________________
કલ્પસૂત્ર
અર્થ તે ત્રિશલા ક્ષત્રિયાણી સર્વપ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે, તે હાથી ચાર દાંતવાળા અને ઊંચા હતા તથા તે વરસી ગયેલા મેધની જેમ શ્વેત, હારના સમૂહની માફક ઉજ્જવળ, ક્ષીર સમુદ્રની માફક ધવલ, ચન્દ્ર કિરણાની માફક ચમકદાર, પાણીનાં ટીપાંની માફક નિર્મળ અને ચાંદીના પર્વતની જેમ સફેદ હતા. તેના ગંડસ્થલમાંથી મદ ઝરી રહેલ હતુ જેની સુગંધ લેવા માટે ભ્રમરે! ગુંજારવ કરી રહેલ હતા. તે હાથી શક્રેન્દ્રના હાથી ઐરાવતની માફક ઉન્નત હતા, તે અત્યંત શુભ તથા શુભ લક્ષણાથી યુક્ત હતા. તેના છાતીના ભાગ વિશાળ હતા. એવા હાથીને ત્રિશલા પ્રથમ સ્વપ્નમાં જુએ છે, ૧૫૧
મૂ
૮.
तओ पुणो धवलकमलपत्तपयराइरेगरूवप्पभं पहासमुदओवहारेहिं सवओ चेव दीवयंतं अइसिरिभर पिल्लणाविसप्पंतकंत सोहंतचारुककुहं तणुसुइसुकुमाललोमनिदच्छविं थिरसुबदमंसलोवचियलट्ठसुविभत्तसुंदरंगं पेच्छइ घणवट्टलठ्ठउक्कड विसितुप्परग तिक्खसिंगं दंतं सिवं समाणसोभंतसुद्वदंतं વસમં નિયમુળમં મુદ્ ર્ ॥ ૨૬ ॥
અર્થ : તે પછી ત્રિશલાદેવી વૃષભને જુએ છે, તે વૃષભ શ્વેત કમળની પાંખડીઓના સમૂહથી પણ અધિક રૂપની પ્રભાવાળા હતા. કાંતિપૂજની દિવ્ય પ્રભાથી સર્વત્ર પ્રદીપ્ત હતા, તેની વિરાટ કાંધ અત્યન્ત ઊભરાયેલ અને મનહર હતી, તેનાં રામ સૂક્ષ્મ અને અતિ સુંદર હતાં, તેમજ સુકામળ હતાં. તેના અંગ સ્થિર, સુઠિત, માંસલ અને પુષ્ટ હતાં. તેના શિંગડાં વર્તુળાકાર, સુંદર, ઘી જેવા ચીકણાં અને તીક્ષ્ણ હતાં. તેના દાંત અક્રૂર (હિંસક નહિ એવા), ઉપદ્રવ રહિત, એક સરખી કાંતિવાળા, પ્રમાણસર તથા શ્વેત હતાં, તે વૃષભ અગણિત ગુણારૂપી મંગલાના ધામ સમાન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org