________________
પ૭
બભસંહરણ: શકની વિચારણા ન આવ્યા, અંતે મેં તમારું નાક કાપી જ નાખ્યું.” શેઠ મનમાં વિચારવા લાગ્યા. જે હું આની પહેલાં જ પ્રવૃર્જિત થઈ ગયો હોત તો આજે આવી દશા ન થાત. તેણે સમભાવપૂર્વક આ ભયંકર કષ્ટ સહન કર્યું. ધીમે ધીમે ઉપચારથી ચામડીને રોગ દૂર થશે. વૈરાગ્ય જાગે અને એક હજાર આઠ શ્રેષ્ઠી પુત્રોની સાથે મુનિસુવ્રત સ્વામીની પાસે સંયમ ગ્રહણ કર્યો. દ્વાદશાંગીનું અધ્યયન કરીને ઉત્કૃષ્ટ તપ કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં ઇન્દ્ર બન્યા. ઐરિક તાપસ પણ ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને તે જ ઇન્દ્રને ઐરાવત હાથી થયે. ઇન્દ્રને પિતાની ઉપર બેસતાં જોઈને ગભરાયે. રૂપ બદલ્યું, ઈન્દ્ર પણ અવધિજ્ઞાનથી પૂર્વ ભવ જોઈને તેને ધમકાવીને ફટકાર્યો તેથી તે શાંત થઈ ગયો.
હજાર નેત્ર હેવાથી ઈન્દ્રનું એક નામ સહસ્ત્રાક્ષ છે. જૈનાચાર્યોનું એવું મંતવ્ય છે કે ઈન્દ્રના પાંચસો મંત્રી છે. તેમની સલાહથી જ તે શાસનસૂત્રનું સંચાલન તથા રાજ્યવ્યવસ્થા કરે છે. આલંકારિક ભાષામાં મંત્રી, રાજાની આંખ હોય છે તે દષ્ટિથી પાંચમે મંત્રી હોવાથી ઇન્દ્ર “સહસ્રાક્ષ કહેવાય છે.
વૈદિક પરંપરા અનુસાર એક વાર ઈન્દ્ર ગૌતમ ઋષિની પત્ની અહલ્યા ઉપર આસક્ત થયાં. ઋષિ સહસ્રભગ થવાને શ્રાપ દેવા જતા હતા પરંતુ ક્ષમાની અભ્યર્થના કરવાથી તેને સહસ્રાક્ષ થવાનો શ્રાપ આપ્યો જેથી તે સહસ્રાક્ષ કહેવાયા. ટ્વેદમાં પણ ઈંદ્રને સહસ્રાક્ષ કહેલ છે. ૧૫
મહામેધ (વૃષ્ટિ વગેરેના સ્વામી) તેના વશમાં હેવાથી મઘવા કહેવાય છે. “પાક' નામના એક બળવાન દૈત્ય ઉપર શાસન કરવાથી તે પાકશાસન કહેવાયા. દક્ષિણાર્ધભરતના અધપતિ હોવાથી તેને દક્ષિણાર્ધપતિ કહે છે. બત્રીસ લાખ વિમાનના સ્વામી છે. ઐરાવત હાથીને ઉપયોગ કરવાથી ઐરાવત અધિપતિ છે. ૦૬ મછં:–
से णं तत्थ बत्तीसाए विमाणावाससयसाहस्सीणं, चउरासीए सामाणियसाहस्सीणं, तायत्तीसाए तायत्तीसगाणं, चउण्हं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org