________________
૪૫
ભગવાનના પૂર્વભવ (૨૪) નંદન
ત્યાંથી આવીને ભરતક્ષેત્રની છત્રનગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની મહારાણીની કક્ષિામાં ઉત્પન્ન થયા. નંદન નામ રાખવામાં આવ્યું. હર પચ્ચીસ લાખ વરસની ઉંમર થઈ ૯૩ વીસ લાખ વર્ષ સુધી ગૃહવાસમાં રહ્યા, એક લાખ અવશેષ રહ્યાં ત્યારે પાટિલાચાર્યની પાસે સંયમ ગ્રહણ કર્યો. ૨૪ એક લાખ વર્ષ વરસ સુધી નિરંતર મા ખમણની તપસ્યા કરી ૫ અગિયાર લાખ સાઠ હજાર મા ખમણ થયાં અને ત્રણ હજાર ત્રણસે તેત્રીસ વરસ ત્રણ માસ, ઓગણત્રીસ દિવસ પારણાંના થયાં. વીસ સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને અંતે એક મહિનાની સંલેખણ કરીને આયુષ્ય પૂર્ણ કર્યું. (૨૫) પ્રાણુત દેવલેક
- ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે પ્રાણુત દેવલોકના પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીસ સાગરોપમની રિથતિવાળા દેવ થયા. ૯૭ (૨૬) દેવાનંદાના ગર્ભમાં
સ્વર્ગથી એવીને તે બ્રાહ્મણકુંડ ગ્રામમાં કોડાલસ ગેત્રીય ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની દેવાનંદાના ગર્ભમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા. મરીચિના ભવમાં જાતિ અને કુલની શ્રેષ્ઠતાના દર્પના સર્પને જે ડંસ હતું તેનું ઝેર હજુ ઉતર્યું ન હતું તેના ફળસ્વરૂપે ત્યાં દેવાનંદાના ગર્ભમાં આવવું પડયું અને ખાસી રાત સુધી તે ગર્ભમાં રહ્યા. (૨૭) વર્ધમાન મહાવીર
ગાસીમી રાત્રીએ શકેન્દ્રની આજ્ઞાથી હરિણગમેલી દેવે તેમને સિદ્ધાર્થ રાજાની મહારાણી ત્રિસલા ક્ષત્રિયાણીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યા અને ત્યાં જ જન્મ લઈને તેઓ વર્ધમાન મહાવીરના નામથી પ્રસિદ્ધ થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org