________________
૧૦
કલ્પસૂત્ર માતા-પુત્રી વગેરે જે એક જ સાથે પ્રવ્રજ્યા ગ્રહણ કરે ત્યારે પિતા, રાજા, શેઠ, માતા વગેરેને યેષ્ટ બનાવવામાં આવે છે. જે પુત્ર વગેરેએ પ્રથમ સામાયિક ચારિત્ર વગેરે ગ્રહણ કરી લીધેલ હોય અને પછી પિતા વગેરેના મનમાં પ્રવ્રયા લેવાની ભાવના પ્રગટ થાય ત્યારે ચાર-છ મહિના સુધી તેને છેદપસ્થાપનીય ચારિત્ર ન આપે. પરંતુ પિતા વગેરેને ચારિત્ર આપીને યેષ્ઠ બનાવે, પપ – પ્રતિક્રમણ
પ્રતિક્રમણ જૈન ધર્મની સાધનાનું પ્રમુખતમ અંગ છે. પ્રતિક્રમણને અર્થ છે “પ્રમાદવશ સ્વસ્થાનથી ચુત થઈને પરસ્થાનને પ્રાપ્ત કર્યા પછી ફરીને સ્વસ્થાનને પ્રાપ્ત કરવું” અતિક્રમણનો અર્થ સમજવાથી પ્રતિક્રમણને અર્થ (ધ) થઈ જશે, પર અતિક્રમણને અર્થ છે–સીમાને ઓળંગવી અને તેથી પ્રતિક્રમણને અર્થ થેયે ફરી પોતાની સીમામાં પાછા આવવું. આત્મા
સ્વરૂપમાંથી પરસ્વરૂપમાં ચાલ્યો ગયે હોય તેને ફરી પોતાના સ્વરૂપમાં લઈ આવવાની ક્રિયા તે પ્રતિક્રમણ છે.
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રશસ્ત યુગ એ ચાર દોષને સાધનાના ક્ષેત્રમાં ઘણાજ ભયંકર માનવામાં આવેલ છે. તેથી સાધકે તે દોના પરિવાર માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. મિથ્યાત્વને ત્યાગીને સભ્યત્વનો સ્વીકાર કરવો જોઈએ. અવિરતિને છોડી વ્રત અંગીકાર કરવા જોઈએ, કષાયથી મુક્ત થઈને ક્ષમા, વિનમ્રતા, સરલતા, નિર્લોભતા ધારણ કરવી જોઈએ. અપ્રશસ્ત યોગોને છોડી પ્રશસ્ત યોગોમાં રમણ કરવું જોઈએ. ૫૭
બાવીસ તીર્થકરોના સમયના સાધક ઘણા વિવેકનિષ્ઠ અને જાગરૂક હતા તેથી તેઓ દોષ લાગતાંની સાથે જ પ્રતિક્રમણ કરતા હતા. પ૮
કેટલાક આચાર્યોને મત છે કે દેવસી, રાઈય (રાયસી), પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક એ પાંચ પ્રતિક્રમણોમાંથી બાવીસ તીર્થકરોના સમયે દેવસી અને રાઈ (રાયસી) એ બે જ પ્રતિક્રમણ થતાં હતાં, બાકીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org