SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આંગળી આવી સરળતાથી ન ફેરવ ઝુલ્ફમાં, એક દિવસ આખા જીવનની એ જ ઉલઝન લાગશે. સાંપડી છે એટલી ઉજ્જડ જગા બેફામને, ફૂલ બે મૂકશો કોઈ તો એય ઉપવન લાગશે. ઓ હૃદય ! તારી વ્યથા મારી વ્યથા છે કિન્તુ તું જે ચાહે છે એ અરમાન હું ક્યાંથી લાવું ? એમના નયનના જેવી જ હો મસ્તી જેમાં – એ મદિરા અને એ જામ હું ક્યાંથી લાવું ? મારી હથેળી જોઈને કો'એ કહ્યું હતું, “સઘળાં સુખો લખેલ છે તારા નસીબમાં”, તોયે તને હજી સુધી પામી શક્યો નથી, “મારો વિરહ લખ્યો હશે” તારા નસીબમાં ! અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy