Book Title: Abhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આત્મ વિકાસમાં સહાયક છે. દ્વાદશાંગી જીનવાણીનો વિસ્તાર છે. આત્મકલ્યાણની ઈચ્છા રાખવાવાળા જીવો માટે દ્વાદશાંગીન અધ્યયન કરવું અતિ આવશ્યક છે. સંસારમાં રહેલા પ્રત્યેક જીવને સ્વસ્વરૂપ અથત ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર જૈન ધર્મદર્શન જ આપે છે, બીજી કોઈ નહિ. જૈન દર્શનમાં પ્રવેશ કરી જીવ અનંત ઐશ્વર્યવાન કેવલજ્ઞાનથી યુક્ત બની શકે છે. જીવ પોતાના પુરુષાર્થના બળ ઉપર પરમાત્મા પદ સુધી પહોંચી શકે છે. અન્ય સમસ્ત ધર્મદર્શનોમાં જીવને પરમાત્માપ્રાપ્તિ પછી પણ પરમાત્માથી હીન માનવામાં આવે છે. જ્યારે જૈનધર્મદર્શનમાં પરમાત્મા પદની પ્રાપ્તિ પછી જીવને પરમાત્મા સ્વરૂપ જ માનવામાં આવ્યો છે આ જ જૈન ધર્મની અલગ આગવી વિશેષતા છે. પરમજ્ઞાની પરમાત્માની પાવનવાણી જીવની આ અનુપમઅસાધારણ અવસ્થાનો બોધ કરાવે છે. પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી અને સ્ટાદ્વાદ શૈલીથી યુક્ત જિનવાણીમય જિનાગમોના ઉંડા અધ્યયન માટે વિભિન્ન સંદર્ભગ્રન્થોનું અનુશીલન ચિંતન અત્યંત આવશ્યક છે. આજ થી 100 વર્ષ પહેલા ઉચિત સાધનોના અભાવમાં જિનાગમોનું અધ્યયન અત્યન્ત દુષ્કર હતું વિશ્વના વિદ્વાનો એક એવી ચાવીની ખોજમાં હતા કે જેનાથી જિનાગમના બધાજ રહસ્યરૂપી તાળા ખૂલી જાય અને જ્ઞાનપિપાસા તૃપ્ત થાય. એવા કપરા સમયમાં એક 63 વર્ષના વયોવૃદ્ધ, ત્યાગવૃદ્ધ, તપોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ આ કાર્ય હાથમાં લીધું તે દિવ્યપુરુષ હતા ચારિત્રક્રિયાપાલક ગુરુદેવ પ્રભુ શ્રીમદવિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ. તેઓએ જિનાગમની ચાવી નિર્માણ કરવાનું જટિલ કાર્ય સિયાણાનગરમાં સુવિધિનાથ જિનાલયની છત્રછાયામાં પ્રારંભ કર્યું. ચાવી બનવાનું આ કાર્ય 13 વર્ષ સુધી લાગટ ચાલ્યુ અને અંતે સુરતનગરમાં આ કાર્ય પૂર્ણ થયું તે ચાવીનું નામ એટલે “અભિધાન રાજેન્દ્ર કોષ!' કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કે આગમના અધ્યયન સમયે “અભિધાન રાજેન્દ્રકોષ' પાસે હોય અને પછી કોઈ અન્ય ગ્રંથ પાસે રાખવાની આવશ્યકતા રહેતી નથી. આ મહાન ગ્રન્થ જિજ્ઞાસુની તમામ જિજ્ઞાસાઓને પૂર્ણ કરે છે. ભારતીય સંસ્કૃત્તિમાં ઈતિહાસ પૂર્વકાલથી કોષ સાહિત્યની પરંપરા ચાલી આવે છે. નિઘટું કોષમાં વેદની સંહિતાઓનો અર્થ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યાસ્કની રચના ‘નિરુકુલ” માં અને પાણિનીના ‘અષ્ટાધ્યાયી' માં વિશાલ શબ્દસંગ્રહ જણાય છે. આ બધા જ કોષ ગદ્ય લેખનમાં છે. આના પછી પ્રારંભ થયો પદ્ય રચનાકાળનો. જે કોષ પદ્યમાં રચાયા તેના બે પ્રકાર જોવા મળે છે. એક પ્રકારમાં ‘એકાઈકોષ’ અને બીજા પ્રકારમાં “અનેકાર્થકોર્ષ” કાત્યાયનની ‘નામમાલા’ અને વાચસ્પતિની શબ્દાર્ણવ છે. વિક્રમાદિત્યની શબ્દાર્ણવ અને ભાગુરીની ‘ત્રિકાંડ’ કોષ પ્રખ્યાત છે. કેટલાય પ્રાપ્ય અને અપ્રાપ્ય છે. ઉપલબ્ધ કોષોમાં અમરસિંહનો ‘અમરકોષ’ ઘણો જ પ્રચલિત છે. ધનપાલની ‘પાઈય લક્ષી નામમાલા' 279 ગાથા પ્રમાણ છે. અને એનાર્થ શબ્દનો બોધ કરાવે છે. આ ગ્રન્થમાં 998 શબ્દોનું પ્રાકૃત્તરૂપ આપવામાં આવ્યું છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરીશ્વરદજીએ “પાઈય લચ્છી નામમાલા” ઉપર પ્રામાણિકતાની મુહર લગાવી છે. એવી રીતે ધનંજય પંડિતે ‘અને કાર્યનામમાલાની પણ રચના કરી છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના “અભિધાન ચિંતામણિ', ‘અને કાર્ય સંગ્રહ’, ‘નિઘંટું સંગ્રહ’ અને ‘દેશી નામમાલાઆદિ અનેક કોષ ગ્રન્થ પ્રસિદ્ધ છે. આ બધા કોષો વચ્ચે ‘અભિધાન રાજેન્દ્ર કોષ' ની અલગ જ વિશેષતા છે. એ વિશેષતાના કારણે જ આજે પણ સમસ્ત કોષ ગ્રન્થોમાં સિરમૌર કોષ બન્યો છે. સાચી વાત તો એ છે કે જેવી રીતે સુર્યને દિપક દેખાડવાની જરૂરત નથી હોતી તેવી રીતે આ મહાન