SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ • કદી તો આવશો બસ એટલી ઉમીદ ઉપર, હજારો વર્ષથી મહેફિલ અમે સજાવી છે. હું તમને ખુદને સજાવી તો ના શક્યો “બેફામ”, ફક્ત તમારી છબીને જ મેં સજાવી છે. નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં છું તને, મગર મારી ય લાગણીમાં કસર હોવી જોઈએ. બેફામ જયાં ચણાયો હશે એમનો મહેલ, એની નીચે જ મારી કબર હોવી જોઈએ. છે એ પણ મદદ કરે છે ફકત ખાસ ખાસને, અલ્લાહ પણ હવે તો બધાનો નથી રહ્યો. બેફામ જન્મતાં જ કંઈ એવું રડ્યો હતો, વર્ષો થયાં છતાંય એ છાનો નથી રહ્યો. અસરળ શાયરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy