________________
કાનમાં ખીલા :
૧૯૭ ઉત્તર મળે કે “જે ઈન્દ્રિયોથી જા–પિછાણ્યો ન જાય.”
ફરી જિજ્ઞાસા પ્રસ્તુત થઈ કે “શું આત્માને શબ્દ રૂપ, ગંધ અને પવનની માફક સૂક્ષ્મ સમજવો?”
પ્રભુએ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું : “નહિ, તે ઈન્દ્રિયગ્રાહ્ય છે. કાન વડે શબ્દ, નેત્ર વડે રૂપ, નાક વડે ગંધ અને સ્પર્શ વડે પવન ગ્રાહ્ય છે. પરંતુ જે ઈન્દ્રિયગ્રાહ્ય ન હોય તે સૂક્ષ્મ છે.”
પ્રન–“શું જ્ઞાનનું નામ જ આત્મા છે?”
ઉત્તર-જ્ઞાન એ આત્માનો અસાધારણ ગુણ છે, જ્ઞાનને આધાર આત્મા છે.”
આવા પ્રકારના પ્રોના સમાધાનથી સ્વાતિદત્તનું મન અત્યન્ત પ્રસન્ન થયું. –* કાનમાં ખીલા
વર્ષાવાસ પૂર્ણ થયા બાદ ભગવાન જંભિયગ્રામ, મિંઢિયગ્રામ થઈને “છમ્માણિ પધાર્યા અને ગામની બહાર “ધ્યાનમુદ્રા' માં અવસ્થિત થયા. સાંજના વખતે એક ગોવાળ બળદોને લઈને ત્યાં આવ્ય, બળદોને મહાવીરની પાસે રાખીને તે ગામમાં કામસર ગયો. બળદે ચરતાં ચરતાં આસપાસની ઝાડીમાં છુપાઈ ગયા. ગોવાળ ફરીને પાછો આવે. બળદ જોવામાં આવ્યા નહિ એટલે મહાવીરને પૂછયું પરંતુ ભગવાન તે મૌન હતા. આથી કેધિત થઈને ભગવાન મહાવીરના કાનમાં કાંસે (વાંસ)ની તીક્ષ્ણ શલાકાઓ (સળી) નાખી દીધી અને તે શલાકાઓને કઈ જોઈન જાય માટે તેને બહારને ભાગ કાપી નાખ્યા. ભગવાનને અત્યન્ત વેદના થઈ રહી હતી તથાપિ તેઓ શાંત અને પ્રસન્ન દેખાતા હતા. તેમના અન્તર્માનસમાં જરા જેટલો પણ ખેદ જણાતો ન હતો. તેઓ ચિંતન કરી રહેલ હતા કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં હસતાં હસતાં મેં જે શવ્યાપાલકના કાનમાં ગરમ સીસું રેડાવ્યું હતું તેનું ફળ મને પ્રાપ્ત થયેલ છે.
ત્યાંથી વિહાર કરીને ભગવાન મધ્યમપાવા પધાર્યા. ભિક્ષા માટે પરિભ્રમણ કરતાં સિદ્ધાર્થ શ્રેષ્ઠીના ઘેર પહોંચ્યા. તે વખતે સિદ્ધાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org