Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આજે પણ સ્મરણીય છે. ચાતુર્માસ પૂર્ણ થયા પછી ચેન્નઈમાં ધામધૂમથી ગુરુસપ્તમીનો મહોત્સવ મનાવવામાં આવ્યો. પોષ સુદ-૭ ગુરુસક્ષમી પૂજ્ય ગુરુદેવ શ્રીમદ્ રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનો જન્મ અને સ્મૃત્તિ દિવસ છે. ગુરૂસપ્તમીના મહોત્સવ દરમિયાન અનેક વિદ્વાનોની સભાનું પણ આયોજન થયુ. ઉપસ્થિત વિદ્વાનોએ પોતાના પ્રવચનોમાં એક વાત વારંવાર કહેવા લાગ્યા કે, “અભિધાન રાજેન્દ્ર કોષ”ને ફરીથી પ્રકાશિત કરવાની ફરીથી આવશ્યકતા છે. આ ગ્રન્થાધિરાજનું પ્રકાશનનું ભગીરથ કાર્ય હતું. આ કાર્યનું બીડું ઉઠાવાનું આહ્વાન ચેન્નઈ સંઘને કર્યું. જેવી રીતે હિમાલયમાંથી ગંગા ઉમટી પડે છે તેવી રીતે ગુરુભક્તિની ગંગા ઉમટ પડી. પૂર્ણ સહયોગ કરવાનું આશ્વાસન પ્રાપ્ત થયું અને ગ્રન્થ પ્રકાશનનું કાર્ય ગતિમાન થયું. અનેક વિદ્ગો વચ્ચે પણ આ કાર્ય આગળ વધવા લાગ્યું. શ્રી ભાંડવપુર તીર્થ પર અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘનું વિરાટ અધિવેશન થયું. દેશના ખુણે-ખુણેથી હજારો ભક્તો આ અધિવેશનમાં સામિલ થયા. સંયમસ્થવિર મુનિપ્રવર શ્રી શાન્તિવિજયજી મ.સા. આદિ મુનિ મંડળની સાનિધ્યતામાં મેં સંઘ સમક્ષ “અભિધાન રાજેન્દ્ર કોષ” ને પુનઃમુદ્રણ કરવાનો પ્રસ્તાવ મુક્યો. શ્રીસંઘે હાર્દિક પ્રસન્નતા અને ભાવોલ્લાથી મારા એ પ્રસ્તાવનો સ્વીકાર કરવામાં આવ્યો. પૂજ્ય ગુરુદેવ પ્રતિ ભક્તોની ભક્તિ અસાધારણ છે. આજે અખિલ ભારતીય શ્રી સૌધર્મબૃહત્તપોગચ્છીય શ્રી જૈન શ્વેતામ્બર ત્રિસ્તુતિક સંઘ દ્વારા આ કોષનું પુનઃ પ્રકાશન કરવામાં આવ્યું છે. ખૂબ જ આનંદ અને ગૌરવનો વિષય છે. આ ગ્રંથના પુનઃમુદ્રણ માટે એક સમિત્તિ બનાવવામાં આવી. વિશેષ યોગદાન આપનાર શ્રેષ્ટિવર્ય સંઘવી શ્રી ગગલભાઈ, શ્રી હીરાભાઈ, શ્રી હિંમતભાઈ અને સ્થાનિક કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. ને આ કાર્યમાં પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ભાઈનું ખૂબ જ યોગદાન રહ્યું. જે ભૂલાય તેમ નથી. પ્રેસકાર્ય, કુફરીડીંગ અને પ્રકાશનના કાર્યમાં તેમની સેવા સદાય સ્મરણીય રહેશે. આ ગ્રન્થ વધારે ને વધારે જનઉપયોગી બને એ હેતુથી “અભિધાન રાજેન્દ્રકોષ”નું ગુજરાતી શબ્દાર્થ વિવેચન મારા શિષ્ય મુનિ વૈભવરત્નવિજયજી એ કર્યું છે. તે બદલ છાતી ગજગજ ફૂલે છે. મુનિશ્રીએ સંસ્કૃત્ત-પ્રાકૃત્તનો સારો અભ્યાસ કરેલો છે. તેમના દ્વારા આવી રીતે શાસન અને ત્રિસ્તુતિક સંઘની સેવા નિરંતર થયા કરે એવા અંતરના આશીર્વાદ પાઠવું છું. | વર્તમાન સમયને ધ્યાનમાં રાખતાં ‘શબ્દોના શિખરે’ ગુજરાતી વિવેચન ઘણું જ ઉપયોગી નીવડશે. પૂજ્ય ગુરુદેવે વહાવેલી આ જ્ઞાનગંગા આવી રીતે આગળ વધતી રહે એવું હું ઈચ્છું છું. નવા અભ્યાસુઓને આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી થશે. અભિધાન રાજેન્દ્ર કોષ” ના બાકીના ભાગનું પણ ગુજરાતી ભાષાંતર-શબ્દાર્થ વિવેચન તૈયાર થાય અને શીધ્રાતિશીવ્ર પ્રકાશન થાય એ જ શુભેચ્છા પાઠવું છું. આ ગ્રન્થના પ્રકાશનમાં સહયોગ કરનારા ભાગ્યશાલીઓની પણ અનુમોદના કરું છું. અંતે મુનિ વૈભવરત્નવિજયજીની શ્રુતસેવા અવિરતપણે ચાલતી રહે અને વિશ્વમાં પૂજ્ય ગુરુદેવનું નામ અમર થાય એજ અંતિમ શુભાશિષ પાઠવું છું. - આચાર્ય જયન્તસેનસૂરિ (મધુકર)