Book Title: Saral Shayari
Author(s): Rajnikant Shah
Publisher: Rajnikant Shah
Catalog link: https://jainqq.org/explore/005206/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એક સંકલન ડૉ. રજનીકાન્ત શાહ laine Educationalaternational For Private & Parsonal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ શાયેરી Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ સરળ શિવેદી જે મને ગમે છે, અને હૃદયને સ્પર્શે છે એવી સરળ શાયરીનું સંકલન - ડૉ. રજનીકાન્ત શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ Collection by : DR. RAJNIKANT SHAH 104-20, QUEENS BLYD. APT # 18.J FOREST HILLS, N.Y. 11375 U.S.A. Printed by : MAHAVIR PRINTERS 10/270, Taswala Mansion, Gandhi Chowk, khapatia Chakla, Surat-395 003. Tel. : 3258082 - 7412697 lezza ellaz x césaccessive sex Page #6 -------------------------------------------------------------------------- ________________ સપ્રેમ વહાલી નીરૂને અસરળ શાયરી Page #7 -------------------------------------------------------------------------- ________________ આભાર.. કવિઓનો અને શાયરોનો અસરળ શાયરી Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન આજે પાંચ દાયકાથી સંકલન કરેલ પ્રેમ લગ્નની યાદી – અમને ગમતી આ શાયરીઓ જે હૃદયને સ્પર્શે છે, જેનો ભાવ સુંદર છે અને ભાષા સરળ છે - તે પુસ્તક આકારે પ્રગટ કરવાનો આ અવસર મળ્યો છે. ૧૯૪૭થી ૧૯૬૦ સ્કૂલ અને કોલેજના અભ્યાસકાળ દરમ્યાન થોડો જે હિન્દી-ગુજરાતી શાયરી અને ગઝલનો શોખ હતો તે ડાયરીમાં લખતો ગયો અને ત્યારથી આજ સુધી બીજુ જે કંઈ ગમ્યું તે, મારી ડાયરીના આ પાના આપને પીરસી રહ્યો છું. સરળ શાયરીના આ સંકલન દ્વારા ગુજરાતી ગઝલો સર્વ પ્રેમીઓ સુધી પહોંચે તેનો યશ જેની જેની રચનાઓ છે તે કવિઓ તથા શાયરોને આપવો ઘટે. એમનું ઋણ કૃતજ્ઞ ભાવે સ્વીકારું છું. અસરળ શાયરી Page #9 -------------------------------------------------------------------------- ________________ શાયરીઓ લખતી વખતે કોઈ દિવસ શાયરી કોને લખી છે, તે ધ્યાન આપ્યું ન હતું, એટલે સંકલનમાં કશી જગ્યા એ કોણ લેખક છે તેની નોંધ કરી ન હતી, જેથી કરીને શાયરોનાં નામ શાયરી સાથે આપેલ નથી, તે બદલ માફી ચાહું છું. પ્રેમની અનુભૂતિ પ્રમુખ હતી. સાથે સાથે થોડો સાહિત્યનો શોખ હતો. લખવાની થોડી આદત હતી. પ્રેમલગ્ન કર્યા, તેની યાદીમાં આ સંકલન વ્હાલી નીરૂને અર્પણ કરું છું. આ સંકલન બધા પ્રેમીઓને માટે છે. પ્રેમ સિવાય આની કોઈ જ કિંમત નથી. પ્રેમ કરી જાણશો અને નિભાવી જાણશો. સરળ શાયરી રજની ન્યુયોર્ક. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ • હે પ્રિયે, હવે છેલ્લે અપું મમ પુષ્પ જે લેજે હર્ષ વધાવીને જીગરમાં સમાવજે, થોડું આપ્યું ઘણું માની, લેજે સંતોષ આત્માનો હતું જે મુજ હૈયામાં મૂક્યું છે તુજ ચરણોમાં. - દિલ બેકરાર છે નજ૨ બેકરાર છે. જો બેકરાર છે તો ફકત તારો પ્યાર છે પાંપણ ઝૂકાવી તારી ઉપેક્ષા નથી કરી હે દિલ બુરું ન માન એ લજજાનો ભાર છે. આ છે ગુનેગાર છું ચુંબન અચાનક, મેં તમારું લઈ લીધું. પાછું લઈ લ્યો ત્યાં જ છે, જયાંથી લીધું જયાંથી કીધું. અસરળ શાયરી Page #11 -------------------------------------------------------------------------- ________________ છે - ગુલ ફૂલ અને ચમન સહુ તમને ખાર લાગે છે, અને અમારી આંખના આંસુ તમને અંગાર લાગે છે; દિલ લઈ દઈ દીધું તેનો હું આભાર માનું છું શું એ આભારનો પણ તમને ભાર લાગે છે? • મહોબતના સવાલોનાં કોઈ ઉત્તર નથી હોતાં અને જે હોય છે તે એટલાં સધ્ધર નથી હોતાં મળે છે કોઈ એક જ પ્રેમીને સાચા દિલની લગન બધાયે ઝેર પીનારા કંઈ શંકર નથી હોતાં. • નાની છતાં મોટી ગણીને, સ્વીકારી લેજે આ યાદી મારી , નાના હૃદયના અગ્રણ ભાવો થકી ભરેલી છે યાદી મારી. અસરળ શાયરી Page #12 -------------------------------------------------------------------------- ________________ • સનમ તમારી જેમ સપનામાં સતાવી નથી શકતો; અને દિલનું દર્દ દિલ ખોલીને બતાવી નથી શકતો, મજબૂર છું આદત એવી પડી ગઈ છે ઝહેરની કે અમૃતનાં બે ટીપાં પચાવી નથી શકતો. • હું તો માનવ છું કેમ ના માંગુ, કંટકો પણ ગુલાબ માંગે છે, કેમ આશ્ચર્ય થાય છે તમને, કે હૃદય છે, ને પ્યાર માંગે છે. સરળ શાયરીઓ Page #13 -------------------------------------------------------------------------- ________________ આંખો બચાવી આંખથી જોઈ લ્યો જરા કોઈને જૂઓ, છતા જોનારને જાણો ન જાણી જોઈને. પૂછ્યું ભોમિયાને મેં કે કેડી આ કયાં જાય છે? અણજાણ છું કહે, ભોમિયો સૌ આવે છે ને જાય છે ! દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે; અને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે, પ્રદર્શન કાજે જેમાં પ્રેમ કેદ છે જમાનાથી; મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે વાાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં, સાંભળ્યું છે કે પડ્યા છો આપ મારા પ્યારમાં. સરળ શાયરી Page #14 -------------------------------------------------------------------------- ________________ - દિલ તમોને આપતાં આપી દીધું, પામતાં પાછું અમે ચોમેરથી માપી લીધું, માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં, ચોતરફથી કેટલું કાપી લીધું! - આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું, કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથાં ગાજો શા માટે? આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે, આ સ્ટેજ ઉમરમાં આવ્યો કે આ રોજ તકાજો શા માટે? નેહભીની કોઈની સંગત હતી, જિંદગીની નવી રંગત હતી, એમની આંખો અને મારું હૃદય, આજ કહું છું વાત જે અંગત હતી. રસરળ શાયરી Page #15 -------------------------------------------------------------------------- ________________ છે. - એ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોણે કહ્યું લયને કોઈ આકાર નથી ? એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ. જીવનની સાંજ, જીવનની સવાર વેચી છે. જિગરનું દર્દ, હૃદયની પુકાર વેચી છે, બતાવું કોને કે અણજાણ એક ગ્રાહકને - “ખલિશ” દિલ સમી વસ્તુ ઉધાર વેચી છે ? રીતે હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છું, સિતારાઓ, સુણો કથની ધરાની લઈને આવ્યો છું. વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું. અસરળ શાયરીઓ Page #16 -------------------------------------------------------------------------- ________________ આજ પણ એ મને નહીં જ મળે રાહ જોઈને ક્યાં સુધી બેઠો ? આજ પાછું સ્મરણ કરી બેઠો, આખર હું ગઝલ લખી બેઠો. • જે તને પણ ગમી ગઈ તે ગઝલ, મુજ હૃદયમાં ૨મી ગઈ તે ગઝલ. મારી જ ઓળખાણ મને પૂછશો નહીં, તમને ખબર નથી તો મને પણ ખબર નથી. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. ‘આદિલ’ને તે દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. * સરળ શાયરી Page #17 -------------------------------------------------------------------------- ________________ • અસર ન પૂછો આબોહવાની વસંતે હર કળી ચંચળ થવાની નહીં રહેશે હૃદયની વાત છાની વદનરેખા બધું બોલી જવાની પધારો એ ખુશીનું પર્વ મારે ઉજવશું એ દિવસ તહેવાર માની. હે ફૂલ ખીલેલા તું ગર્વ ન કર; તારી હાલત બદલાઈ જશે, ચોળાઈ જશે, ચૂંથાઈ જશે; ચીમળાઈ જશે, ચગદાઈ જશે. અને ફુલે કહ્યું કે હું જાણું છું; મારી હાલત બદલાઈ જશે, ભઠ્ઠી થાશે, અત્તર બનશે; અને સુવાસ બધે ફેલાઈ જશે. અસરળ શાયરી Page #18 -------------------------------------------------------------------------- ________________ બસ, એ જ નજરે પડે છે જ્યાં જ્યાં નજર ફરે છે, ભૂલવા મથું છું તુજને બસ તું જ સાંભરે છે. ભૂલવા પીધો મેં શરાબને પાયો આ આકાશને, જૂઓ, સંધ્યાની લાલકીકીમાં પણ નશો તરવરે છે! • બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં, કે નહોતી રાત ઝુલ્ફોની, વદનની ચાંદની નહોતી, વિતાવી મેં વિરહની રાત તારાં સ્વપ્ન જોઈને, કરું શું ? મારી પાસે એક પણ તારી છબી નહોતી. અસરળ શાયરીરિક Page #19 -------------------------------------------------------------------------- ________________ • ગમે તેવા છો – પણ આખર તમે મારાં રહેવાના તમે છો મારું કિસ્મત તમને બદલાવી નથી શકતો. - આપને સાથી બનાવ્યા જ્યારથી, હોશ મેં ખોઈ દીધા છે ત્યારથી, આપની ઝૂકેલ પાંપણમાં અરે – ભાર એવો કે, દબાયો ભારથી. • તમારી મૂંગી આંખોમાં જવાબોના જવાબો છે, છતાં બેચેન થઈને કેટલા હું પ્રશ્ન પૂછું છું ? મને પણ થાય છે કે પ્રેમમાં હું આ કરું છું શું ? તમે રડતા નથી, તો પણ તમારી આંખ લૂછું છું. અસરળ શાયરીઓ Page #20 -------------------------------------------------------------------------- ________________ - થોડી તકરાર કરીને પણ થોડો પ્યાર કરી લઈશું તમે જોતા રહેશો (અમે). અદાથી આંખ ચાર કરી લઈશું સમુંદરમાં ઝુકીને મને ડૂબવાનો ડર નથી અમે ડૂબીશું તો પણ તારા બની કિનારો પાર કરી લઈશું. - નાકે જે મળ્યાં પણ સાથે થઈ શક્યો ના કીધી સલામ મેં કંઈ કહી શક્યાં ના રે અલ્લાહ નજાકત, સામી સલામ કરવા મેંદીના ભારથી કર ઊંચો કરી શકયા ના. અસરળ શાયરી Page #21 -------------------------------------------------------------------------- ________________ ડોકટર નથી પણ દવા કરી જાણું છું; પ્રેમી નથી પણ પ્યાર કરી જાણું છું, કવિ નથી પણ કવિતા બનાવી જાણું છું; અરે! શાયર નથી પણ મુશાયરામાં વાહ વાહ કરી જાણું છું. સરળ શાયરી સામા મળ્યા સોમવારે માયા લાગી મંગળવારે પ્રીતડી બંધાણી બુધવારે હૈયા ગૂંથ્યા ગુરુવારે શમણાં સેવ્યાં શુક્રવારે શુકન થયાં શનિવારે રસિયા રમ્યાં રવિવારે. Page #22 -------------------------------------------------------------------------- ________________ • તમે આવ્યાને અમે હરખાઈ ગયા; તમે બોલ્યાંને અમે શરમાઈ ગયાં, તમે ચાલ્યાંને અમે કરમાઈ ગયાં; અરે! નાહકના અમે ભરમાઈ ગયાં? • શરમ રોકે છે તમને આવતાં, મુજને વિનય રોકે, તમે આવી નથી શકતાં, હું બોલાવી નથી શકતો. • પીધું છે જે હાથનું પાણી કેવળ તે હાથ માંગુ છું જગતમાં એકલો છું તેથી જ તમારો સાથ માંગુ છું. સરળ શાયરી Page #23 -------------------------------------------------------------------------- ________________ • ખુદા કહે માંગ બંદા તો એવી આંખ માંગી લઈશ; એક અશ્રુ બિંદુ નહીં, દસ લાખ માંગી લઈશ. નથી છોડવી એક નિશાની આ દુનિયામાં મોત પછી; મળશે તો સ્મશાન પાસે મારી રાખ માંગી લઈશ. શું ૨કત સિંચ્યું તું તમે એ બાગમાં કે રંગ પણ રાતો રહ્યો ગુલાબમાં. - આવો બિરાજો, આવો હૃદયમાં રૂપને લાયક પાથરણું છે કરો કયારેક તો પાવન પધારી, અમારું આંગણું પણ આંગણું છે. તમારી દુશ્મનીનું શું કહેવું! તમારી દોસ્તી ભારે પડી છે. અસરળ શાયરી Page #24 -------------------------------------------------------------------------- ________________ ચાંદ છો તો ચાંદનીની રાત પણ કરતાં રહો, ફૂલ છો તો ખુલ્લૂની સોગાત પણ કરતાં રહો, દાન કરતા હોય છે એને ખુદા દે છે વધુ, ખૂબસૂરતીની જરા ખેરાત પણ કરતા રહો. • રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી, ને હથેલીમાં એની હથેલી હતી, મન મહેકતું હતું, ભીનાં કંપન હતાં, એની સાથે મૂલાકાત પહેલી હતી. હું કયાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ, પણ ‘ના’ કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. • કેવાં જાલિમ છો કે મુજને દિવસભર સતાવો છો, કેવાં સારા છો કે રાતે સ્વપ્નામાં આવો છો. સરળ શાયરી Page #25 -------------------------------------------------------------------------- ________________ • બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો, જે શકિત હોય છે શ્રદ્ધામાં શંકામાં નથી હોતી. નઝીર એવા વિચારે ફૂલ કરમાઈ ગયું આખર જે ખુબુ હોય છે બીજામાં એનામાં નથી હોતી. • મહોબતમાં અને વહેવારમાં એક જ તફાવત છે, તમારૂં દર્દ હું પૂછું-તમે પૂછો દવા મારી. હજારો રંગથી રંગાય છે ગઝલ, અશ્રુઓથી કદી ભીંજાય છે ગઝલ. ના જાણે કેટલા પ્રહાર ખાઈને, દર્દના સંગથી સર્જાય છે ગઝલ. અ સરળ શાયરી ) Page #26 -------------------------------------------------------------------------- ________________ મહોબતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી, જિગર માગ્યું, નજ૨ માગી, અસર માગી, સબર માગી. નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકબિલ!’ તિરસ્કારે, અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી. થોડાંક આંસુઓ છે, કહો - કયાં વહાવું હું? ગમનાં પ્રસંગ પર કે ખુશીના પ્રસંગ પર? બેફામ એક કફન તો મળ્યું છે જતાં જતાં, આવ્યા હતા એ વખતે કશું નહોતું અંગ પર. પથ્થરમાં તારા રૂપની મૂર્તિ ઘડી હતી, પણ એને મેં પ્રણયના હીરાથી જડી હતી. તારા સિવાય કોઈ બીજા પર ઠરી નહીં, મારી નજર નહીં તો બધા પર પડી હતી. સરળ શાયરી Page #27 -------------------------------------------------------------------------- ________________ એવા કોઈ યે કાંટા નથી કે અણી ન હો, એવાં ઘણાં ય ફૂલ છે જેમાં મહેક નથી. જેના વડે હું દઉં છું જગતભરને રોશની, મારું સળગતું દિલ છે એ કોઈ દીપક નથી. - ઑ ઊર્મિઓ તમે બધી આવો ન સામટી આ છે ગઝલ, કંઈ એમાં ઝડપથી લખાય ના ? હાથમાં આ જામ લઈ બેઠા છીએ, લ્યો, મજાનું કામ લઈ બેઠા છીએ. આ ગઝલ અમથી લખાતી હોય નાવેદનાના ડામ લઈ બેઠા છીએ. અસરળ શાયરી Page #28 -------------------------------------------------------------------------- ________________ નથી કાવ્ય અને છે ઊર્મિનાં નર્તન, કલમનો હું કેવળ ઘસારો કરું છું. કવિતા તો સાચી ૨ચે એક ઈશ્વર, હું તો શબ્દ કેરો ઠઠારો કરું છું. ઉછળતા ઉમંગોની ઉઠબેસ યૌવન, અનુભવના ઘણ પર ઘડાયેલું ઘડપણ. જવાની હતી તે જવાની ગમી'તી, જવાનો નથી તે બુઢાપો ગમે છે. એ તારું રૂપ ને નિર્દોષતા ભૂલી નથી શકતો, સ્મરણમાં છે બધું યે તોય હું સ્પર્શી નથી શક્તો, મને ડર છે કે એમાંથી કશું ઓછું ન થઈ જાયે છબી છે હાથમાં તારી છતાં ચૂમી નથી શકતો. -સરળ શાયરી Page #29 -------------------------------------------------------------------------- ________________ • હસતું હતું ફૂલ ડાળ પર, ચૂંટું ન કોઈએ, કે દેવના મસ્તક ઉપર મૂક્યું ન કોઈએ, અંતે ખરી ને કુમળું કરમાઈ પણ ગયું, એને રૂપાળી વેણીમાં ગૂંચ્યું ન કોઈએ. મરતાં સુધી ન ભૂલો એવું અહીં “જિગર' છે, ઝંખે નજર સદાયે એવી મીઠી નજર છે, આંખો મહીં વસો કે આવી વસો જિગરમાં, એ પણ તમારું ઘર છે, આ પણ તમારું ઘર છે. જ ગમે છે ફૂલ ને કાંટાની બીક રાખે છે, ચહે છે રત્ન ને દરિયાની બીક રાખે છે, પ્રણયનું નામ પણ લેવાનો હક નથી એને, કરીને પ્રેમ જે દુનિયાની બીક રાખે છે. અસરળ શાયરી Page #30 -------------------------------------------------------------------------- ________________ મારી ગઝલ તારા જ નામે સૌ લખાઈ છે એકેક શબ્દ દર્દની વાર્તા છુપાઈ છે, ભૂલી જઈશ મારી મહોબતને કદાચ તું, મારા હૃદયમાં તો છબી તારી સમાઈ છે. • આપનું નામ આપ જાણો છો ? આપનું કામ આપ જાણો છો ? આંખમાં રંગ ઉડાડ્યા તો છે, એનું પરિણામ આપ જાણો છો ? મને માફ કરશો, શું તમને ખબર છે, જરા વાત આ મારી સમજણથી પર છે, કે મુજ દિલની આ દુર્દશાઓનું કારણ, તમારી નજર છે કે, મારી નજર છે ? અસરળ શાયરી Page #31 -------------------------------------------------------------------------- ________________ - જિગર ઓળખે છે, નજર ઓળખે છે. તેને દિલ પરિચય વગર ઓળખે છે. સિતમગરથી મહોબત થઈ ગઈ છે, જીવનમાં એક ગફલત થઈ ગઈ છે, ન લૂછો, મારાં આંસુઓ ન લૂછો, મને રડવાની આદત થઈ ગઈ છે. આપની સાથે ભલે સોદો મફતમાં થઈ ગયો આમ પૂછો તો બહુ મોંઘા અમારા દામ છે. છે એ હૂંફ લેવા જો આવે, તો શું કરીશું “મરીઝ” હવે શરીરમાં ઠંડક ફરી વળેલી છે. અસરળ શાયરી Page #32 -------------------------------------------------------------------------- ________________ • તમે પણ ઘવાયા હશો એમ માની તમારી કને હું મલમ લઈને આવ્યો કશું કહેવું હતું મારે મોઘમ ઈશારે, ન સમજ્યા તો કાગળ-કલમ લઈને આવ્યો. • સનમ ને પણ ભૂલી જાશું, સિતમને પણ ભૂલી જાશું, ખુશીને પણ ભૂલી જાશું, ને ગમને પણ ભૂલી જાશું. મહોબતમાં તમારો ખ્યાલ છે, એ હદ સુધી અમને તમારી યાદ નહીં ઈચ્છ, તો તમને પણ ભૂલી જાશું. અસરળ શાયરી Page #33 -------------------------------------------------------------------------- ________________ ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે વતનની ધૂળથી માથું ભરી લઉં “આદિલ”, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. એવાં નસીબ ક્યાં છે સપનું ય સુખનું આવે, આંખો હજુ મળી ત્યાં પાછી સવાર આવી ? દિલ શાને બેકરાર મને યાદ પણ નથી, કોનો છે ઈંતજાર મને યાદ પણ નથી. દિલનો જલાવી દીપ હું બેઠો છું દ્વાર પર, છે કોણ આવનાર, મને યાદ પણ નથી. પવન સંદેશ લાવ્યો છે, મિલન યોજાશે સ્વપ્નમાં, ખુશીમાં ને ખુશીમાં, જાગરણ થાશે તો શું થાશે ? સરળ શાયરી • Page #34 -------------------------------------------------------------------------- ________________ છે. • ભલે વાસ્તવિકતામાં માનું છું કિન્તુ. મને શરબતી કલ્પનાઓ ગમે છે વચન આપનું પૂર્ણ થઈ શકયું ના, મને રોજના વાયદાઓ ગમે છે. • ખીલતું ફૂલ એ જવાનીની અદા છે; ફૂલને ચૂંટવું એ જવાનીની મજા છે, ચૂંટતા ડંખ લાગે એ જવાનીની સજા છે; અદા, મજા અને સજા એ જવાનીની કજા છે. હવે એવું કહીને મારું દુઃખ શાને વધારો છો, કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી. ઘણા વરસો પછી આવ્યા છો એનો પૂરાવો છે, જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી. અસરળ શાયરીઓ Page #35 -------------------------------------------------------------------------- ________________ હેત સાગર છે ને હૈયું જામ છે રાત દિ’ હોઠે તમારું નામ છે વાત રસ્તે કેમ પૂરી થઈ શકે? બે ઘડી નહિ જિંદગીનું કામ છે. ઉપવનને લૂંટાવી દેવાનો આરોપ છે કોના જોબન પર? કાંટાની અદાલત બેઠી કાં લેવાને જૂબાની ફૂલોની? તું “શૂન્ય' કવિને શું જાણે ? એ કેવો રૂપનો પાગલ છે! રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની. કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી? કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી. મજાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને, અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી. અસરળ શાયરીxx Page #36 -------------------------------------------------------------------------- ________________ દિલ જવા તો દીધું કોઈના હાથમાં, દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ. સાચવી રાખવાની જે વસ્તુ હતી, એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી. • હૃદયમાં એવી રમે છે આશા ફરીથી એવી બહાર આવે, તમારી આંખે શરાબ છલકે અમારી આંખે ખુમાર આવે. • વ્યથાને શું વિદાય આપું - વિરામના શું કરું વિચારો, કરાર એવો કરી ગયાં છે ન મારા દિલને કરાર આવે. અસરળ શાયરી Page #37 -------------------------------------------------------------------------- ________________ છે જે વિચારવાળા વિચાર કરજો વિચારવાની હું વાત કહું છું, જીવનમાં એથી વિશેષ શું છે.? વિચાર જાયે, વિચાર આવે..? • ઓ પ્રેમ રમતના રમનારા ! તું પ્રેમ રમતને શું સમજે, તું આંખ લડાવી જાણે છે હું પ્રાણ લડાવી જાણું છું. અરે! તું આગ લગાવી જાણે છે હું મુજ અશ્રુ વડે આગ બુઝાવી જાણું છું. - હૈયું શું ન્યાય દેશે હૈયું જ ગુનેગાર હતું, નયન અધરો શું સાક્ષી દેશે એ તો યૌવનનું પ્રણય પુરાણ હતું. અસરળ શાયરી Page #38 -------------------------------------------------------------------------- ________________ કે તું સ્વપ્ના વેચે છે અને હું સ્વપ્ના સેવું છું અને હકીકતમાં બને દુઃખી છીએ એ દેખાઈ આવે છે. • આ લાગણી બંધન પણ કેવાં છે અનોખા તમને મળ્યા વિના પણ હું ઓળખું છું તમને - તમો ઘૂંઘટ હટાવો ના કદી સાગર કિનારા પર, સમુંદર ધસી જાશે તમારા પર ચાંદ સમજીને.! તોફાનો સાથે અમને મહોબત ને શાંતિનો છે તમને ઘસારો કેવી અજબ છે બંનેની હાલત કાંઠા તમારા, દરિયો અમારો.! અસરળ શાયરી Page #39 -------------------------------------------------------------------------- ________________ એ ગયાં મારું હૃદય લેતાં ગયાં ને મને હૈયા વિહિન કે'તાં ગયાં એમના ઔદાર્યનું હું શું કહું? દર્દ, તડપન ને વિરહ દેતાં ગયાં.! • પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે તમારા આગમનની કંઈ ખબર ખરી ખોટી તો આપો. જગતમાં જિંદગીનો સાર દિલવાળા જ સમજે છે, તમારા સમ અમારો પ્યાર દિલવાળા જ સમજે છે. નજર મીઠી હશે કિંતુ સજા છે એ જીવન ભરની, ફકત દ્રષ્ટિનો મોઘમ માર દિલવાળા જ સમજે છે. • સ્વભાવે હોય જે મસ્તી નથી જાતી નથી જાતી, કિનારા બાંધી લે છે તોય હું તોફાની સાગર છું. સરળ શાયરી.. Page #40 -------------------------------------------------------------------------- ________________ તુજ સુખની મેહફિલમાં તું સહુને નોતરજે, પણ જમજે અશ્રુનો થાળ એકલો. બીજાને આંગણે અમૃતઝરણાં રેલવજે, પી લેજે વિષ તારાં તું એકલો. કો'થાકલા પગની કાંકરી ચૂમી લેજે, કદમો ભરજે કંટક પર એકલો. - એ તો ખબર છે દોસ્ત! કે ચારે તરફ બહાર છે, અફસોસ એટલો જ કે એ મારા ઘરની વ્હાર છે. 3 - કરે છે જૂલ્મ પણ જાલિમની ઉપમા નહિ આવું, કવિ છે, પુષ્પને પથ્થરથી સરખાવી નથી શકતો. • ખુદ દર્દ આજ ઉઠી દિલની દવા કરે છે, જે કામ વૈદનું છે તે વેદના કરે છે. અસરળ શાયરી Page #41 -------------------------------------------------------------------------- ________________ છે જવાની શરાબ જેવી ખુદ, તે છતાં એ શરાબ માંગે છે. આ દીવાના હૃદયને શું કહેવું, રાત જાગીને ખ્વાબ માંગે છે. સહનની આવડત હો તો, મુસીબતમાં ય રાહત છે. હૃદય જો ભોગવી જાણે, તો દુઃખ પણ એક દૌલત છે. મારા ખોવાયેલાં સ્વપ્નાંઓ સજીવન કરવાં, મારી રીતે દુનિયા મેં વસાવી લીધી. મારા પડછાયાને મેં મિત્રનું ઉપનામ દીધું, મારી એકલતા મેં એ રીતે નિભાવી લીધી. સરળ શાયરી Page #42 -------------------------------------------------------------------------- ________________ ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી, નજરમાં હોય છે જે મસ્તી તે મદિરામાં નથી હોતી. મજા કયારેક એવી હોય છે એકાદ ‘ના’ માં પણ, મજા ક્યારેય એવી સેંકડો “હા” માં પણ નથી હોતી. પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી, મજા જ હોય છે ચૂપમાં તે ચર્ચામાં નથી હોતી. મહોબત થાય છે પણ થઈ જતાં બહુ વાર લાગે છે, મહોબત ચીજ છે એવી જે રસ્તામાં નથી હોતી. મદિરા જેવી રંગત કોઈ પીણામાં નથી હોતી, સૂરામાં હોય છે મસ્તી તે નીરામાં નથી હોતી. જૂએ છે સૌને એક આંખે એ સાચો સામ્યવાદી છે, જે ખૂબી હોય છે કાણાંમાં બીજામાં નથી હોતી. નકામું છે તડપવું આજ કોઈની જૂદાઈમાં વફાની ભાવના કલિયુગની લયલામાં નથી હોતી. અસરળ શાયરી Page #43 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં હજારો ભૂલો છે; એકાદ સુધારો શા માટે? નૌકા તો જીવનની ડૂબવાની; તરણાનો સહારો શા માટે? હૈયું અને આંખો જેવાં; બે આધારસ્થળો છોડીને, કયારેક આ આંસુ શોધે છે; પાલવનો સહારો શા માટે? હરચીજમાં એની યાદ ભરી; નિત એની યાદ આવે છે, ને પ્રશ્ન પૂછું છું હું મનને; એના જ વિચારો શા માટે? અસરળ શાયરી Page #44 -------------------------------------------------------------------------- ________________ ફૂલ શ્રધ્ધાથી ધરું દેવના ચરણો ઉ૫૨, ફૂલ હરખાય છે પણ દેવ નથી હરખાતો. ખરીદો ખરીદો અય દુનિયાના લોકો, અમારે અમોલા કવન વેચવા છે, રહે જોગવાઈ કફનની એ ખાતર, અમારે અમારાં જીવન વેચવા છે. નાહક વગોવો કાં સાગર કહી કહીને, એ તો અશ્રુ વિરહનાં એકઠાં થયાં વહી વહીને. નથી સરજાયું રૂપ કદીયે કોઈનું થઈને અંગત, પૂનમની ચાંદની કેરી કોણ ના લૂંટે રંગત! • શું કહું, કોને કહું, તારી નશીલી ચાલ ૫૨, ભોળો હતો ભોળવાઈ ગયો, તારા ગુલાબી ગાલ પર! સરળ શાયરી Page #45 -------------------------------------------------------------------------- ________________ - ધબકારાની ધિંગામસ્તી; એનું નામ જ દિલની હસ્તી; દિલ છે તો છે પ્યારપરસ્તી; દિલ છે દરિયો, દિલ છે કતિ. છે કે સંજોગોના તોફાનનો મારો જોયો; આકાશને સૃષ્ટિનો સહારો જોયો; દરિયામાં ખડક જોઈને આંખ સામે; મેં માની લીધું છે કે મેં કિનારો જોયો. સુંદર છો તમે એ ફૂલ સમાં, એમાં તો જરા સંદેહ નથી, પણ ફૂલોને તો બીજાનો, શણગાર બનીને રહેવું છે. સરળ શાયરી આ Page #46 -------------------------------------------------------------------------- ________________ મેં આળસમય આંખોમાં મધુમય પ્યાર છુપાયો જોયો છે, મેં વિખરાયેલા વાળોમાં શૃંગાર છુપાયો જોયો છે. મેં શરમ તણા ભાવોમાં ભારે સાર છુપાયો જોયો છે, મેં દ્રષ્ટિ ઝુકાવી લેવામાં સત્કાર છપાયો જોયો છે. મેં એક નિમિષમાં સદીઓનો વિસ્તાર છુપાયો જોયો છે; મેં એક પલકમાં સપનોનો સંસાર છુપાયો જોયો છે. મેં એક દ્રષ્ટિમાં યુગ-ઉપસંહાર છપાયો જોયો છે, મેં આળસમય આંખોમાં મધુમય પ્યાર છુપાયો જોયો છે. દ્રષ્ટિઓ મળી ગઈ છે, આરઝુ ફળી ગઈ છે. શોધી મેં નથી મંઝિલ, માર્ગમાં મળી ગઈ છે. અસરળ શાયરી Page #47 -------------------------------------------------------------------------- ________________ છે આ અવળી અવળી દુનિયામાં; ઓ જીવ અજાણ્યા કયાં જાશે, અંધારે તું અટવાઈ જાશે; અજવાળે તું અંજાઈ જાશે. જે તમારે શું, તમારે વચન આપી વચન પર ફરી જાવું છે, અમારે શું, અમારે વચન પર વચન આપી મરી જાવું છે. • એ શું જાણે દુનિયાદારી, એ પ્રેમી પરવાનો છે, દિન ઢળે ને દીપ સળગતાં જઈને બળી મરવાનો છે. અસરળ શાયરી Page #48 -------------------------------------------------------------------------- ________________ રૂપ ૫૨ જાતાં એને લાખવાર વારી છે, જાણું છું છતાં દ્રષ્ટિ બસ ત્યાં જ જવાની છે! • દિલાસાથી દુઃખ દિલને હવે પારાવાર લાગે છે; હૃદય પર હાથ રાખો મા, હૃદય પર ભાર લાગે છે. દિલ તો દીધું તમને દિલદાર સમજીને; પાછુ સોંપ્યુ તમે એ ભાર સમજીને, ઘડીમાં દિલને ફૂંકી દીધું, એ રાખ ફૂંકશો મા; બળી જશે એ રાખમાં, હજી અંગાર બાકી છે. • અમારી સાહ્યબી, રે સાહ્યબીની વાત શી કરવી ગગન ઓઢવા માટે અને ધરતી શયન માટે. હે પરવશ પ્રેમ! શું એવો પ્રસંગ એક વાર ન આવે, એ બોલાવે મને ને હું કહું ‘આવી નથી શકતો’. સરળ શાયરી Page #49 -------------------------------------------------------------------------- ________________ જ મદમસ્ત યુવાનીની શિક્ષા – ઘડપણને મળે એ ન્યાય નથી તોફાન થયું છે મધદરિયે, સપડાય કિનારો શા માટે? - દીપ નાનો ને જ્યોત મોટી, તેમ માનવથી માનવતા મોટી. - આ જોઈ હસવું મને હજારો વાર આવે છે, કે પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. “જવાની” જવાની, ને જતાં લાત મારતી જવાની અને કાનમાં કહેતી જવાની, કે હું કાયમ માટે જવાની. . કહું છું કયાં મને સત્કાર આપો. કહું છું કયાં તમારો પ્યાર આપો. છે મારી યાચના બસ એટલી કે જીવનભર ઝૂરવા તમ દ્વાર આપો. રસરળ શાયરી Page #50 -------------------------------------------------------------------------- ________________ દુઃખ વગર, દર્દ વગર, દુઃખની કશી વાત વગર, મન વલોવાય છે કયારેક વલોપાત વગર. આંખથી આંખ લડી બેઠી કશી વાત વગર, ને આમ શરૂઆત થઈ ગઈ શરૂઆત વગર. કોલ પાળે છે એ ઘણીવા૨ કબૂલાત વગ૨, અને મળી જાય છે એ રસ્તામાં ઘણીવાર મુલાકાત વગર. અને ત્યારે, ત્યારે તો હું તારલા ભાળું છું ઘણીવાર સરળ શાયરી ૐ કેટલા ચાલ્યા ગયા ખબર પણ પડતી નથી; * કેટલા ચાલ્યા જશે નજર પણ રડતી નથી, તારા ઐશ્વર્યનું તું આટલું અભિમાન ન કર; સિકંદર શાહ જેવાની અહિં કબર પણ જડતી નથી. રાત વગર. Page #51 -------------------------------------------------------------------------- ________________ • જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની. ભણીને તું ભલે વિદ્વાન થાજે ગ્રહીને બળ તું ભલે બળવાન થાજે થવું જે હોય તે થાજે પ્રથમ ઈન્સાન, તું ઈન્સાન થાજે. તવ સ્મરણ તણો સથવારો છોડે ના મમ સંગ કદીએ જયમ પડછાયો મારો રે રે, તવ સ્મરણ. સરળ શાયરી Page #52 -------------------------------------------------------------------------- ________________ મારી ઉઘડતી આંખો બસ દેખે હવે તારી છબી મારા વિકસિત હૃદયમાં ઉભરાય છે તારું અમી તારા હૃદયના પ્રેમનું તારા જીવનના ઝરણનું સ્થાપે કરી હૃદય હવે પ્રિય રાની પ્રિયતમ ગણું. • પિયાની પાંપણોમાં મોતી પરોવાયેલાં હતાં થોડા ભૂમિ પર ઢોળાયેલા હતા નજદીક જઈ ચમાથી જોયું તો જીગરના ટુકડા વેરાયલા હતા. • મને આ તારી અધબીડી આંખમાં સંભાળી લે મને તો છે ઘણી ઇચ્છા કે કાજલ થાઉ તો સારું ભલે હું શ્યામ લાગું પણ- - - - - - તમન્ના તો છે તારા ગાલનો તલ થાઉં તો સારું. સરળ શાયરી Page #53 -------------------------------------------------------------------------- ________________ છે. કે રચાતો હોય સપનામાં સુવાસોનો ઝૂલો, એ સમયને સહેજ અડકે તું અને ઉગે ફુલો. • સરતા સરતા સરી જવાની આંસુડાની ધાર એક દિન તરતા તરતા તરી જવાની આશાઓ મઝધાર એક દિન યૌવનની શરમાતી નજરો, નજરોથી નજરાતી નજરો કરતા કરતા કરી જવાની હૈયા એકરાર એક દિન. પ્રેમ કેરા એક ઉપર એકડો કીધો તમે બાબા અને બેબી તણા મિંડા હજુ બાકી રહ્યા. સુંદર દીસો છો આપ જયારે હોઠ પર હસવું રમે એથી અધિક સુંદર દીસો રોષ જયાં આંખે ભમે. અસરળ શાયરી જ રૂરી Page #54 -------------------------------------------------------------------------- ________________ - હૃદયને આજ કહેવા દો હૃદયના રંગની વાતો નથી કહેવી પ્રિયાના રૂપની કે રંગની વાતો નથી કહેવી નવોઢાના રૂપાળા અંગની વાતો નથી કહેવી હૃદય સાથે હૃદયના જંગની વાતો નથી કહેવી કોઈ ઉદ્વેગ કે વ્યંગની વાતો જો કહેવી તો કહેવી છે હૃદયના રંગની વાતો. • આશ, અરમાનો અહીંયાં નિત્ય દફનાતાં રહયાં એ જીવન ને પણ અનિલ મારે જીવન કહેવું પડ્યું ચેન કે આરામના શ્વાસ પણ લીધા નથી તે છતાં આ વિશ્વને મારે વતન કહેવું પડ્યું. કળીઓને તોડનાર વિચારીને તોડ આશા રહે છે ફુલ થાવાની કળી થકી. અસરળ શાયરી Page #55 -------------------------------------------------------------------------- ________________ - હસું છું એટલે ન માની લેશો કે સુખી છું રડી નથી શકતો એનું દુઃખ છે દુઃખ બહું છુપાવીને બેઠો છું હૃદયમાં કારમાં ઘાવો, ગમે ત્યારે ફાટી જાઉં એવો જ્વાળામુખી છું. • પ્રણયની એક આ સમજણ પતંગામાં નથી હોતી તડપવામાં મજા છે તે સળગવામાં નથી હોતી નથી મળતી પરસ્પરના જીવનને હૂંફ પ્રીતિની જલન જો એકસરખી બેય હૈયામાં નથી હોતી. ડીહૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની ઊભો છે “શયદા' ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન વ્હાર આવે કરાર એવો કરી ગયા છે ને મારા દિલને કરાર આવે. સરળ શાયરી Page #56 -------------------------------------------------------------------------- ________________ * હૃદય ! મારા બળેલા, એટલું પણ ના થયું તુજથી? બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે, તમે જે ચાહો તે લઈ જાવ, મારી ના નથી કાંઈ, તમારી યાદ રહેવા દો ફકત મારા જીવન માટે. • પ્રભુ જાણે કે મારું ઘર હશે કયાં? અનાદિ કાળથી ભૂલો પડયો છું! મને “શયદા' મળી રહેશે વિસામો, પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું. • કેમ આવ્યો કેમ બેઠો, કેમ હું ચાલ્યો ગયો, પારખી તેઓ શકયા ના મારું મન છેવટ સુધી, કોઈને છેવટ સુધી હસવું મળ્યું, વાહ રે નસીબ! કોઈને કરવું પડયું જગમાં રૂદન છેવટ સુધી. સરળ શાયરી wwww Page #57 -------------------------------------------------------------------------- ________________ છું કે મારી દુનિયા થઈ ગઈ બરબાદ પણ હું છું ખુશી, એની દુનિયાને તો હું શોભાવતો ચાલ્યો ગયો! શી મુસીબત, શું દુઃખો મુશ્કેલીઓ શી, શું સુખો! પૃષ્ઠજીવનનાં હતાં પલટાવતો ચાલ્યો ગયો. કોઈ જો સમજયો નહીં તો દોષ છે એનો “સગીર', હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો. એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે રોકાઈ જાવ! પંથ નિર્જન, વાટ વસમી, શું થાય? ભાર દઈ કહેવાય છે રોકાઈ જાવ! હું ચહું છું વારેવારે ના કહું! જીભે આવી જાય છે, રોકાઈ જાવ! હોઠ પર તો છે “ખુદા હાફિઝ” છતાં દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ! અસરળ શાયરી , Page #58 -------------------------------------------------------------------------- ________________ કટોરા ઝે૨નાં પીતાં જીવું છું એ વફાદારી, કસોટી જો ગમે ક૨વી બીજું પ્યાલું ધરી જોજો, અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો? કદર કો’ દી ઘટે કરવી, મહોબત આદરી જોજો. ♦ હોય ના કાંઈ ખુલાસા, પ્રેમ છે મૌનની ભાષા. સરળ શાયરી ♦ હાથ શું આવી ગઈ તારી ગલી, જિંદગીનો પંથ ટૂંકો થઈ ગયો. તમે ના પારખી શકશો અમારા દર્દ એવાં છે, નથી આઘાત પથ્થરનો, પડ્યો છે માર ફૂલોનો. Page #59 -------------------------------------------------------------------------- ________________ જ - એકાદ હો તો એને છુપાવી શકું “મરીઝ' આ પ્રેમ છે ને, એના પૂરાવા હજાર છે. • ઊતરી ગયા છો આપ નજરથી હૃદય સુધી, પહોંચી ગઈ છે. વાત હવે તો પ્રણય સુધી, આ ઈન્તજારની મઝા કંઈ એટલી ગમી, જોશું અમે તો રાહ તમારી પ્રલય સુધી. દિલ અને દીપકની હાલત છે એકસરખી, એ પણ બળ્યા કરે છે, તે પણ બળ્યા કરે છે. - ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા? મેં તો ચમનમાં વાત કોઈને કરી નથી. - બનાવટ ને નકલ દુનિયામાં પાંગરતી નથી હોતી, કે નકશાના સમંદરમાં કદી ભરતી નથી હોતી. સરળ શાયરી હ Page #60 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રેમના પત્રોની લાજ રહી જાએ, તમે ભલાઈ ન કરજો જવાબ આપીને. મજા નથી છતાં પીધા વિના નહિ ચાલે, તરસ વધારી દીધી છે શરાબ આપીને. પ્રભુએ વાહ રે કેવો આ રંગ જમાવ્યો છે, ગુલાબી દિલને ન એક પણ ગુલાબ આપીને. • કઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. તમને ખરાબ કહેવાની હિંમત નથી રહી, તેથી બધા કહે છે જમાનો ખરાબ છે. વાર હવે જો આપણે વિખુટા પડ્યા, તો વખતે ક્યારેક સ્વપ્નમાં મળીએ જે રીતે સૂકાઈ ગયેલા ફૂલ, પુસ્તકોમાંથી મળે. સરળ શાયરીકો Page #61 -------------------------------------------------------------------------- ________________ - નિર્મળ જ હશે નેહ અસર પડવાની, દુનિયાને મહોબતની ખબર પડવાની; મહેફિલમાં અગર આપની ચર્ચા ઊપડે, લોકોની નજર મારી ઉપર પડવાની. • રૂપ ને રંગની દુનિયા વસાવી લીધી, મહેફિલો ખુદની શરાબોથી સજાવી લીધી; એક જન્નત જો ગુમાવી તેનો બદલો લેવા, સેંકડો જન્નતો આદમે બનાવી લીધી. - કબરને ફૂલની શોભાની કંઈ જરૂર નથી; બળી જવા પછી વર્ષાની કંઈ જરૂર નથી; કોઈનું દિલ જો દુઃખાવો તો ચુપ રહી જજો, કે ત્યારબાદ દિલાસાની કંઈ જરૂર નથી. અસરળ શાયરી Page #62 -------------------------------------------------------------------------- ________________ - સૂરા રાતે તો શું વહેલી સવારે પી ગયો છું હું, સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું, કોઈ વેળા કશી ઓછી મળે તેની શિકાયત શું? ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું. સાંજથી લઈને સવાર સુધીમાં કેટલી ઋતુઓ બદલાયે છે આશાની કળીઓ, નિરાશાની પતઝડ અને આ આંસુનો વરસાદ! - હું નજરથી પી રહ્યો'તો, તો આ દિલે શાપ દીધો તારો હાથ જિંદગીભર કદી જામ સુધી ન પહોંચે એમને એમના દિલની ખબર મારા દિલથી મળી રહી છે હું જો એમનાથી રીસાઈ જાઉં તો ખબર પણ ન પહોંચે. અસરળ શાયરી Page #63 -------------------------------------------------------------------------- ________________ છે કે અમે પણ ક્યારેક હતા ખબરદાર, હવે તો એ હાલ છે “ખુમાર', એમની ખબર તો બાજુએ રહી, પોતાની પણ કંઈ ખબર નથી. આ દુનિયા છે, અહીં દરેક કામ ચાલે છે ઢંગથી અહી પથ્થરને પણ માણસ કહેવો પડે છે ન પૂછો શું વીતે છે સ્વમાની દિલ પર જયારે કોઈ બેરહેમને પણ ભગવાન કહેવો પડે છે. • આપની યાદ આવતી રહી રાતભર આંખો ભીની હસતી રહી રાતભર રાતભર દર્દની શમા જલતી રહી દિવાની જયોત કાંપતી રહી રાતભર. સરળ શાયરી Page #64 -------------------------------------------------------------------------- ________________ દિલ ધડકવાનું કારણ યાદ આવ્યું, એ તારી યાદ હતી, હવે યાદ આવ્યું, દિલનો હાલ અમે પણ કહેત પણ જયારે તું વિદાય થયો, ત્યારે યાદ આવ્યું બેસીને ફૂલની છાંયામાં “નાસિર” અમે બહુ રોયા, જયારે એ યાદ આવ્યું. ભરાઈ આવે છે આંખો કોઈના નામની સાથે અને આ આંસુ છલકાય છે એના જામની સાથે. ૨) • વેરાન છે મદિરાલય, સુરાહી-પ્યાલા ઉદાસ છે , તમે શું ગયા કે, રિસાઈ ગયા દિવસો બહારના. • સિતારાઓથી આગળ દુનિયા ઓર પણ છે અને પ્રેમની પરીક્ષાઓ હજુ ઓર પણ છે. અસરળ શાયરી Page #65 -------------------------------------------------------------------------- ________________ નથી આશા કે અમે આવતી સવાર જોઈએ આ રાત અમ પર ભારી છે, જરા થોભી જાઓ! હમણા ન જાઓ કેમ કે તારાનું દિલ ધડકે છે આખી રાત પડી છે, જરા થોભી જાઓ! ફરી આજ પછી ક્યારેય અમે નહીં તમને રોકિયે હોઠો પર શ્વાસ અટકયા છે, જરા થોભી જાઓ! વિરહની પળમાં પ્રાણભરીને તમને નીરખી તો લઉં. આ ફેંસલાની ઘડી છે, જરા થોભી જાઓ! • તારી મેહફિલમાંથી ઉઠાડે પરાયો મને, શી મજાલ જોતો તો હું કે, તે જ કંઈ ઈશારો કરી દીધો ! - એક અરસો વિત્યો, તારી યાદ પણ આવી નથી અમને અને અમે તને ભૂલી ગયાં છીએ, એવું પણ નથી. સિરળ શાયરી Page #66 -------------------------------------------------------------------------- ________________ માથું ઢાળી કંઈ કહ્યું, શરમાઈ ગયા દિલ દેવા આવ્યા'તા, શરમાઈ ગયા વિજળીઓમાં વિજળી સમાઈ ગઈ અચાનક બે દિલ જયાં ટકરાઈ ગયા. આ આળસ પણ એ ન મરડી શકયા ઊંચા કરીને હાથ જેવો મને જોયો છોડી દીધા હસીને હાથ અચાનક આંખો જેવી એકમેકથી મળી ગઈ કેવા મોં પર એણે મૂકી દીધા શરમાઈને હાથ ! છે જયારે હું ચાલું છું તો પડછાયો પણ મારો સાથ નથી દેતો જયારે તમે ચાલો, તો જમીન ચાલે, આસમાન ચાલે ઊઠું છું હું જેવો બાગમાંથી જવાને ઓ પાગલ પણ કહે છે કાંટા, પકડીને દામન, “કયાં ચાલ્યા?” સરળ શાયરી Page #67 -------------------------------------------------------------------------- ________________ દિલ લઈને મફતમાં કહે છે, કંઈ કામનું નથી ઉલટાની ફરિયાદો થઈ, ઉપકાર તો ગયો. ♦ દિલનો હાલ યા૨ને લખું શી રીતે હાથ દિલથી જુદો થતો નથી દિલનો ઈલાજ કરવાની ધીરજ કયાં છે એ તમારા વિના થતો નથી. મનની મનમાં જ રહી વાત થઈ ન શકી એક પણ એનાથી મુલાકાત થઈ ન શકી આંખથી આંખ મળી દૂરથી મા૨ી એની પણ જે મેં ચાહીં'તી એ વાત થઈ ન શકી. શું યાદશકિત એટલી મારી વધી ‘અમીન’ (કે)ભૂલી ગયો હું આખરે પરવરદિગારને? → સરળ શાયરી Page #68 -------------------------------------------------------------------------- ________________ મિલનની રાત હતી, ચાંદનીનો સમય હતો પડખામાં સનમ હતો, ખુદા મહેરબાન હતો વર્ણન સપનાંની જેમ જે કરી રહ્યો છે તે કિસ્સો છે, ત્યારનો “આતશ” જયારે જવાન હતો. • પિયા વિણ પ્યાલો પીધો જાય ના પિયા વિણ એક પળ જીવ્યું જાય ના, “કુતુબશાહ” ન દે મને દીવાનાને શીખ દીવાનાને કંઈ શીખ દીધી જાય ના. - જીવનમાં હું કદી યે નામની પરવા નથી કરતો, કે દુનિયાના કોઈ ઈલ્ઝામની પરવા નથી કરતો. નજરથી કે અધરથી પણ મને સાકી પીવાડે તો, કસમ છે પ્યાસની - હું જામની પરવા નથી કરતો ! રસરળ શાયરી Page #69 -------------------------------------------------------------------------- ________________ એના હોઠની કોમળતા શું કહીએ પાંખડી એક ગુલાબના જેવી છે. વારંવાર એને બારણે જાઉં છું. હાલત એક દિવાના જેવી છે “મીર” એ અર્થમીંચી આંખોમાં બધી મસ્તી શરાબના જેવી છે. - અરે ઓ નગ્નતામાં જન્મનારા, જરૂરત કેમ રાખે છે કફનની? • સિતારા ચાંદની સાથે સુહાની રાત આવે છે, ઘણી વેળા રૂપાળું રૂપ લઈ આઘાત આવે છે; સજાવી દો હૃદયના વ્હેલને આંસુના તોરણથી, અનેરી શાનથી અહિ દર્દની બારાત આવે છે. સરળ શાયરી Page #70 -------------------------------------------------------------------------- ________________ સુખના સાથી ઘણાંય મળવાના, કોણ દુખિયાને સાથ દે ભવમાં? ફૂલ તો સર્વને વહાલા હોય કટકો કોણ લે છે પાલવમાં? દ્વાર ખખડ્યું કે વિચાર્યું ખોલતા એ જ મળવાને મને આવ્યા હશે મેં પછી સમજાવતા મુજને કહ્યું : આટલી રાતે તો એ હોતા હશે ? - છુટી લટ, ગુલાબી ચહેરો, આંખમાં શરમ - પ્રિયે ! છબીમાં યે કેવી તું શરમાયા કરે ! સરળ શાયરી Page #71 -------------------------------------------------------------------------- ________________ કે પછી ભલે હો હાથમાં, જો હાથથી હલતી નથી, - રંગદાની પાસે હો, તસ્વીર કંઈ બનતી નથી. - રૂપ સામે એમના આ ચાંદની ફીકી હતી, ૨મ્યતા પર કોઈની મંડાયેલી ટીકી હતી. રૂપમાં “કામિલ' વધારો એટલે એણે કર્યો, તલ નહોતો એ અમારી આંખની કીકી હતી. જીંદગીને કહી દો, મને હેરાન ન કરે; હર્યાભર્યા આ બાગને વેરાન ન કરે, કાંટોથી પ્યાર છે કાંટાનો જ રહીશ; ફૂલોને કહી દો, હવે પરેશાન ન કરે. નજીક આવ્યા વિના શું માપશો મારી પ્રતિભાને, ચમક દરિયાના મોતીમાં છે, દરિયામાં નથી હોતી! અસરળ શાયરી Page #72 -------------------------------------------------------------------------- ________________ જીવનભરનો અનુભવ પણ બહુ સંગીન લાગે છે સુખી છું તે છતાં શાને હૃદય ગમગીન લાગે છે તડકો વયનો છે “ચેતન” નહિતર વાત સાચી છે જવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે છે. - વગર “પીધે” અરે શું આટલાં ચકચૂર લાગો છો? નજર સામે છતાં શે આ નયનને દૂર લાગો છો? નથી પૂછતો તમે શું આટલાં મજબૂર લાગો છો? હૃદય કોમળ છતાંય બહારથી શું ક્રૂર લાગો છો? પ્લાસ્ટીક ફૂલનું કૃત્રિમ સ્વરૂપ આંખોથી પરખાયું નહિ, પંક કે પાણી મહીં એ ફૂલ રોળાયું નહિ; પાનખર આવી પરંતુ ફૂલ કરમાયું નહિ; જિંદગીનો મર્મ શો “જોગીન'ને સમજાયું નહિ! અસરળ શાયરી Page #73 -------------------------------------------------------------------------- ________________ આપણી વચ્ચે કયાં હમણાં મનમેળ છે? હું કહું ચંપો ને તમે કહો કેળ છે ત્રાસી ગયો હવે, આ તો કાળો કેર છે, માનો યા ન માનો કૈક પ્રેમમાં ભેળસેળ છે. વણનારને કયાંથી ખબર, કે પોતે વણેલું એ જ કાપડ, કોઈનું થાશે કફન કે કો “નું પાનેતર! આંખમાં મારી તરસ દેખાય છે, તું મને આજે સરસ દેખાય છે. લાગણીના પારદર્શક કાચમાં, આજ વીતેલાં વરસ દેખાય છે. અ સરળ શાયરી ૮ Page #74 -------------------------------------------------------------------------- ________________ ફૂલ કાદવમાં મળે તો યે મહેક જાતી નથી, તોડી જૂઓ હીરો તમે, તેની ચમક જાતી નથી. - દિલને પંપાળી પંપાળીને જલાવી દીધું. કળીઓ બતાવી કટકોથી લગાવી દીધું, તારા ચહેરાની પાછળ હું હતો ખુદ હાજ૨ કેમ એકાએક તેં આમ દર્પણ હટાવી દીધું. 3. • જિંદગી આમ તો જીવવી જ પડે બધાને, સુખી કે દુઃખી બસ એટલો જ તફાવત છે. • ખીલેલા ફૂલ સંગ ખેલવા સૌ કોઈ આવે છે, ખરેલા ફૂલને દિલનો દિલાસો દેવા કોઈ ના આવે. ભરી મહેફિલ મહીં હસતા ફુવારા હતા ત્યારે, દુઃખી દિલના આંસુઓને લૂછવા કોઈ ના આવે. અસરળ શાયરી Page #75 -------------------------------------------------------------------------- ________________ • ઉઠાવી લ્યો હવે મૃતદેહ પરથી ફૂલનો ઢગલો; મને તો અશ્રુકેરાં બિન્દુઓનું પણ વજન લાગે છે. - કઈ રીતે મોતી પામવા દરિયાને જઈને પૂછ. કે એની પાસે એક બહુ ઊંડો જવાબ છે. • નજર લાગી જવાનો એમને ડર હોય છે, “નૂરી'! હું આંખો બંધ કરીને એમનાં દર્શન કરી લઉં છું. • છે અહિં એવો સરંજામ નથી મળવાનો, તૂટ્યા-ફૂટ્યો ત્યાં કોઈ જામ નથી મળવાનો. લાખ જન્નત તું મને આપશે કિન્તુ ઓ ખુદા! મારા ઘર જેવો ત્યાં આરામ નથી મળવાનો. Madam ela avvadam Page #76 -------------------------------------------------------------------------- ________________ છે કે તમે મૂકી ગયા મને નીંદર મારી લઈ ગયા સ્વપ્નો પણ આવે કયાંથી આજે તમારી યાદમાં ? - ફૂલોને કોણ કે છે કે હેંકી ઉઠો તમે તાસીર ખુદ એવી કે ઓંકી જવાય છે. - તને આ તાજને જોઈ નવાઈ લાગે છે, મને તો પ્રેમની પોકળ ભવાઈ લાગે છે, ચમક, દમક ને ભલીકમાં જ પથ્થરોની તળે, વફાની કીમતો ભૂલી જવાઈ લાગે છે. જ નથી એક માનવી પાસે હજી બીજો માનવી પહોંચ્યો, અનિલ” સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો! સરળ શાયરી Page #77 -------------------------------------------------------------------------- ________________ જ આશ્વર્ય એ જ વાતનું મનમાં રહ્યા કરે. કંટક ચૂભ્યા કરે અને પુષ્પો ખર્યા કરે. • દુનિયાના બંધનોથી જો હો છૂટવું ‘મરીઝ' બસ આજથી તમે તમારા ખુદા બનો. હા, ગઝલ લખવાને બેશક દિલ તૂટેલું જોઈએ, આંખમાં આંસુ નહીં, લોહિ ઘૂટેલું જોઈએ. ઈશ્કના પંથે હૃદય “બેફામ” તરસ્યું હોય છે, સ્પંદનોનું આ નગર મયમાં ડૂબેલું જોઈએ. થઈ ગયાં મુજ કાજ આંખોનાં અમી પણ ઝેર છે, મોત પણ માગ્યું મળે ના એવો કાળો કેર છે; મારી હાલત વિશ્વને મેં જાણવા દીધી નથી. એટલે એની નજરમાં મારે લીલાલે”૨ છે. અસરળ શાયરી Page #78 -------------------------------------------------------------------------- ________________ કે દિલના કરતાં જામની ઝાઝી કદર થઈ જાય છે, ને સૂરાની વિશ્વ પર ઘેરી અસર થઈ જાય છે, દિલ જો તૂટે છે તો કોઈને ખબર પડતી નથી, જામ ફૂટે છે તો દુનિયાને ખબર થઈ જાય છે. • ફૂલોમાં કેમ શ્રેષ્ઠ છે ફૂલો કપાસના એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ ? દિલની મહેફિલને સજાવી છે જરા જોઈ તો લો! કેવી જન્નત મેં બનાવી છે, જરા જોઈ તો લો! આંખમાં અશ્રુ અને જીગરમાં-લીલા જખો, ઉજડી દુનિયા મેં વસાવી છે જરા જોઈ તો લો! - ધન તો નિર્જીવ હતું તેથી ચાલ્યું ગયું, પણ મિત્રો, તમે ચાલીને કેમ નિર્જીવ થઈ ગયા? સરળ શાયરી Page #79 -------------------------------------------------------------------------- ________________ થાય છે આશ્ચર્ય એવું જોઈને કોઈની મહેનત ફળે છે કોઈને કોઈના દિન જાય મીઠી નીંદમાં કોઈની રાતો વીતે છે રોઈને. જૂઓ રંગભેદથી બે નારીઓ ન રહી શકી સાથે, ઉષા આવી તો શરમાઈ સવારે રાત ચાલી ગઈ. તમારા સમ “અમીન' ઊંધી શકયો ના રાતભર આજે, પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ. - અમે જે કલ્પી હતી એવી જિંદગી ન મળી, બધી જગાએ આ દુનિયામાં લાગણી ન મળી. એ ઘરની વાત જવા દો, એ ઘર મળે કયાંથી? કે જેની શોધ હતી, એ મને ગલી ન મળી! અસરળ શાયરી Page #80 -------------------------------------------------------------------------- ________________ ગઝલ કે ગીતને એ વારાફરતી પહેરે છે કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે? - મને તો એટલે આ પાયમાલી ખૂબ વહાલી છે, હકીકતમાં એ મારા પ્યારની જાહોજલાલી છે. - અરે સાકી! સૂરાલય કાં ચલાવે તું ખુદા માફક? પીધેલાના ભરેલા જામ ને પ્યાસાના ખાલી છે! હવે તો દોસ્તો ભેગા મળી બેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે. કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, જલન'ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે. સરળ શાયરી Page #81 -------------------------------------------------------------------------- ________________ તમારાં અહીં આજ પગલાં થવાનાં ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે; ઝૂકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે. ઉપસ્થિત તમો છો તો લાગે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે! તમે જો ન હો બધા કહી ઊઠે કે, વિધાતાની કયાંયે કસર થઈ ગઈ છે. • સમંદરની ઊછળતી ઊર્મિઓ પાગલ બની ભટકત પ્રબળ મોજાં ઝીલી એનાં કિનારે લાજ રાખી છે. નહીં તો કોણ સૂરજના કિરણને દેત આલિંગન પૂરી સિંદૂર સેંથીમાં સવારે લાજ રાખી છે. સરળ શાયરી Page #82 -------------------------------------------------------------------------- ________________ • કદી તો આવશો બસ એટલી ઉમીદ ઉપર, હજારો વર્ષથી મહેફિલ અમે સજાવી છે. હું તમને ખુદને સજાવી તો ના શક્યો “બેફામ”, ફક્ત તમારી છબીને જ મેં સજાવી છે. નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં છું તને, મગર મારી ય લાગણીમાં કસર હોવી જોઈએ. બેફામ જયાં ચણાયો હશે એમનો મહેલ, એની નીચે જ મારી કબર હોવી જોઈએ. છે એ પણ મદદ કરે છે ફકત ખાસ ખાસને, અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો. બેફામ જન્મતાં જ કંઈ એવું રડ્યો હતો, વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો. અસરળ શાયરી Page #83 -------------------------------------------------------------------------- ________________ અલ્લાહ તો કરે છે બધાની દુઆ કબૂલ, પણ મારા માગવામાં અસર લાગતી નથી. • દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં, તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં. જયાં ત્યાં પડી જતા, એ હતી પ્યાસની અસર, પીધા પછી કદીય અમે લડખડ્યા નહીં. કુદરતની છે કમાલ, ચમનમાં જે ફૂલ છે; કાંટા મૂકયા છે સાથમાં બસ એ જ ભૂલ છે. શ્રદ્ધા મને છે એટલી તારી દયા ઉપર, કીધાં નથી મેં પાપ જે એ પણ કબૂલ છે. મારા મરણ ઉપર, ને રડે આટલાં બધાં? બેફામ જિન્દગીનાં બધાં દુ:ખ વસૂલ છે. ૪ સરળ શાયરી Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉપવન જિન્દગીનું નામ છે; ફૂલ મારું છે, ખાર મારો છે! હિમબિન્દુ નથી એ કળીઓ પર; રાતનો અશ્રુસાર મારો છે! તું દિયે દોષ કોઈને શાને? જામ મારો, ખુમાર મારો છે! દીપ કે ફૂલ જયાં ન જોઈ શકો; સ્નેહીઓ એ મજાર મારો છે! • કયાંક તો આધાર જેવું હોય છે આંસુમાંયે સાર જેવું હોય છે ડાળખીઓ આટલી ઝૂકે નહીં ફૂલમાંયે ભાર જેવું હોય છે. અસરળ શાયરી: Page #85 -------------------------------------------------------------------------- ________________ એ બધાંનાં નામ દઈ મારે નથી થાવું ખરાબ, સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને. એ બધાં “બેફામ' જે આજે રડે છે મોત પર, એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને. માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી જીવનના દર્દની કોઈ સારવાર દે આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે! સૌ પથ્થરોનો બોજ તો ઊંચકી લીધો અમે, અમને નમાવવા હો તો ફૂલોનો ભાર દે! અસરળ શાયરી Page #86 -------------------------------------------------------------------------- ________________ • મર્યાદા જરા બાંધો જુદાઈના સમયની, નહિતર મને રહેશે ન મિલનનીય મજા યાદ. આ દર્દ મહોબતનું જે હરગિજ નથી મટતું, ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં, મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ. મન દઈને “મરીઝ” એ હવે કંઈ પણ નથી કહેતાં, સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ. કયાં મદિરા ઉધાર પીધી છે? સાકીને કૈ દુઆઓ દીધી છે. અજનબી આંખની કસમ “રૂસ્વા'! મેં પ્યાલા વિનાએ પીધી છે! અસરળ શાયરી Page #87 -------------------------------------------------------------------------- ________________ , , ખોબો ભરીને આપ કે દરિયો ભરીને આપ, મને તો બસ, એક મીઠી નજર ભરીને આપ. હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો; માળીથી તાજાં પુષ્પોનું અત્તર ન થઈ શકયું. દિલને હજારો વાર દબાવ્યું, છતાં જૂઓ; આ મીણ એનું એ જ છે, પથ્થર ન થઈ શકયું. ના મારા ગુના યાદ કે ના એની સજા યાદ રહી ગયો છે અમસ્તો જ મને મારો ખુદા યાદ. એનાથી વિખૂટા ય પડ્યા'તા અમે જ્યાંથી એથી જ રહી ગઈ એના મળવાની જગા યાદ. સરળ શાયરી Page #88 -------------------------------------------------------------------------- ________________ તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ, તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી. કંટકની માવજતમાં અચાનક ઘણી વખત ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી. મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત્ત જીવનમાં પરિવર્તન કરી લઉં છું. અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં, પ્રતિમા હો કે પડછાયો હું આલિંગન કરી લઉં છું. ઉપેક્ષા નથી કયારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે, શરાબીની યૌવનમાં સોબત કરી છે, ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે. સરળ શાયરી Page #89 -------------------------------------------------------------------------- ________________ * કરુણાના તૂટી જતે સર્વ બંધો, જો નયને પલક કેરા આરા ન હોતે. જગત પર બધે જલપ્રલય થઈને રહેતે, જો સાગરને ચોગમ કિનારા ન હોતે. મહોબતમાં રંગીનીઓ હોત કયાંથી, જો યૌવનના મદભર ઈશારા ન હોતે. વિરહ રાતનું શું થતે કોણ જાણે, ગગનમાં જો અગણિત સિતારા ન હોતે. મુબારક તમોને ગુલોની જવાની અમોને ન તોલો તણખલાની તોલે! અમે એ જ બુલબુલ છીએ જેમણે આ, ચમનની હંમેશા હિફાઝત કરી છે. રસરળ શાયરી Page #90 -------------------------------------------------------------------------- ________________ પરાયા પસીનાનો પૈસો છે, ‘ઘાયલ’, કરે કેમ ના પુણ્ય પાણીની પેઠે, કે દાનેશ્વરીએ સખાવતથી ઝાઝી, દલિતોની દોલત ઉચાપત કરી છે. કરામત છે એ તારા હાથની, સાકી,-કે મારાથી, નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાય છે. સમજ પડતી નથી, શું આજ દિલમાં થાય છે અમને? ન કહેવાનું અનાયાસે ‘મુખી’ કહેવાઈ જાયે છે. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો; ઓ મુસીબત ! એટલી ઝિંદાદિલીને દાદ દે; તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. સરળ શાયરી Page #91 -------------------------------------------------------------------------- ________________ • હોય એવી શરાબ લઈ આવો, હા કે ના “નો જવાબ લઈ આવો. ઠેસ પહોંચાડવી છે હૈયાને કોઈ તાજું ગુલાબ લઈ આવો મારી બેહોશી દૂર કરવી છે, એ નયનની શરાબ લઈ આવો. દિલ નિચોવીને રંગ પૂરી દઉં, કોઈ સાદું શું ખ્વાબ લઈ આવો. દિલનો દરિયો છે શાંત, કેમ ડૂબું? નાવ કોઈ ખરાબ લઈ આવો. સાવ સહેલો સવાલ છે મારો, કોઈ અધરો જવાબ લઈ આવો. જે સરળ શાયરી Page #92 -------------------------------------------------------------------------- ________________ - પ્રણયમાં મેં પકડ્યા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા; પ્રસંગો ઉપરના એ પડદા બન્યા છે, - ઉમંગો ઉપરનાં કફન થઈ ગયાં છે. • બગીચો લૂંટનારા તો ફૂલો લૂંટી ગયા લાખો, પરંતુ મેં તો ચૂંટેલું ફકત એક જ સુમન રાખ્યું. ખુદા કેવો દયાળુ છે કે આ દુઃખપૂર્ણ દુનિયામાં, મરણ અમને દીધું બેફામ, ને પોતે જીવન રાખ્યું. ગમે તેવી દવા લઉં, પણ ફરક પડતો નથી કંઈયે તે દિલમાં દર્દ પણ કેવું અસરકારક મૂકી દીધું. જગતને કોઈ દી મારા વિના ચાલ્યું નહિ બેફામ, કે હું ઊઠી ગયો તો ચોકમાં સ્મારક મૂકી દીધું. અસરળ શાયરી Page #93 -------------------------------------------------------------------------- ________________ થાય સરખામણી તો ઉતરતાં છીએ, તે છતાં આબરૂને દીપાવી દીધી. એમના મહેલને રોશની આપવા, ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. જ એની તસ્વીર તો બેઠી છે અબોલા લઈને, મારી સાથે જ મને વાત કરી લેવા દે. એની ફરિયાદ તો અત્યાર સુધી બહુ કીધી, દિલ, હવે એની વકીલાત કરી લેવા દે. સૌ કહે છે કે ખુદાથી નથી છાનું કંઈયે, તો ગુનાહોની કબૂલાત કરી લેવા દે. અસરળ શાયરી Page #94 -------------------------------------------------------------------------- ________________ • જો કે એનાથી જીવનભરની વ્યથા આવી ગઈ. તે છતાં તારી મહોબતમાં મજા આવી ગઈ. આપ આવ્યાં મારી પાસે એ ચમત્કાર જ હશે, જાણે પરવાનાની પાસે ખુદ શમા આવી ગઈ. ફૂલ જો જાતે ફરી શકતાં નથી તો શું થયું? એ ખુબૂ લઈ જવા માટે હવા આવી ગઈ. - ફૂલ જેવું દિલ બળી ટપકી રહ્યું છે આંખથી, કોઈ મારા અશ્રુબિન્દુઓને અત્તર તો કહો. એ પછી જો જો તમે – એ કેવાં પીગળી જાય છે! એક વેળા એમના હૈયાને પથ્થર તો કહો. રહ્યા “બેફામ' સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. રસરળ શાયરી Page #95 -------------------------------------------------------------------------- ________________ આંગળી આવી સરળતાથી ન ફેરવ ઝુલ્ફમાં, એક દિવસ આખા જીવનની એ જ ઉલઝન લાગશે. સાંપડી છે એટલી ઉજ્જડ જગા બેફામને, ફૂલ બે મૂકશો કોઈ તો એય ઉપવન લાગશે. ઓ હૃદય ! તારી વ્યથા મારી વ્યથા છે કિન્તુ તું જે ચાહે છે એ અરમાન હું ક્યાંથી લાવું ? એમના નયનના જેવી જ હો મસ્તી જેમાં – એ મદિરા અને એ જામ હું ક્યાંથી લાવું ? મારી હથેળી જોઈને કો'એ કહ્યું હતું, “સઘળાં સુખો લખેલ છે તારા નસીબમાં”, તોયે તને હજી સુધી પામી શક્યો નથી, “મારો વિરહ લખ્યો હશે” તારા નસીબમાં ! અસરળ શાયરી Page #96 -------------------------------------------------------------------------- ________________ - ચાંદની રાતનો પ્રસંગ હવે યાદ નથી. દિલને કોણે કર્યું હતું દંગ, હવે યાદ નથી, કોલ લીધા અને દીધા હતા હસતાં હસતાં, કોણે કર્યું હતું વચનભંગ, હવે યાદ નથી. ગુલાબી ગુલાબી ગુલાબો ખીલે છે, પરંતુ રહે ક્યાં સુધી એ ગુલાબી ? ઘડી બે ઘડીમાં જ ઊડે ગુલાબી, પછી થાય છે ગુલની ખાનાખરાબી. નજર સાથે નજર મળતાં અમોને પણ નજર લાગી, નજર વાળતાં કોઈએ કહ્યું : “ભારે નજર લાગી !” નજર બાંધી કહ્યું કે, જાઉં છું, પણ ક્યાં જવાના છો? નજરને વાળનારાને નજર મળતાં નજર લાગી. અસરળ શાયરી * Page #97 -------------------------------------------------------------------------- ________________ જુવાનોની સભામાં આવવું હતું એટલે “શયદા”, ઉછીની કોઈ પાસેથી જવાની લઈને આવ્યો છું. તમારા પ્રેમ-પત્રો જોઉં છું, પાછા મૂકી દઉં છું, હવે એ ભાંગ્યા છે લેખ, વંચાઈ નથી શકતા. ચીરી ગઈ સહજમાં જે આરસી જિગરમાં આપું છું દાદ એવી નાજુક હીરાકણીને. મારૂં જ્યાં આકાશ પોતાનું નથી મારો ચમકાવી સિતારો શું કરૂં ? મોજાંઓ નથી શાંત થતાં કોઈ પ્રકારે એવી શી ભલા વાત બની ગઈ છે કિનારે ? સરળ શાયરી Page #98 -------------------------------------------------------------------------- ________________ અરમાન જ્યારે પ્યાસનાં પૂરા થયાં હશે, ત્યારે અમારા જામના ચૂરા થયા હશે. નહીં તો સિતારા હોય નહીં અહીં આટલા, કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે. ♦ પરિસ્થિતિ હવે પહોંચી ગઈ છે ક્યાં સુધી જો જો ! ગમે તે આવતું હો પણ, તમારું આગમન લાગે. જોઈ કાળો તલ ગુલાબી ગાલ ૫૨, હરખાવ ના દિલ બળી તણખો ઊડ્યો, એનો પડેલો દાગ છે. કદીક બીડાય છે, ઉઘડે છે, કંપે છે, હસી લે છે, પરિસ્થિતિનો કેવો થાય છે અભ્યાસ હોઠોમાં ? સરળ શાયરી Page #99 -------------------------------------------------------------------------- ________________ - જખ્ખો ગણી જુઓ પછી વિશ્વાસ આવશે. ભેટો બધી ય આપની સચવાય છે દિલમાં. - હમણાં જ ગયાં તો ય મને એમ થાય છે, તમને દીઠાને એક જમાનો વહી ગયો. - નજર સામે મૂક્યું દુનિયાએ જ્યારે દુઃખનું નજરાણું, અમે એ પાત્રમાં આંસુ ઉમેરીને ધર્યું પાછું. • કરું છું તે દિનની હું પ્રતીક્ષા, કે કોઈ એવી સવાર આવે, ઉષાની આ લાલચોળ આંખોમાં, હેત ઊભરાય, પ્યાર આવે. • કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, જીવનનું ચિત્ર ભૂસી, કોઈની રેખા અમર રાખી. સરળ શાયરી Page #100 -------------------------------------------------------------------------- ________________ છે - જીંદગાની આમ તો આવતાં આવી અને. ફોસલાવી બે ઘડી, ચાલતા ચાલી ગઈ. • આવવાનું ફરી બચપણ, ફરી યૌવન, મોત તો છે જિન્દગીનું પુનઃ સર્જન. • દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકનાં મન સુધી. સરળ શાયરી Page #101 -------------------------------------------------------------------------- ________________ મન જ્યાં ગયું, ચિત્ત ત્યાં રહ્યું, અણધાર્યું એમ બની ગયું, નજરે નજર મળતાં મળી, ન થવાનું કૈંક થઈ ગયું. ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે ધૈર્ય પોતે જાળવે છે દર્દનું ગૌરવ હવે મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો આવ, કે જોવા સમો છે ‘શૂન્ય'નો વૈભવ હવે. આ રાહ ત્યાંથી નીકળશે, મને ખબર ન હતી નજર કરું ને તું મળશે મને ખબર ન હતી. સરળ શાયરી Page #102 -------------------------------------------------------------------------- ________________ • એણે દીધો હતો જામ, તો હું જામ પી ગયો, આવે ભલે ને કોઈપણ અંજામ પી ગયો. ખંડેર મંદિરનાં નિહાળી, દિલને થાતું ઠીક છે, ખુદ ખુદાની પણ અહીં ખાનાખરાબી થાય છે. • જો એક પળમાં બની ગઈ છે જિંદગી રોશન અજબ અસર છે તમારા નયન ઈશારાની. • જીર્ણ પાને પાંદડીઓ પુષ્પની આજે મળી, ને જમાપાસે પડેલી સો સુવાસો નીકળે. નોંધમાં રાખ્યાં હતાં સંભારણાંઓ એક-બે. ને હિસાબો માંડતા સો-સવાસો નીકળે. • શું મળ્યું સંસારમાં, હિસાબ શો કરવો રહ્યો. છે. આવ્યા હતા તેવા ઘણું, લૂંટાઈને ચાલ્યા અમે. અસરળ શાયરી Page #103 -------------------------------------------------------------------------- ________________ • દિલમાં ડૂબી જૂઓ એકવાર, દિલનો દરિયો ખારો નથી. • સુરાહી કેટલી ખાલી કરી, પણ તરસ ના છીપી નજરવાળા કહો, કોની લાગી હશે નજર અમને ? નફરતની પણ જરૂર છે, જીવનમાં કોક દી કરતા રહેશો આપ મને પ્યાર ક્યાં સુધી ? સરળ શાયરી દિલાસા આપનારાઓએ મારૂં ધ્યાન દોર્યું છે નહિંતર હું દુઃખી છું, એની મુજને તો ખબર ન્હોતી. Page #104 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં કેમ તારી કૃપાઓથી દૂર છું ? એ તો નથી કસૂર કે હું બેકસૂર છું. • પ્રણયની પારખું દ્રષ્ટિ અગર તમને મળી હોતે, તમે મારી છબી ભીંતે નહીં, દિલમાં જડી હોતે. • હા કચડો ફૂલ મહોબતનું ચુંથાઈ જશે પીંખાઈ જશે, બેચેન હવાની લહેરો છે, ખુશ્બ તો બધે ફેલાઈ જશે. આંખ તો એ જ છે, નજર ક્યાં છે ? જે હતી તે હવે અસર ક્યાં છે ? ક્યાં હતા ક્યાં નથી બધું ભૂલ્યા ક્યાં છીએ એની પણ ખબર ક્યાં છે ? *સરળ શાયરી Page #105 -------------------------------------------------------------------------- ________________ સૂરાલયમાં વીતી કે મસ્જિદમાં વીતી, હિસાબ એનો દુનિયાને શું કામ દઈએ, અમારી હતી જિન્દગાની અમારી, ગુજારી અમે તે ગમે ત્યાં ગુજારી. પ્રણયમાં કોઈ શુદના તો કોઈ વદના ચાંદ, ગગનમાં રૂપનાં રહે છે અનેક કદના ચાંદ. છે એજ દુઃખ કે મળો છો વરસમાં એક વખત, નહીં તો આપ છો સૌ ચાંદમાં શરદના ચાંદ. સરળ શાયરી ♦ મને એ ખબર છે કે એની સભામાં, ગણતરી નથી હોતી મારી કશામાં, પરંતુ છુપો એની આંખોમાં આદર, એ શું કોઈ સમજે, એ શું કોઈ જાણે. Page #106 -------------------------------------------------------------------------- ________________ કહે “આસિમ' કે દુનિયા તાજમાં શું શું નથી જોતી. છતાં અફસોસ છે મુમતાઝ ! એને તું નથી જોતી. • જિન્દગીની એમ તો હજી ચાલ પણ બદલાય છે. આજ પણ બદલાય છે, ને કાલ પણ બદલાય છે ખુદ સમય રહેતો નથી અહીંયા સમયના હાથમાં માત્ર મહિનાઓ નહીં, સાલ પણ બદલાય છે. • મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ. • વાતવાતમાં વ્હાણાં વાયાં, છતાં તમે ન કદી ય ભુલાયાં. મમતાની આ કેવી માયા ? અનુભવું છું હજી યે છાયા ! અસરળ શાયરી Page #107 -------------------------------------------------------------------------- ________________ છે. • સ્નેહની સોગાત શું સમજો તમે ? ને હૃદયની વાત શું સમજો તમે ? દિન જુદાઈના તમે જોયા નથી, તો મિલનની રાત શું સમજો તમે ? • ઘણું ચાહું છું પણ તારા સુધી આવી નથી શકતો, અધર ફફડી રહ્યા છે, તોયે બોલાવી નથી શકતો. કરૂણતા એ જ છે, તારી અને મારી મહોબતની હૃદયમાં છે તું, જીવનમાં અપનાવી નથી શકતો. સરળ શાયરી Page #108 -------------------------------------------------------------------------- ________________ છે કે ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે, વીતાવી નહીં શકે. • સુખ તો આવે છે ચારે બાજુથી, દુઃખ તમારા વગર નથી મળતું. પૂછો છો શું તમને હું ચાહું છું કેટલો. સોગંદ તમારી - એની મને પણ ખબર નથી. કલીયુગમાં પણ મદિરાની ઈજ્જત કરો “મરીઝ' આ સત્યયુગની શોધની એક જ નિશાની છે. મરવું તો મારું ખેલ છે, હમણા મરી શકું, પણ રાખવી છે લાજ તારી સારવારની. સરળ શાયરી Page #109 -------------------------------------------------------------------------- ________________ • આ ફિલસૂફી નથી, આ અસર છે શરાબની, વાંચ્યા વગર કરું છું હું ચર્ચા કિતાબની. “ના” તો તમે કહી, પણ હવે એ કહો મને, ના” કહેતી વખતે, કેમ આ કંપન અધરમાં છે ? એક જ જવાબ દે મારો એક જ સવાલ છે, આ મારા પ્રેમ વિશે તારો શું ખ્યાલ છે ? - ખુદાની પાસે અગર માંગવું જ છે તો “મરીઝ' જરાક જેટલી એની કને ખુદાઈ માંગ ! - તારી પાસે રામ છે, મારી પાસે જામ છે, અર્થ શો વિખવાદનો બેઉને આરામ છે. અસરળ શાયરી Page #110 -------------------------------------------------------------------------- ________________ - મને તો પ્રેમનો બસ, આટલો ઈતિહાસ લાગે છે પ્રથમ એ સત્ય લાગે છે, પછી આભાસ લાગે છે બહુ અઘરું છે પાગલની ઉપાધિ મેળવી લેવી, પ્રણયના પાઠનો એ આખરી અભ્યાસ લાગે છે. લ્યો કહો, “બેરાગ', તમને શાયરીમાં શું મળ્યું ? એજ કે બે-પાંચમાં મશહૂર થઈ રહી ગયા ! • સારું થયું કે દિલને તમે વશ કરી લીધું, નહીં તો અમે જગતમાં બધાના બની જાતે. - મેં સૂરાને દિલનાં દર્દોની દવા ધારી હતી. પછી જાણ્યું કે એ પણ એક બીમારી હતી. * નમક છાંટ્યું હશે શાયદ કોઈએ દિલના જખો પર, કદાચિત એટલા માટે જ ખારાં થઈ ગયાં આંસુ. અસરળ શાયરી * Page #111 -------------------------------------------------------------------------- ________________ છે કે તમારું મુખ નિહાળી એમ વિહવળ થઈ ગયો તારો ધરાના ચંદ્ર માટે જાણે ચંચલ થઈ ગયો તારો થતાં દર્શન તમારાં થઈ ગયો મોહાંધ કંઈ એવો કે નભ પરથી ખરીને ગાલ પર તલ થઈ ગયો તારો. • દિલ દીધું નહીં તેં મને, ધબકાર લઈને શું કરું, જે ન પોતાનો થયો એ પ્યાર લઈને શું કરું ? છે કે નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં, એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં. મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ ? આંગળી જળમાંથી નીકળી ને, જગા પુરાઈ ગઈ. R : ભૂલી જવાનો હું જ, એ કહેતાં હતાં મને, એવું કહીને એ જ તો, ભૂલી ગયાં મને. રસરળ શાયરી Page #112 -------------------------------------------------------------------------- ________________ . • પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે, નથી મારું વ્યક્તિત્ત્વ છાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તમારી યાદને અંતરથી વિસરાવી નથી શકતો. ફક્ત એક જ એ પાનું પ્રેમનું ઉથલાવી નથી શકતો. • તું પીનારાને જહન્નમ આપજે નહીં, ઓ ખુદા ! એ જ એક એવી જગા છે જ્યાં સૂરા મળતી નથી. • અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે. રૂદનમાં વાસ્તવિક્તા છે – ને હસવામાં અભિનય છે. જ્યાં લગી કાંટો સુમનનો કરમાં ભોંકાતો નથી. બાગનો સાચો પરિચય ત્યાં લગી થાતો નથી. સરળ શાયરી Page #113 -------------------------------------------------------------------------- ________________ છે ફૂલની ફરિયાદ સાંભળશે બધાં, કંટકોને પણ કચેરી જોઈએ, આંકવા હમદમ ગઝલની આબરૂ, શબ્દનો કોઈ ઝવેરી જોઈએ. તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી, સારું થયું કે કોઈ મનુજે લખી નથી. ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતના પોટલાં, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. • ભલેને મૌન હો પણ હોઠ જો મલકાઈ જાય છે, તો સમજ્યા વિના અમને બધું સમજાઈ જાય છે. • ગુલોની, જામની, જાપની અને ઝંકારની વાતો તમો છો તો આ મહેફિલમાં થવાની પ્યારની વાતો. અલીસરળ શાયરી Page #114 -------------------------------------------------------------------------- ________________ જ થતે કેવું સારું અગર મનને હોત પગ તો ? કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી. • આપીને દિલ બદલામાં જખો લીધા છે મેં, આ પ્રેમને દરજ્જો અમસ્તો મળ્યો નથી. • ઓ હૃદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ? જે નથી મારા બન્યાં, એનો બનાવ્યો છે મને. એ સમયની વાત છે, જ્યારે સમય બદલાય છે, શબ્દો એના એજ પણ અર્થો જુદા થાય છે. • પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દિવાની ફૂલોની. ઉપવનને કહી દો ખેર નથી, વિફરી છે જવાની ફૂલોની. અસરળ શાયરી Page #115 -------------------------------------------------------------------------- ________________ • અકળાઈ જાઉં એવા અબોલા ના રાખ તું, તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને ! તું આવશે નહીં એ જાણું છું, તે છતાં તું આવવાના ખોટા ઈરાદાઓ લખ મને ! • પ્રતીક્ષાની કેવી ફસલ નીપજે છે ! અનાયાસ આખી ગઝલ નીપજે છે ! પ્રતીક્ષાનું છે વૃક્ષ એવું કે જેમાં, ન ડાળી, ન પર્ણો, ન ફૂલ નીપજે છે ! 2• બિન્દુ ઝાકળનાં, ન કરજો કંઈ સુમનની છેડછાડ આંસુઓ શીખી જશે કરતાં નયનની છેડછાડ. • નજીક આવી સૂણો દિલની ધડકનોથી જવાબ ન પૂછો દૂરથી શું કામ બેકરાર છીએ ? અસરળ શાયરી Page #116 -------------------------------------------------------------------------- ________________ આ છે પાંપણ ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે. • મળી છે ફૂલ પર સરસાઈ અમને એક બાબતમાં અમે પ્રેમીઓ મોસમ સાથે બદલાઈ નથી શક્તા પતનમાં પણ અમારો એજ પ્રેમાળ ચહેરો છે, અમે ફૂલો જેમ કંઈ કરમાઈ નથી શક્તા. • એ જ હાથોમાં છે મારી જિંદગી, સાચવી જ ના શક્યા મેંદીનો રંગ. - વર્ષો પછી મળ્યાં, તો નયન ભીનાં થઈ ગયાં, સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો, છે આજ મારા હાથમાં મેંદી ભરેલ હાથ, મારો ય હાથ આજ તો સુંદર બની ગયો. સરળ શાયરી Page #117 -------------------------------------------------------------------------- ________________ લાખ પત્રો લખ્યા હશે ત્યારે, એક લીટી જવાબમાં આવી. પ્રેમનો દાખલો ફરી માંડો, ભૂલ પાછી હિસાબમાં આવી. ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય, દર્દ આપો તો જરા જોઈ વિચારી આપો. ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે, એ કહે છે કે મને ચાંદ ઉતારી આપો ! • સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઈ. મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે, જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ. સરળ શાયરી ૧૦૮ Page #118 -------------------------------------------------------------------------- ________________ - થોડા વિચાર મારા વિશે પણ કરી લઉં, ફુરસદ મને મળે જો તમારા વિચારથી. તમારા વાયદાનો એમ ઈતબાર તો કર્યો, નહોતા આવવાના તોય ઈન્તજાર તો કર્યો. - એકેક ફૂલ બાગથી ચૂંટી ગઈ હશે, નક્કી કે પાનખર બધું લૂંટી ગઈ હશે, લાલાશ ઊતરી આવી છે સંધ્યાની આંખમાં, મેંદી કોઈના હાથની છૂટી ગઈ હશે. - ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો બનાવ્યું છે જગત એકે, અને બીજો એને બગાડે છે. • એમ હું ભટકી રહ્યો રસ્તા વગર કોઈ કાગળ હોય સરનામા વગર. સરળ શાયરી A Page #119 -------------------------------------------------------------------------- ________________ છે કે જેણે કહ્યું હતું “જીવ દઈશું પ્રેમમાં” એ આવતાં ગભરાય છે વરસાદમાં. જે આપણે એવા મળ્યાં કે સર્વને અચરજ થયું, એક વત્તા એકનો પણ એક સરવાળો રહ્યો. • ઉમ્રભર છેતરે છે એ સૌને એવું શું હોય છે અરીસામાં. કોઈને પણ મારે શી પૈગામ દેવાની જરૂર, ફૂલની ખુબુ સ્વયં પહોંચી વળે છે દૂરદૂર. • અમે થાકી જશું કિન્તુ ખબર પડવા નહીં દેશું, નહિતર ટેવ જીવનને પડી જાશે સહારાની. • વરસાદ આ રીતે ન'તો વરસ્યો પહેલાં કદી મારું સ્મરણ થયું હશે ને એ રડ્યા હશે. અસરળ શાયરી Page #120 -------------------------------------------------------------------------- ________________ જીવનભર ન ઉતરે એવો એક નશો છે કવિતા કહ્યું કોણે કે દિલનો ફક્ત વસવસો છે કવિતા. દિલ મહીં ક્યાં લખું દર્દની વારતા ? એક પણ કોરું પાનું નહીં નીકળ્યું. આગળ તમે માઈલસ્ટોનની આશા ન કરશો રસ્તો તો દોસ્ત, ક્યારનો પૂરો થઈ ગયો. હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ, હકીકતમાં તો હું પીતો નથી, પણ પી ગયો હોઈશ. એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો, આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. • રૂબરૂમાં એમને એક વાત ના કહી એટલે મારે જાહે૨માં ગઝલરૂપે ઘણું કહેવું પડ્યું. સરળ શાયરી ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ • નામ મારું ક્યાં લખો છો રેત પર, કંઈ ઉપજ નહીં થાય એવા ખેત પર. મૃત્યુ પછીની વાટ વિકટ ના બનાવજો, મારા સ્મરણમાં કોઈ ન આંસુ વહાવજો. છે કે જે માણસાઈ તે એની પાસે નો'તી શું? પ્રફુલ્લ જિન્દગી ઉદાસ નો'તી શું? કે જગત શું કામ કબર પર ફૂલો ચડાવે છે, ડી. મરી જનારમાં કંઈયે સુવાસ નો'તી શું? મારા હૃદયને પગ નીચે કચડો નહીં તમે કે ત્યાંના માર્ગ જાય છે ઈશ્વરના ઘર સુધી “બેફામ” તોય કેટલું થાકી જવું પડ્યું નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. અસરળ શાયરી Page #122 -------------------------------------------------------------------------- ________________ - નશામાં મસ્ત મયકશ ચાર ખાંધે લઈ ગયા ત્યારે ભરી બાઝાર કહેતી'તી: જનારે રંગ રાખ્યો છે! • ચાહું, મથું થવાને ભલો માનવી છતાં વ્યવહાર વિશ્વનો નથી થવા દેતો મને મિત્રો, ખરું કહું છું કે વ્હેલો મરીશ હું માફક ન આવશે જગની આબોહવા મને. - બહાનું ઘડીનું કરીને ગયા છે, કહાની અધૂરી કહીને ગયા છે, પૂછયું'તું અમે, “આવશો તો ખરાને?” ધરી મૌન હળવું હસીને ગયા છે. અસરળ શાયરીજી Page #123 -------------------------------------------------------------------------- ________________ જ માની શકો તો સ્વપ્ન પણ શણગાર છે, એના વગર જીવવું હવે દુવાર છે. શકય છે એ જીવન પણ પલટી શકે, મરણ એ જ જીંદગીનો આખરી ત્યૌહાર છે! - જન્મ પામ્યા કે જીવન પૂરું થયું, જળની અંદર જેમ પરપોટો થયો. આયનામાં કાલ જે જિવતો હતો, એ જ માણસ આખરે ફોટો થયો. દિલને તો માત્ર તારી મહોબતનું કામ છે; જન્નતને શું કરું, એ ખયાલી મુકામ છે. દિલમાં ન યાદ હો કે ન આંખોમાં ઈન્તજાર; એવું જીવન શું ! એવું મરણ પણ હરામ છે! અસરળ શાયરી Page #124 -------------------------------------------------------------------------- ________________ ખાલી હતો છતાંય મજામાં રહ્યો હતો, પીધા વિના જ હું તો નશામાં રહ્યો હતો. બેફામ આ કબરની શિકાયત નથી મને, એથી ય હું તો નાની જગામાં રહ્યો હતો. થોડીક શિકાયત ક૨વી'તી, થોડાક ખુલાસા કરવા'તા, ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતા. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી, બહું ઓછાં પાના જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં. • મહોબતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. કદર બેફામ શું માગું જીવનની એ જગત પાસે, કે જયાંનાં લોક સૌ કેવળ મરેલાને વખાણે છે. ♦ સરળ શાયરી Page #125 -------------------------------------------------------------------------- ________________ હસો નહીં કોઈ ફાટેલ વસ્ત્ર જોઈને, બનીઠનીને અમે પણ કદી નીકળતા હતા. મરણ પછી ય ન બેફામની દશા સુધરી, બિચારા સ્વર્ગમાં પણ એકલા રઝળતા હતા. - કોણ જાણે કેમ ઓ સાકી, મજા બદલાઈ ગઈ, કાં મદિરા તારી, કાં મારી તૃષા બદલાઈ ગઈ. મોતની યે બાદ આ દુનિયા તો એની એ જ છે, હા, ફકત બેફામ રહેવાની જગા બદલાઈ ગઈ. • ફૂલ, તુજ કિસ્મતનાં ગીતો ગાઉં છું, મારી હાલતની દયા હું ખાઉં છું, તું મરીને થાય છે અત્તર અને, હું મરીને રાખ કેવળ થાઉં છું. અસરળ શાયરી Page #126 -------------------------------------------------------------------------- ________________ બાગમાં ગુલને બદલે ખાર લઈને જાઉં છું, આટલો સંસારમાંથી સારું લઈને જાઉ છું. વાસ્તવિકતા જે અહીં કહેવાય છે તે એ જ છે, જે હું મારાં સ્વપ્નનો ભંગાર લઈને જાઉં છું. ઓ મને ઉંચકી જનારાઓ જરા સંભાળજો, કે હું આ આખા જગતનો ભાર લઈને જાઉં છું. આવી મરણ સમય કહ્યું : ભૂલી જજો મને ? મતલબ કે એની યાદ એ તાજી કરી ગઈ ? છે એ ય ગનીમત જરા મીઠું હસી હસી, પંપાળી, મારા મોતને રાજી કરી ગઈ. છે કે છે આમ તો વિદાયમાં જ “આવજો” કહ્યું, પણ પ્રેમવાણી મર્મભરી હોય પણ ખરી. સસરળ શાયરી Page #127 -------------------------------------------------------------------------- ________________ લાગણી જેમાં નથી દર્દ નથી પ્યાર નથી, એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી, તમે મૃત્યું બની આવો, તો તજી દઉં એને મને દુનિયાથી કશો ખાસ સરકાર નથી. ને ક્યાં સુધી સતત ચાલ્યા કરું ? આખર તો હું માણસ છું. બેફામ પુણ્યશાળી ને પાપી છે સૌ અહીં, આ તો જગત છે, સ્વર્ગ નથી કે નરક નથી. લાગે છે – ફૂલ એ જ ચઢાવી ગયાં હશે, બેફામ નહિ તો કેમ કબર પર મહેક નથી. • કઈ રીતે અંત લાવીએ એને કહો “મરીઝ' આ જિંદગી છે યાર, કોઈ વાર્તા નથી. અસરળ શાયરી Page #128 -------------------------------------------------------------------------- ________________ - કોઈ પગલાં કોઈ પગરવ ન હતા દૂર સુધી તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી આપ નહીં આવો, એ નક્કી જ હતું કિંતુ મારા હૈયાથીએ આ વાત મેં છાની રાખી. જામની શી જરૂર છે “રૂસ્વા ?” મયકશી મારી સાવ સીધી છે, રૂપ સામે નજર કરી લઉં છું એય પીવાનો એક વિધિ છે. સરળ શાયરી Page #129 -------------------------------------------------------------------------- ________________ - દિલવાળો અહીં રંગ નથી મળવાનો શોધે છે એ ઉછરંગ નથી મળવાનો માનવનાં એ ચિત્રો છે એને ન નીચોવ એમાંથી તને રંગ નથી મળવાનો. • કરી મેં મૂર્ખતા ફૂલોથી દોસ્તી બાંધી હજી હું ઓળખું ત્યાં તો બધા ફરી બેઠા હતા એ અલ્પજીવી એ મને ખબર નો'તી દઈને સાથે ઘડીભરનો સૌ ખરી બેઠા. અસરળ શાયરી Page #130 -------------------------------------------------------------------------- ________________ For Private & Personal use only