________________
- નિર્મળ જ હશે નેહ અસર પડવાની,
દુનિયાને મહોબતની ખબર પડવાની; મહેફિલમાં અગર આપની ચર્ચા ઊપડે, લોકોની નજર મારી ઉપર પડવાની.
• રૂપ ને રંગની દુનિયા વસાવી લીધી,
મહેફિલો ખુદની શરાબોથી સજાવી લીધી; એક જન્નત જો ગુમાવી તેનો બદલો લેવા,
સેંકડો જન્નતો આદમે બનાવી લીધી. - કબરને ફૂલની શોભાની કંઈ જરૂર નથી;
બળી જવા પછી વર્ષાની કંઈ જરૂર નથી; કોઈનું દિલ જો દુઃખાવો તો ચુપ રહી જજો,
કે ત્યારબાદ દિલાસાની કંઈ જરૂર નથી. અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org