવતી “કુલકર વ્યવસ્થાને અન્ન આવ્યો અને નવીન રાજ્યવ્યવસ્થાને પ્રારંભ થયે.
રાજ્યાભિષેકના સમયે યુગલસમૂહ કમળપત્રોમાં પાણી લાવીને ઋષભદેવના ચરણકમળનું સિંચન કરવા લાગ્યા. તેમના વિનીત સ્વભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org