Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ હજાર વર્ષોના ઈતિહાસમાં પરમાત્માની અંજનશલાકાનો પ્રસંગ દાદા ગુરુદેવના સૌભાગ્યને લખાયો. આશ્ચર્યકારી ઘટના તરીકે સવાક્રોડ મહામંત્રનો જાપ 64 દિવસમાં પાણી પીધા વગર કડકડતી ઠંડીમાં જંગલ મધ્ય પૂર્ણ કર્યો. આત્માની શોધ માટે યોગક્ષેત્રમાં સાધકોએ પ્રવેશ કરવો પડે છે અને જેને આત્માનો બોધ થાય છે. તેનો સાક્ષાત્કાર કરવા તત્પર થાય છે. આ સાક્ષાત્કાર અપૂર્ણ ન બનતા પૂર્ણાનંદ બને છે. ગ્રન્થાધિરાજ શ્રી અભિધાન રાજેન્દ્ર કોષની રચના વિદ્વાનો પૂરતી જ છે એવું નહિ પરંતુ ઈલેકટ્રીસીટી વગર સંપૂર્ણ લખાણ કલમ-સૂકી સાહી અને દેશી કાગળ પર થયુ. જેમાં 13 વર્ષની વિશિષ્ટ જ્ઞાનયાત્રા ગુરુદેવશ્રીની રહી હતી. સંસ્કૃત-પ્રાકૃત્ત માથ્વી ભાષાના લખાણોને સ્વ હસ્તે દિવસ ને રાત લખ્યા જ કરવું. જેમાં ગ્રન્થની સર્વ દિશાઓ ધ્યાનમાં રાખી નિતનવું પીરસતા જ જવાનું. સામાન્ય માણસને તો કલ્પના કરીને સમજવી અઘરી પડે, 10, ૫૬૦પાનાનું બાઈનિંગ 7 ભાગમાં પિતામ્બર વિજેતા, સિંહગર્જનાના સ્વામી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમવિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજાના આશિષથી થયું. ' ગ્રન્થરાજ ઉપમા એ સાહિત્યનું લાલિત્ય છે. સાડા ચાર લાખ શ્લોકો અંતર્ગત 60,000 શબ્દોનો વિશાળકાય ગ્રન્થ સર્વ વિદ્વાન - પંડિતજનોને જ્ઞાનસાગરમાં દીવાદાંડીરૂપ બન્યો. ષટ્રદર્શનની વિચારણાઓની રજૂઆતથી સંશયોનું સ્થાન અદ્રશ્ય થઈ ગયું. જેઓનું જીવન પ્રભાવક હોય તેઓનું કાર્ય પણ અત્યંત પ્રભાવક જ બને છે. સંઘ શાસન સમાજના કાર્યોની સાથે સમગ્ર શિષ્યવંદને ચારિત્ર્ય ધર્મના પાલનરૂ૫ વાચના દ્વારા યોગક્ષેમતો વિદ્ધમાનતો હતો જ. નાનકડા મગજમાં 63 વર્ષની ઉંમરે પણ અતિ કઠીન તમ કાર્યનો વિચાર કરવો અને શરીરબળને સંપૂર્ણ કાર્યમાં લગાડી પૂર્ણતાના શિખરે અંતિમપળ સુધી મહેનત કરવી તે આત્મબળ વગર અશક્ય છે. | વીરભૂમિ થરાદ નગરે શાસનપતિ શ્રી મહાવીર સ્વામી જિનાલય પ્રતિષ્ઠાના મંગલ પ્રસંગે પૂજ્યપાદ ગુરુદેવશ્રી જયંતસેનસૂરિશ્વરજી મહારાજાનાં વરદ્ હસ્તે શબ્દોનાં શિખર ભાગ-૧ નું વિમોચન થયેલ. જે ખુબ પ્રચલિત બન્યો અને શ્રતપિપાસુ આત્માઓ માટે ઉપયોગી સાબિત થયેલ છે. તે જ શ્રેણીમાં શબ્દોનાં શિખર ભાગ-૨ નું વિમોચન પણ થરાદ નગરમાં જ ઈતિહાસમાં સ્વર્ણાક્ષરે લખાવા સમાન સામુહિક દિક્ષાનાં પ્રસંગે પૂજયપાદ ગુરુદેવશ્રી જયંતસેનસૂરિશ્વરજી મહારાજાનાં વરદ્ હસ્તે થયેલ, પૂજયશ્રીનો ઉપકાર સદા માટે યાદગાર બની રહેશે. | શબ્દોના શિખર ભાગ-ર માં 3000 શબ્દોનું વિવેચન સામાન્ય માણસ પણ સમજી શકે તે હેતુથી સરળ ભાષામાં લેખન થયું છે. માનવજીવનના ઉત્થાન માટે જીવનમાં સારા આચાર-વિચાર ઉચ્ચારને લક્ષ્યાંક બનાવી આ પુરુષાર્થ પાવન બન્યો છે. આ કાર્યને પૂર્ણાહુતિ સુધી પહોચાડનાર સતત જ્ઞાનની પ્રેરણાના પુંજ સમાન, પરમોપકારી ગુરુદેવ શ્રીમદ્ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજા ના આશિષ મહાન બળ છે. ધાનેરા નગરનાં આભૂષણપૂ. વયોવૃદ્ધ મુનિરાજ શ્રી હેમરત્ન વિજયજી મ.સા. ની નિશ્રાથી પ્રથમ ભાગનું વિવેચન શક્ય બન્યું છે. | આ સાથે મુનિરાજશ્રી શંખેશરત્નવિજયજી મ.સા. તથા મુનિરાજશ્રી ગોયમરત્નવિજયજી મ.સા. ની ઋતભક્તિનો અનુપમ સહયોગ પ્રાપ્ત થયેલ છે. મોર તેના પિંછાથી શોભે છે તેમ અનુવાદના આ અનમોલ કાર્યમાં બંને મુનિવરો બળ આપનાર અને સહાયક બની રહેલ છે. જ્ઞાન માટે સતત સહાયક રહેનાર વિચારશીલ વિનોદભાઈ અદાણી તથા સહાયક બળને વધારનાર રમેશભાઈ વહોરાસ્મૃતિમાં અકબંધ રહેશે. વિદ્વાનોની શ્રેણીમાં રહેતા વર્ષોથી જ્ઞાન માટે જાગૃત્ત રહેનાર પંડિત શ્રી મનોજભાઈ (કોબા), શ્રી આશિષભાઈ મારી સાથે શરૂઆતથી અંતિમ સમયે સાથે રહ્યા છે. પ્રિન્ટિંગને સરળતાથી વધાવનાર ઉદાર દિલથી લાભ લેનાર પુન્યાત્માઓની જ્ઞાનભક્તિની અનુમોદના કરૂ છું. શાસન નાયક તથા શ્રમણ વંદ-વિદ્વાન-પંડિત જ્ઞાનીજનનાં શુભ સંદેશ ઘણું કહી દે છે. વધુ તો આપને અંદર વાંચન થશે એટલે ઓળખાણ થશે. I શુભ ભવતુ શ્રમણ સંઘસ્યા - વૈભવરત્ન વિ.