________________
ઉપક્રમ: દશ કલ્પ
એક વડું જે પાત્રમાં પડયું હતું તેને મોઢામાં નાખતાં શિષ્ય કહ્યું “ગુરૂજી! આ રીતે તે બધાં ગળા નીચે ઊતરી ગયાં.”
શિષ્યની સરળતા જોઈને ગુરુની આંખમાં મંદ સ્મિતની રેખાઓ ચમકી ઉઠી. ગુરુજીએ સમજાવ્યું: “વત્સ! માર્ગમાં ચાલતાં અને ગુરુને બતાવ્યા વિના ખાવું તે સાધ્વાચારની વિરુદ્ધ છે.” શિષ્યને પોતાની ભૂલનું જ્ઞાન થયું. ભવિષ્યમાં તેની ભૂલ ન કરવાનું વચન આપ્યું. - હવે જોઈએ, એક વક્ર વણિપુત્રનું પણ દષ્ટાંત. એક શેઠે પોતાના વાચાળ પુત્રને શિક્ષા આપતાં કહ્યું: “પુત્ર, મેટાની સામે બેલિવું ન જોઈએ.'
પુત્રે વિચાર્યું – પિતાજીને એવું છઠ્ઠીનું દૂધ પિવડાવું કે જેથી પિતા પણ યાદ કરે. એક દિવસ બધાં ઘરવાળાં બહાર ગયાં હતાં. ઘરમાં તે એકલો જ હતો. ઘરનાં બધાં દ્વાર બંધ કરી તે એક ઓરડામાં બેસી ગયો. પિતા પાછા આવ્યા, બૂમ પાડી, પણ તે ન બેસે કે ન બારણું ઉધાડયું. શેઠે વિચાર્યું કે સંભવ છે, અઘટિત ઘટના બની ગઈ હોય. ચિંતાતુર પિતા દીવાલ ઓળંગી અંદર પહોંચ્યા. છેક અંદર બેસી મનોમન હસી રહ્યો હતો. શેઠે કહ્યું – “અરે મુખ! આટલી બુમ પાડી તે ય તું બેલ્યો કેમ નહિ! તેણે ખડખડાટ હસતાં કહ્યું: “આપે જ કહ્યું હતું ને કે મેટાની સામે બેલિવું નહિ.”
આચાર્યોએ આવાં દષ્ટાંતોથી પ્રથમ, અંતિમ અને મધ્યમ તીર્થકરોના યુગનું અને વિશ્લેષણ રજૂ કરેલ છે કે તે યુગના મનુષ્યની વૃત્તિઓ અને મનની સ્થિતિ કેવા પ્રકારની જુડ, વક્રજડ અને જુપ્રાણ હતી. – પર્યુષણ અને કલ્પસૂત્રનું મહત્ત્વ
ભારતવર્ષ પર્વ પ્રધાન દેશ છે. પર્વોનું જેટલું સૂક્ષ્મ – વિવેચન અને વિશદ વિશ્લેષણ ભારતીય સાહિત્યમાં દષ્ટિગોચર થાય છે તેટલું અન્ય સાહિત્યમાં થતું નથી. અહીં સાત વાર છે તે નવ તહેવાર છે.
પર્વ બે જાતનાં હોય છે, લેકિક તથા લોકોત્તરે. લેકિક પર્વ આનંદ, ભોગ અને ખેલકૂદથી ઉજવવામાં આવે છે પરંતુ લોકોત્તર પર્વ ત્યાગ-તપસ્યા અને સાધના દ્વારા ઉજવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org