SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનભર ન ઉતરે એવો એક નશો છે કવિતા કહ્યું કોણે કે દિલનો ફક્ત વસવસો છે કવિતા. દિલ મહીં ક્યાં લખું દર્દની વારતા ? એક પણ કોરું પાનું નહીં નીકળ્યું. આગળ તમે માઈલસ્ટોનની આશા ન કરશો રસ્તો તો દોસ્ત, ક્યારનો પૂરો થઈ ગયો. હશે કારણ કોઈ બીજું કે હું લથડી ગયો હોઈશ, હકીકતમાં તો હું પીતો નથી, પણ પી ગયો હોઈશ. એકવાર મેં ફૂલો સમો દેખાવ કર્યો'તો, આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું. • રૂબરૂમાં એમને એક વાત ના કહી એટલે મારે જાહે૨માં ગઝલરૂપે ઘણું કહેવું પડ્યું. સરળ શાયરી Jain Education International ૧૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy