________________
ત્રિશલાનું સ્વપ્ન-દર્શન નીચી હતી. ગંગા નદીના તટની રેતી સમાન તે મુલાયમ અને કમળ હતી. સ્વચ્છ અળસીના વસ્ત્રથી વીંટળાયેલ હતી અને ધૂળ ન પડે તે રીતે આચ્છાદિત હતી. તેના ઉપર લાલવસ્રની મચ્છરદાની નાખેલી હતી. તે મૃગચર્મ, કીમતી ઊંચા રૂ, બૂર નામની વનસ્પતિ, માખણ, આકડાનું રૂ વગેરે કોમળ વસ્તુઓની માફક મુલાયમ હતી. તથા શય્યા સજાવવાની કળા અનુસાર તેને સજાવવામાં આવી હતી, તેની આજુબાજુ સુગંધિત પુષ્પ અને સુગંધિત ચૂર્ણ વિખરાયેલ હતાં. તે શવ્યા ઉપર અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલી (ત્રિશલા ક્ષત્રિયાણીએ) પાછલી રાત્રિએ આવા પ્રકારનાં ઉત્તમ ચૌદ મહાસ્વપ્ન જોયાં અને જોઈને જાગૃત થઈ ૧૫૦ મૂલ્ય:તંગાનથ-
વર્સીમિય; વામ-ક્ષત્તિ વિષય સાથે સુમો पउमसर-सागर-विमाण-भवण-रयणुच्चय-सिहिं च ॥ १॥
અર્થ: તે ચૌદ મહાસ્વપ્ન આ પ્રમાણે છે -
(૧) ગજ (૨) વૃષભ (૩) સિંહ (૪) લક્ષ્મી (૫) પુષ્પમાળા (૬) ચંદ્ર (૭) સૂર્ય (૮) ધ્વજા (૯) કુંભ (૧૦) પદ્મ સરોવર (૧૧) સમુદ્ર (૧૨) વિમાન (૧૩) રત્નરાશિ (૧૪) ધૂમાડા વગરનો અગ્નિ. મૂ8:
तए णंसा तिसला खत्तियाणी तप्पढमयाए तओयचउदंतमूसियगलियविपुलजलहरहारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडरतरंसमागयमहुयरसुगंधदाणवासियकवोलमूलं देवरायकुंजरंवरप्पमाणं पेच्छइ सजलघणविपुलजलहरगजियगंभ रचारुघोसं इमं सुभंसव्वलक्खणकयंबियं वरोरं १॥३४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org