________________
૨૯
66
પદાર્થોનાં વર્ણાદિ ગુણાની ક્રમશઃ વૃદ્ધિ થાય છે તે ઉત્સર્પિણી કહેવાય છે, ૨૦ પ્રત્યેક કાળચક્રમાં છ-છ આરા હોય છે, ૨૧ અવસર્પિણી કાળના પ્રથમ આરાનુ નામ સુષમ – સુષમ” છે, તે ચાર ક્રોડાક્રોડ સાગરોપમ પ્રમાણ છે. તે સમયે હથેળીની માફક ભૂમિ સમ એક સરખી હોય છે, પાંચ વર્ણવાળા મણુ સમાન સુંદર તૃણાદિથી યુક્ત પૃથ્વી હોય છે, ચારે બાજુ ઉદાલ, કાદાલ, મેાદાલ, કૃતમાલ, નૃતમાલ, દંતમાલ, નાગમાલ, શ્રૃંગમાલ, શ ંખમાલ અને શ્વેતમાલ ૨૨ વૃક્ષાની છટાદાર છાયા જ નહિં પરંતુ તે વૃક્ષામાં સુગંધિત પુષ્પ અને મધુર ફળ લાગેલાં હોય છે, સાથેાસાથ બેતાલવન, હેસ્તાલવન, મેતાલવન, પમયાલયન, સાવન, સરલવન, સપ્તવર્ણવન, પૂગફલીવન, ખજૂરીવન નારિયેળવન આદિ ગાઢ વના૧૭ પણ્ યત્રતત્ર પ્રસરેલા હાય છે. માનવ પ્રકૃતિથી સરળ, માનસથી કામળ અને ઉપશાંત રાગદ્વેષવાળા હોય છે, શરીરથી સુંદર અને સ્વસ્થ હોય છે, તે સમયે માનવની ઉત્કૃષ્ટ ઊંચાઈ ત્રણ ગાઉની અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યાપમનુ હોય છે. ૨૪ ત્રણ દિવસ પછી તેને ભૂખ લાગે છે ત્યારે તે તૂવેરની દાળ જેટલી માત્રાનુ અત્ય૫ ભાજન ક૨ે છે, પ દસ પ્રકારના કલ્પવૃક્ષોથી મનેાાંફ્તિ સુખસાધનાની ઉપલબ્ધિ થાય છે તે યુગના માનવ સુખી જ નહિ, પરમ સુખી તથા સંતુષ્ટ હાય છે,
કાળચક
બીજા આરાનું નામ ‘સુષમ’ છે, તે ત્રણ ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ હોય છે, પહેલાની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ, અને સ્પર્શની ઉત્કૃષ્ટતાના હ્રાસ થતા જાય છે, તે આરાના પ્રારંભમાં માનવની આયુ બે પલ્યાપમની હાય છે અને આરાના અંત સમયે એક પલ્યોપમની, ઊંચાઈ પણ પ્રારંભમાં બે ગાઉની અને અંતિમ સમયે એક ગાઉની. પૂર્વવત તેમની પણ ઈચ્છા કલ્પવૃક્ષથી પૂર્ણ થતી હોય છે.
ત્રીજા આરાનું નામ ‘સુષમ- દૃશ્યમ' છે, તે એ ક્રીડાક્રોડ સાગરોપમ પ્રમાણ છે, તે આરાની શરૂઆતમાં માનવની ઊંચાઈ એક ગાઉની અને ઊતરતા આરે પાંચસે ધનુષ્યની હોય છે. આયુષ્ય પ્રારંભમાં એક પલ્યાપમનું અને ઊતરતે આરે કરોડ પૂર્વનું હોય છે. આ આરાના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org