________________
કલ્પસૂત્ર
(૪) અભાવિત પરિષ- તીર્થકરનું પ્રવચન એટલું પ્રભાવપૂર્ણ અસરકારક હોય છે કે તે સાંભળીને ભૌતિક્તામાં નિમગ્ન માનવ પણ ત્યાગમાર્ગને સ્વીકાર કરી લે છે. ભગવાન શ્રી મહાવીરને જંભિકા ગામની બહાર ઋજુબાલિકા નદીને કિનારે શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થયું. દેવોએ કેવળજ્ઞાન મહત્સવ ઊજવે. સમવસરણની રચના થઈ. ભગવાને ત્યાં કઈ પણ ચારિત્રધર્મ અંગીકાર કરનાર નથી એમ જાણીને એક ક્ષણ માત્ર પ્રવચન કર્યું. ૩૨ પરંતુ કેઈએ પણ ચારિત્રને સ્વીકાર કર્યો નહિ. ૩૩ તે કારણથી પ્રથમ પરિષદને અભાવિત કહેલ છે, તીર્થકરનું પ્રવચન પાત્રની અપેક્ષાએ નિષ્ફળ ગયું, એ પણ એક આશ્ચર્ય છે. ૩૪
(૫) કૃષ્ણનું અપરકંકા ગમન – સતી શિરોમણિ દ્રૌપદીના રૂપ લાવણ્યની પ્રશંસા સર્વત્ર ફેલાઈ ગઈ હતી. નારદઋષિએ પણ સાંભળી અને તેને જોવા માટે રાજપ્રાસાદમાં પહોંચ્યા. દઢધમી દ્રૌપદીએ ગુબુદ્ધિથી નારદને નમસ્કાર કર્યા નહિ. નારદઋષિ તેને પિતાનું અપમાન સમજ્યા અને તે કેધાયમાન થઈ ગયા. દ્રૌપદીને તે અપમાનનું ફળ ચખાડવા નારદે ઉપાય વિચાર્યો. ધાતકીખંડ દ્વીપના અપરકકાધીશ પદ્મનાભ સમક્ષ કે જે પરદાર–લુબ્ધ હતો, દ્રૌપદીના રૂપનું વર્ણન કરતાં કહ્યું “પાંડની પત્ની એટલી બધી સુંદર છે જાણે તે ચાંદને કટકે હોય. જો તમે તેને મેળવી શકે તે તમારા અંતઃપુરની શોભામાં અને તેજમાં ઘણો વધારે થઈ જશે.”
પદ્મનાભે પોતાના મિત્ર દેવની સહાયથી સૂતેલી દ્રૌપદીને પિતાના રાજમહેલમાં મંગાવી લીધી. દ્રૌપદીને ભેગની ભાષામાં અભ્યર્થના કરી પરંતુ પતિવ્રતા દ્રૌપદીએ તેને વિવેકપૂર્વક સમજાવીને રેયા.
પદીને રાજમહેલમાં ન મેળવતાં પાંડવો ચિંતાતુર થયા, સર્વત્ર તપાસ ચલાવી; પરંતુ દ્રૌપદીને કયાંય પત્તો લાગ્યો નહિ, દ્વારકાધીશ શ્રીકૃષ્ણને આ વાત જણાવી. કૃષ્ણ ઉપહાસ કરતાં કહ્યું- “ખેદ છે કે તમે પાંચ પતિ હોવા છતાં પણ દ્રૌપદીનું રક્ષણ ન કરી શક્યા. પછી શ્રીકૃષ્ણ નારદોષ દ્વારા પત્તો મેળવી લીધું કે તે અપરકંકામાં છે. પાંડવો સહિત શ્રીકૃષ્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org