________________
ગર્ભ પરિપાલન
૧૩૯
અને જીભ શ્યામ બને છે. જે તે બહુ બેલે તે સંતાન પણ વધારે બકવાસ કરનાર થાય છે. અધિક ગાય કે વીણા વગેરે વાદ્ય અધિક વગાડે તે સંતાન બહેરું થાય છે. જે તે વધારે ભૂમિને ખેદે છે તે સંતાનના શિરમાં કેશ વિરલ બને છે–અર્થાત ક્યાંક કયાંક ટાલ દેખાય. જે તે પંખા વગેરેથી હવા નાખે છે તે સંતાન ઉન્મત્ત પ્રકૃતિનું થાય છે. ગર્ભવતી માતાનું ચિંતન, આચરણ, વ્યવહાર, વાતાવરણ વગેરેની સંતાન-નિર્માણમાં તેના ચારિત્ર અને શરીર સંઘટન ઉપર ઘણી અસર થાય છે. આ તથ્ય પ્રાચીન આયુદથી જ સંમત નહિ, પરંતુ આધુનિક શરીરવિજ્ઞાન અને મને વિજ્ઞાનના પરીક્ષણથી પણ માન્ય થયેલું છે.
મહારાણી ત્રિશલાની પ્રતિભા સંપન્ન વિચક્ષણ સાહેલીઓ સમયે સમયે મહારાણીને તે વાતનું ધ્યાન આપતી હતી કે “આપ ધીમે ધીમે ચાલો, ધીમે ધીમે બેલો, ક્રોધ ન કરે, હિત મિત અને પથ્ય ભોજન કરો. પેટમાં વધુ ભાર ન નાખે, અધિક ચિંતા અને અધિક હાસ-પરિહાસ ન કરે. અધિક ચડવા ઊતરવાને શ્રમ પણ ન કરો.”
મહારાણી ત્રિશલા પણ સાહેલીઓની વાત ધ્યાનથી સાંભળતી અને વિવેકપૂર્વક ગર્ભનું પાલન કરતી.
ગર્ભના પ્રભાવથી માતા ત્રિશલાને દિવ્ય દેહદ ઉત્પન્ન થયો કે “હું મારા હાથથી દાન આપું, સદગુરુઓની સેવા કરું, દેશમાં અમારી પડહ વગડાવું, કેદીઓને કારાગૃહથી મુક્ત કરાવું, સમુદ્ર, ચંદ્ર અને પીયૂષનું પાન કરું, ઉત્તમ પ્રકારનાં ભેજન કરું, આભૂષણો ધારણ કરું, સિંહાસન ઉપર બેસીને શાસનનું સંચાલન કર્યું અને હાથી ઉપર બેસીને ઉદ્યાનમાં આમોદ-પ્રમોદ કરું” રાજા સિદ્ધાર્થ રાણીનાં સમસ્ત દેહદ પૂર્ણ કર્યા.
કહેવાય છે કે એક વખત રાણી ત્રિશલાને એક વિચિત્ર દેહદ ઉત્પન્ન થયે કે હું ઈંદ્રાણીના કાનમાંથી કુંડળ-યુગલ છીનવીને પહે, દેહદ પૂર્ણ થવો અસંભવિત હતું. તે વખતે ઈંદ્ર અવધિજ્ઞાનથી જોયું. રાણીને દેહદ પૂર્ણ કરવા તે ભૂમંડળ પર આવ્યા. કિલ્લાનું નિર્માણ કરીને સિદ્ધાર્થને યુદ્ધને માટે આવ્હાન કર્યું. જાતે યુદ્ધમાં પરાજિત થયા. કિલ્લા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org