________________
નથી કાવ્ય અને છે ઊર્મિનાં નર્તન, કલમનો હું કેવળ ઘસારો કરું છું. કવિતા તો સાચી ૨ચે એક ઈશ્વર, હું તો શબ્દ કેરો ઠઠારો કરું છું.
ઉછળતા ઉમંગોની ઉઠબેસ યૌવન, અનુભવના ઘણ પર ઘડાયેલું ઘડપણ. જવાની હતી તે જવાની ગમી'તી, જવાનો નથી તે બુઢાપો ગમે છે.
એ તારું રૂપ ને નિર્દોષતા ભૂલી નથી શકતો, સ્મરણમાં છે બધું યે તોય હું સ્પર્શી નથી શક્તો, મને ડર છે કે એમાંથી કશું ઓછું ન થઈ જાયે છબી છે હાથમાં તારી છતાં ચૂમી નથી શકતો. -સરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org