________________
ભગવાનનાં સ્વપ્ન
૧૭૩ (૯) હું મારા આંતરડાઓથી માનુષાર પર્વતને આવેષ્ટિત કરી રહ્યો છું. (૧૦) હું મેરુપર્વત પર ચઢી રહ્યો છું.
સ્વપ્ન પૂરું થતાં ભગવાનની નિદ્રા ઊડી ગઈ. સાધનાકાળમાં ભગવાનને તે રાત્રે થોડી નિદ્રા આવી હતી અને તે પણ સૂતાં સૂતાં નહિ પણ ઊભાં ઊભાં.૨૯
રાત્રે શલપાણિના ભયંકર અટ્ટહાસ્યને સાંભળીને ગ્રામવાસિઓએ તે વખતે અનુમાન કર્યું કે મંદિરમાં રોકાએલા તે સાધુ સદાને માટે પોઢી ગયા છે અને સવાર પહેલાં જ્યારે સંગીતની સુમધુર સ્વરલહેરી સાંભળી ત્યારે તેમનું અનુમાન વધારે દઢ થઈ ગયું કે સાધુના મૃત્યુથી યક્ષ પોતાના હૃદયની પ્રસન્નતાને સંગીત દ્વારા પ્રકટ કરી રહેલ છે.૨૩૦
ઉત્પલ નામનો નિમિત્તિઓ અધિક ગામમાં રહેતો હતો. પહેલાં તે ભગવાન પાર્શ્વનાથની પરંપરામાં શ્રમણ બન્યો હતો પરંતુ પાછળથી શ્રમણત્વથી ભ્રષ્ટ થઈ ગયો હતો. જ્યારે તેને મહાવીરના યક્ષાયતનમાં રોકાવાના સમાચાર મળ્યા ત્યારે અનિષ્ટની કલ્પનાથી તેનું હૃદય ઘડકી ઊઠયું. ૩૧ સવારે ઇન્દ્ર શર્મા પૂજારીની સાથે તે યક્ષાયતનમાં પહોંચ્યા. પરંતુ તેમની કલ્પનાથી વિરુદ્ધ યક્ષ દ્વારા ભગવાન મહાવીરની અર્ચના કરાતી જોઈને તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ, તે બંને પ્રભુના ચરણોમાં નમસ્કાર કરવા લાગ્યા. “પ્રભે, આપનું આત્મતેજ અપૂર્વ છે, આપે યક્ષપ્રકોપ શાંત કરી દીધું છે.”
નિમિત્તિઓએ નિવેદન કર્યું “પ્રભો! આપે આજે રાત્રિના પાછલા પહેરમાં દશ સ્વપ્ન જોયાં છે તે તેનું ફળ આ પ્રમાણે મળશે.
(૧) આપ મેહનીય કર્મને નષ્ટ કરશો. . (૨) સદા સર્વદા આપ શુક્લ ધ્યાનમાં રહેશો.
(૩) વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ ધૃતની પ્રરૂપણ કરશો. ' (૪) ..................?
(૫) ચતુર્વિધ સંઘ આપની સેવામાં જોડાયેલ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org