________________
મેં આળસમય આંખોમાં મધુમય પ્યાર છુપાયો જોયો છે, મેં વિખરાયેલા વાળોમાં શૃંગાર છુપાયો જોયો છે. મેં શરમ તણા ભાવોમાં ભારે સાર છુપાયો જોયો છે, મેં દ્રષ્ટિ ઝુકાવી લેવામાં સત્કાર છપાયો જોયો છે. મેં એક નિમિષમાં સદીઓનો વિસ્તાર છુપાયો જોયો છે; મેં એક પલકમાં સપનોનો સંસાર છુપાયો જોયો છે. મેં એક દ્રષ્ટિમાં યુગ-ઉપસંહાર છપાયો જોયો છે, મેં આળસમય આંખોમાં મધુમય પ્યાર છુપાયો જોયો છે.
દ્રષ્ટિઓ મળી ગઈ છે, આરઝુ ફળી ગઈ છે. શોધી મેં નથી મંઝિલ, માર્ગમાં મળી ગઈ છે.
અસરળ શાયરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org