________________
છું કે મારી દુનિયા થઈ ગઈ બરબાદ પણ હું છું ખુશી,
એની દુનિયાને તો હું શોભાવતો ચાલ્યો ગયો! શી મુસીબત, શું દુઃખો મુશ્કેલીઓ શી, શું સુખો! પૃષ્ઠજીવનનાં હતાં પલટાવતો ચાલ્યો ગયો. કોઈ જો સમજયો નહીં તો દોષ છે એનો “સગીર', હું ઈશારામાં ઘણું સમજાવતો ચાલ્યો ગયો.
એક ઘડીભર રાતની છે શી વિસાત? વર્ષો વીતી જાય છે રોકાઈ જાવ! પંથ નિર્જન, વાટ વસમી, શું થાય? ભાર દઈ કહેવાય છે રોકાઈ જાવ! હું ચહું છું વારેવારે ના કહું! જીભે આવી જાય છે, રોકાઈ જાવ! હોઠ પર તો છે “ખુદા હાફિઝ” છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ! અસરળ શાયરી
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org