________________
૧૧૪
કલ્પસૂત્ર
અર્થ : સ્નાનગૃહથી બહાર નીકળીને (સિદ્ધાર્થ) જ્યાં બહારની ઉપરથાનશાળા છે ત્યાં આવે છે, ત્યાં આવીને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મેં કરીને બેસે છે, બેસીને પિતાથી ઉત્તરપૂર્વ દિશામાં (ઈશાન ખૂણામાં) શ્વેતવસ્ત્રોથી ઢંકાયેલા અને જેના ઉપર સરસવ વગેરેથી માંગલિક ઉપચાર કરવામાં આવેલ છે એવાં આઠ ભદ્રાસન ગોઠવાવે છે, ગોઠવાવીને પિતાનાથી અતિ નિકટ નહિ કે અતિ દૂર નહિ એવી રીતે વિવિધ મણિરત્નોથી મંડિત ઘણાંજ દર્શનીય અને મહામૂલ્યવાળાં મોટા અને પ્રતિષ્ઠિત નગરમાં બનાવરાવેલાં પારદર્શક પત્ર પથરાવે છે. જેની ઉપર સેંકડે ચિત્રોથી ચિતરેલાં ઈહામૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પલી, સાપ, કિન્નર, રર (મૃગવિશેષ) અષ્ટાપદ, ચમરી ગાય, હસ્તી, વનલતા, પદ્મલતા વગેરેનાં ચિત્રો દોરેલાં હતાં. આવા અંત:પુર માટે યોગ્ય યવનિકા (પડદો) નખાવે છે, યવનિકાથી અંદરના ભાગમાં વિવિધ મણિરત્નોથી જડિત, ચિત્રવિચિત્ર તકીઆવાળું, મુલાયમ ગાદીવાળું સફેદ વસ્ત્રથી આચ્છાદિત, ઘણું જ મૃદુ, શરીરને માટે સુખકારી સ્પર્શવાળું વિશિષ્ટ પ્રકારનું ભદ્રાસન ત્રિશલા ક્ષત્રિયાણીને માટે મૂકાવે છે.
–# સ્વપ્ન પાઠકને આમંત્રણ
મૂલ્ડ
भद्दासणं रयावित्ता कोडंबियपुरिसे सदावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया! अहंगमहानिमित्तसुत्तत्थपारए विविहसत्थकुसले सुविणलक्खणपाढए सदावेह
અર્થ: ભદ્રાસન મૂકાવીને રાજા સિદ્ધાર્થ પોતાના સેવક જનોને બેલાવે છે. બોલાવી તેમને આ રીતે કહે છે- હે દેવાનુપ્રિય! શીઘ-તરત જ અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થના પારગામી, વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્ન-લક્ષણ પાઠકો-સ્વપ્ન શાસ્ત્રીઓને બોલાવી લાવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org