________________
જન્મ મહોત્સવ
૧૪૩ સામે ધરીને ઊભી રહે છે. (૨૫) સમાહારા (૨૬) સુપ્રદત્તા (૨૭) સુપ્રબુદ્ધા (૨૮) યશોધરા (૨૯) લક્ષ્મીવતી (૩૦) શેષવતી (૩૧) ચિત્રગુપ્તા (૩૨) વસુંધરા - આ આઠ દિકુમારીઓ દક્ષિણ દિશાના રૂચક પર્વતમાં રહે છે.
સ્નાન માટે જળ ભરેલા કળશ લાવે છે. (૩૩) ઈલા દેવી (૩૪) સુરાદેવી (૩૫) પૃથ્વી (૩૬) પદ્મવતી (૩૭) એકનાસા (૩૮) નવમિકા (૩૯) ભદ્રા અને (૪૦) શીતા. આ આઠ દિકુમારીઓ પશ્ચિમ દિશાના રૂચક પર્વત ઉપર રહે છે. તેઓ પવન નાખવા માટે પંખા લઈને આવે છે (૪૧) અલંબુસા (૪૨) મિતાકેશી (૪૩) પુંડરીકા (૪૪) વારૂણી (૪૫) હાસા (૪૬) સર્વપ્રભા (૪૭) શ્રી અને (૪૮) હી. આ આઠ દિકુમારીઓ ઉત્તર દિશાના રૂચક પર્વત ઉપર રહે છે. તે ચામર વીજે છે. (૪૯) ચિત્રા (૫૦) ચિત્રકનકા (૫૧) શતરા (૫૨) વસદામિની આ ચાર દિકુમારીઓ રૂચક પર્વતની વિદિશાઓમાંથી આવે છે. દીપક લઇને વિદિશાઓમાં ઊભી રહે છે. (૫૩) રૂપા (૫૪) રૂપાસિકા (૫૫) ગુરૂપ અને (૫૬) રૂપકાવતી આ ચાર દિકુમારીઓ રૂચક દ્વીપમાં રહે છે. તે ભગવાનની નાળનું છેદન કરે છે, તેલનું મર્દન કરી સ્નાન કરાવે છે.
વિભિન્ન દિશાઓમાં રહેનારી આ દિકુમારીઓએ આવીને ભગવાનનું સૂતિકા કર્મ કરીને જન્મોત્સવ ઊજવ્યો અને પિતાના સ્થાને ચાલી ગઈ.
ભગવાનને જન્મ થતાં જ શકેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. તેઓ અવધિજ્ઞાનથી ભગવાનને જન્મ જાણીને આહલાદિત થયા અનેક દેવ-દેવીઓના પરિવાર સાથે કુડપુર આવ્યા. સાથે ભવનપતિ, વાણવ્યંતર
જ્યોતિષ્ક અને વૈમાનિક દેવનિકાયના ઇન્દ્ર અને દેવગણ પણ આવ્યા. ૧૭૦ તેઓએ ભગવાન અને માતા ત્રિશલાને ત્રણ વાર પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા. માતાને અવસ્થાપિની નિદ્રા આપીને અને ભગવાનનું પ્રતિબિંબ ત્યાં રાખીને ભગવાનને મેસશિખર ઉપર લઈ ગયા. સ્નાનાભિષેક કરવા માટે
જ્યારે બધા દેવ જળકળશ લઈને ઊભા રહ્યા ત્યારે સૌધર્મેન્દ્રનાં મનમાં શંકા થઈ કે આ નવજાત બાળક આટલા જળ-પ્રવાહને કઈ રીતે સહન કરશે? અવધિજ્ઞાનથી ઈન્દ્રની શંકાને જાણીને ભગવાને ડાબા પગના અંગુઠાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org