________________
કલ્પસૂત્ર
જોયાં. જન્મ થતાં પુત્રના પૃષ્ઠ ભાગમાં (વાંસામાં) ત્રણ પાંસળીઓ હોવાના કારણે તેનું ‘ત્રિપૃષ્ઠ' નામ રાખ્યું. અનુક્રમે તેઓ યોવનાવસ્થાને પ્રાપ્ત થયા.
રાજા પ્રજાપતિ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના માંડલિક હતા. એકવાર પ્રતિવાસુદેવે નિમિત્તિઓ સમક્ષ એવી જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે મારું મૃત્યુ કઈ રીતે થશે? નિમિત્તિયાએ બતાવ્યું કે જે આપના ચંડમેઘ દૂતનું અપમાન કરશે, તુંગગિરિ ઉપર રહેલા કેસરી સિંહને મારશે, તેના હાથેથી આપનું મૃત્યુ થશે.” ૭૩ આવું સાંભળીને અશ્વગ્રીવ ભયભીત થઈ ગયા. તેણે સાંભળેલું કે પ્રજાપતિ રાજાના પુત્ર ઘણું જ બળવાન છે. પરીક્ષા કરવા માટે ચંડમેઘ દૂતને ત્યાં મોકલ્યો.
રાજા પ્રજાપતિ તેમના પુત્ર અને સભાસદોની સાથે રાજસભામાં બેઠા હતા. સંગીતના ઝણકારથી રાજસભા ઝણઝણી રહી હતી. બધા તન્મય થઈને નૃત્ય અને સંગીતને આનંદ લૂંટી રહ્યા હતા. બરાબર તેજ સમયે અભિમાની દૂતે પહેલેથી સૂચના આપ્યા વગરજ રાજસભામાં પ્રવેશ કર્યો. રાજાએ સંભ્રાન્ત થઈ દૂતનું સ્વાગત કર્યું. સંગીત અને નૃત્યનું કાર્ય સ્થગિત કરીને તેને સંદેશ સાંભળ્યો.
ત્રિપષ્ટને રંગમાં ભંગ કરનારા દૂતની જોહુકમી આકરી લાગી. તેણે પોતાના અનુચરને એવો આદેશ આપ્યો કે જ્યારે તે દૂત અહીંથી રવાના થાય ત્યારે તેને ખબર આપવા.
રાજાએ સત્કારપૂર્વક દૂતને વિદાય આપી. આની ખબર આ બાજુ બન્ને રાજકુમારોને મળી. તેઓએ જંગલમાં દૂતને પકડીને ખૂબ માર માર્યો. દૂતની સંગાથે જે કઈ આવેલા તે બધા ભાગી છૂટ્યા. દૂતને સારી રીતે ખેખ કર્યો.
પ્રજાપતિ રાજાને જ્યારે આ વૃત્તાન્તની ખબર પડી ત્યારે તે ચિંતાતુર બની ગયા. દૂતને ફરી પોતાની પાસે બેલાવી વધારે ઇનામ આપ્યું અને કહ્યું કે “પુત્રની આ ભૂલ અશ્વગ્રીવને કહેશો નહિ” દૂતે તો આ વાત સ્વીકારી પરંતુ તેના સાથી જે પહેલાં પહોંચી ગયા હતા તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org