________________
૧૭૮
કલ્પસૂત્ર
– ગોશાલકને ભેટે -
ભગવાન મહાવીરે બીજુ વર્ષાવાસ રાજગૃહના ઉપનગર નાલંદાની તંતુવાય શાળા (વણકરની ઉદ્યોગશાળા)માં કર્યું. ત્યાં મખલિપુત્ર ગોશાલક ૨૪૭ પણ વર્ષાવાસ માટે ફરતો આવ્યો હતો. તે ભગવાનનાં તપ અને ત્યાગથી આકર્ષિત થયે. હકીકતે તે તેણે ભગવાનના મા ખમણના પારણે પાંચ દિવ્ય પ્રકટ થતાં જોઈ, અને આકાશમાં દેવદુંદુભિ સાંભળી ત્યારે તે ભગવાનના ચમત્કારિક તપથી આકૃષ્ટ થઈને તેમને શિષ્ય બનવા માટે ઉત્સુક થઈ ગયો. તે ભગવાનને પિતાને શિષ્ય બનાવવાની પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ મૌન રહ્યા ૨૪૮ તે વર્ષાવાસમાં ભગવાને એક-એક માસનું દીર્ધ તપ કર્યું. વર્ષાવાસની પૂર્ણાહુતિના દિવસે ગોશાલક ભિક્ષા માટે નીકળે ત્યારે તેણે પ્રભુને પ્રશ્ન પૂછયે-“તપસ્વી! આજે મને ભિક્ષામાં શું મળશે?” ઉત્તર આપતાં ભગવાને કહ્યું – કેદરાનાં વાસી તાંદુલ, ખાટી છાશ અને ખોટે રૂપિયો,” ભગવાનની ભવિષ્યવાણી મિથ્યા બનાવવાના હેતુથી તે શ્રેષ્ઠીઓના ગગનચુંબી ભવ્ય ભવનમાં પહોંચ્યો પરંતુ હતાશ અને નિરાશ થઈને ખાલી પાછો આવ્યો. પછી ગરીબોની ઝૂંપડીઓ તરફ આગળ વધ્યો. એક લહારના ઘેરથી તેને ખાટી છાશ, વાસી ભાત અને દક્ષિણામાં એક રૂપિયે મળે. બસ, આ ઘટનાએ તેને નિયતિવાદ તરફ આકર્ષિત કર્યો. તે વિચારવા લાગ્યું જે બનવાનું હોય છે તે બનીને જ રહે છે અને તે બધું એ પહેલાંથી જ નિશ્ચિત રહેલું છે. - ભગવાન મહાવીર નાલંદાથી વિહાર કરીને કેલ્લાગસન્નિવેશમાં પધાર્યા અને ત્યાં એક બ્રાહ્મણના ઘેર ચાતુર્માસક્ષપણનું પારણું કર્યું. આ બાજુ ગોશાલક ભિક્ષા લઈ પાછો ફર્યો પરંતુ ભગવાનને ત્યાં નહિ જોતાં શોધતાં શોધતાં કેલ્લાગસન્નિવેશમાં આવી પહોંચ્યા. ભગવાનને શિષ્ય બનાવવાની ફરી ફરીને પ્રાર્થના કરી પરંતુ ભગવાને તેની વાત સ્વીકારીનહિ. ૪૯
ગશાલક પ્રકૃતિથી ચંચળ, ઉદ્ધત અને લોલુપ હતા. તે ભગવાનની સાથે જ કેલ્લાગસન્નિવેશથી સુવર્ણ ખેલ જઈ રહેલ હતા. માર્ગમાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org