________________
લાખ પત્રો લખ્યા હશે ત્યારે, એક લીટી જવાબમાં આવી. પ્રેમનો દાખલો ફરી માંડો, ભૂલ પાછી હિસાબમાં આવી.
ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય, દર્દ આપો તો જરા જોઈ વિચારી આપો. ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે, એ કહે છે કે મને ચાંદ ઉતારી આપો !
• સામા મળ્યાં તો એમની નજરો ઢળી ગઈ, રસ્તા મહીં જ આજ તો મંજિલ મળી ગઈ. મારાથી તો એ આંસુ વધુ ખુશનસીબ છે, જેને તમારી આંખમાં જગ્યા મળી ગઈ.
સરળ શાયરી
Jain Education International
૧૦૮
For Private & Personal Use Only
www.jainelibrary.org