Book Title: Battrishina Sathware Kalyanni Pagthare Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust
Catalog link: https://jainqq.org/explore/004974/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લાટીશીના સથવારે કલ્યાણની પગથારે ભાગ-૨ : વિવેચનકાર કે આચાઈ લિવુ જાબાળશેખરસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ણમોત્યુ ણ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ટ બાશીની સાથOીરી સ્કલ્યાણીની પથારી (ભાગ-૨, ત્રીજી-ચોથી બત્રીશી) મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ રચિત દ્વાદિંશ દ્વાર્નાિશિકા ગ્રન્થના આધારે લોકભોગ્ય વિવેચનકારઃ શ્રી વિજય પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિદૂ-જયશેખરસૂરિ શિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિ પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૬૪ મૂલ્ય : રૂા. ૩પ-૦૦ પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ ૩૯, કલિકુંડ સોસાયટી, ધોળકા-૩૮૭૮૧૦ નોંધઃ જ્ઞાનખાતેથી પ્રકાશિત થયેલા આ પુસ્તકને ગૃહસ્થોએ માલિકીમાં રાખવું હોય તો એનું મૂલ્ય જ્ઞાનખાતે ચૂકવવું. ભરત ગ્રાફિક્સ, ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : (૦૭૯) ૨૨૧૩૪૧૭૬, મો. ૯૯૨૫૦૨૦૧૦૬ in Education International Jા Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી જૈન સંઘમાં લોકપ્રિય માસિક શાન્તિસૌરભમાં ચાલતી લેખમાળા-બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે....ના બીજા ૧૫ થી ૨૬ લેખો પુસ્તકરૂપે પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. પૂ. આ. શ્રી વિજયપ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના પૂ. આ. શ્રી વિજય અભયશેખરસૂરિ મહારાજ શાસ્ત્રોના ગહન પદાર્થોને પણ સરળ ભાષામાં રજુ કરીને લોકભોગ્ય બનાવવામાં કુશળ છે એ વાત શ્રીસંઘમાં પ્રસિદ્ધ છે. તેથી ઉપકારની બુદ્ધિથી તેઓએ કલમ ઉપાડી...ને શ્રાવકશ્રાવિકાવર્ગને પણ સુંદર બોધ મળી રહે એવી લેખમાળાની શ્રીસંઘને ભેટ મળી. આ લેખમાળા પ્રત્યે જિજ્ઞાસુઓને સારું આકર્ષણ જાગ્યું છે ને તેથી અન્યોને પણ સારો બોધ મળી રહે એ માટે આ લેખોને પુસ્તકરૂપે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. લેખક પૂજ્ય આચાર્ય ભગવંતના ચરણોમાં ભાવભરી વંદના સાથે આવા બોધપ્રદ પુસ્તકોની શ્રીસંઘને ભેટ ધર્યા કરે એવી નમ્ર વિનંતી. આ પુસ્તક પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતામાંથી લેનાર શ્રી જૈન શ્વેતામ્બર સંઘ, રાણીબેન્નુર, (કર્ણાટક) ને હાર્દિક અભિનંદન સાથે અનુમોદના. પુસ્તકનું સુંદર મુદ્રણ કરનાર ભરત ગ્રાફિક્સના પૂરા સ્ટાફને ધન્યવાદ. જિજ્ઞાસુઓને સ્વબોધને વિશદ કરવા માટે આ પુસ્તકનું અધ્યયન કરવાની વિનંતી સાથે.... Jay Educatorternational દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વિ. શાહ www.jainelibra Page #4 -------------------------------------------------------------------------- ________________ સર્વજ્ઞકથિત અને ગણધર ગુમ્મિત પદાર્થો અદ્ભૂત-અલૌકિકઅનુપમ હોય જ એ નિઃશંક છે. આવા પદાર્થોને ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજનો તર્કપૂત ક્ષયોપશમ મળે એટલે રજુઆત પણ ધારદાર બને જ. પ્રભુ શાસનના આવા અદ્ભુત રહસ્યોનો સામાન્ય ક્ષયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા શ્રાવક-શ્રાવિકાઓને પણ પરિચય મળે એ માટે પ્રસ્તુત લેખમાળાનો પ્રારંભ થયો, જેના ત્રીજી-ચોથી બે બત્રીશીના ૧૫ થી ૨૬ નંબરના લેખો પ્રસ્તુત પુસ્તકમાં પ્રકાશિત થઈ રહ્યા છે. પ્રસ્તાવના સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા., ન્યાયવિશારદ સ્વ. પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા., સહજાનંદી સ્વ. પૂ. આ. શ્રી વિજય ધર્મજિન્સૂરીશ્વરજી મ. સા., શ્રી સૂરિમંત્રના પરમસાધક સ્વ. પૂ.આ.શ્રી વિજયજયશેખરસૂરીશ્વરજી મ. સા. આ સુવિહિત ગુરુપરંપરાના ચરણોમાં નતમસ્તકે વંદના... પ્રભુશાસનની અનુપમ વાતોને સરળ ભાષામાં સમજવા માટે પ્રસ્તુત પ્રકાશનનો સહારો લેવાની નમ્ર વિનંતી. 卐 કા. સુ. ૧, ૨૦૬૪, રાણીબેન્નુર પ્રસ્તુત પ્રકાશનનો સંપૂર્ણ લાભ પોતાના જ્ઞાનખાતેથી લેનાર શ્રી જૈન શ્વેતામ્બર સંઘ ગુરુપાદપદ્મરેણુ અભયશેખર સ્ટેશન રોડ, રાણીબેન્નુર-૫૮૧ ૧૧૫ ફરી ફરી અભિનંદન '''''' www.bary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ કે પૂજનીય સાધુ-સાધ્વી ભગવંતોને વિનમ્ર નિવેદન જે આપને આ પુસ્તક વાંચવા ખાસ વિનંતી છે. વાંચ્યા બાદ, જો શ્રી જૈનશાસનની હિતકર વાતો સરળ ભાષામાં જાણવા મળી...સારો બોધ થયો એવી જો પ્રતીતિ થાય તો અન્ય સાધુ- સાધ્વીજી ભગવંતોને, તથા આરાધક કે જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને પણ વાંચવા માટે ખાસ પ્રેરણા કરીને આપવા માટે વિનંતી છે. જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓને ભલામણ આ પુસ્તક વાંચશો..બીજી-ત્રીજી વાર વાંચશો. અન્ય શ્રાવકશ્રાવિકાઓને પણ ખાસ પ્રેરણા કરી વાંચવા આપશો. એમ ૩-૪-૫ જેટલા શ્રાવક-શ્રાવિકાઓને વાંચવું હોય તે વાંચી લે. પછી ત્યાંના સ્થાનિક જ્ઞાનભંડારમાં જમા કરાવી દેવું... જો કોઈએ પોતે પોતાની પાસે રાખવું હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે જમા કરાવી દેવી. પ્રાપ્તિ (૧) પ્રકાશક સ્થાન (૨) ડૉ. હેમંતભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસસ્ટેન્ડ પાસે, પાલડી, અમદાવાદ-૩. ફોનઃ (૦૭૯) ૨૬૬૩૦૦૦૬ (૩) મોક્ષરુચિ મોહનલાલ ઝવેરી ૬-૧૦૯૯, ગોળશેરી, ગલેમંડી, સુરત-૩૯૫ ૦૦૩, ફોન : (૦૨૬૧) ૨૪૩૦૩૪૨ (૪) નીતિનભાઈ અ. ધામી ૬-એ, શ્યામ સર્જિત એપાર્ટમેન્ટ, મથુરદાસ એકસ્ટેન્શન રોડ, કાંદીવલી, (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ Jain Cucation International WWW.jai પોતે Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખાંક બીજી દેશના બત્રીશીમાં દેશના અંગેની વાતો વિચારી. આ દેશના દ્વારા મોક્ષમાર્ગનો બોધ આપવાનો હોય છે. માટે હવે ત્રીજી બત્રીશીમાં માર્ગ અંગેની વાતો કરવામાં આવે છે. માટે આ ૧૫ બત્રીશીનું નામ માર્ગ બત્રીશી છે. માર્ગ બે પ્રકારે છે. (૧) જિનવચન અને (૨) સંવિગ્ન અશઠ ગીતાર્થોનું આચરણ. આ વાત શ્રીધર્મરત્ન પ્રકરણ ગ્રન્થના ગ્રન્થકાર શ્રી શાંતિસૂરિ મહારાજે આ રીતે કહી છે. મળ્યો મામળીડું મહવી સંવિશવદુખળાફાંત્તિ.... આપ્તપુરુષોના વચનોને અનુસરીને જીવો પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરતા હોય છે. ‘દાન કરવું જોઈએ' આવા બધા વચનોમાં ‘કરવું જોઈએ’ આવો જે પ્રયોગ હોય છે એને વિધિપ્રયોગ-વિધ્યર્થ પ્રયોગ-વિધાન.... કહેવાય છે... એવા વાક્યને વિધિવાક્ય કે વિધાન કહેવાય છે. અને ‘હિંસા ન કરવી જોઈએ...' વગેરે રૂપે નિષેધ જેમાં કરાતો હોય છે એને નિષેધ વાક્ય કે નિષેધ કહેવાય છે. આપ્તપુરુષના વિધિવાક્ય પરથી જીવને ‘આનાથી વિશેષ કોઈ અનિષ્ટ થયા વગર મને મારા ઇષ્ટની પ્રાપ્તિ થશે’ આવો નિર્ણય થાય છે અને તેથી જીવ એવા વાક્યને અનુસારે પ્રવૃત્તિ કરે છે. એમ આમ પુરુષે કરેલા નિષેધ પરથી ‘આનાથી મારું મોટું અનિષ્ટ થશે' આવો જીવને નિર્ણય થાય છે અને તેથી એવી પ્રવૃત્તિથી જીવ અટકે છે (નિવૃત્તિ કરે છે). શ્રી તીર્થંકરભગવંતો પરમ આપ્ત પુરુષ છે... માટે એમના વચનો એ પ્રવૃત્તિ-નિવૃત્તિમય માર્ગ રૂપ છે. જેમ શરીરની અંદર રહેલા અવયવો કે કફ-પિત્ત અને વાયુ બાહ્ય ચક્ષુના વિષય નથી. માટે કયા ઔષધાદિથી એને લાભ છે ને શાનાથી નુકશાન છે ? એનો નિર્ણય કરવા માટે ચિકિત્સાશાસ્ત્રનાં વચનો જ આધાર છે. એમ આત્મા અતીન્દ્રિય હોવાથી Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એનું કલ્યાણ-અકલ્યાણ પણ અતીન્દ્રિય છે. એટલે, શું કરવાથી આત્માને લાભ થાય અને શું કરવાથી આત્માને નુકશાન થાય એનો નિર્ણય કરવાનું આધારભૂત સ્થાન મુખ્ય રૂપે અતીન્દ્રિયજ્ઞાનીનાં (=૫રમાત્માનાં) વચનો જ છે. અલબત્ આ વચનો પરથી મળતો બોધ (= સમ્યજ્ઞાન), એની શ્રદ્ધા (=સમ્યગ્દર્શન) અને તદનુસાર કરાતી પ્રવૃત્તિ-નિવૃત્તિ (સમ્યક્ચારિત્ર) એ જીવને મોક્ષ તરફ લઈ જનાર હોવાથી વાસ્તવિક ‘માર્ગ’ રૂપ છે, છતાં આ બધાનું મુખ્ય કારણ પ્રભુનાં વચનો છે, માટે એ વચનોને જ ‘માર્ગ' તરીકે જ્ઞાનીઓએ કહેલ છે. ગ્રન્થકાર ખુદ આગળ ચૌદમી બત્રીશીમાં કહેવાના છે કે પરલોક વિધિ અંગે શાસ્રવચનો એ જ પ્રમાણ છે... આવી જ વાત યોગબિન્દુ-યોગસાર વગેરેમાં પણ કહેલી છે.... એટલે ભગવચનોરૂપ શાસ્ત્ર પરથી જ માર્ગનો બોધ મળતો હોવાથી એને જ માર્ગ કહેવાય છે. માર્ગનો આ પ્રથમ પ્રકાર છે. માર્ગનો બીજો પ્રકાર છે સંવિગ્ન ગીતાર્થોનું આચરણ..... ચિકિત્સાશાસ્ત્ર ગમે એટલું વિસ્તૃત હોય ને ગમે એટલું વિશદ હોય.... ચિકિત્સાનું સંપૂર્ણ વર્ણન શક્ય હોતું નથી. કારણ કે ઔષધ તરીકે અને આહાર તરીકે કેવા દ્રવ્યો ઉપલબ્ધ છે એની ચિકિત્સા પર અસર હોય છે.... અર્થાત્ એને નજરમાં રાખીને દવા આપવાની હોય છે. આને દ્રવ્યની અસર કહેવાય છે. આ જ રીતે પ્રદેશ સૂકો હોવો કે ભેજવાળો.... ઠંડો હોવો કે ગરમ વગેરે રૂપે ક્ષેત્રની, શિયાળો, ઉનાળો, ચોમાસુ વગેરે રૂપે કાળની, દર્દીના રોગ-આરોગ્ય-ઔષધ વગેરે સંબંધી ભૂતકાળ-શરીરની નાસીર-પરિવારના સભ્યોના રોગ-આરોગ્ય વગેરે રૂપ ભાવની ચિકિત્સાપર અસર હોય છે. આ બધા જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની વિવિધ પરિસ્થિતિઓ મળીને જેટલા ભાંગા (વિકલ્પો) થાય એ બધાનું વર્ણન... ને એ વખતે કેવી કેવી દવા આપવી એનું વર્ણન.... આ બધું ત્રણે કાળને અને સર્વ ક્ષેત્રને વ્યાપક રાખીને કરવું એ ક્યારેય શક્ય છે જ નહીં.... માટે ચિકિત્સાશાસ્ત્રના શબ્દોને અનુસરીને જ દવા કરવી..... શારીરિક Page #8 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૫ આરોગ્યનો આ એક જ માર્ગ છે આવું માની શકાતું નથી. ચિકિત્સાશાસ્ત્રમાં જે જે પરિસ્થિતિ વગેરેના શબ્દો ન હોય એવી પરિસ્થિતિ વગેરેમાં નિઃસ્વાર્થ-જાણકાર વૈદ્યો જે ચિકિત્સાપદ્ધતિ અપનાવે એ પણ આરોગ્ય પ્રાપ્તિના માર્ગ તરીકે માન્ય બને જ છે. એમ, જીવને કર્મનો રોગ વળગેલો છે. એનાથી મુક્તિ અપાવીને સંપૂર્ણ ભાવ આરોગ્ય રૂપ મોક્ષ સુધી પહોંચાડનાર છે મોક્ષમાર્ગ. આ માર્ગ શાસ્ત્રવચન રૂપ તો છે જ. પણ, શાસ્ત્રોમાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને પુરુષ, આ પાંચેના બધા જ વિકલ્પો દ્વારા બનતા અપાર સંયોગોનું વર્ણન શક્ય જ નથી. સાધકે કરવાના આચરણની વાત આવે એટલે એ પાંચનો વિચાર પણ કરવો જ પડે. અમુક દ્રવ્ય-ક્ષેત્ર વગેરેની પરિસ્થિતિમાં જે આચરણ લાભકર્તા હોય એ બધી પરિસ્થિતિમાં લાભકર્તા હોય જ એવો નિયમ નથી. ઉપરથી નુકશાન કર્તા પણ બની શકે છે, બની જાય છે. વાચકવર શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિપ્રકરણમાં કહ્યું છે કે‘ભિક્ષાપિંડ, શય્યા, વસ્ત્ર, પાત્ર, ઔષધ વગેરેમાંની તેવી કોઈક શુદ્ધ અને કલ્પ્ય ચીજ પણ તેવા દેશ કાળાદિમાં અકલ્પ્ય બની જાય છે. એમ સામાન્યથી અકલ્પ્ય ચીજ પણ વિશેષ પ્રકારના દેશકાળાદિમાં કલ્પ્ય બની જાય છે.’ આમાં કલ્પ્ય=હિતકર. અકલ્પ્ય–અહિતકર. એટલે સ્પષ્ટ છે કે દેશકાળાદિ બદલાય તો હિતકર પણ અહિતકર બની શકે છે, ને અહિતકર પણ હિતકર બની શકે છે. ૧૪૩ એટલે શાસ્ત્રોમાં જે સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને વિધાન કે નિષેધ હોય, એ સામાન્ય પરિસ્થિતિમાં ધરખમ ફેરફાર થયો હોય ત્યારે એ વિધાન વગેરે અનુપયોગી બની જાય છે. તો પછી એ વખતે કોને અનુસરવું ? આ પ્રશ્ન ઊભો થાય જ. એટલે શારીરિક ચિકિત્સા અંગે જેમ નિઃસ્વાર્થ-જાણકાર વૈદ્યો દ્વારા આચરાયેલી ચિકિત્સાપદ્ધતિ આરોગ્ય પ્રાપ્તિના માર્ગ તરીકે સ્વીકારાય છે, એમ આત્માની ચિકિત્સા અંગે પણ સંવિગ્ન-ગીતાર્થ મહાત્માઓ દ્વારા જે આચરણ આચરાય તે Page #9 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આરોગ્યપ્રાપ્તિના=મોક્ષપ્રાપ્તિના માર્ગ તરીકે સ્વીકૃત બને છે. આમાં સંવિગ્નગીતાર્થોને ટૂંકમાં ‘શિષ્ટ’ કહીએ તો આવો અર્થ મળ્યો કે શિષ્ટાચાર પણ માર્ગ છે. ૧૪૪ એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે કે જે શિષ્ટાચારનો અનાદર કરે એ વસ્તુતઃ પ્રથમમાર્ગનો=શાસ્ત્ર વચનોરૂપ માર્ગનો પણ અનાદર કરે છે. શંકા - ઉપદેશપદ ગ્રન્થમાં શાસ્ત્રોમાં રહેલા વિધાનવાક્યો વગેરેના ચાર પ્રકારે અર્થ બતાવેલા છે. પદાર્થ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ. આમાં, સર્વત્ર ચૈદંપર્યાર્થ તરીકે ‘સર્વજ્ઞવચનરૂપ આજ્ઞા ધર્મમાં સારભૂત છે' એમ જણાવેલું છે. તેથી સર્વજ્ઞવચનનો આદર કરવો એ તો બરાબર છે. પણ સંવિગ્ન ગીતાર્થના આચરણને માર્ગરૂપ માની એનો પણ આદર કરવો એ શી રીતે યોગ્ય કહેવાય ? સમાધાન ઃ આરાધના-વિરાધના વગેરેના વ્યવહાર શાસ્ત્રોમાં પાંચ પ્રકારના બતાવ્યા છે. આગમવ્યવહાર, શ્રુતવ્યવહાર, આશાવ્યવહાર, ધારણા વ્યવહાર અને જીતવ્યવહાર. આ વ્યવહારોનું જેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે ‘વર્તમાનકાળમાં શિષ્ટાચારરૂપ જીતવ્યવહાર મુખ્ય છે.' એટલે શિષ્ટાચારને ‘માર્ગ’ તરીકે સ્વીકારીને પ્રધાનપણે અનુસરવામાં ન આવે તો એના પ્રાધાન્યને જણાવનાર આ શાસ્ત્ર વચનનો અનાદર થાય એ સ્પષ્ટ છે. અને જિનવચનમય શાસ્ત્રનો અનાદર કરવાથી તો નાસ્તિકતા જ આવી જાય એ ચોખ્ખુ ચણાક છે. આમ શિષ્ટાચારનો આદર કરવામાં પણ જિનાજ્ઞા રહેલી જ છે. માટે એના અનાદરની શંકા યોગ્ય નથી. શંકા - શાસ્ત્ર વચનો અમુક બાબતો અંગે ‘આ કરવું જોઈએ - કર્તવ્ય છે’ એમ વિધાન કરતા હોય છે. અમુક બાબતો અંગે ‘આ ન કરવું જોઈએ, ત્યાજ્ય છે' એમ નિષેધ કરતા હોય છે. અમુક બાબતો અંગે ઉદાસીન હોય છે. એટલે કે એ અંગે વિધાન કે નિષેધ કશો જ ઉલ્લેખ Page #10 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૫ ૧૪૫ હોતો નથી. કારણ કે તમે જ કહ્યું એમ બધી જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વગેરેની પરિસ્થિતિઓનું વર્ણન શક્ય નથી. એટલે આવી ઉદાસીન બાબતો અંગે શાસ્ત્રીય વિધાન ન મળતું હોવા છતાં પણ, એવી વિશેષ પરિસ્થિતિમાં એ આચરણીય બની જાય, એમ સમજી શકાય છે. વળી આ વાત બરાબર પણ છે, કારણ કે શાસ્ત્રોમાં ચૌદપૂર્વધરોને પરસ્પર છઠાણવડિયા કહ્યા છે. એટલે કે બે ચૌદપૂર્વધરોને સૂત્ર બોધ સરખો હોવા છતાં એક કરતાં બીજા ચૌદપૂર્વધરને અર્થ બોધ અનંતગણો હોવો પણ સમજી શકાય છે. અર્થાત્ પ્રથમ ચૌદપૂર્વધરને જે બાબત શાસ્ત્રવચન પરથી જણાતી ન હોવાના કારણે શાસ્ત્રવિહિત ન જણાતી હોય એવી પણ ઘણી વાતો બીજા પૂર્વધર શાસ્ત્રવચનો પરથી જ જાણતા હોવાથી ‘શાસ્ત્રવિહિત' તરીકે માનતા હોય છે. એટલે શાસ્ત્રો જે બાબતમાં ઉદાસીન હોય એવું શિષ્ટપુરુષોનું આચરણ ભલે આદરણીય બને..... પણ જે બાબતો અંગે શાસ્ત્રોમાં નિષેધના સ્પષ્ટ અક્ષરો મળતા હોય, એ તો શાસ્ત્રનિષિદ્ધ હોવાથી આદરણીય શી રીતે બની શકે ? સમાધાન - શાસ્ત્રમાં જેનો નિષેધ કરવામાં આવેલો હોય એવી શાસ્ત્ર નિષિદ્ધ બાબતો બે પ્રકારની હોય છે. (૧) સર્વથા નિષિદ્ધ અને (૨) અંશતઃ નિષિદ્ધ. આમાંથી સર્વથાનિષિદ્ધ તરીકે માત્ર મૈથુન= અબ્રહ્મસેવન જ છે. અર્થાત્ દેશ-કાળાદિની ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ મૈથુન નિષિદ્ધ જ છે... મોતની પરિસ્થિતિ નિર્માણ થતી હોય તો પણ એ વિહિત બની શકતું નથી જ. પણ આ સિવાયની ‘આધાકર્મનું સેવન કરવું નહીં’ વગેરે રૂપે જે કોઈ શાસ્ત્રનિષિદ્ધ બાબતો છે એ બધી સર્વથા નિષિદ્ધ નથી. અર્થાત્ એવી કોઈ વિશેષ પરિસ્થિતિ નિર્માણ થાય તો એ નિષિદ્ધ મટીને વિહિત પણ બની જાય છે. જેમ કે સમ્મતિતર્ક વગેરે દર્શન પ્રભાવક શાસ્ત્રોનો અભ્યાસ કરવો છે. પણ જ્યાં આ અભ્યાસ શક્ય છે તે પ્રદેશમાં નિર્દોષ ભિક્ષા શક્ય નથી.... તો શું કરવું ? તો શાસ્ત્રકારોએ આવી પરિસ્થિતિમાં દોષિત ગોચરીની પણ છૂટ આપી છે. અર્થાત્ સામાન્ય Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પરિસ્થિતિમાં જે નિષિદ્ધ છે એ પણ કર્તવ્ય બની ગયું. શંકા - જો દોષિત ગોચરી વગેરે રૂપ નિષિદ્ધ આચરણો આ રીતે વિહિત બની શકે છે, તો મૈથુન કેમ નહીં? સમાધાન - કારણ કે દોષિત ભિક્ષા વગેરે રૂપે અન્ય નિષિદ્ધ આચરણો, એવી સમ્મતિતર્કનું અધ્યયન, બિમારી વગેરે અવસ્થા નિર્માણ થઈ હોય તો, વગર રાગ-દ્વેષે આચરી શકાય છે... પણ મૈથુન એ રીતે આચરી શકાતું નથી, માટે એ વિહિત બની શકતું નથી. શંકા - તો મૈથુન સેવનમાં ભલે ને રાગ-દ્વેષ થાય એ વિહિત કેમ ન બને ? સમાધાન - કર્મ-જન્મ-શરીર-ઇન્દ્રિય-વિષયપ્રવૃત્તિ-રાગદ્વેષ-કર્મ... આ એક ચક્ર છે. કર્મ છે માટે જીવે જન્મ લેવો પડે છે. જન્મ થાય છે, માટે શરીર મળે છે. શરીર મળે છે, તેથી સાથે ઇન્દ્રિયો મળે છે. ઇન્દ્રિયો વિષયોમાં પ્રવૃત્તિ કરે છે. એ પ્રવૃત્તિમાં અનાદિકાલીન સંસ્કારવશાત્ જીવ રાગ-દ્વેષ કરે છે અને રાગ-દ્વેષ થાય છે, માટે કર્મ બંધ થાય છે. કર્મ બંધ થયો એટલે ફરીથી જન્મ થવાનો જ... ને પાછું આ વિષચક્ર ચાલુ. અનાદિકાળથી એ ચાલુ જ છે ને તેથી ભવભ્રમણ પણ ચાલુ જ રહે છે. એમાંથી છૂટવું હોય તો આ વિષચક્રને તોડવું જ પડે. એને તોડવા માટે ક્યાં ફટકો મારવો ? હું રાગ-દ્વેષ કરીશ, પણ કર્મ નહીં બાંધુ... કર્મ બાંધીશ, પણ જન્મ નહીં લઉં. આવી બધી બાબતમાં જીવ સ્વતંત્ર નથી. એ સ્વતંત્ર છે રાગ-દ્વેષ પર ફટકો મારવામાં. આ ફટકો બે રીતે મારવાનો હોય છે. સાધનામય જીવનના નિર્વાહ માટે યોગ્ય ખોરાક લેવો વગેરે આવશ્યક વિષયપ્રવૃત્તિ સિવાયની જે અનાવશ્યક વિષય પ્રવૃત્તિઓ હોય એને છોડતાં જવું... અને આવશ્યક વિષય પ્રવૃત્તિમાં રાગ-દ્વેષથી બચતા રહેવું. માટે આપણી મુખ્ય સાધના રાગ-દ્વેષ પર વિજય મેળવતા રહેવું એ છે. એટલે જ, સાધનાના લક્ષ્ય તરીકે મોક્ષ કે કેવલજ્ઞાન ભલે આપણે Page #12 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૫ ૧૪૭ કહીએ પણ મુખ્ય લક્ષ્ય વીતરાગતા છે. એ મેળવવા માટે જ બધી સાધના છે. એ આવ્યા પછી કેવલજ્ઞાન અને મોક્ષ તો ગાયની પાછળ વાછરડાની જેમ આવી જ જતા હોય છે. એ માટે કોઈ વિશેષ સાધના કરવાની હોતી નથી. તેથી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાના અનેક ગ્રન્થોમાં છેલ્લા સાર તરીકે આ કહ્યું છે કે વધારે કહેવાથી સર્યું. (તપત્યાગ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ.. વગેરેમાંથી શું કરવું ? શું ન કરવું ? કઈ રીતે પ્રવર્તવું? તો કે..) જે જે રીતે પ્રવર્તવાથી રાગ-દ્વેષનો શીઘ્ર વિલય થતો જાય એ રીતે પ્રવર્તવું એ શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા છે. - આનાથી નિશ્ચિત થાય છે કે રાગ-દ્વેષનો નિગ્રહ કરતાં જવું એ આપણો સાધનામાર્ગ છે. (અને જે રીતે પ્રવૃત્તિ કરવાથી રાગ-દ્વેષ વધતા જાય એ રીતે પ્રવૃત્તિ કરવી એમાં ભગવાનની આજ્ઞાનો ભંગ હોવાથી એ સાધના રૂપ નથી, પણ વિરાધનારૂપ છે.) આપણે “જૈન” છીએ. આ જૈન શબ્દ પણ આ જ સૂચવે છે. જેઓ રાગ-દ્વેષને જીતી ગયા એ જિન અને એમના માર્ગે - રાગદ્વેષને જીતવાના માર્ગે ચાલે એ જૈન. એટલે નક્કી થયું કે રાગ-દ્વેષને મોળા પાડતા જવું એ સાધના માર્ગ છે. એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો આધાકર્મસેવન વગેરે વગર રાગ-દ્વેષે થઈ શકે છે. પણ મૈથુન તો થઈ શકતું નથી જ. એટલે એના સેવનમાં સાધના માર્ગથી ભ્રષ્ટ થઈને સંસાર માર્ગ પર દોડવાનું ચાલુ થઈ જ જાય. માટે એની અનુજ્ઞા શી રીતે હોય શકે ? શંકા- તમે આ બધું જે કહી રહ્યા છો, એનો કોઈ શાસ્ત્રપાઠ છે? સમાધાન - હા, છે. न य किंचि अणुनायं पडिसिद्धं वा वि जिणवरिदेहिं । मोत्तुं मेहुणभावं न तं विणा रागदोसेहिं ।। અર્થ : શ્રી જિનેશ્વરભગવંતોએ કોઈ ચીજની સર્વથા અનુજ્ઞા આપી નથી કે મૈથુન સિવાય અન્ય કોઈ ચીજનો સર્વથા નિષેધ કર્યો Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નથી. મૈથુનનો સર્વથા નિષેધ એટલા માટે છે કે એ રાગ-દ્વેષ વિના થઈ શકતું નથી. શંકા :- જો આગમમાં (મૈથુનસિવાય) અન્ય કશાનો સર્વથા નિષેધ નથી કે કશાનું સર્વથા વિધાન નથી. તો પોતે પ્રવૃત્તિ કરવી કે ન કરવી એનો નિર્ણય સાધક શી રીતે કરે ? સમાધાન - જેમ નફો મેળવવાની ઇચ્છાવાળો લાભ-નુકશાનને જુએ છે એમ પ્રસ્તુતમાં જાણવું. અર્થાત્ કર્મનિર્જરાનો લાભ વધારે દેખાતો હોય તો પ્રવૃત્તિ કરવી અને નુકશાન વધારે જણાતું હોય તો નિવૃત્તિ કરવી. સૂત્રમાં સર્વથા વિધાન કે સર્વથા નિષેધ નથી એવું જે કહ્યું છે એનો અર્થ એ થાય કે એકાને કોઈ વિધાન નથી કર્યું કે એકાન્ત કોઈ નિષેધ નથી દેખાડ્યો. કોઈ પણ સૂત્રમાં વિધિ અને નિષેધ એ બન્ને ગૌણમુખ્ય ભાવે પરસ્પર સંકળાયેલા જ પ્રતિપાદિત થાય છે. આશય આ છે કે – “ચારકાળ સ્વાધ્યાય કરવો જોઈએ” આવું એક શાસ્ત્રીય વિધાન છે. વ્યવહારથી આ વિધાન વાક્ય છે. કારણ કે આમાં કરવું જોઈએ એવી વાત છે, પણ ન કરવું જોઈએ' આવી કોઈ વાત નથી. એટલે વ્યવહાર દૃષ્ટિએ આ વિધિ પ્રતિપાદક સૂત્ર છે. મુખ્ય રૂપે એ ચાતુષ્કાળ સ્વાધ્યાયનું વિધાન કરે છે. છતાં ગૌણભાવે (અપવાદપદે) સ્વાધ્યાયનો નિષેધ કરવાનો અભિપ્રાય અર્થથી તો એમાં રહ્યો જ હોય છે. (ગ્લાનની વૈયાવચ્ચનો અવસર હોય તો સ્વાધ્યાય ન કરવો, પણ વૈયાવચ્ચ કરવી.) આ જ રીતે આધાકર્મનું-દોષિતગોચરીનું સેવન કરવું નહીં.” આવું જણાવનાર સૂત્રો વ્યવહાર દૃષ્ટિએ નિષેધ પ્રતિપાદક સૂત્રો છે. મુખ્ય રૂપે એ દોષિત ગોચરીનો નિષેધ જણાવે છે. છતાં અર્થથી ગૌણભાવે (અપવાદપદે) તેનું વિધાન કરવાનો અભિપ્રાય પણ એમાં રહેલો જ હોય છે. આ રીતે ગૌણ મુખ્યભાવે બન્ને જો સંકળાયેલા ન હોય તો અનેકાન્તની મર્યાદાનું ઉલ્લંઘન જ થઈ જાય. આશય એ છે કે વિધિ-નિષેધ બન્ને સંવલિત ન હોય તો Page #14 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૫ ૧૪૯ એ સૂત્ર એકાન્ત ઉપદેશક બની જાય. અને તો પછી તે સૂત્ર રૂપ જિનવચન અને તેને સમાન જણાતાં અન્ય ધર્મીઓના ને હિંચતું સર્વમૂતનિ. વગેરે વચન. આ બેમાં કોઈ ફેર જ ન રહે. એટલે જ શ્રુત જ્ઞાનના ૧૪ ભેદમાં સભ્યશ્રુત અને મિથ્યાશ્રુત એમ બે ભેદ જણાવેલ છે. અન્ય દર્શનના ગ્રન્થો એકાન્ત પ્રતિપાદન કરનારા હોવાથી મિથ્યાશ્રુત છે. જૈનગ્રંથો અનેકાન્ત પ્રતિપાદન કરનારા હોવાથી સમ્યકશ્રુત છે. એમ, ભલે ને જૈન ગ્રન્થનું વચન હોય. ને એમાં સ્વાધ્યાય વગેરે વિહિતનું વિધાન કરવામાં આવ્યું હોય... નિષેધને જણાવનાર શબ્દ તો કોઈ જ વપરાયો ન હોય. આવા વચન પરથી જે એકાત્તે વિધાન પકડી લે એનો બોધ મિથ્યાશ્રુત જ બની રહે છે. આ ઔત્સર્ગિક વાત છે.” “અપવાદે આનો પણ નિષેધ જાણવો જોઈએ બોધમાં આવો અંશ વ્યક્ત રૂપે ઊભો થાય, અથવા વ્યક્ત રૂપે એ વખતે ઊભો ન થવા છતાં યોગ્યતા રૂપે તો ઊભો થાય જ (જેથી એવો અવસર આવે ત્યારે એ જ વાતનો નિષેધ હોવામાં એને કશું અજુગતું ન લાગે કે શાસ્ત્રવિરુદ્ધ ન લાગે)... તો જ એ બોધ સમ્યકશ્રુતરૂપ બને છે. આવું નિષેધપ્રતિપાદક વચન અંગે પણ જાણવું. એના પરથી થતાં બોધમાં, “અપવાદે આ પણ વિહિત છે” આવું છેવટે યોગ્યતારૂપે તો ઊભું થવું જ જોઈએ. તો જ એ સમ્યકશ્રુત... નહીંતર મિથ્યાશ્રુત. અન્યદર્શનના વચનોમાં અનેકાન્ત હોતો નથી. એમાં તો એકાન્ત વિધાન કરવાનો કે નિષેધ કરવાનો જ અભિપ્રાય હોય છે. જે એ રીતે જ બોધ કરે છે એનું તો મિથ્યાશ્રુત જ છે. પણ જે સમ્યકત્વી જીવ હોય છે, એ પોતાના સમ્યકત્વના પ્રભાવે આવા વચન પરથી પણ વિધાન અને નિષેધ બન્નેનો મુખ્ય-ગૌણભાવે બોધ કરે છે. ને તેથી સમ્યકત્વી જીવ માટે એ પણ સમ્યકશ્રુત જ બને છે. તથા એકાંશગ્રાહી બોધ એ નય છે અને પરિપૂર્ણ અર્થગ્રાહી બોધ એ પ્રમાણ છે. એક ઉત્સર્ગ અંશ હોય છે તો એક અપવાદ અંશ પણ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે હોય છે. ઉત્સર્ગે જેનું વિધાન કે નિષેધ હોય એનો અપવાદે નિષેધ કે વિધાન હોય છે. જે વચન આ બેમાંથી એકને જ જણાવનાર હોય છે એ નયવાક્ય બની શકે.. પણ પ્રમાણવાક્ય નહીં. પ્રમાણવાક્ય બનવા માટે તો ઉત્સર્ગ-અપવાદ ઉભય ઘટિત પરિપૂર્ણ અર્થનું બોધકત્વ તે તે સૂત્ર વચનમાં હોવું જોઈએ. એટલે જ તે તે શાસ્ત્રો-સિદ્ધાંતો નિશ્ચયથી પ્રમાણભૂત બને એ માટે એના પર સ્યાદ્વાદની-અનેકાન્તવાદની મહોર છાપ આવશ્યક છે એમ અન્યત્ર ગ્રન્થોમાં કહેલ છે. વળી અધ્યાત્મસાર (૬.૩૫)માં કહ્યું છે કે જો કોઈ વિરક્ત જણાતો મુનિ ઉત્સર્ગ કે અપવાદના વિષયમાં, વ્યવહાર કે નિશ્ચયના વિષયમાં, જ્ઞાન કે ક્રિયાના વિષયમાં... ક્યાંય પણ એકાન્ત આગ્રહ સેવે તો તે મુનિનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત ન હોઈ શકે. આ બધી વાતો પરથી નિશ્ચિત થાય છે કે એકલા મૈથુનનો જ સર્વથા નિષેધ છે. એ સિવાય શાસ્ત્રોમાં આધાકર્મ વગેરે જેનો પણ નિષેધ આવે છે તે એકાન્ત હોતો નથી. એ એકાન્ત હોતો નથી એનો મતલબ જ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો અપવાદ પદે એની અનુજ્ઞા હોય છે. અને તેથી એ પણ આચરણીય બની શકે છે, બને છે. એટલે, “શાસ્ત્ર જેમાં ઉદાસીન હોય એવી જ બાબત અપવાદે આદરણીય બને, પણ શાસ્ત્રમાં સ્પષ્ટ અક્ષરો દ્વારા જેનો નિષેધ હોય એવી બાબત નહીં આવી તમારી શંકા ઊભી રહી શકતી નથી. આ અંગે વિશેષ વિચારણા આગળના લેખમાં કરીશું. શ્રી દ્વાદશાંગીના અર્થથી ઉદ્ગાતા પ્રભુ મહાવીર જે, ને સૂત્રોના રચનારા ગૌતમ વળી સુધર્માસ્વામી જે, શ્રી સિદ્ધસેન-હરિભદ્ર-હેમાચાર્ય ને જસવિજય જે, ઉપકારી દેવ-ગુરુ ચરણમાં વંદના શત વંદના. Page #16 -------------------------------------------------------------------------- ________________ લેખાંક, ૧૬ ગયા લેખમાં આપણે જોયું કે કોઈ પણ વિધિ કે નિષેધ અપવાદપદીય નિષેધ કે વિધિથી સંવલિત જ હોય છે. એટલે કે સામાન્યથી જે નિષિદ્ધ છે – શાસ્ત્રમાં સ્પષ્ટ અક્ષરોથી જેનો નિષેધ કરવામાં આવ્યો છે – એ પણ, એવી ચોક્કસ પરિસ્થિતિ નિર્માણ થાય તો નિષિદ્ધ હોતું જ નથી, પણ અપવાદપદીય વિધિથી સંવલિત હોય છે. જો આવું માનવામાં ન આવે તો, એ શાસ્ત્રવચન નિષેધનું એકાન્તપ્રતિપાદક બની જવાથી જિનવચનરૂપ રહે જ નહીં. મિથ્યાવચન જ બની જાય. એટલે જ, જે પ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અજ્ઞાત હોય (કોણે શરુ કરી? ક્યારે શરુ કરી ? શા માટે શરુ કરી? વગેરે અજ્ઞાત હોય) એવી પણ જે પ્રવૃત્તિ પરંપરામાં આવેલી હોય અને જે શાસ્ત્રમાં નિષિદ્ધ દેખાતી ન હોય તેવી પ્રવૃત્તિને શિષ્ટાચાર પણ પ્રમાણ છે' એ કારણે જ પ્રાજ્ઞપુરુષો સ્વમતિથી દૂષિત ઠેરવતા નથી. પ્રથકારે અહીં, પ્રવાહધારાપતિત પ્રવૃત્તિ એમ કહ્યું છે. એનાથી એ સૂચિત થાય છે કે “એ પ્રવૃત્તિને શરુ કરનારા અશઠ સંવિગ્નગીતાર્થ હતા કે નહોતા ? તેનો હાલ નિર્ણય નથી. એમ સમાનકાલીન અન્ય ગીતાર્થોને એ પ્રવૃત્તિ માન્ય હતી કે નહીં ? એનો પણ હાલ નિર્ણય નથી. એટલે કે તત્કાલીન શિષ્ટોને સંમત હતી કે નહીં ? એમાં સંદેહ છે. તેમ છતાં, એમાં સ્વમતિથી કાંઈ ને કાંઈ વાંધા-વચકા ઊભા કરી એને દૂષિત ઠેરવવું એ જો ન્યાયસંગત નથી, તો જે શિષ્ટાચરણ માટે શિષ્ટપુરુષોને સંમત હોવાનો નિર્ણય છે તેને અપ્રમાણ કહીને દૂષિત ઠેરવવું એ શી રીતે ન્યાયી ઠરે? શ્રી ધર્મરત્નપ્રકરણ (૯૯)માં કહ્યું છે કે – “સૂત્રમાં જે વિહિત નથી, તેમજ પ્રતિષિદ્ધ પણ નથી, અને ગીતાર્થજનમાં ચિરકાળથી રૂઢ થયેલું છે તેને પણ “આ આચરણમાં આવા આવા દોષો રહેલા છે” ઈત્યાદિ રીતે સ્વમતિથી દોષોની કલ્પના કરીને ગીતાર્થો દૂષિત ઠેરવતા નથી.” માટે શિષ્ટાચારને અપ્રમાણ માનવો એ યોગ્ય નથી. Page #17 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે અલબત્ પંચમકાળમાં બે પ્રકારના આચરણો જોવા મળે છે. શિષ્ટાચરણભૂત હોવાથી પ્રમાણરૂપ અને એવા ન હોવાથી અપ્રમાણરૂપ. ગ્રન્થકાર આ બન્નેના ઉદાહરણ આપે છે. ૧૫૨ જે પ્રવૃત્તિઓ આગમશાસ્ત્રમાં જુદા જ પ્રકારે કહેલી જોવા મળે છે અને સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓની પ્રવૃત્તિ એના કરતાં જુદા જ પ્રકારે જોવા મળે છે. જેમકે ભિક્ષાચર્યા માટે કપડો ઓઢીને જવું, અગ્રાવતારનો ત્યાગ, કટીપટ્ટકને જુદી રીતે ક૨વો, ઝોળીને ગાંઠ મારવી, કાપ કાઢવા માટે પરાત વાપરવી, તુંબડામાંથી ત૨૫ણી બનાવીવાપરવી, એને પકડી શકાય એ માટે કાંઠો બનાવવો, કાંઠામાંથી પકડવા માટે દોરી લગાવવી... વગેરે. શાસ્ત્રોમાં આવું કરવાની ક્યાંય સંમતિ નથી આપી, ઉપરથી નિષેધ દર્શાવ્યો છે. ને છતાં આ પ્રવૃત્તિઓ શિષ્ટોએ આચરેલી હોવાથી પ્રમાણભૂત મનાય છે. એને દૂષિત ઠે૨વાતી નથી. આનાથી જે વિપરીત પ્રવૃત્તિઓ હોય છે - અર્થાત્ અસંવિગ્નો કે અગીતાર્થો જે આચરે છે - એ પ્રમાણભૂત બનતી નથી. આવું આચરણ એ અપવાદરૂપ નથી બનતું પણ પ્રમાદરૂપ બને છે. જેમકે આ અમારો ભક્ત શ્રાવક છે..’ ‘તમારે અમારી પાસે જ આવવું... અમને જ વંદનાદિ કરવા.. અમારાં જ વ્યાખ્યાનો સાંભળવા.. પૈસા ખરચીને કાંઈ પણ સુકૃત કરવું હોય તો અમારી નિશ્રામાં જ કરાવવું.. અમારી જ ભક્તિ ક૨વી..’ વગેરે રૂપે શ્રાવકો પર મમત્વ કરવું. શરીરની શોભા કરવી, એ માટે અશુદ્ધ ઉપધિ-ગોચરી વગેરે ગ્રહણ કરવા, પોતાનું હંમેશ માટેનું સ્થાન બનાવવું, પથારી વાપરવી, ઓશિકું વા૫૨વું... વગેરે વગેરે. આવાં આચરણો પ્રમાદરૂપ હોવાથી પ્રમાણ બનતા નથી. અર્થાત્ કોઈને આવું બધું કરતા જોઈને બીજાએ ‘આ પણ માર્ગ છે, માટે આપણે પણ આવું કરવું જોઈએ' આ રીતે એને અનુસરવાનું હોતું નથી. પણ ઉપરથી, ‘આ તો પ્રમાદરૂપ છે, માટે આત્માર્થી એવા મારે આવું કરવું નહીં..’ એમ એને ત્યાજવાનું હોય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૬ ૧૫૩ શંકા - શાસ્ત્રોમાં કલ્પપ્રાચરણાદિ (કપડો ઓઢવો વગેરે) પણ નિષિદ્ધ છે ને શ્રાદ્ધ મમત્વાદિ (શ્રાવકો પર મમત્વ કરવું વગેરે) પણ નિષિદ્ધ છે. પણ તમે જ આગળ કહી ગયા છે કે કોઈનો સર્વથા નિષેધ નથી, કે કોઈનું સર્વથા વિધાન નથી. ઉત્સર્ગ નિષિદ્ધ હોય એ પણ અપવાદ વિહિત બની જ શકે છે. તો આ કલ્પપ્રાચરણાદિ કે શ્રાદ્ધમમત્વાદિ એ બન્ને આચરણો સમાન જ થયા. (બન્નેના નિષેધમાં અનેકાન્ત છે.) તો આ બેમાં તમે શું ભેદ જુઓ છો કે જેથી એકને સંવિગ્ન આચરણરૂપે પ્રમાણ કહો છો ને બીજાને અસંવિગ્ન આચરણરૂપે અપ્રમાણ કહો છો ? સમાધાન - આમાંનું પ્રથમ કલ્પપ્રાચરણાદિ આચરણ જ્ઞાનથી થયું છે, જ્યારે બીજું શ્રાદ્ધમમત્વાદિ આચરણ મોહથી થયું છે. આ બન્ને આચરણો વચ્ચે આ મુખ્ય ભેદ જાણવો. આશય એ છે કે દેશકાળ વગેરે પરિસ્થિતિ એવી નિર્માણ થયેલી છે કે કલ્પપ્રાચરણાદિ વગર સંયમપાલન દુષ્કર બન્યું છે, કલ્પપ્રાવરણાદિ દ્વારા એ સુકર રહે છે. સંવિગ્નગીતાર્થોને પોતાની ગીતાર્થપ્રજ્ઞામાં આવું જણાવાથી તેઓએ કલ્પપ્રાવરણાદિ આચરણ કર્યું-પ્રવર્તાવ્યું. આમાં શરીરની સુખશીલતા વગેરે રૂપ પ્રમાદની બુદ્ધિ કોઈ હતી નહીં - છે નહીં. માટે આ આચરણ જ્ઞાનથી થયેલું છે. જ્યારે શ્રાદ્ધમમત્વ વગેરે રૂપ બીજા પ્રકારનું આચરણ કાંઈ સંયમપાલન માટે આવશ્યક બનેલું હોતું નથી. તેથી એ કાંઈ જ્ઞાનથી થયું હોતું નથી. શંકા - જો એ જ્ઞાનથી નથી થયું, તો શાનાથી થયું છે ? સમાધાન - રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવરૂપ મોહથી એ થયું હોય છે. આમાં રસગારવ = જીભની લોલુપતા. ઋદ્ધિગારવ = ઉપધિ, શિષ્યો, ભક્તો વગેરેના ઐશ્વર્યની લોલુપતા. (મારે આવી અપ ટુ ડેટ ઉપધિ જોઈએ. આટલા શિષ્યો છે. આવા આવા શ્રીમંતો મારા ભક્ત છે. જ્યાં જાઉં ત્યાં બે ચાર કાર તો Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવેલી જ હોય.. આ બધું ઋદ્ધિગારવ કહેવાય.) શાતાગારવ = શરીરની સુખશીલતા. મારાથી કષ્ટ સહન થતું નથી. હું વિહાર નહીં કરું... સંથારામાં ધાબળો નાખી એને પોંચો સુંવાળો કરીશ.. હાથપગ-મુખ ધોયા વગર મને નહીં ચાલે. આ બધું શાતાગારવ છે. આ ગારવરૂપ મોહથી શ્રાદ્ધ મમત્વાદિ થાય છે. માટે એ કલ્પકાવરણાદિને તુલ્ય નથી, પણ અલગ પ્રકારનું જ છે. વળી દરેક પ્રવૃત્તિમાં પ્રાણ તો આંતરિક ભાવ જ હોય છે. એટલે કલ્પપ્રાવરણાદિમાં સંયમપાલનનો ભાવ છે, જ્યારે શ્રાદ્ધમમત્વાદિમાં ગારવરૂપ મોહનો ભાવ છે. તેથી પ્રાણરૂપ આ આંતરિક ભાવમાં આસમાન-જમીનનો ભેદ હોવાથી આ બન્ને પ્રકારની પ્રવૃત્તિઓને માણેક અને કાચની જેમ તુલ્ય માની શકાતી નથી. તેથી, “કલ્પપ્રાચરણાદિ જો પ્રમાણ છે તો શ્રાદ્ધમમત્વાદિ પણ પ્રમાણ છે' અથવા, “શ્રાદ્ધમમત્વાદિ જો અપ્રમાણ છે તો કલ્પપ્રાચરણાદિ પણ અપ્રમાણ છે” એમ કહી શકાતું નથી. અસંવિગ્નોએ પોતાના મોહપ્રેરિત આચરણોથી વિશ્વની કેવી વિડંબણા કરી છે એ હવે ગ્રન્થકાર જણાવે છે – અયોગ્ય આચારોને પણ, આ તમારો કુલાચાર છે, માટે છોડશો નહીં. એ છોડશો તો તમે પરલોકમાં દુઃખી થશો. અથવા તમારા બાપ-દાદાઓ અમારા ગુરુના જ ભક્ત હતા. એટલે અમારા ગચ્છને-સમુદાયને પકડી રાખવો એ તમારો કુલાચાર છે. બીજાને પકડવા જશો તો દુર્ગતિમાં જશો. એ સિવાય પણ સ્વગચ્છના ભક્ત શ્રાવકોને અન્ય સાધુઓનો સંગ કરતા વારવા.. (બીજાઓને વંદન કરવું નહીં, એમનું વ્યાખ્યાન સાંભળવું નહીં, એમનું સાહિત્ય વાંચવું નહીં.. વગેરે રૂપે સંગનો નિષેધ કરવો). સાધુઓએ પણ જિનપૂજા કરી શકાય-કરવી જોઈએ. સાધુઓને દાન તો દોષિત-નિર્દોષ. જે કાંઈ આપીએ એમાં લાભ જ લાભ છે. આવું બધું આચરણ-ઉપદેશ અસંવિગ્નો કરે છે, ને એનાથી વિશ્વની કેવી વિડંબણા કરે છે ? Page #20 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૬ ૧૫૫ “શ્રાવકોને શાસ્ત્રની સૂક્ષ્મવાતો કરવી નહીં. તેઓ કાંઈ બધું સમજી શકે નહીં.” વગેરે પ્રતિપાદન પણ શિથિલ સાધુઓનો બકવાસ છે. કારણ કે શ્રીભગવતીસૂત્ર, સૂયગડાંગ વગેરેમાં કેટલાક શ્રાવકો શાસ્ત્રોના અનેક સૂક્ષ્મ અર્થોના જાણકાર હોય છે વગેરે કહ્યું છે. આ સિવાય પણ બીજી કેટલીક વાતો ગ્રન્થકારે કરી છે. પણ એ આપણે પછી વિચારીશું. અહીં પ્રસ્તુતમાં કેટલીક મહત્ત્વની વાતો પહેલાં વિચારી લઈએ. શાસ્ત્રમાં કહેલી આચરણા કરતાં અલગ પ્રકારની આચરણા બે રીતે થાય છે એ ગ્રન્થકારે કહ્યું. એક જ્ઞાનથી અને બીજી મોહથી. આમાં જ્ઞાનથી જે થાય છે તે સંવિગ્નગીતાર્થના શિષ્ટાચારરૂપ છે ને તેથી પ્રમાણ છે, બીજા પ્રકારના માર્ગરૂપ છે. મોહથી જે થાય છે તે અસંવિગ્નોના શિથિલાચારરૂપ છે, ને તેથી અપ્રમાણ છે, ને માટે ઉન્માર્ગરૂપ છે. આમાં પ્રમાણરૂપ બનનાર શિષ્ટાચાર અંગે મુખ્ય વિચાર કરવો જરૂરી છે. શિષ્ટોનું આ જે આચરણ હોય છે એ અંગે શાસ્ત્રો ક્યાં તો ઉદાસીન હોય છે ને ક્યાં તો શાસ્ત્રમાં એનો નિષેધ પણ ફરમાવેલો હોય એવું બને છે. અર્થાત્ આ શિષ્ટાચારો એવા હોય છે કે એ અંગે શાસ્ત્રપાઠ મળતો હોતો નથી કે ઉપરથી શાસ્ત્રપાઠ તો “એવું આચરણ નહીં કરવું..” એવો નિષેધનો મળતો હોય છે. ને છતાં આવા શિષ્ટાચારો પ્રવર્યા છે, પ્રમાણરૂપ બન્યા છે ને “માર્ગ રૂપે સ્વીકારાયા છે. હવે, પરંપરાથી ચાલી આવેલા આવા શિષ્ટાચાર અંગે શાસ્ત્રપાઠ તો હોતા જ નથી. માટે જણાય છે કે આવા શિષ્ટાચાર અંગે કોઈ શાસ્ત્રપાઠ માગી શકાય નહીં, જેના શાસ્ત્રમાં અક્ષરો મળે એ જ અમે સ્વીકારીએ, બાકીના નહીં.” આવો આગ્રહ રાખી શકાય નહીં. આવો આગ્રહ રાખનાર, જ્ઞાનીઓએ-શાસ્ત્રોએ આ પંચમ કાળમાં જે પ્રધાનપણે ચાલનાર તરીકે કહેલ છે એવા જીતવ્યવહારનો છેદ ઊડાડે છે ને તેથી એને પ્રધાનરૂપે જણાવનાર શાસ્ત્રવચનોનો અપલાપ કરે છે એ સ્પષ્ટ છે. ને તેથી અમે તો શાસ્ત્રવચન મુજબ ચાલનારા' Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એવું બોલનારા તેઓ જ શાસ્ત્રવચનોનો દ્રોહ કરી રહ્યા હોય છે એ પણ સ્પષ્ટ છે. વળી, આજે જે શિષ્ટાચાર પરંપરારૂપે ચાલી આવેલા છે એને પણ આજથી સો-બસો-પાંચસો વર્ષ પૂર્વે કોઈકે તો નવા જ શરુ કર્યા હશે. આના પરથી ઘણી બાબતો નક્કી થાય છે. (૧) એમણે જ્યારે શરુ કર્યા એ પૂર્વે તેઓ ખુદ પણ એના કરતાં અલગ પ્રકારનું આચરણ કરતા હશે ને એ અલગ પ્રકારના આચરણકાર, કોઈકે આ નવું શરુ થનાર આચરણ કર્યું હોય તો એનો વિરોધ પણ કર્યો હશે. આપણે એક ઉદાહરણ દ્વારા આ સમજીએ. પૂર્વે શ્રીઆચારાંગજીનું શસ્ત્રપરિજ્ઞા નામનું અધ્યયન શૈક્ષક (=નવા સાધુ) સૂત્રથી અને અર્થથી ભણી લે એ પછી જ એની વડી દીક્ષા કરવાનું વિધાન હતું. એ પૂર્વે એની વડી દીક્ષા કરવાનો નિષેધ હતો. એટલે તો કલ્પસૂત્રમાં આવે છે ને કે પિતા-પુત્ર સાથે દીક્ષા લીધી હોય. પુત્ર ભણી ગયો. ને પિતા હજુ ભણી ગયા નથી. તો પુત્રની પણ વડી દીક્ષા ન કરવી.. પિતા ભણી લે.. પછી જ બન્નેની સાથે કરવી. પિતાને ઘણી વાર લાગે એમ હોય તો એમને સમજાવીને માત્ર પુત્રની કરવી.. પિતાની તો તેઓ ભણી લે પછી જ કરવી. એટલે જણાય છે કે આ શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણવા પૂર્વે વડી દીક્ષાનો નિષેધ હતો. પણ હમણાં? હમણાં તો આચારાંગજીને ભણવા પૂર્વે જ, શ્રીદશવૈકાલિકના ષજીવનિકાય અધ્યયનને શૈક્ષક સૂત્ર-અર્થથી ભણી લે એટલે વડી દીક્ષા કરાય છે. આ આચરણ જીત કહેવાયું છે, વિરાધનારૂપ નથી કહેવાયું. - હવે જેમણે આ ફેરફાર કર્યો હશે એમની ખુદની પણ વડીદીક્ષા શસ્ત્રપરિજ્ઞા અધ્યયન ભણ્યા પછી જ થઈ હશે. તથા ફેરફાર કરવા પૂર્વે એમણે ખુદ તથા એમના ગુરુભગવંતોએ પણ, એ અધ્યયન ભણવા પૂર્વે વડી દીક્ષા કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો હશે એ પણ સ્પષ્ટ છે. એટલે જ્યારે એમણે ફેરફાર કર્યો હશે ત્યારે નીચેની બાબતો Page #22 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૬ ૧પ૭ હતી તો ખરી જ કે (૧) આજ સુધી તેઓ જેનો નિષેધ કરતા હતા તે હવે કરી રહ્યા છે. છતાં તેઓ માટે “પોતે અત્યાર સુધી જે કરતા હતા અને કહેતા હતા તેનાથી તેઓ વિરુદ્ધ કરનારા અને કહેનારા છે.” એવું કહેવાયું નથી. (૨) એમના ગુરુભગવંતોએ તો આચારાંગજીના એ અધ્યયન પૂર્વે કોઈને વડી દીક્ષા આપી જ નહોતી. અને તેઓએ આપવાની શરુ કરી. છતાં તેઓ “ગુરુદ્રોહી' કહેવાયા નથી.. (૩) શાસ્ત્રપાઠ તો આચારાંગજીના એ અધ્યયનની પૂર્વે વડી દીક્ષાનો નિષેધ કરનાર મળતો હતો. ને છતાં તેઓ શાસ્ત્રવિરુદ્ધ કરનારા, જિનાજ્ઞાભંજક, વિરાધક, મિથ્યાત્વી, અનવસ્થા ચલાવનારા... વગેરે કહેવાયા નથી. શંકા - આ ફેરફાર કરનારા ૧૪ પૂર્વધર – ૧૦ પૂર્વધર - પૂર્વધર - યુગપ્રધાન. જેવા હતા. તેઓ આવા ફેરફાર કરી શકે. બીજાઓ નહીં. સમાધાન - ના, શાસ્ત્રોમાં “૧૪ પૂર્વધર વગેરે જ' એમ નથી કહ્યું.. પણ “સંવિગ્ન ગીતાર્થ' કહ્યા છે. એમના આચરણને શિષ્ટાચાર રૂપે – માર્ગરૂપે સ્વીકારાયો છે અને ગીતાર્થ તરીકે પણ માત્ર પૂર્વધરોને જ નથી સ્વીકારાયા.. પણ જુદી-જુદી કલ્પના એ માટે અપાયેલી જ છે. જેમકે દૃષ્ટિવાદના જાણકાર હોય તે ઉત્કૃષ્ટ ગીતાર્થ-કલ્પવ્યવહારસૂત્રના જાણકાર હોય તે મધ્યમગીતાર્થ... નિશિથસૂત્રના જાણકાર હોય તે જઘન્ય ગીતાર્થ. એટલે વર્તમાનમાં પણ સંવિગ્નગીતાર્થ મહાત્માઓને દેશકાળ વગેરેની એવી કોઈ વિશેષ પરિસ્થિતિ નિર્માણ થયેલી લાગે ને તેથી તેઓ કોઈ ફેરફાર કરવા માગે તો તેઓને પણ, “તમે આજ સુધી જુદું કરતા હતા ને હવે જુદું કરી રહ્યા છો. તમે આજ સુધી જેનો નિષેધ કર્યો હતો તે હવે કરી રહ્યા છો. માટે તમે અસ્થિર મનના છો. તમારા ગુરુભગવંતો વગેરે કરતાં તમે અલગ પ્રકારે કરી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રહ્યા છો, માટે ગુરુદ્રોહી છો.. શાસ્ત્રોમાં તો આનો નિષેધ મળે છે.. ને તમે કરી રહ્યા છો, માટે તમે શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરી રહ્યા છો.. જિનાજ્ઞાભંજક છો.. વિરાધક છો, મિથ્યાત્વી છો..'' વગેરે કશું કહી શકાતું નથી, એ સ્પષ્ટ છે. તથા આવો ફેરફાર કરવાનો પ્રસંગ આવે ત્યારે ‘આ તમે જે ફેરફાર કરવા માગો છો.. એનો શાસ્ત્રપાઠ આપો..’ એમ શાસ્ત્રપાઠ માગવાનો હોતો નથી, કારણ કે પૂર્વે પણ જે-જે ફેરફાર થયેલા છે, એ બધાના શાસ્ત્રપાઠ મળતા જ નહોતા.. જો શાસ્ત્રપાઠ મળતો જ હોય તો તો એ શાસ્ત્રવચનને અનુસરીને જ એ પ્રવૃત્તિ ચાલુ જ હોય, પછી ફેરફાર કરવાનો ક્યાં પ્રશ્ન આવે ? તથા એ તો શાસ્ત્રવચનને અનુસરનારી હોવાથી માર્ગનો પ્રથમ પ્રકાર જિનવચનરૂપ જે કહ્યો છે. એમાં જ સમાવિષ્ટ થઈ જાય.. શિષ્ટાચારે પણ જિનવચનને જ અનુસરવાનું હોય તો એ સ્વતંત્ર બીજા પ્રકારના માર્ગ તરીકે રહે જ શી રીતે ? એટલે સ્પષ્ટ જ છે કે બીજા માર્ગ તરીકે જે શિષ્ટાચાર કહેવો છે તેના શાસ્ત્રમાં વચનો મળતા નથી જ હોતા. ને તેથી એ અંગે શાસ્ત્રપાઠ માગવો એ જિનવચનોના મર્મનું અજ્ઞાન છે, મૂઢતા છે. સીધી જ વાત છે. જો શાસ્ત્રમાં જે કહ્યું છે એ જ ગીતાર્થો દ્વારા કરાઈ રહ્યું હોય તો એ અંગે દેશ-કાળાદિને અનુસરીને પરંપરા ફેરવી... નવી સામાચા૨ી પ્રસ્થાપિત કરી-પ્રવર્તાવી' વગેરે કહેવાનું જ ક્યાં રહે ? ‘શાસ્ત્રપાઠ આપો.. શાસ્ત્રપાઠ આપો...' આવી બૂમરાણ મચાવનારા શું આ જાણતા નહીં હોય ? શંકા - પણ જો શાસ્ત્રો જોવાના જ નહીં હોય તો તો જેણે જે ફેરફાર કરવો હોય એ કરી દેશે.. બધું જ જીતવ્યવહાર.. તો પછી આરાધના ને વિરાધના જેવો કોઈ ભેદ જ નહીં રહે. સમાધાન - ભલા આદમી ! ગમે તેને ફેરફાર કરવાનો થોડો અધિકાર અપાયેલો છે ? સંવિગ્નગીતાર્થોને જ આવો અધિકાર છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૬ ૧૫૯ આમાં પણ સમજવા જેવું છે કે-કોઈ યુગપ્રધાન વગેરે વિશિષ્ટ લક્ષણોથી યુક્ત.. વિશિષ્ટ પુણ્યશાળી.. વિશિષ્ટ ગીતાર્થ.. સર્વગ્રાહ્ય વ્યક્તિ ક્યારેક એવી આવશ્યકતા લાગે તો શ્રીસંઘને આવો ફેરફાર સૂચવે છે ને બધા એનો સ્વીકાર કરે છે... કારણ કે વિશિષ્ટ લક્ષણો-ગીતાર્થતા વગેરેના કારણે એમના નિર્ણયમાં વૈતથ્ય હોવાની સંભાવના લગભગ હોતી નથી. શંકા ગુરુ ગૌતમ સ્વામી જેવા ભૂલ્યા.. તો બીજા કોણ ન ભૂલી શકે ? છદ્મસ્થતા ક્યારેક વૈતથ્ય પણ લાવી શકે ને ! સમાધાન -આવી શક્યતા લગભગ હોતી નથી.. ને છતાં ક્યારેક એવી આવશ્યકતા લાગે તો આ મહાત્માઓના દિલ અત્યંત નિર્મળ હોય છે.. કોઈ જ કદાગ્રહ હોવાની સંભાવના હોતી જ નથી. એટલે ઘણા-ઘણા-ઘણા ગીતાર્થોને જે નુકશાનકર્તા ભાસે એ પણ પકડી જ રાખવું આવો આગ્રહ તેઓને હોવો બિલકુલ સંભવિત હોતો નથી. પણ આ સિવાય સામાન્યથી સંવિગ્નગીતાર્થો, જ્યારે કોઈ વિશેષ ફેરફાર કરવાનો હોય ત્યારે એકલા નિર્ણય લેતા હોતા નથી.. શાસ્ત્રો, એ રીતે નિર્ણય લેવાનો અધિકાર આપતા નથી.. અરે પોતે જ ગચ્છાધિપતિ હોય.. મહાગીતાર્થ હોય.. બધા પોતાના જ શિષ્યો હોય.. ને પોતે જ ભણાવી-ગણાવીને ગીતાર્થ બનાવ્યા હોય.. તો પણ મહત્ત્વના પ્રશ્ને એ ગચ્છાધિપતિને એકલા નિર્ણય લેવાનો હોતો નથી.. ભલે ને પોતાના જ શિષ્યો હોય... ને પર્યાયમાં ઘણા નાના પણ હોય... તો પણ અન્ય ગીતાર્થો સાથે વિચાર-વિમર્શ કરીને જ નિર્ણય લેવાનો હોય છે. કારણ કે અનેક પરિબળોનો વિચાર કરવાનો હોય છે. છદ્મસ્થતાના કારણે અનાભોગાદિવશાત્ કોઈક મહત્ત્વના પરિબળ તરફ પોતાનું ધ્યાન જાય જ નહીં - ગયું જ ન હોય આવું બધું શક્ય છે. ને તેથી એક જ વ્યક્તિએ લીધેલા નિર્ણયમાં વૈતથ્ય હોવું પણ સંભવિત છે. માટે બહુસંખ્યક ગીતાર્થોને જ આવા નિર્ણયનો અધિકાર Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. આ શ્રીજૈનશાસનની મર્યાદા છે. ક્યારેક ફેરફાર કરવાનો ન હોય પણ કોઈ નવું અનુષ્ઠાન વગેરે શરુ કરવું હિતકર લાગ્યું હોય ને તેથી કોઈ ગીતાર્થ મહાત્માએ એ શરુ કર્યું હોય એવા દષ્ટાન્તો શાસનમાં બન્યા છે. પણ પછી બધા અપનાવે તો જ એ પરંપરારૂપ બને છે પણ જો ઘણા જ ઘણા ગીતાર્થો એનો વિરોધ કરે તો શરુ કરનારા એ ગીતાર્થે પણ એ અનુષ્ઠાન છોડી જ દેવું જોઈએ.. હા એકાદ વ્યક્તિ કે એની પાછળ એનું ગ્રુપ વિરોધ કરે તો એટલા માત્રથી એ છોડી દેવું કાંઈ જરૂરી હોતું નથી. કારણ કે એકાદ વ્યક્તિનો તો અનાભોગ વગેરે કે તેજોષ-ઈર્ષ્યા વગેરે પણ હોવા સંભવિત છે. બીજા બધા અપનાવે છે કે વિરોધ નથી કરતાં... એ ના નિષિદ્ધ અનુમતે ન્યાયે એ ગીતાર્થોને પણ માન્ય છે એમ લઈ શકાય છે. ને તેથી બહુસંખ્યક ગીતાર્થોને માન્ય હોવું ફલિત થવાથી નિષ્કર્ષ તો એ જ આવે છે કે બહુસંખ્યક ગીતાર્થોને માન્ય આચરણ એ શિષ્ટાચાર છે-પ્રમાણ છે ને તેથી માર્ગભૂત છે. વળી આ બહુસંખ્યક જે લેવાના છે તે પણ ગીતાર્થો જ લેવાના છે. અગીતાર્થના આચરણની તો શ્રીજૈનશાસનમાં કશી કિંમત નથી જ. એમનું તો સુંદર બુદ્ધિથી શુભઆશયથી કરેલું અનુષ્ઠાનઆચરણ પણ શાસ્ત્રકારો માન્ય કરતા નથી જ. શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કેअप्पागमो किलिस्सइ जइवि कहेइ अइदुक्करं तु तवं । सुंदरबुद्धिई कयं बहुयं पि न सुन्दरं होई ॥ ४१४ ।। અર્થ : જેનું આગમજ્ઞાન અલ્પ છે એ ઘણો દુષ્કર તપ કરે તો પણ ક્લેશ પામે છે, કારણ કે “આ હિતકર અનુષ્ઠાન છે” આવા શુભવિચારથી તેણે કરેલું ઘણું કાર્ય પણ પરિણામે સુંદર બનતું નથી આ અંગે વિશેષ વિચારણા આગળના લેખમાં જોઈશું. Page #26 -------------------------------------------------------------------------- ________________ ગયા લેખાંકમાં આપણે વિચારી લેખાંક રહ્યા હતા કે આચાર્ય વગેરે સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ દેશ-કાળાદિની - ૧૦ પરિસ્થિતિને જોઈને આચરણમાં પરિવર્તન કરે ત્યારે એ પરિવર્તનવાળી પ્રવૃત્તિઓ માટે શાસ્ત્રપાઠ માગવા જોઈએ કે નહીં ? એવી પ્રવૃત્તિનો નિષેધ કરનાર શાસ્ત્રવચનોને કે તે પ્રવૃત્તિ કરતાં જુદા પ્રકારની પ્રવૃત્તિને જણાવનાર શાસ્ત્રવચનોને આગળ કરીને એ ફેરફારવાળી પ્રવૃત્તિને શાસ્ત્રવિરુદ્ધ કહેવાય કે નહીં ? તેમજ એવા ફેરફારવાળા પ્રવૃત્તિ કરનાર મહાત્માઓને વિરાધક, આજ્ઞાભંજક, ગુરુદ્રોહી, મિથ્યાત્વી, કુગુરુ વગેરે કહી શકાય કે નહીં ? કે પછી એ પ્રવૃત્તિ પણ જીતવ્યવહાર રૂપ બનીને માર્ગરૂપ-આરાધનારૂપ બને? શંકા - આવો પ્રશ્ન – એનો વિચાર કેમ કરવો પડે છે ? જે આચરણ જીતવ્યવહારરૂપ બની શકે એ માટે શ્રીધર્મરત્નપ્રકરણની ૯૯મી ગાથામાં ‘ણ ય પડિસિદ્ધ' એવો અંશ જણાવેલો જ છે. એટલે કે શાસ્ત્રોમાં જેનો નિષેધ ન હોય તેવું આચરણ જ જીતવ્યવહારરૂપ બની શકે છે. એટલે જે જે આચરણને નકારનાર શાસ્ત્રવચન મળતાં હોય તે તે આચરણ જીતવ્યવહારરૂપ બની શકતું નથી. ને તેથી એ માર્ગરૂપ ન બનવાથી એના આચરનારાઓ વિરાધક બને જ એ સ્પષ્ટ છે. સમાધાન - ગયા લેખમાં આપણે વિચારી ગયા છીએ કે શાસ્ત્રોમાં મળતા નિષેધ બે પ્રકારે હોય છે. સર્વથા નિષેધ (= કોઈપણ પરિસ્થિતિમાં એનો નિષેધ જ રહે, વિધાન ન થાય એવો નિષેધ) અને સામાન્ય અંશતઃ નિષેધ (= સામાન્ય રીતે નિષિદ્ધ હોય, પણ એવી કોઈ વિશેષ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય તો એ વિહિત પણ બની શકે.) અબ્રહ્મ એ સર્વથા નિષિદ્ધ છે ને દોષિત ભિક્ષા વગેરે સામાન્યરૂપે નિષિદ્ધ છે. શ્રી ધર્મરત્નપ્રકરણમાં ‘ણ ય પડિસિદ્ધ જે કહ્યું છે તેનો અર્થ “સર્વથા નિષિદ્ધ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ન હોય” એટલો જ લેવાનો છે, “સામાન્ય રીતે નિષિદ્ધ ન હોય એવો નહીં. એટલે તાત્પર્યાર્થ એ મળે છે કે કયું આચરણ જીતવ્યવહારરૂપ ન જ બની શકે? તો કે જે સર્વથા નિષિદ્ધ હોય તે ન જ બની શકે, સામાન્ય રીતે જે નિષિદ્ધ હોય તે બની પણ શકે. (જો સંવિગ્ન ગીતાર્થ દ્વારા આચરિત હોય તો જીતરૂપ બને, નહીંતર ન બને.) શંકા - તમે આવું શાના પરથી કહો છો ? સમાધાન - આવી સ્પષ્ટ અસંદિગ્ધ તારવણી કરાવી આપનારા ઘણાં કારણો છે. (૧) જીતવ્યવહારનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ. (૨) ધર્મરત્નપ્રકરણમાં આપેલાં ઉદાહરણો અસંગત થઈ જવાની આપત્તિ. (૩) અનેકશાસ્ત્રવચનોનો નિષ્કર્ષ (૪) વિધાન-નિષેધમાં એકાંત ન હોવાનાં શાસ્ત્રીય કથનો. આ ચારે કારણોને આપણે સમજીએ - (૧) જીતવ્યવહારનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ - “જે સામાન્યથી નિષિદ્ધ હોય એ પણ જીતવ્યવહારરૂપ (શિષ્ટાચારાત્મક માર્ગરૂપ) ન જ બની શકે આવું જ માનીએ તો એનો અર્થ એ થાય કે જે આચરણ શાસ્ત્રવિહિત હોય એ જ જીતવ્યવહારરૂપ બની શકે. પણ આવું આચરણ તો “ભગવદ્વચન” રૂપ પ્રથમ માર્ગમાં જ પ્રવિષ્ટ થઈ જાય છે. એટલે ગ્રન્થકારે જેનો બીજા માર્ગ તરીકે ઉલ્લેખ કરેલો છે એ “જીત' રૂપ કોઈ આચરણ બચવા જ નહીં પામે.. ને તેથી એ માર્ગનો ઉચ્છેદ થઈ જશે. શંકા - આ રીતે જીતનો ઉચ્છેદ થઈ જવાની તમે જે આપત્તિ આપો છો તે બરાબર નથી. શાસ્ત્ર જે બાબતોનું નથી વિધાન કરતું કે નથી નિષેધ કરતું, પરંતુ ઉદાસીન રહે છે, તેવી બાબતોનું દેશ-કાળાદિને આશ્રીને થતું આચરણ “જીત’ રૂપ બની શકે છે. એટલે કે આવો વિભાગ કલ્પી શકાય છે. શાસ્ત્રવિહિત આચરણ એ પ્રથમ ભગવદ્ વચનરૂપ માર્ગ છે. શાસ્ત્રનિષિદ્ધ આચરણ એ ઉન્માર્ગ છે અને શાસ્ત્ર જેના પ્રત્યે Page #28 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ ૧૬૩ ઉદાસીન છે એવું દેશ-કાળાદિની અપેક્ષાએ થયેલું આચરણ એ બીજા ‘જીત' રૂપ માર્ગ છે. સમાધાન આવી બધી કલ્પના યોગ્ય નથી, કારણ કે તમે વિહિત, નિષિદ્ધ અને ઉપેક્ષિત... આવા આચરણના ત્રણ પ્રકાર માની રહ્યા છો, જે વાસ્તવિક રીતે છે નહીં. વાસ્તવિક તો વિહિત અને નિષિદ્ધ એમ બે જ પ્રકાર આચરણના છે. જેમકે પૂર્વે શ્રીઆચારાંગજીના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનને ભણ્યા પછી જ વડીદીક્ષાનું વિધાન હતું. એટલે એ પછી વડીદીક્ષા કરવી એ વિહિત આચરણ થયું.. એ પૂર્વે વડીદીક્ષા કરવી એ નિષિદ્ધ આચરણ થયું.. હવે, આ બે સિવાય ત્રીજું ક્યું આચરણ બચે છે? જેને ઉપેક્ષિત કહી શકાય. એટલે ‘ઉપેક્ષિત આચરણ જીત વ્યવહાર રૂપ બની શકે' આ વાત ઊભી રહી શકતી નથી. અને વિહિત આચરણ તો પ્રથમમાર્ગરૂપ છે. માટે, નિષિદ્ધ આચરણને પણ જો તથાવિધ પરિસ્થિતિમાં બીજા ‘જીત' માર્ગરૂપે માનવામાં ન આવે તો એ માર્ગનો ઉચ્છેદ થઈ જવાનો પ્રશ્ન ઊભો થાય જ. (૨) ધર્મરત્નપ્રકરણમાં આપેલાં ઉદાહરણો અસંગત થઈ જવાની આપત્તિ : શ્રીધર્મરત્નપ્રકરણ ગ્રન્થમાં ‘જીતવ્યવહાર’ના ઉદાહરણ તરીકે કલ્પપ્રાવરણ (=કપડો ઓઢવો) વગેરે આપેલાં છે. જો નિષિદ્ધ આચરણ જીતવ્યવહારરૂપ બની શકતા ન હોય તો આ બધા ઉદાહરણો અસંગત બની જશે. કારણ કે કલ્પપ્રાવરણ વગેરે સામાન્ય રીતે તો નિષિદ્ધ છે. એ અધિકારમાં સંવત્સરી અને ચોમાસીની તિથિના ફેરફારને પણ ‘જીત’ તરીકે જણાવેલ છે. જ્યાં સુધી સંવત્સરી પાંચમની હતી ત્યાં સુધી ચોથ તો અપર્વતિથિ હતી. અપર્વમાં પર્વ કરવાનો નિષેધ હોવો તો સ્પષ્ટ જ છે. એટલે ચોથના સંવત્સરી કરવી નિષિદ્ધ હતી જ ને છતાં સંવત્સરી પર્વ ચોથનું થયું છે ને ‘જીત' કહેવાયું છે એ પ્રસિદ્ધ છે જ. શંકા - પણ તિથિ તો સિદ્ધાન્ત છે, સામાચારી નહીં. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - આ સિદ્ધાન્ત અને સામાચારી.. એવા બે અલગ અલગ કથન દ્વારા તમે શું કહેવા માગો છો ? શંકા - જેમાં કશો ફેરફાર થઈ ન શકે એ સિદ્ધાન્ત અને જેમાં ફેરફાર ને અવકાશ છે એ સામાચારી. આવો ભેદ હોવાથી તિથિમાં ફેરફાર થઈ શકતો નથી. કારણ કે તિથિ એ સિદ્ધાન્ત છે. સમાધાન - આ એક નરી ભ્રમણા છે. જે કોઈ આચરણની વાત હોય એમાં દેશ-કાળ -પુરુષ વગેરેનો વિચાર આવે જ અને આ વિચાર આવે એટલે દેશ-કાળાદિમાં ધરખમ ફેરફાર થાય તો આચરણમાં પણ ફેરફાર થાય જ. અરે સંયમજીવનના પ્રાણ જેવા મહાવ્રતમાં પણ ફેરફાર થયેલો છે તો બીજાં આચરણોની શું વાત કરવી ? બાવીશ તીર્થકર ભગવંતોના શાસનમાં ચાર મહાવ્રત હતા.. અને પ્રભુવીરના શાસનમાં ચારના પાંચ મહાવ્રત થઈ ગયા. અને એટલે જ પ્રભુ પાર્શ્વના જે મહાત્માઓ પ્રભુવીરના સંઘમાં સામેલ થયા તેઓને ફરીથી મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવ્યા (વડદીક્ષા કરવામાં આવી). આમ મહાવ્રતો પણ જો સંયોગને આધીન છે તો બાકીના આચરણોનું પૂછવાનું જ શું ? તમે જે સિદ્ધાન્ત-સામાચારી માટે કલ્પના કરી છે એને જ અનુસરવાનું હોય તો લોકાકાશ ૧૪ રાજ ઊંચો છે, ૧-૫-૧-૭ રાજ વ્યાસ ધરાવનારો છે.. વગેરે શાસ્ત્રીય વાતો કે જે આપણા આચરણમાં ઉતરતી નથી. એને જ સિદ્ધાન્ત કહેવા પડે. બાકી જે આપણા આચરણનો વિષય બને છે એ બધી બાબતોને સામાચારી કહેવી જ પડે. અને એ તો દેશ-કાળાદિ બદલાયે બદલાઈ પણ શકે છે. તિથિ પણ આપણી આચરણાનો વિષય છે, ને તેથી એ પણ સામાચારીરૂપ બનવાથી “એમાં ફેરફાર ન જ થઈ શકે એમ શી રીતે કહી શકાય? બાકી, અતિથિમાં કોઈ કાળે ફેરફાર ન જ થઈ શકે આવું જ જો માનવાનું હોય તો શ્રીકાલિકસૂરિ મહારાજ પણ પાંચમની ચોથ કરી Page #30 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ ૧૬૫ શક્યા ન જ હોત. ‘પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરસનાં ક્ષય-વૃદ્ધિ કરવાં' એ શાસ્ત્રનિષિદ્ધ છે એવું માનનારાઓએ પણ પહેલાં તેરસનાં ક્ષય-વૃદ્ધિ કર્યાં... પછી પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ કર્યાં.. પછી પાછા તેરસનાં ક્ષય-વૃદ્ધિ અને ત્યારબાદ પાછા પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિ કરી.. તિથિમાં ફેરફાર શક્ય જ ન હોય તો આ બધા ફેરફાર શા માટે? પોતે ફેરફાર કરવો હોય તો તિથિ એ સામાચારી... ને બીજાઓ ફેરફાર કરે તો તિથિ એ સિદ્ધાન્ત... આ તે કેવો ન્યાય ? આવો પક્ષપાત ભરેલો ન્યાય કરનારાઓએ પણ ફેરફાર તો કરેલો જ છે.. એ ફેરફાર પૂર્વેની કે પછીની બેમાંથી એક જ આચરણા શાસ્ત્રસિદ્ધ હશે.. -બીજી તો શાસ્ત્રનિષિદ્ધ હશે જ એ સ્પષ્ટ છે. તો એ અંગે ‘શાસ્ત્રપાઠ દર્શાવો' એમ શાસ્ત્રપાઠ પૂછવા જોઈએ ? એમણે શાસ્ત્રપાઠ દર્શાવવાની પોતાની ફરજ બજાવેલી ? તથા, ‘પહેલાં તેઓ જુદું કરતાં હતા, હવે જુદું કરે છે.. અસ્થિરમનના છે' વગેરે કહી શકાય ? શંકા - પણ એ તો અભિયોગ વગેરે પરિસ્થિતિવશાત્ એમણે એવી શાસ્ત્રનિષિદ્ધ આચરણા કરવી પડેલી.. સમાધાન - આમાં કયો અભિયોગ ? કોનો અભિયોગ ? વગેરે ઘણું વિચારણીય છે.. પણ એ બાજુ પર રાખવામાં આવે તો પણ, એવી નિષિદ્ધ આચરણા એમણે જે કરેલી તેને તેઓએ આરાધનારૂપ માનેલી? કે વિરાધનારૂપ ? વિરાધનારૂપ માનેલી એમ કહી શકાતું નથી, કારણ કે કોઈએ એનું પ્રાયશ્ચિત્ત કર્યું નથી કે કોઈ પાસે કરાવવામાં આવ્યું નથી. એટલે એને આરાધના રૂપે માનેલી એ સ્પષ્ટ જ છે. તેથી સિદ્ધ થાય છે કે સામાન્યથી નિષિદ્ધ આચરણ પણ એવી કોઈ પરિસ્થિતિમાં આરાધનારૂપજીતવ્યવહારરૂપ-માર્ગરૂપ બની શકે છે અને એ આચરણ સામાન્યથી તો શાસ્ત્ર નિષિદ્ધ જ છે. માટે એનો શાસ્ત્રપાઠ મળવાનો તો કોઈ અવકાશ જ હોતો નથી, ને તેમ છતાં, એ આરાધનારૂપ-માર્ગરૂપ બને છે. માટે એ પણ નિશ્ચિત્ત થાય છે કે સંવિગ્નગીતાર્થ મહાત્માઓ દેશ-કાળાદિને Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે નજરમાં લઈને આચરણમાં કાંઈ પણ ફેરફાર વગેરે કરે તો એ વખતે શાસ્ત્રપાઠ માગવાનો હોતો નથી. આમ, શ્રીધર્મરત્નપ્રકરણમાં કલ્પપ્રાવરણ, તિથિનો ફેરફાર વગેરે જે ઉદાહરણો જીતવ્યવહાર તરીકે માર્ગરૂપ બનેલા આચરણોના આપેલા છે તે અસંગત ન ઠરી જાય એ માટે ‘સામાન્યથી શાસ્ત્રનિષિદ્ધ આચરણ પણ, તેવી પરિસ્થિતિના કારણે સંવિગ્નગીતાર્થોએ પટ્ટક વગેરે દ્વારા આચરણમાં મૂકેલું હોય તો એ માર્ગરૂપ બને જ છે,' એમ માનવું આવશ્યક છે. : (૩) અનેક શાસ્ત્રવચનોનો નિષ્કર્ષ ઃ અનેક શાસ્ત્રવચનો પણ આ નિષ્કર્ષ પર પહોંચવા પ્રેરે છે કે જે આચરણા શાસ્ત્રનિષિદ્ધ હોય તે, તેવા દેશ-કાળ વગેરેને લક્ષમાં લઈને ગીતાર્થ સંવિગ્નોથી આચરવામાં આવે તો ‘જીત’ રૂપ બને છે, વિરાધનારૂપ નહીં. જેમ કે આચરણમાં ફેરફાર કરવાનો હોય ત્યારે કયા આગમવચન સામે જોવું ? એ માટે ધર્મરત્નપ્રકરણના વૃત્તિકારે કહ્યું છે કે - दोसा जेण णिरुज्झन्ति, जेण खिज्जंति पुव्वकम्माई । सो सो मुक्खोवाओ रोगावस्थासु समणं व ॥ અર્થ : જેનાથી દોષો દૂર થતા જાય, જેનાથી પૂર્વે બાંધેલા કર્મોનો નાશ થતો જાય તે બધું મોક્ષના ઉપાયરૂપ છે, એટલે કે માર્ગરૂપ બને છે, જેમકે રોગી અવસ્થામાં જે જે ચીજથી રોગ મટતો જાય એ બધું ઔષધરૂપ બને છે. આમાં સ્પષ્ટ છે કે - ‘વિવક્ષિત નવા આચરણનું નિષેધક કોઈ શાસ્ત્રવચન મળતું હોય તો એ આચરણ માર્ગરૂપ બને નહીં' એવું વૃત્તિકારે કહ્યું નથી. ત્યારબાદ ત્યાં મૂળગ્રન્થમાં જીત આચારરૂપ બનેલા અનેક આચરણોને દર્શાવીને છેવટે કહ્યું છે કે, અથવા વધું શું કહેવું ? जं सव्वहान सुत्ते पडिसिद्धं नेव जीववहहेऊ । तं सव्वंपि पमाणं चारित्तधणाणमणियं च ॥ Page #32 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ ૧૬૭ અર્થ : મૈથુનસેવનની જેમ જેનો સૂત્રમાં સર્વથા નિષેધ નથી, તેમજ જે જીવહિંસાના કારણભૂત નથી તે બધું ચારિત્રધનવાળા મહાત્માઓને પ્રમાણ છે માન્ય છે. (અહીં ‘સર્વથા' એવો જે શબ્દ રહેલો છે તે ‘ણ ય પડિસિદ્ધ' એવું અન્યત્ર જે કહ્યું છે તે ‘સર્વથા નિષિદ્ધ ન હોય' એવા અર્થને જ સૂચવે છે એમ નિશ્ચિત્ત કરી આપે છે.) તથા પૂર્વાચાર્યોએ પણ કહ્યું છે કે - अवलंबिऊण कज्जं जं किंपि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ।। અર્થ : સંયોમપકારક કાર્યને નજરમાં રાખીને ગીતાર્થ પુરુષો અલ્પદોષવાળું અને અનેક ગુણોવાળું જે કાંઈ આચરે છે તે ચારિત્રસંપન્ન બધા મહાત્માઓને પ્રમાણ હોય છે તથા નિષિદ્ધ વાતો જ તેવા દેશ કાળમાં અનિષિદ્ધ બની જઈને કર્તવ્ય બની જાય છે એવું વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ પ્રશમરતિ પ્રકરણમાં કહ્યું છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. એટલે, જે પૂર્વે અકલ્પ્ય હતું – એટલે કે નિષિદ્ધ હતું તે જ પછી કલ્બ-આચરવા યોગ્ય‘જીત’ માર્ગરૂપ બનેં છે આવું આમાં પણ જણાવ્યું જ છે. શંકા - આમાં, અકલ્પ્ય કલ્પ્ય બની જવાની જે વાત છે તે તો ‘અપવાદમાર્ગ’ માટે છે, જીત માટે ક્યાં છે ? સમાધાન - સામાન્યથી, ‘અપવાદ’ અને ‘જીત’ આ બે શબ્દોથી બે જુદી જુદી બાબતો ઉપસ્થિત થાય છે. એટલે એ બેને સાવ ભિન્ન માનવાના કારણે આ પ્રશ્ન ઊભો થાય છે. પણ આ બે સર્વથા ભિન્ન છે નહીં. કારણકે અમુક ચોક્કસ પ્રકારના દેશ-કાળ-પુરુષાદિને નજરમાં લઈને જ ગીતાર્થ સંવિગ્નો જે આચરણ કરે છે એ જ ‘જીત' બને છે કે એ જ ‘અપવાદ’ બને છે. આ બે વચ્ચે ભેદ પાડવો હોય તો આવો પાડી શકાય કે દેશ કાળાદિને નજરમાં લઈને એકવાર કરેલું આચરણ, બીજી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ત્રીજીવાર કરતી વખતે પણ જો, દેશકાળાદિના વિશેષ પ્રકારે નિરીક્ષણ કર્યા બાદ આવશ્યક લાગે તો જ કરવાનું હોય તો એ “અપવાદ' તરીકે સમજાય છે. પણ અવસર્પિણી કાળ વગેરેને નજરમાં લઈને, જ્યાં સુધી દેશ કાળાદિમાં બીજો વિશેષ ફેરફાર ન થાય ત્યાં સુધી માટે, હંમેશ માટે, સંવિગ્નગીતાર્થો જે આચરણ નિશ્ચિત કરી દે એ “જીત' તરીકે સમજાય છે. પછી, આવા આચરણ માટે દરેક વખતે, “તેવા દેશકાળાદિ છે કે નહીં?” એ માટેના ગીતાર્થના વિશિષ્ટ નિર્ણયની આવશ્યક્તા હોતી નથી. આ તો આવો કંઈક ભેદ કરી શકાય માટે કહ્યું, બાકી “જીત” પણ એક વિશેષ પ્રકારનો અપવાદ જ છે અને તેથી ઉક્ત વચન એના માટે છે જ. (૪) વિધાન-નિષેધમાં એકાંત ન હોવાનાં શાસ્ત્રીય કથનોઉપદેશમાળા (૩૯૨) માં કહ્યું છે तम्हा सव्वाणुन्ना सव्वनिसेहो य पवयणे णस्थि । आयं वयं तुलिज्जा लाहाकंखिव्व वाणियओ ।। અર્થ : તેથી પ્રવચનમાં - આગમમાં કોઈપણ વાતનો સર્વથા નિષેધ નથી કે સર્વથા અનુજ્ઞા નથી. લાભાકાંક્ષી વાણિયાની જેમ લાભ નુકશાનનો હિસાબ લગાવી પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરવી. (પ્રસ્તુત બત્રીશીમાં પણ આ જ અર્થવાળી પાંચમી ગાથા છે). કોઈપણ પરિસ્થિતિમાં જેનું આચરણ વિરાધનારૂપ જ રહે, માર્ગરૂપ ન જ બને. ને તેથી જે સર્વથાનિષિદ્ધ છે એવી ચીજ તો એકમાત્ર મૈથુન છે. કહ્યું છે – न य किंचि अणुन्नायं पडिसिद्धं वा वि जिणवरिदेहिं । मोत्तुं मेहुणभावं न तं विणा रागदोसेहिं ।। અર્થ : શ્રી જિનેશ્વરભગવંતોએ કોઈ ચીજની સર્વથા અનુજ્ઞા આપી નથી કે મૈથુન સિવાય અન્ય કોઈ ચીજનો સર્વથા નિષેધ કર્યો નથી. મૈથુનનો સર્વથા નિષેધ એટલા માટે છે કે એ રાગ-દ્વેષ વિના થઈ Page #34 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ શકતું નથી. જેનાથી રાગ-દ્વેષની હાનિ થાય એવી તો કોઈપણ પ્રવૃત્તિ આચરણીય છે એમ પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે અનેક ગ્રન્થોમાં ઉપસંહારરૂપે કહ્યું છે किं बहुना इह जह जह रागद्दोसा लहुं विलिज्जंति । तह तह पट्टिअव्वं एसा आणा जिणिंदाणं ॥ અર્થ : વધારે શું કહેવું ? જે જે રીતે રાગદ્વેષ શીઘ્ર વિલીન થતા જાય તે તે રીતે પ્રવર્તવું એ શ્રીજિનેશ્વરદેવોની આજ્ઞા છે. ૧૬૯ આ બધા ગ્રન્થાધિકારો પરથી સ્પષ્ટ છે કે- શાસ્ત્રોમાં ડગલે ને પગલે વિધાન કે નિષેધ હોવા છતાં એ વિધાન-નિષેધ સર્વથા (એકાન્તે) હોતા નથી. દેશકાળાદિને અનુસરીને વિહિત ચીજ નિષિદ્ધ બની શકે છે ને નિષિદ્ધ ચીજ વિહિત બની શકે છે. એટલે જેનો શાસ્ત્રમાં સામાન્યથી નિષેધ મળતો હોય, તેવો ફેરફાર સંવિગ્નગીતાર્થો ગમે તેવા દેશાકાળાદિ બદલાય તો પણ ન જ કરી શકે, આવો બધો ફેરફાર શાસ્ત્રવિરુદ્ધ જ હોય, વિરાધનારૂપ જ હોય' આવી બધી વાતો સત્યથી વેગળી છે. એટલે જ ગ્રન્થકારે પ્રસ્તુત બત્રીશીમાં આઠમી ગાથામાં, કલ્પપ્રાવરણાદિ ‘જીત’રૂપ જે બને છે અને શ્રાદ્ધમમત્વાદિ વિરાધનારૂપ જે બને છે તેના કારણ તરીકે એમ નથી કહ્યું કે ‘કલ્પપ્રાવરણાદિ શાસ્ત્રનિષિદ્ધ નથી માટે જીતરૂપ છે જ્યારે શ્રાદ્ધમમત્વાદિ શાસ્ત્રનિષિદ્ધ છે, માટે વિરાધનારૂપ છે' કિન્તુ એમ કહ્યું છે કે ‘કલ્પપ્રાવરણાદિ તત્ત્વજ્ઞાનથી થયેલા છે, માટે ‘જીત’ છે અને શ્રાદ્ધમમત્વાદિ મોહથી – રાગ દ્વેષથી થયેલા છે માટે વિરાધનારૂપ છે.’ પ્રશ્ન ઃ આ બધા પ્રતિપાદન પરથી શું તમારો એવો અભિપ્રાય ફલિત થતો નથી કે સર્વથાનિષિદ્ધ મૈથુનને છોડીને જેણે જે ફેરફાર કરવો હોય તે કરી શકે છે, ભલે ને એ શાસ્ત્રનિષિદ્ધ હોય, તો પણ એ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વિરાધનારૂપ બનતું નથી પણ ‘જીત' માર્ગરૂપ જ બને છે ? ઉત્તર : ના, આવો અભિપ્રાય ફલિત થતો નથી, કારણ કે કોઈપણ આચરણને ‘જીત' બનવા માટેની એક મહત્ત્વની શરત એ છે કે સંવિગ્નગીતાર્થ મહાત્માઓએ એ આચરેલું હોવું જોઈએ. એટલે જે તે વ્યક્તિના આચરણની તો કોઈ જ કિંમત નથી. શંકા - ‘સંવિગ્ન’ અને ‘ગીતાર્થ’ આવાં બે વિશેષણો શા માટે છે ? – સમાધાન - શાસ્ત્રોમાં કહ્યું છે કે મોક્ષમાર્ગનો પ્રારંભ અપુનર્બન્ધક અવસ્થાથી છે. આ અવસ્થાની પૂર્વે કદાચ બાહ્યદૃષ્ટિએ નિર્મળ-કઠોર સંયમપાલન હોય તો પણ એનાથી આત્મા એક કદમ પણ મોક્ષ તરફ આગળ વધી શકતો નથી. આ અપુનર્બન્ધક અવસ્થામાં પણ જ્ઞાનીઓએ સર્વત્ર ઔચિત્ય સેવન હોવું કહ્યું છે. જેમ જેમ ભૂમિકા આગળ વધે છે તેમ તેમ પ્રવૃત્તિમાં ઔચિત્ય વધુ વ્યાપક ને વધુ સૂક્ષ્મ બનતું જાય છે... શાસ્ત્રોમાં કહેલી આ વાતથી જણાય છે કે પ્રવૃત્તિમાં ઔચિત્ય એ મોક્ષને અનુકૂળ છે અને પ્રવૃત્તિમાં અનુચિતતા એ મોક્ષને પ્રતિકૂળ છે. આ અનુચિતતા પ્રવૃત્તિમાં જે આવતી હોય છે તે ક્યાં તો રાગ-દ્વેષના કારણે આવતી હોય છે ને ક્યાં તો અજ્ઞાનના કારણે આવતી હોય છે. આમાંથી, રાગ-દ્વેષના કારણે આવનારી અનુચિતતાને સંવિગ્નતા=પાપભીરુતા ટાળે છે અને અજ્ઞાનના કારણે સંભવિત અનુચિતતાને ગીતાર્થતા ટાળે છે. માટે સંવિગ્નગીતાર્થનું આચરણ અનુચિત હોતું નથી, ને તેથી ‘જીત' બનવામાં કોઈ અસંગતિ નથી. શંકા - મહાત્મા સંવિગ્ન-ગીતાર્થ એ બરાબર.... છતાં છદ્મસ્થ પણ છે જ. ને છદ્મસ્થતા કંઈક પણ ભૂલ કરાવે એવી શક્યતાને નકારી શકાતી નથી. તો એમની પ્રવૃત્તિમાં અનુચિતતા ન જ હોય એમ શી રીતે કહેવાય? સમાધાન - એટલે જ સામાન્યથી એક ગીતાર્થના આચરણની Page #36 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૭ ૧૭૧ વાત નથી પણ અનેક ગીતાર્થો જે આચરતાં હોય એની અહીં વાત છે. બહુમતિ ગીતાર્થોએ લીધેલા નિર્ણયમાં આવી સંભાવના સંભવતી નથી. જે સંવિગ્નગીતાર્થ નથી એનું તો સુંદર બુદ્ધિથી કરેલું આચરણ પણ ઘણુંખરું પરિણામે સુંદર બનતું નથી, એવું શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે જે આપણે આગળ જોઈ ગયા છીએ. આચરણમાં જે રાગ-દ્વેષ પ્રયુક્ત શિથિલતા આવે છે તે તો રાગવૈષ પ્રયુક્ત હોવાના કારણે જ “જીત' રૂપ બનતી નથી એ સ્પષ્ટ છે. અર્થાત્ એવા કોઈ દેશ કાળાદિને નજરમાં લેવામાં આવ્યા નથી, પણ રાગ-દ્વેષ કે પ્રમાદને વશ બની શિથિલ આચરણ કર્યું, ને પછી એના બચાવ માટે દેશ-કાળને આગળ ધરવામાં આવે તો એ વિરાધનારૂપ છે એ સ્પષ્ટ જ છે. શંકા-સંવિગ્નગીતાર્થોનું આચરણ “માર્ગ'રૂપ બને એ બરાબર. પણ આચરણ માટેના પટ્ટક વગેરે કરનારા જે આચાર્ય વગેરે મહાત્માઓ છે એ બધા ગીતાર્થ થોડા છે? શાસ્ત્રના રહસ્યાર્થ તેઓ પામેલા ન હોવાથી અગીતાર્થ છે.. પછી એમના આચરણને વિરાધનારૂપ કેમ ન કહેવાય? સમાધાન - બીજા બધા અગીતાર્થ છે ને અમે જ સાચું તત્ત્વ સમજેલા હોવાથી ગીતાર્થ છીએ” આવું માનવાવાળા જ વસ્તુતઃ તત્ત્વના અજાણ અગીતાર્થ હોય છે એવું શ્રીયોગસારમાં કહ્યું છે. तात्त्विका वयमेवान्ये भ्रान्ताः सर्वेऽप्यतात्त्विकाः । રૂતિ મત્સરિnો તૂરોત્સારિતાસ્તવસારતઃ | ૨-૧૦ના અર્થ : “માત્ર અમે જ તત્ત્વના સાચા જાણકાર ગીતાર્થ છીએ. બીજા બધા તો તત્ત્વને સમજવામાં બ્રાન્ત થયેલા છે અને તેથી અતાત્ત્વિકઅગીતાર્થ છે. આવું જેઓ માને છે અને કહે છે તેઓ ઈર્ષ્યાખોર છે અને તત્ત્વના સારથી-ગીતાર્થપણાથી ક્યાંય દૂર ફેંકાઈ ગયા છે. વિશેષ આગળના લેખમાં વિચારીશું. Page #37 -------------------------------------------------------------------------- ________________ લેિખાંક ગયા લેખમાં આપણે જોયું કે દેશ-કાળાદિને અનુસરીને સંવિગ્ન ગીતાર્થો જે કાંઈ આચરે છે તે નિષિદ્ધ - ૧૮ હોવા છતાં, વિરાધનારૂપ બનતું નથી, બલ્ક જીતવ્યવહાર માર્ગરૂપ બને છે. અને તેથી આરાધનારૂપ હોવાના કારણે એને આચરનારા ભવ્ય જીવ એના દ્વારા આત્મહિત સાધે છે. આવો આ અધિકારનો રહસ્યાર્થ નિશ્ચિત થાય છે. વળી, આવા આચરણો અંગે જો શાસ્ત્રપાઠ માગવામાં આવે તો, શાસ્ત્રપાઠ તો નિષેધનો કે એનાથી જુદા પ્રકારના આચરણનો જ મળતો હોવાથી એ આચરણોને શબ્દો દ્વારા સાક્ષાત્ શાસ્ત્રપાઠનું સમર્થન મળવાની શક્યતા લગભગ હોતી નથી જ. જો કે “જીત વ્યવહાર પણ માર્ગરૂપ છે” વગેરે શાસ્ત્રવચનોના રહસ્યાર્થરૂપે એ સમર્થન મળતું જ હોય છે. પણ એવા સમર્થનને પિછાણવા માટે મન કદાગ્રહમુક્ત-મધ્યસ્થ હોવું જરૂરી છે. ગીતાર્થપ્રધાન શ્રીસંઘનો બહુ મોટો ભાગ આવાં જે કાંઈ આચરણો આચરતો હોય, પણ પોતે એવું આચરણ કરતાં નથી. માટે “એ આચરણોનો નિષેધ કરનાર જે શાસ્ત્રપાઠ મળે એને આગળ કરીને એનું ખંડન કરો... એને વિરાધનારૂપ જાહેર કરો... એને આચરનારા આખા સંઘને મિથ્યાત્વી કહો, વિરાધક કહો... જિનાજ્ઞાબાહ્ય જાહેર કરીને હાડકાંનો માળો કહો...' આવો બધો તંત પકડ્યો હોય એને રહસ્યાર્થરૂપે રહેલાં શાસ્ત્રસમર્થન સમજાતા નથી. ને તેથી તેઓ, ને તેઓનો શ્રદ્ધાળુવર્ગ આત્મહિતકર આવા આચરણોથી વંચિત રહે છે. એટલું જ નહીં, એવા આચરણો દ્વારા વિપુલ આત્મહિત સાધનાર શ્રીસંઘની મિથ્યાત્વી-વિરાધક-હાડકાંનો માળો વગેરે શબ્દો દ્વારા નિંદા કરી દુર્લભબોધિપણું ઉપાર્જ છે. જે ભવ્યાત્માએ આવા ઘોર નુક્શાનથી બચવું હોય એણે આવા આચરણો અંગે શાસ્ત્રપાઠ માગવાની મૂઢતા સેવવી ન જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં શબ્દો તો નિષેધના Page #38 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૮ ૧૭૩ જ મળે એવું પણ શક્ય છે જ એ આપણે પૂર્વ લેખોમાં વિસ્તારપૂર્વક વિચારી ગયા છીએ... શંકા - પણ શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે નિષેધ દર્શાવ્યો હોય એવું આચરણ હિતકર હોય ? સમાધાન - જો એવા આચરણોને અહિતકર જ માનવામાં આવે તો, દેશકાળાદિ બદલાય તો શાસ્ત્રનિષિદ્ધ-અકથ્ય બાબત પણ શાસ્ત્રવિહિતકધ્ય બની જાય છે આવું જણાવનાર શાસ્ત્રપાઠોનું શું કરશો? આ શાસ્ત્રપાઠી એને વિહિત=કલ્પ જણાવે છે એનો અર્થ જ એને આત્મહિતકર તરીકે જાહેર કરે છે, એ સ્પષ્ટ છે. એટલે બન્ને પ્રકારના શાસ્ત્રવચનોની સંગતિ થાય એ માટે પણ માનવું જોઈએ કે જે નિષેધ છે તે સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને છે કે જે વિધાન છે એ વિશેષ પ્રકારની પરિસ્થિતિને નજરમાં રાખીને છે. એટલે જયારે વિશેષ પરિસ્થિતિને જ નજરમાં રાખીને વિવક્ષિત આચરણને હિતકર કહેવામાં આવી રહ્યું છે ત્યારે સામાન્ય પરિસ્થિતિ સંબંધી શાસ્ત્રવચનોને જોવા વિચારવાનો અવસર જ નથી એ સ્પષ્ટ છે. ને છતાં એવા શાસ્ત્રવચનોને આગળ કરવા ને એમાં દર્શાવેલા નિષેધની બૂમરાણ મચાવવી એ મૂઢતા નહીં તો બીજું શું કહેવાય? શંકા - પણ જો આમ સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને નિષેધ કરનાર શાસ્ત્રપાઠ મળે છે તો એમ, વિશેષ પરિસ્થિતિને નજરમાં રાખીને એનું વિધાન કરનાર સ્પષ્ટ શબ્દો પણ મળવા જ જોઈએ ને ? સમાધાન - સામાન્ય પરિસ્થિતિ સામાન્ય કોમન એક સરખી હોય છે. અનેક અલગ અલગ પ્રકારની હોતી નથી. માટે એને નજરમાં રાખીને નિષેધ કરવો શક્ય બને છે, ને તેથી એ સ્પષ્ટ શબ્દો દ્વારા જણાવેલો હોય છે. વિશેષ પરિસ્થિતિઓ તો હજારો પ્રકારની અલગ અલગ હોય છે. એમાં કેવો કેટલો અપવાદ લેવો વગેરે તરતમતાના પણ હજારો પ્રકારો હોય છે. માટે સ્પષ્ટ અક્ષરો દ્વારા એનું વર્ણન શક્ય હોતું Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જ નથી... એટલે સ્પષ્ટ શાસ્ત્રપાઠ મળે જ શી રીતે ? આ વાત આપણે આગળ પણ વિચારી જ ગયા છીએ. એટલે આવા આચરણો અંગે વસ્તુતઃ, એ આચરણો સંવિગ્ન ગીતાર્થો કહી-કરી રહ્યા છે કે અન્ય ? આટલું જ જોવું જોઈએ... ને જો સંવિગ્ન ગીતાર્થો આવું આચરણ કહી રહ્યા છે-કરી રહ્યા છે, આવું જાણવા મળે તો એ આચરણને નિઃશંકપણે આત્મહિતકર માની લેવું એ જ આત્મહિતકર છે. એટલે સંવિગ્ન ગીતાર્થો દેશ કાળ વગેરેને જોઈને જે પટ્ટક વગેરે કરે... આચરણમાં ફેરફાર કરે કે નવાં આચરણો પ્રવર્તાવે એ અંગે ‘અમને શાસ્ત્રપાઠ આપો, કયા શાસ્રપાઠના આધારે તમે આ આચરણ પ્રવર્તાવો છો ? વગેરે રીતે શાસ્ત્રપાઠ માગવા એ પણ મૂઢતા જ રહે છે ને કે બીજું કાંઈ ? તેમજ વિવક્ષિત આચરણથી વિપરીત પ્રતિપાદન કરનારા શાસ્ત્રપાઠો લોકો સમક્ષ રજુ કરીને પોતાની જાતને શાસ્ત્ર સિદ્ધાન્ત સંરક્ષક, શાસ્ત્રાનુસારી, ગીતાર્થ વગેરે માની લેવી એ... તથા, ‘આચરણમાં ફેરફાર કરનારા આ મહાત્માઓ આ વિવક્ષિત શાસ્ત્ર પાઠને અનુસરતા નથી, માટે અગીતાર્થ છે, ને તેથી એમણે કરેલા ફેરફાર અગીતાર્થકૃત હોવાથી ‘જીત’રૂપ ન બને, વિરાધનારૂપ જ બને... વગેરે માન્યતાઓ અપનાવવી એ.. આ બધું નરી બ્રાન્તિ જ રહે છે કે બીજું કાંઈ ? વસ્તુતઃ વિરાધનારૂપ શું બને ? એને જણાવતા ગ્રન્થકાર શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું જ છે કે - સ્વગચ્છ પર શ્રદ્ધા ધરાવનારા ગૃહસ્થોને અન્ય સાધુઓનો સંગ કરતા અટકાવવા એ વિરાધના છે. એટલે બીજા સમુદાયના સાધુઓને હાથ ન જોડવા, વંદન ન કરવા, એમના પ્રવચનાદિ ન સાંભળવા, એમનું સાહિત્ય ન વાંચવું, એમનો સંપર્ક ન કરવો... વગેરે વગેરે સ્વશ્રદ્ધાળુ શ્રાવકોને શીખવાડવું એ વિરાધનારૂપ છે જ, એ નિઃશંક જાણવું. શંકા - મહાત્માઓ ભલે સંવિગ્ન ગીતાર્થ હોય.. પણ એટલા માત્રથી તેઓના આચરણ અંગે શાસ્ત્રપાઠ ન માગવો... ને તેઓ જે Page #40 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૮ ૧૭૫ કહે. જેવું કહે એને બાબાવાક્ય પ્રમાણમ્ કહીને સ્વીકારી લેવું.... આવી વાત વધારે પડતી નથી લાગતી ? સમાધાન - ના, નથી લાગતી, કારણ કે જ્ઞાનીઓએ જ આપણને એવું માર્ગદર્શન આપ્યું છે. શ્રી આવશ્યક નિર્યુક્તિ વગેરે અનેક શાસ્ત્રોમાં કહ્યું છે કે સંવિગ્નગીતાર્થ ગુરુ ભગવંત ઉપયોગપૂર્વક જે કહેતાં હોય છે તેમાં અવિકલ્પે (વિના વિકલ્પે) તથાકાર કરવો-તત્તિ કહીને એનો સ્વીકાર કરવો. એટલે ઘણા સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ દેશકાળાદિનો ને શાસ્ત્રપાઠાદિનો પર્યાપ્ત વિચાર કરીને જે આચરણ જણાવે એ ઉપયોગપૂર્વક જ કહેવાયેલું હોવાથી એમાં વિના વિકલ્પે તથાકાર કરવો એ દરેક આત્મહિતેચ્છુની ફરજ છે. એટલે ‘આપણને શાસ્ત્રીય લાગે કે તર્કસંગત લાગે તો સ્વીકારવાનું ને એવું ન લાગે તો ન સ્વીકારવાનું...' આવો વિકલ્પ આપણને શાસ્ત્રકારો આપતા નથી એ સ્પષ્ટ છે. આવો વિકલ્પ કરવો એ મિથ્યાત્વ છે, આવો વિકલ્પ કરવો એ અભિનિવેશ છે -કદાગ્રહ છે...એવું સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિ મહારાજે પંચાશકજીમાં ને લઘુહરિભદ્ર શ્રી યશોવિજયજી મહારાજે સામાચારી પ્રકરણ ગ્રન્થમાં કહ્યું છે. શંકા - પણ ગીતાર્થ મહાત્માઓનું એ આચરણ સંબંધી વચન (કે આચરણ) યુક્તિસંગત ન હોય તો ? સમાધાન - એ યુક્તિસંગત ન હોય એવું બની ન શકે, હા, આપણને એ યુક્તિ ન ભાસે... ક્યારેક વિપરીત યુક્તિ ભાસે... આવું બની શકે. એટલે જ ‘અવિકલ્પ' એવું જે કહ્યું છે એનો અર્થ આવો પણ કરી શકાય કે... ગીતાર્થ ગુરુ ભગવંતો જે કહે એના પર કશો પણ વિકલ્પ કર્યા વગર-યુક્તિ અયુક્તિનો કે શાસ્ત્રીયતા-અશાસ્ત્રીયતાનો વિચાર કર્યા વગર તહત્તિ કરી દેવું. એટલે જ ભક્તિયોગાચાર્યશ્રી યશોવિજયસૂરિ મહારાજે એકવાર વાચનામાં કહેલું કે ‘ગુરુભગવંતોના કથન પર તે જ ક્ષણે જો આપણે તત્તિ ન કરીએ ને એક ક્ષણ પછી તત્તિ કરીએ તો આપણે ગુરુભગવંતને નહીં, પણ આપણી બુદ્ધિને તહત્તિ કરી રહ્યા છીએ.' આ વાત Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બરાબર જ છે. કારણ કે વચલી એક ક્ષણમાં આપણે બુદ્ધિથી વિચારી લીધું છે ને કશું વાધાંજનક નથી લાગ્યું માટે જ તત્તિ કર્યું છે. શંકા - પણ આપણી બુદ્ધિને વાંધાજનક લાગે તો પણ તત્તિ કરી દેવાનું ? સમાધાન - કોઈ કાગડાને ધોળો કહે તો આ વાત આપણી બુદ્ધિને વાંધાજનક લાગે કે નહીં ? શંકા-આ તો સાવ વિપરીત વાત છે... માટે એ વાંધાજનક લાગે જ... સમાધાન - છતાં, આવી વાતને પણ વિના વિકલ્પે તહત્તિ કરવાની શાસ્ત્રોમાં કહી છે, જો એ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંત કહેતા હોય તો. એટલે આવી વિશ્વપ્રસિદ્ધ વાતથી સાવ વિપરીત વાતમાં પણ તત્તિ જ કહેવાનું છે તો આ સિવાયની વાતો માટે તો પ્રશ્ન જ ક્યાં રહે? શંકા - પણ એમ આંખ મીંચીને બધું હા એ હા કર્યે રાખવાનું? સમાધાન હા, એને જ અવિકલ્પે તથાકાર કર્યો કહેવાય. એટલે નક્કી થયું કે સંવિગ્ન ગીતાર્થોના વચનને પ્રથમ તો તત્તિ જ કરવા જોઈએ. પછી આપણી જિજ્ઞાસા હોય તો ભલે પૂછીએ કે ‘ગુરુદેવ! આપ કાગડાને ધોળો કહો છો તે તો મને માન્ય જ છે, કારણ કે આપશ્રી કહી રહ્યા છો. પણ આવું કહેવા પાછળ આપશ્રીનો કયો આશય છે એ હું સમજી શકતો નથી. તો આપશ્રી એ મને સમજાવવા કૃપા કરશો ?' તેઓશ્રી આ જે જણાવે તેના પર ફરીથી આપણને પ્રશ્ન થાય તો ફરીથી પૂછી શકાય... જ્યાં સુધી પૂર્ણ સમાધાન ન થાય ત્યાં સુધી પૂછી શકાય... ક્યારેક આપણને પૂર્ણ સમાધાન ન થાય... અથવા આપણી ભૂમિકા જ ન હોવાથી ગુરુભગવંત આપણને સમાધાન જ ન આપે તો પણ ગીતાર્થ ગુરુભગવંતોની વાતોનો સ્વીકાર જ કરવો, એને તોડી ન પાડવી, તો જ અવિકલ્પે તથાકાર કર્યો કહેવાય. - Page #42 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૮ ૧૭૭ - - સંવિગ્ન ગીતાર્થ જે કહે એને વિના વિકલ્પ તહત્તિ કરવું એનો આ રહસ્યાર્થ છે. એટલે એને પ્રમાણ માનીને સ્વીકારવાનું તો છે જ. વળી પોતાનો વિશેષ ક્ષયોપશમ હોય તો ગીતાર્થ ગુરુભગવંતો આવું ખાચરણ શા માટે ફરમાવી રહ્યા છે ? એની યુક્તિઓ પણ તપાસવી, જો એવી યુક્તિઓ મળે તો એ યુક્તિઓથી પણ એ વાતોને દઢ કરવી. ક્યારેક યુક્તિઓ ન મળે કે વિરુદ્ધ મળે તો પણ “પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ ન્યાયે ગીતાર્થોની વાતને તો સ્વીકારી જ લેવી ને મને જ્ઞાનાવરણ કર્મના ઉદયના કારણે વિપરીત યુક્તિ ભાસે છે.વસ્તુતઃ આ યુક્તિઓ નથી પણ યુક્તિઆભાસ છે' વગેરે વિચારવું ને આપણને ભાસતી યુક્તિઓને મહત્ત્વ ન આપવું, તો વિના વિકલ્પ તહત્તિ કર્યું કહેવાય. પ્રશ્નઃ “શ્રાવકને કેટલું અવધિજ્ઞાન થઈ શકે ? એ અંગે ગુરુગૌતમ સ્વામી જેવા ૧૪ પૂર્વધર - દ્વાદશાંગીના રચયિતા પણ થાપ ખાઈ ગયા... તો મહાત્માઓ ભલે સંવિગ્ન ગીતાર્થ છે. છતાં છદ્મસ્થ પણ છે જ. આ છદ્મસ્થતા કંઈક વૈતથ્ય પણ લાવી જ શકે છે. તો ક્યારેક અહિતકર હોવાથી ત્યાજ્ય એવા પણ આચરણને હિતકર સમજી ઉપાદેય જણાવી દે એવું બની શકે છે. તો એ વખતે પણ અવિકલ્પન તહત્તિ કરવામાં દોષ ન લાગે ? ઉત્તર : ના, ન લાગે. આપણને તો અવિકલ્પ તહત્તિ કરવામાં લાભ, લાભ ને લાભ જ છે. અને તહત્તિ ન કરીએ તો જ દોષ છે. એ શી રીતે ? આ રીતે- શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી કમ્મપયડિસંગ્રહણી વગેરે ગ્રન્થોમાં જણાવ્યું છે કે “ભગવદુપદિષ્ટ તત્ત્વની શ્રદ્ધામાં સમ્યકત્વ છે ને ક્યારેક ગુસનિયોગથી (ગીતાર્થ ગુરુભગવંતદ્વારા મળેલી એવી કોઈ સમજણના કારણે) અનુપદિષ્ટ તત્ત્વની શ્રદ્ધામાં પણ સમ્યકત્વ છે.” એટલે, ક્યારેક ગીતાર્થ ગુરુભગવંત દ્વારા અમુક દેશકાળાદિ પરિસ્થિતિમાં જણાવાતું આચરણ કદાચ સર્વજ્ઞ ભગવંતને ઉચિત ન જણાતું હોય.. ને તેથી વસ્તુતઃ હેય હોય તો પણ આપણે એને ઉપાદેય Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથાર તરીકે તહત્તિ કરીને શ્રદ્ધા કરીએ તો આપણને તો સમ્યકત્વનો લાભ ૧ છે. ઊલટું ગ્રન્થકારે કહ્યું છે એમ, સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતોન વચનને અતથાકાર કરવામાં મિથ્યાત્વ છે, અભિનિવેશ-કદાગ્રહ છે, મારે નુકશાન છે. આ વાત તર્કસંગત પણ છે, કારણકે એમાં (૧) “સંવિગ્ન ગીતાર્થના વચનોને અવિકલ્પ તહત્તિ કરવા” એવા વ્યાપક-મહત્ત્વન શાસ્ત્રીયકથનની અશ્રદ્ધા છે. (૨) ધારો કે અવિકલ્પ તહત્તિ ન કરવાને હોય તો એનો અર્થ એ થાય કે અગીતાર્થોએ સંવિગ્ન ગીતાર્થના વચનો પોતાની બુદ્ધિથી ચકાસવાના.. જેટલા જચે એટલા સ્વીકારવાના. બાકીનાનો અસ્વીકાર... આનો અર્થ એ થયો કે ગીતાર્થની બુદ્ધિ કરતાં પણ અગીતાર્થની બુદ્ધિને પ્રધાન કરવી. આ પણ મોટું મિથ્યાત્વ જ છે ને ! (૩) અગીતાર્થોની બુદ્ધિ શાસ્ત્રપરિકર્મિત હોતી નથી. એટલે સાહજિક બુદ્ધિથી નિર્ણયો કરવાના રહે. અને સાહજિક બુદ્ધિ તો “મુંડે મુંડે મતિર્ભિન્ના એટલે આચારમાર્ગનું કોઈ એક ચોક્કસ સ્વરૂપ જ નહીં રહે, જેને જે ઉચિત લાગે તે કહે-તે કરે. પછી અનુશાસન જેવું જ ન રહેવાથી શાસનમાં ભારે અરાજકતા. (૪) ગીતાર્થ ગુરુભગવંતોએ આપેલા માર્ગદર્શનમાં એક અશ્રદ્ધા કરેએટલે બીજાઓ પણ પછી અશ્રદ્ધા કરે, આવા બધા અનેક દોષ હોવાથી ગીતાર્થ ગુરુભગવંતો જે કહે એને ન સ્વીકારવામાં મિથ્યાત્વ છે એ વાત દીવા જેવી ચોખ્ખી છે. આની સામે ગીતાર્થોએ કહેલી વાત કદાચ ક્યારેક અતત્ત્વભૂત હોય તો પણ એની શ્રદ્ધા કરવામાં સમ્યકત્વ કહ્યું છે. ને એની શ્રદ્ધામાં સમ્યકત્વ છે, એટલે એના પાલનમાં દેશવિરતિ-સર્વવિરતિ પણ છે જ. આનો સૂચિતાર્થ બહુ મહત્ત્વનો છે. શ્રી દ્વાદશાંગીમાં કરોડો તત્ત્વો કહેલા છે. (એમાં સાક્ષાત્ શબ્દદ્વારા પણ કહેલા હોય કે એ વિના માત્ર સૂચિતાર્થરૂપે પણ સૂચવેલ હોય..) તે તે દરેક તત્ત્વને એના કરતાં અલગરૂપે કહેવું - માનવું એ અતત્ત્વ છે. એટલે આવા અતત્ત્વ પણ કરોડો છે. શ્રી દ્વાદશાંગીમાં કહેલા કરોડો તત્ત્વોમાંનું જ એક તત્ત્વ છે સંવિગ્ન ગીતાર્થની વાતોને Page #44 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૮ ૧૭૯ વિના વિકલ્પે સ્વીકારી લેવી છે. આ એક તત્ત્વને જાળવી રાખવા માટે બાકીના કરોડો તત્ત્વોમાં કોઈપણ તત્ત્વના બદલે અતત્ત્વની કદાચ શ્રદ્ધા થતી હોય તો પણ સમ્યકત્વ છે ને એનું પાલન કરવામાં વિરતિ છે, એનો અર્થ બાકીના કરોડો તત્ત્વો કરતાં આ એક તત્ત્વનું મહત્ત્વ વધારે છે. એટલે આ નિશ્ચિત થયું કે ગીતાર્થ ગુરુભગવંતો જે કહે તેને સ્વીકારવામાં આપણને તો લાભ. લાભ ને લાભ જ છે ને એને ન સ્વીકારવામાં નુકશાન, નુકશાન ને માત્ર નુકશાન જ છે. શંકા - શ્રી ઉપદેશપદ વગેરે ગ્રન્થોમાં પદાર્થ-વાક્યાર્થમહાવાક્ષાર્થના ક્રમે ઐદંપર્યાર્થ તરીકે આ વાત કરી છે કે “આજ્ઞા એ જ ધર્મમાં સાર છે...” આ આજ્ઞા એટલે જિનવચનાત્મક શાસ્ત્રો જ છે ને! માટે કોઈપણ આચરણ ધર્મરૂપ બને કે ન બને ? એનો આધાર એ શાસ્ત્રોક્ત છે કે નહીં ? એ જ છે, નહીં કે એનું સ્વરૂપ અહિંસા સત્ય વગેરથી સંકળાયેલું છે કે નહીં ? એ.... ને તમે તો શાસ્ત્રવચનોને સાવ ગૌણ કરી નાખવાનું કહો છો.... શાસ્ત્રવચનોની કશી જરૂર જ નથી એવું કહી રહ્યા છો, કારણ કે તમે કહો છો કે ગીતાર્થ મહાત્માઓ જે આચરણ કહે તે અંગે શાસ્ત્રપાઠ માગવાનો નહીં. વિપરીત શાસ્ત્રપાઠ મળતો હોય તો પણ એ સ્વીકારી જ લેવાનું.. તહત્તિ જ કરવાનું.. અસ્વીકાર કરવામાં નુકશાન જ છે. વગેરે... જો શાસ્ત્રવચનો આટલા બધા નિરર્થક હોય તો, પરલોક અંગેની વિધિમાં શાસ્ત્ર જ પ્રમાણ છે... વગેરે શા માટે કહ્યું છે ? માટે તમારી વાતો મગજમાં બેસતી નથી. સમાધાન - શાસ્ત્રપાઠ શા માટે માગવાનો ? શંકા - કેમ? ગીતાર્થ મહાત્માઓ જે આચરણ કહેતા હોય તે શાસ્ત્રાનુસારી છે કે નહીં ? એ નિર્ણય કરવા માટે. સમાધાન - એ શાસ્ત્રાનુસારી છે એવો નિર્ણય શી રીતે થાય? શંકા - કેમ ? એ શાસ્ત્રમાં કહ્યું હોય (શાસ્ત્રપાઠ મળતો હોય) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે તો શાસ્ત્રાનુસારી, ન કહ્યું હોય તો શાસ્ત્રાનુસારી નહીં. ને શાસ્ત્રાનુસારી નહીં માટે આરાધનામાર્ગરૂપ પણ નહીં. સમાધાન - જે શાસ્ત્રમાં કહેલ હોય તે તો શાસ્ત્રોક્ત હોવાથી ભગવદ્ વચનરૂપ માર્ગ છે. તો શું તમે પછી બીજો જીતવ્યવહારરૂપ માર્ગ શાસ્ત્રોમાં જ જે કહેલો છે તે નહીં માનો ? ને નહીં માનો તો તમારી શાસ્ત્રાનુસારિતા શી રીતે રહેશે ? શંકા - પણ તો પછી ‘સાધુઓને શાસ્ત્ર એ જ ચક્ષુ' વગેરે કહેવા દ્વારા શાસ્ત્રની આટલી બધી મહત્તા-આવશ્યકતા કેમ કહેલી છે ? સમાધાન - ભગવચનરૂપ પ્રથમ માર્ગ માટે તો એ મહત્તા સ્પષ્ટ છે જ. સંવિગ્ન ગીતાર્થ આચરણરૂપ બીજા માર્ગ માટે પણ, એ શાસ્ત્રમાં કહેલ છે માટે જ માર્ગ તરીકે માન્ય હોવાથી છેવટે શાસ્ત્ર જ મહત્ત્વનું બની રહે છે. વળી, ગીતાર્થો પણ જે આચરણને માર્ગરૂપે ઠેરવે છે તે પણ શાસ્ત્રવચનોને નજરમાં રાખીને જ ઠેરવે છે. આશય એ છે કે દેશકાળાદિ એવા નિર્માણ થયા છે કે શાસ્ત્રોક્ત આચરણ બદલવું જરૂરી બન્યું છે. છતાં કેટલે અંશે બદલવું ? કયા અંશે બદલવું ? વગેરેનો નિર્ણય તેઓ શાસ્ત્રવચનોને નજરમાં રાખીને જ કરે છે. (આ માટે જ તો ગીતાર્થ એવું વિશેષણ છે). માટે આ અંશમાં પણ શાસ્ત્રની મહત્તા છે જ. ને તેથી, આમાં શાસ્ત્રો ગૌણ થઈ રહ્યા છે એવું કહેવું ઉચિત નથી. શંકા - છતાં, જે આચરણનો શાસ્ત્રપાઠ નથી મળતો કે ઉ૫૨થી વિપરીત શાસ્ત્રપાઠ મળે છે એવું આચરણ પણ જો સંવિગ્નગીતાર્થો કહેતા હોય તો એ વિના વિકલ્પે સ્વીકારી લેવું... આવું આવું તમે જે કહો છો એનાથી તો એવું સૂચિત થાય છે કે શાસ્રવચન કરતાં ગીતાર્થોનું કથન વધારે મહત્ત્વનું છે. સમાધાન જોઈશું. - આ શંકાનું સમાધાન આપણે આગળના લેખમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ (લેખાંક | . ૧૯ ગયા લેખમાં છેલ્લે જે શંકા ઊભી થયેલી કે શાસ્ત્ર વચન કરતાં પણ ગીતાર્થ વચન શું વધારે મહત્ત્વનું છે? એનું આ લેખમાં સમાધાન કરવાનું છે ' ને એ સમાધાન છે-હા, શાસ્ત્રવચન કરતાં ગીતાર્થ વચન વધારે મહત્ત્વનાં છે, કારણ કે શાસ્ત્ર વચનો એ થીયરી છે જ્યારે ગીતાર્થ વચનો એ પ્રેક્ટિકલ છે. આ વાતને બરાબર સમજીએ આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે ચિકિત્સાશાસ્ત્રમાં તો ત્રણે કાળ અને બધા દર્દીઓને નજરમાં રાખીને જનરલી જ કયા રોગમાં કઈ કઈ દવા લાભકર્તા બની શકે એનું વર્ણન કર્યું હોય છે. પણ એટલા માત્રથી તે તે દરેક દવા તે તે રોગના દરેક દર્દીને અપાતી હોતી નથી. દર્દીની તાસીર, દિનચર્યા, રોજિંદો ખોરાક, અન્ય રોગો, એ રોગોની દવાઓ, નિવાસસ્થાનનું પ્રાકૃતિક વાતાવરણ, માતાપિતાના શરીરની તાસીર... વગેરે અનેક પરિબળોને નજરમાં રાખીને દવા આપવાની હોય છે. આ બધા અલગ-અલગ પરિબળોના કરોડો ભાંગા થતા હોય છે જેનું દરેકનું વર્ણન શાસ્ત્રમાં શક્ય હોતું જ નથી. એટલે ચરક સંહિતા વગેરે ચિકિત્સાશાસ્ત્રોમાં માત્ર જનરલ નિયમો જ જણાવ્યા હોય છે. આ થીયરી છે. જે ચોક્કસ દર્દીની દવા કરવાની છે એના શરીરની તાસીર, ભૂતકાલીન રોગો, વર્તમાનમાં પણ અન્ય ક્યા કયા રોગો છે? એની કઈ કઈ દવાની શું શું અસર છે ? આવા બધા જ પરિબળો દ્વારા વિરક્ષિત દર્દીનો કયો ભાંગો છે એ પિછાણવાનું કામ વૈદ કરે છે. ને એ પિછાણીને વૈદે ચોક્કસ દવાનો નિર્ણય કરવાનો હોય છે. એ માટે વૈદક શાસ્ત્રો, આજ સુધીનો પોતાનો અનુભવ અને દર્દી પ્રત્યેની કરુણાના પ્રભાવે થતી સ્કુરણા આ બધાના પ્રભાવે વૈદ યોગ્ય દવાનો નિર્ણય કરે છે... ક્યારેક કોઈક દર્દીના પરિબળો એવા હોય છે કે વૈદકગ્રન્થોમાં કહેલ હકીકતથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સાવ વિપરીત નિર્ણય પણ વૈદે કરવો પડતો હોય છે. દર્દીએ તો વૈદ જે કાંઈ દવા અંગેનું કે પથ્યાપથ્ય વગેરે અંગેનું માર્ગદર્શન આપે એને જ અમલમાં મૂકવાનું હોય છે. એટલે કે વૈદનું કથન એ પ્રેક્ટિકલ છે. આવું જ સાધના માર્ગમાં છે. આપણી સાધનાઓ એ આત્માને વળગેલો ભવરોગ દૂર કરીને આરોગ્ય-મોક્ષ અપાવનારી દવાઓ છે. આપણા આગમ વગેરે શાસ્ત્રો એ ચિકિત્સાશાસ્ત્ર છે. એમાં દર્શાવેલા માર્ગદર્શનને આપણે જિનાજ્ઞા-જિનવચનો-શાસ્ત્રવચનો તરીકે ઓળખીએ છીએ. પણ આ માર્ગદર્શન ત્રણે કાળના બધા સાધકોને નજરમાં રાખીને એકદમ જનરલ અપાયેલું હોય છે. માટે એ થીયરી છે. દરેક સાધકને સાધનારૂપી દવા આપવા માટે એના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને સાધકનો પોતાનો પરિચય (=પુરુષ).... આવા બધા પરિબળોને નજરમાં લેવાના હોય છે. આમાં સાધકના પરિચય તરીકે એની ભૂતકાલીન વિરાધનાઓઆરાધનાઓ-એનો સ્વભાવ-એનો શારીરિક બાંધો-એની રુચિ-પસંદગીરસ-કેળવણી... આ બધું આવે છે. સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંત વૈદના સ્થાને છે. તેઓ પોતાની શાસ્ત્રપરિકમિત અને અનુભવ પરિકર્મિત પ્રજ્ઞાસ્કુરાયમાણ કરુણા વગેરેથી થયેલી પ્રતિભા... આ બધાના આધારે વિવક્ષિત સાધકે કઈ સાધના કરવી વધારે લાભકર્તા છે એનો નિર્ણય કરીને સાધકને એનું માર્ગદર્શન આપે છે. ગુરુ ભગવંતનું આ માર્ગદર્શન એ ગુર્વાજ્ઞા છે. સાધકે એનો અમલ કરવાનો હોય છે, માટે એ પ્રેક્ટિકલ છે. સામાન્યથી ચિકિત્સાશાસ્ત્રમાં ઝેરને મારનારને ઘી-દૂધને જીવાડનાર કહેલ છે (થીયરી-શાસ્ત્રાજ્ઞા).છતાં વૈદે આપેલ હોય તો ઝેર પણ જીવાડનાર ઔષધિ બની જાય છે ને વૈદે નિષેધેલ હોય તો ઘી-દૂધ પણ મારનાર ઝેરરૂપ બની જાય છે (પ્રેક્ટિકલ-વૈદાશા). એટલે જણાય છે કે વસ્તુ દવા રૂપ બને કેન બને એનો મુખ્ય આધાર વસ્તુનું સ્વરૂપ તો નથી જ, પણ ચિકિત્સાશાસ્ત્રની શાસ્ત્રાજ્ઞા પણ નથી જ, પણ વૈદાજ્ઞા જ છે. આત્મા અંગે પણ વિવક્ષિત અનુષ્ઠાન ધર્મ રૂપ બને-આત્મા Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ બત્રીશી-૩, લેખાંક-૧૯ કલ્યાણકર બને એનો મુખ્ય આધાર એ અનષ્ઠાનનું અહિંસાદિમય સ્વરૂપ તો નથી જ, પણ શાસ્ત્રજ્ઞા (=શાસ્ત્રવચનરૂપ જિનાજ્ઞા) પણ નથી જ, પણ ગુર્વાશા જ છે. “એગભાં ચ ભોયણ આવા શાસ્ત્ર વચનને જાણીને કોઈ રોજિંદા એકાસણા કરે તો પણ એ આરાધના રૂપ બને જ એવો નિયમ નથી. જ્યારે ગુર્વાજ્ઞાને અનુસરીને એકાસણાં શું? બેસણાં કે નવકારશી કરે તો પણ આરાધના રૂપ બને જ છે. અલબત્ત સામાન્ય પરિસ્થિતિમાં ગુર્વાજ્ઞા પણ અન્યૂનાધિકપણે જિનાજ્ઞાસ્વરૂપ જ હોય છે. વળી જિનાજ્ઞા ગ્રન્થસ્થ હોવાથી જાણવી સરળ હોય છે. એટલે સામાન્ય પરિસ્થિતિમાં જિનાજ્ઞા પણ મુખ્ય આધાર બની જ શકે છે. વળી આ જિનાજ્ઞા પણ સામાન્ય રીતે તો અનુષ્ઠાનના સ્વરૂપને અનુસરીને હોય છે. માટે અનુષ્ઠાનનું સ્વરૂપ પણ એ રીતે આધારરૂપે કહી શકાય છે જ. એટલે જ અહિંસા પરમો ધર્મ વગેરે સૂત્ર પ્રસિદ્ધ બન્યા છે. વળી આવી સામાન્ય પરિસ્થિતિમાં તો ગુર્વાજ્ઞા પણ એવી જ હોય છે. પણ જ્યારે પરિસ્થિતિ વિશેષ રૂપ બની હોય છે. કંઈક વિષમ બની હોય છે, ત્યારે પણ શાસ્ત્રો કાંઈ બદલાઈ જતા નથી કે અનુષ્ઠાનનું સ્વરૂપ પણ કાંઈ બદલાઈ જતું નથી. માટે એ બે આધારભૂત રહેતા નથી. પણ ગુર્વાજ્ઞા, પરિસ્થિતિને અનુરૂપ રીતે બદલાઈ જાય છે, માટે એ જ આધારભૂત બની રહે છે. તથા ત્રણે કાળના બધા દર્દીઓ અંગેની સામાન્ય પરિસ્થિતિમાંસમસ્તિગત રીતે વૈદ ચિકિત્સાશાસ્ત્રનું જ નિરૂપણ કરતા હોય છે, એમ સામાન્ય રીતે ગીતાર્થ ગુરુભગવંત પણ શાસ્ત્રવચનોનું જ માર્ગદર્શન આપતા હોય છે. પણ પરિસ્થિતિ બદલાય કે દર્દી વિશેષ પ્રકારનો હોય તો જેમ વૈદાજ્ઞા મુખ્ય બની જાય છે એમ પ્રસ્તુતમાં પણ ગુર્વાજ્ઞા જ મુખ્ય બની જાય છે. ટૂંકમાં, સામાન્ય પરિસ્થિતિમાં તો, જિનાજ્ઞા અને ગુર્વાશા બન્ને એકસમાન હોય છે, ને બન્ને આધારભૂત હોય છે, જ્યારે વિશેષ પરિસ્થિતિમાં માત્ર ગુર્વાશા જ આધારભૂત હોય છે. એટલે ગુર્વાજ્ઞા બધી પરિસ્થિતિઓમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આધારભૂત બનતી હોવાથી એ અપક્ષાએ અધિક મહત્ત્વ ધરાવે જ છે. શાસ્ત્રોમાં લખ્યું છે કે પરિસ્થિતિ બદલાય તો કલ્પ્ય અક બની જાય છે, અકલ્પ્ય કલ્પ્ય બની જાય છે. અર્થાત્ શાસ્ત્રકારોએ સામાન્ પરિસ્થિતિને નજરમાં રાખીને કલ્પ્યતા બતાવી છે (જિનાજ્ઞા). છ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતને તો એવી કોઈ વિશેષ પરિસ્થિતિ લાગે એમાં અકલ્પ્યતા પણ જણાવી શકે છે (ગુર્વાશા). અર્થાત્ શાસ્ત્રવચનોરૂ . જિનાજ્ઞા અને કલ્પ્ય જણાવે છે, ગુરુભગવંતના વચનોરૂપ ગુર્વાશા એને અકલ્પ્ય જણાવે છે. તો સાધકે શું કરવું ? શાસ્રવચનાનુસારે એને કલ્પ્ય માનીને આચરવું કે ગુરુવચનાનુસારે એને અકલ્પ્ય માનીને ત્યાગવું ? સાધકે કોને મહત્ત્વ આપવું ? આવા અવસરે શાસ્ત્રએ જ ‘વિના વિકલ્પે ગુરુવચનને તહત્તિ કરવા (અવિગપ્પેણ તહક્કારો)' વગેરે કહેવા દ્વારા ગુરુવચનને અનુસરવાનું-ગુર્વાશાને મહત્ત્વ આપવાનું માર્ગદર્શન આપ્યું છે. એ જ રીતે શાસ્ત્રો જેને અકલ્પ્ય કહેતા હોય એ જ બાબત ગુર્વાજ્ઞાથી કલ્પ્ય બની શકે છે. નાની ઉંમરમાં દીક્ષિત થયેલા બાળમુનિને શરીરના ઘડતર-વિકાસ માટે જરૂરી લાગે તો ગુરુ ભગવંત વિગઈ વાપરવાનું કે એકાસણાના બદલે બેસણાં કરવાનું કહે ને બાળમુનિ એ મુજબ કરે તો એના માટે એ આરાધના રૂપ જ બને છે,.વિરાધના રૂપ નહીં. ૧૮૪ આ બધી વિચારણાથી નક્કી થાય છે કે આપણા કોઈ પણ અનુષ્ઠાનને આરાધના રૂપ બનાવનાર કોઈ હોય તો એ ગુર્વાશા છે. જેમાં ગુર્વાશા હોય તે આરાધના રૂપ ને જેમાં ગુર્વાજ્ઞાનું ઉલ્લંઘન હોય તે વિરાધનારૂપ, શ્રી વીતરાગસ્તોત્રમાં આવતી વાત આજ્ઞાડડરાદ્ધ વિરાદ્વા ચ શિવાય ચ ભવાય ચ (આરાધાયેલી આજ્ઞા મોક્ષ માટે થાય છે ને વિરાધેલી આજ્ઞા સંસાર માટે થાય છે) પણ આ જ વાતનું સમર્થન કરે છે. એક આવશ્યક વાત જાણી લેવા જેવી છે- જેમ વૈદાશામાં તાત્પર્યરૂપે ચિકિત્સા-શાસ્ત્રની શાસ્ત્રાજ્ઞા સમાયેલી જ હોય છે, કારણ કે છેવટે વૈદ પણ આ શાસ્ત્ર પરિકર્મિતમતિથી (=શાસ્ત્રના ફરી ફરી Page #50 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૯ ૧૮૫ પરિશીલન વગેરેથી ઘડાયેલી બુદ્ધિથી) જ માર્ગદર્શન આપે છે. એમ શબ્દ રૂપે શાસ્ત્રવચનો કરતાં (જિનાજ્ઞા કરતાં) અલગ પ્રકારની એવી પણ ગુર્વાજ્ઞામાં તાત્પર્યરૂપે તો જિનાજ્ઞા ભળેલી જ હોય છે, કારણ કે ગીતાર્થ ગુરુભગવંત પણ છેવટે, શાસ્ત્રવચનોના ઊંડા ચિંતન-મનન-પરિશીલન વગેરે દ્વારા પરિકર્મિત થયેલી મતિથી જ માર્ગદર્શન આપતા હોય છે. માત્ર શાસ્ત્રવચનરૂપ જિનાજ્ઞા એમાં ભળેલી ન હોય એવું લાગે, ક્યારેક તો સાવ વિપરીત જેવી પણ ભાસતી હોય. આવું બને છે. માટે જિનાજ્ઞા ને ગુર્વાજ્ઞા ભિન્ન ભિન્ન હોય એવો, ને એ બેમાં ગુર્વાજ્ઞા મહત્ત્વની છે એવો અહીં ઉલ્લેખ કર્યો છે. બાકી તાત્પર્યરૂપે તો ગુર્વાજ્ઞા પણ જિનાજ્ઞારૂપ જ હોય છે, એનાથી જુદી હોતી નથી. આ વ્યક્તિગત સાધકની વિશેષ પરિસ્થિતિને નજરમાં રાખીને વાત કરી. ક્યારેક જે સામાન્ય પરિસ્થિતિને નજરમાં રાખીને શાસ્ત્રોએ માર્ગદર્શન આપ્યું હોય એ સામાન્ય પરિસ્થિતિ કરતાં અલગ પ્રકારની પરિસ્થિતિ બધા સાધકો માટે સમાન રીતે અસ્તિત્વમાં આવી હોય છે. જેમકે પંચમકાળ, છઠું સંઘયણ, આયુ-બળ-શ્રુતિ-મેધા વગેરેમાં નોંધપાત્ર હાસ.. ઇત્યાદિ. આ સમસ્તિગત ફેરફારના કારણે, શાસ્ત્રોક્ત આચરણ કરતાં અલગ પ્રકારનું આચરણ જરૂરી બન્યું હોય છે. આ અલગ પ્રકારનું આચરણ કેવું હોવું જોઈએ ? આ નિર્ણય કોણ કરે ? એકાદ શિષ્યની પરિસ્થિતિ વિશેષ પ્રકારની નિર્માણ થઈ હોય તો તો એના ગીતાર્થ ગુરુ ભગવંત નિર્ણય કરીને જણાવે છે ને એના માટે આ ગુર્વાજ્ઞા જ મહત્ત્વની બની જાય છે, એ આપણે જોઈ ગયા.. પણ અમુક દેશ-કાળ-સંઘયણ વગેરેથી સંકળાયેલા બધા સાધકો માટેનો વિચાર હોય ત્યારે ગુરુભગવંત તરીકે કોઈ એક ગીતાર્થ મહાત્મા છે જ નહીં, અનેક અલગ-અલગ ગીતાર્થ મહાત્માઓ છે. એટલે, ત્યારે કોઈ એક ગીતાર્થ ગુરુભગવંતની ગુર્વાજ્ઞા આધારભૂત બનતી નથી, પણ બધા ગીતાર્થ મહાત્માઓ પરસ્પર વિચારવિમર્શ કરી જે નિર્ણય લે એ જ આધારભૂત બને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. એટલે કે આ ગીતાર્થ આજ્ઞા-ગીતાર્થ નિર્ણય... એને જ બધાએ અનુસરવાનું હોય છે. જે આચરણ એને અનુસરતું હોય એ આરાધનારૂપ બને ને જે એને ઉલ્લંઘીને થતું હોય એ આચરણ વિરાધના રૂપ બને છે. એટલે ગીતાર્થોએ ભેગા મળીને લીધેલા આવા નિર્ણયોને અવિકલ્પ સ્વીકારી લેવા એ દરેક આત્મહિતેચ્છની ફરજ છે, એમાં જ આત્મકલ્યાણ છે... પણ એના બદલે જે આત્મા, આવા ગીતાર્થ નિર્ણયથી જુદા પ્રકારનું નિરૂપણ કરનારા શાસ્ત્રપાઠ આગળ ધરીને એ નિર્ણયને નકારે છે, તે પોતાનું ઘોર અહિત કરે છે, કારણ કે એ શાસનનો (=અનુશાસનનો) ઉચ્છેદ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શંકા - પણ ગીતાર્થ મહાત્માઓ આ રીતે જે નિર્ણય લે એમાં આપણને કશી પૂછપરછ કરવાનો અધિકાર જ નહીં ? ને બધું વિના વિકલ્પ વધાવી જ લેવાનું? સમાધાન : ચિકિત્સાશાસ્ત્રના જાણકાર ને અનુભવી વૈદ અજ્ઞાનવશાત્ ગલત દવા આપે એ શક્ય નથી. તથા, સાચી અને સારી દવા જાણવા છતાં સ્વાર્થવશ ગલત દવા આપવી... એ પણ નિઃસ્વાર્થ વૈદને માટે શક્ય નથી. એટલે, “આ વૈદ જાણકાર-અનુભવી છે ને નિઃસ્વાર્થ છે. આવો જે વૈદ માટે દર્દીને નિર્ણય હોય એ વૈદના માર્ગદર્શનને વધાવી લેવું એ જ દર્દીની ફરજ હોય છે. વૈદે કઈ દવા આપવી ? કેટલી આપવી ? ક્યારે આપવી ? વગેરેનો નિર્ણય કરવામાં દર્દીનો કોઈ અધિકાર હોતો નથી. એનું કશું નનુ-ન ચ ચાલી શકતું નથી. આવું જ પ્રસ્તુતમાં છે. સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતોએ જે કહ્યું હોય એને વધાવી લેવું એ જ આપણો અધિકાર છે, આમાં કયો શાસ્ત્રપાઠ છે ? વગેરે કશું પૂછવાનો આપણને અધિકાર હોતો નથી. વૈદ દવા આપે ત્યારે તમારા ચિકિત્સાશાસ્ત્રમાં આ દવા આપવાનું ક્યાં લખ્યું છે ? તે અમને બતાવો (શાસ્ત્રપાઠ આપો)' એવું કહેવાનો Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ બત્રીશી-૩, લેખાંક-૧૯ જેમ દર્દીને અધિકાર હોતો નથી, એમ આપણને પણ સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓને શાસ્ત્રપાઠ પૂછવાનો અધિકાર નથી. આ શરત આવશ્યક પણ છે જ. નહીંતર, ચિકિત્સાશાસ્ત્રમાં તો કંઈક જુદું કે વિપરીત પણ જણાવ્યું હોય. વૈદે કહેલ દવા વગેરે ન પણ કહ્યા હોય, એટલે વૈદ શાસ્ત્રપાઠ આપી ન શકે. ને એ નથી આપી શકતા, માટે એ દવા ન જ કરું.. આવું દર્દી કરે તો એ વાસ્તવિક દવાથી વંચિત ન રહી જાય. એમ, આપણે પણ શાસ્ત્રપાઠ-શાસ્ત્રપાઠ કર્યા કરીએ તો હિતકર આરાધનાથી વંચિત જ રહી જઈએ. એટલે નક્કી થાય છે કે આ રીતે શાસ્ત્રપાઠ માંગવાનો આપણો કોઈ અધિકાર નથી. હા, જુનો અનુભવી વૈદ કંઈક માર્ગદર્શન આપે ત્યારે નવા શિખાઉ વૈદને જિજ્ઞાસા, જાણકારીની પ્રાપ્તિ કે પોતાનો પણ એવો ક્ષયોપશમ ઘડવા માટે (પરિકર્મિતબુદ્ધિને ઘડવા માટે) આ બધું પૂછવાનો અધિકાર હોય છે, કારણ કે શરીરનું બંધારણ વગેરે વૈદકીય માહિતીઓનો માહિતગાર હોવાથી એવી એની ભૂમિકા હોય છે. એમ, પ્રસ્તુતમાં પણ આપણી એવી ભૂમિકા હોય તો શાસ્ત્રપાઠ કે તર્ક વગેરે પૂછી શકાય છે. (સંવિગ્ન ગીતાર્થોએ પરસ્પર વિચારવિમર્શ દરમ્યાન આ બધું કર્યું જ હોય છે.) પણ આ પૂછવાનું પણ, ગીતાર્થ મહાત્માઓના એ માર્ગદર્શનને આપણે સ્વીકારવું કે નહીં? એનો નિર્ણય કરવા માટે નહીં, પણ આ જિજ્ઞાસાદિ માટે જ. અર્થાત્ સ્વીકાર તો ગીતાર્થ ગુરુભગવંતો કહી રહ્યા છે. આટલા માત્રથી જ કરી લેવાનો હોય છે, એ માટે યોગ્ય શાસ્ત્રપાઠ કે આપણી બુદ્ધિમાં બેસે એવા તર્કની જરૂર નહીં. સ્વીકાર કરી લીધા પછી, વિશેષ જાણકારી માટે ભલે શાસ્ત્રપાઠ કે તર્ક વગેરે પૂછીએ. ટ્રાફીક સિગ્નલમાં ગ્રીન સિગ્નલ આગળ વધવાનું જણાવે છે. રેડ સિગ્નલ થોભી જવાનું જણાવે છે. સિગ્નલીંગ ચાલુ હોવા છતાં ક્યારેક ટ્રાફિક પોલીસ ઊભો હોય છે ને એ ટ્રાફિક કંટ્રોલ કરતો હોય છે. એ વખતના ટ્રાફિકના ધસારા વગેરેને ધ્યાનમાં રાખીને એ ક્યારેક Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સિગ્નલ કરતાં અલગ પ્રકારે પણ ટ્રાફિકને અટકાવે કે જવા દે. એટલે કે ગ્રીન સિગ્નલ હોવા છતાં એ ટ્રાફિકને રોકે એવું પણ બને. તો ટ્રાફિક અટકવું જ પડે છે. ને પોલીસને “અલ્યા ! ગ્રીન સિગ્નલ તો જવાનું સૂચન કરે છે, તું અમને કેમ અટકાવે છે !” એમ સિગ્નલ દેખાડી શકાતું નથી, પ્રસ્તુતમાં પણ આવું જ જાણવું. શાસ્ત્રો (જિનવચનો) સામાન્ય પરિસ્થિતિમાં માર્ગદર્શન આપનારા સિગ્નલ જેવા છે. ગીતાર્થ ગુરુભગવંતો ટ્રાફિક પોલીસ જેવા છે. તેથી તેઓ જે કહે તે પ્રમાણે કરવું પડે. એમને સિગ્નલ જેવા શાસ્ત્રપાઠ એ વખતે દર્શાવી શકાય નહીં. એટલે, ગુરુભગવંત શિષ્યને બેસણું કે નવકારશી કરવાનું કહે ત્યારે શ્રીદશવૈકાલિક સૂત્રનો એગભત્ત ચ ભોયણ શાસ્ત્રપાઠ બતાવી “ગુરુદેવ ! શાસ્ત્રવચન તો નિત્ય એકાસણાં કરવાનું કહે છે વગેરે કહેવાનો શિષ્યને અધિકાર નથી. એમ, શાસ્ત્રોમાં તો સાધુઓ માટે નવકલ્પી વિહાર કહ્યો છે. એને બદલીને “ગુરુ ભગવંતની આજ્ઞા અનુસાર વિહાર કરવો” આવું આચરણ ગીતાર્થ મહાત્માઓએ જ્યારે સ્વીકૃત કર્યું ત્યારે નવકલ્પી વિહારનું વિધાન કરતો શાસ્ત્રપાઠ એમને દર્શાવવાનો કે તમે કયા શાસ્ત્રપાઠના આધારે આ ફેરફાર કરો છો ?” એ રીતે એમને શાસ્ત્રપાઠ પૂછવાનો કોઈને અધિકાર નથી, ને એટલે જ એ ગીતાર્થ મહાત્માઓને નવકલ્પી વિહારનું વિધાન કરતો શાસ્ત્રપાઠ દર્શાવાયો નથી કે ફેરફાર અંગેનો શાસ્ત્રપાઠ પૂછાયો નથી. શંકા - તમે આ શાના આધારે કહો છો ? સમાધાન જો ગીતાર્થોને નવકલ્પી વિહારનો શાસ્ત્રપાઠ દર્શાવી શકાતો હોય ને તેથી એ દર્શાવાયો હોત તો તો આ ફેરફાર થઈ શકત જ નહીં, કારણ કે આ ફેરફાર એ શાસ્ત્રપાઠથી વિપરીત છે એ સ્પષ્ટ છે. તે પણ એટલા માટે કે ગુરુની આજ્ઞા તો માસકલ્પના બદલે પંદરદિવસમાં જ વિહાર કરવાની કે બે-ત્રણ મહિને વિહાર કરવાની પણ હોવી શક્ય છે. એમ, આ ફેરફાર કરવાનો શાસ્ત્રપાઠ જો પૂછાયો હોત તો પણ આ ફેરફાર થઈ શક્યો ન જ હોત. કારણ કે એવો કોઈ શાસ્ત્રપાઠ હતો જ નહીં. Page #54 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૧૯ ૧૮૯ શંકા : શ્રીકલ્પસૂત્રની સુબોધિકાવૃત્તિમાં આ વાત કરેલી જ છે. માટે ‘શાસ્ત્રપાઠ હતો નહીં' એમ તમે શા માટે કહો છો ? સમાધાન : આ ફેરફાર તો એ વૃત્તિની રચના થઈ એ પૂર્વે જ પ્રચલિત થઈ ગયો હતો. માટે જ એ વૃત્તિમાં ‘અત્યારે તો ગુર્વાશા પ્રમાણે વિહાર થાય છે' વગેરે જણાવ્યું છે. એટલે જ્યારે આ ફેરફાર થયો હશે, ત્યારે તો એ શાસ્ત્રપાઠ નહોતો જ. એ સિવાય અન્ય પણ કોઈ શાસ્ત્રપાઠ નહોતો. માટે જો શાસ્ત્રપાઠ પૂછી શકાતો હોય, ને એ મળે તો જ વિવક્ષિત ફેરફાર કરવાનો, નહીંતર નહીં, આવો નિયમ હોય તો તો આ ફેરફાર થઈ શકત જ નહીં. પણ આ ફેરફાર થયેલો તો છે જ, ને બધાએ અપનાવેલો પણ છે જ, માટે સૂચિત થાય છે કે ગીતાર્થ મહાત્માઓ ફેરફાર કરે ત્યારે, એ ફેરફાર પૂર્વના આચરણનું વિધાન કરનારો શાસ્ત્રપાઠ એમને દેખાડી શકાતો નથી કે ફેરફાર બાદના આચરણનું વિધાન કરતો શાસ્રપાઠ એમને પૂછી શકાતો નથી. એટલે જ બહુસંખ્યક ગીતાર્થોને માન્ય હોય એવો જે ફેરફાર વર્તમાનમાં થતો હોય એ ફેરફાર અંગે પણ વર્તમાન ગીતાર્થોને, તભિન્ન આચરણનું વિધાન કરતો શાસ્ત્રપાઠ દેખાડવાનો કે નવા આચરણનો શાસ્ત્રપાઠ પૂછવાનો અગીતાર્થોને હોતો નથી. અને ગીતાર્થોએ તો એ ફેરફાર કરતાં પૂર્વે જ વિચાર વિમર્શ કર્યો હોય એ વખતે શાસ્ત્રપાઠ દેખાડવા-પૂછવા વગેરેની પ્રક્રિયા થઈ જ ગયેલી હોય છે. ને એ પછી જ વિવક્ષિત ફેરફારનો નિર્ણય થયો હોય છે. એટલે ત્યારબાદ ગીતાર્થોને પણ આવો કોઈ શાસ્ત્રપાઠ દર્શાવવા-પૂછવાની આવશ્યકતા રહેતી નથી. શંકા : પણ જો આ રીતે શાસ્ત્રપાઠ જોવા-પૂછવાના જ નથી, તો શાસ્ત્રોને સાવ બાજુ પર મુકી દીધા ન કહેવાય ? ને એ રીતે એને બાજુ પર મૂકી દેવા એ શ્રીજૈનશાસનમાં ચાલે ? સમાધાન : શાસ્ત્રવચનોના પુનઃ પુનઃ પરિશીલનથી ગીતાર્થતા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવે છે ને મતિ (=બુદ્ધિ) શાસ્ત્રપરિકર્મિત થાય છે. ગીતાર્થોની આવી શાસ્ત્રપરિકર્મિત મતિ એ ગીતાર્થમતિ છે. એના દ્વારા (૧) દેશ-કાળાદિ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાનું હોય છે. એટલે કે શાસ્ત્રોક્ત ઉત્સર્ગ માર્ગમાં ફેરફાર કરવો આવશ્યક બને એવી પરિસ્થિતિ વસ્તુતઃ છે કે માત્ર આભાસ છે? આ નિર્ણય કરવાનો હોય છે. (૨) ઉત્સર્ગમાર્ગમાં ફેરફાર કરીને નવું આચરણ પ્રવર્તાવવું એ અપવાદ છે. અપવાદ ઓછામાં ઓછો લેવો પડે, ને ઉત્સર્ગની નજીકમાં નજીક રહેવાય એ રીતે કયો ને કેટલો-કેવો અપવાદ અપનાવવો એનો નિર્ણય કરવો જોઈએ. આવા શાસ્ત્રીય માર્ગદર્શનને ગીતાર્થો સંપૂર્ણ રીતે અનુસરતા હોય છે. (૩) એ માટે ઉત્સર્ગમાર્ગ કેવો છે એ જાણવા માટે પણ શાસ્ત્રવચનોનો જ આધાર ગીતાર્થો લેતા હોય છે. એટલે જ ગીતાર્થો નિર્ણય લેતી વખતે શાસ્ત્રપાઠોને જ મુખ્યતા આપતા હોય છે, શાસ્ત્રપાઠોને જોતા-પૂછતાં જ હોય છે. માટે “ગીતાર્થોએ લીધેલા નિર્ણયમાં શાસ્ત્રોને અનુસરવાનું હોતું નથી એવું વસ્તુતઃ છે નહીં, એ નિર્ણય શાસ્ત્રાનુસારી જ હોય છે. પણ આ શાસ્ત્રાનુસારી એટલે? “શાસ્ત્રના શબ્દોને અનુસરીને નહીં, પણ “શાસ્ત્રના તાત્પર્યાર્થને અનુસરીને'. પરંતુ ગીતાર્થો સિવાયનો આરાધકોનો જે મોટો ભાગ હોય છે તે શાસ્ત્રના તાત્પર્યાર્થને પ્રાયઃ પકડી શકતા હોતા નથી. એટલે “જે શાસ્ત્રના શબ્દોને અનુસરીને હોય એ શાસ્ત્રનુસારી આવી માન્યતા પ્રાયઃ ધરાવતો હોય છે. તેથી, “શાસ્ત્રોમાં સાક્ષાત્ શબ્દોથી જણાવેલું હોવું જોઈએ એવી અપેક્ષાથી જ તેઓ શાસ્ત્રપાઠ જોવા-પૂછવાનું સમજતા હોય છે. ને અપવાદ માર્ગ માટે એવું હોય જ એવી અપેક્ષા તો અસ્થાને છે એ આપણે વિચારી ગયા છીએ. માટે શાસ્ત્રપાઠ જોવા-પૂછવાનો પ્રસ્તુતમાં નિષેધ કરાઈ રહ્યો છે એ જાણવું. આ જ વાતને આગળના લેખમાં આપણે હાઈવેના દૃષ્ટાંતથી વધારે સ્પષ્ટ રીતે સમજીશું. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રભુવીરના જીવ નયસારે મહાત્માઓને માર્ગે ચઢાવ્યા ત્યારે, મુનિ કહે દ્રવ્ય એ માર્ગ. ગન્તવ્ય સ્થલે પહોંચાડનાર મુખ્ય રસ્તો એ દ્રવ્યમાર્ગ છે. આત્માને મોક્ષ સુધી પહોંચાડનાર આરાધનામાર્ગ એ ભાવમાર્ગ છે. દ્રવ્ય માર્ગમાં મુખ્ય છે રાજમાર્ગ-હાઈવે. એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ કે દશવિધસામાચારી રૂપ કે ચરણ સિત્તરી-કરણાસિત્તરી રૂપ સાધના માર્ગ કે જે મોક્ષમાર્ગ છે એને હાઈવેનું રૂપક આપીને સ્પષ્ટરૂપે આ લેખમાં સમજવાનો પ્રયાસ કરીએ. લેખાંક ધારોકે હાઈવે પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે. સેંકડો કિ.મી. લાંબા હાઈવે પરથી જુદા-જુદા સ્થળે ઉત્તર કે દક્ષિણ તરફ જતા રસ્તા પણ ઘણા આવે. એમાંનો કોઈક રસ્તો હાઈવે કરતાં પણ વધારે સુંદરસુંવાળો-સુગમ જણાય તો પણ એટલા માત્રથી એના પર ઉતરી જવાનું હોતું નથી. બાજુ પર ફંટાતા તે જ રસ્તા પર ઉતરવાની જરૂર હોય છે જે રસ્તો ડાયવર્ઝન રૂપ હોય. પણ તે તે રસ્તાને ડાયવર્ઝન રૂપ બનવા માટે કેટલીક શરતો આવશ્યક હોય છે. (૧) મૂળ રસ્તો ઉખડી ગયેલો હોય, ગરનાળુ તુટી ગયું હોય, આવા કોઈક કારણે હાઈવે પર ગમન અશક્ય હોય ને તેથી જે રસ્તો અસ્તિત્વમાં આવ્યો હોય. (૨) રસ્તો કામચલાઉ હોય, જેવું હાઈવે પર ગમન શક્ય બને કે તરત એ રસ્તો બંધ કરી દેવાનો હોય (૩) રસ્તો આગળ હાઈવેને મળી જતો હોય. સાધના માર્ગમાં હાઈવે એ ઉત્સર્ગના સ્થાને છે અને ડાયવર્ઝન એ અપવાદના સ્થાને છે. એટલે જેમ ડાયવર્ઝન એ પણ માર્ગ જ છે, તેમ અપવાદ એ પણ માર્ગ જ છે. તથા સામાન્ય રીતે હાઈવે પર ગમન હોય, Page #57 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પણ ડાયવર્ઝન હોય ત્યાં હાઈવે છોડી દેવાનો હોય છે. માટે, ઉત્સર્ગ કરતાં અપવાદ બળવાન કહેવાય છે. પ્રશ્ન : ડાયવર્ઝન હોય ત્યાં બધાં જ વાહનો હાઈવે પરથી ઉતરી જતા હોય છે. એમ કારણ મળે તો શું બધા જ સાધકોએ ઉત્સર્ગ છોડી દેવાનો ? ઉત્તરબધા જ હાઈવે છોડી દે એવો નિયમ નથી. કેટલીક વાર એવું બનતું હોય છે કે કાર વગેરે માટે હાઈવે છોડવો આવશ્યક હોવા છતાં પાદચારી કે સાયકલ, સ્કુટર સવાર માટે એ છોડવો આવશ્યક હોતો નથી. કાળજી રાખે તો તેઓ પસાર થઈ શકતા હોય છે, એટલે જ ડાયવર્ઝન જોવા માત્રથી (=કોઈકને અપવાદ સેવતા જોવા માત્રથી) પોતે હાઈવેને (ઉત્સર્ગને) છોડી દેવાનો હોતો નથી. પણ પ્રબળ કારણ હોય તો જ છોડવાનો હોય છે. વળી હાઈવે છોડે ત્યારથી જ વહેલામાં વહેલી તકે હાઈવે પર પાછા ચડી જવાની ગણતરી હોય છે. રોજ એકાસણાં છોડીને કારણવશાત્ નવકારશી કરવી પડે તો પણ એ જ દિવસથી ક્યારે પાછો એકાસણા પર ચઢી જાઉં એવી ભાવના જોઈએ. તો જ નવકારશી એ વાસ્તવિક અપવાદમાર્ગરૂપ બને તથા, જેવી અનુકૂળતા આવે કે તરત હાઈવે પર ચઢી જવાનું થઈ જ જાય. એમ જેવી શારીરિક અનુકૂળતા થાય કે તરત પાછા એકાસણાં પર (ઉત્સર્ગમાર્ગ પર) ચઢી જવાનું હોવું જોઈએ જો ફરીથી ઉત્સર્ગ (હાઈવે) પર ચઢવાનું ન હોય તો એ અપવાદ (ડાયવર્ઝન) જ ન કહેવાય. આકર્ષણ હાઈવેનું જ રહેવું જોઈએ. ડાયવર્ઝન આકર્ષક હોય તો પણ. એમ સ્વાધ્યાય કરવાનો ન હોય, કોઈ જ કામ પણ નહીં, માત્ર સંથારામાં આરામ, તે અવસરે સંથારો પણ ધાબળો વગેરે નાખીને પોચો સુંવાળો બનતો હોય. આમ ઘણી ઘણી આકર્ષકતા... અનુકૂળતા હોય છે. છતાં એનું આકર્ષણ ન જાગી જાય તો જ સાચો અપવાદ. અને એટલે જ સાચા અપવાદમાં પ્રાયશ્ચિત્ત બહુ અલ્પ હોય છે. પણ જો “ચાલો, આ Page #58 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૧૯૩ બહાને પણ આરામ કરવા મળી ગયો... મોસંબીનો રસ પીવા મળ્યો....” આવો વિચાર આવે તો એનું પ્રાયશ્ચિત્ત વધે પણ છે. અને એટલે જ સ્વાથ્ય માટે મોસંબીનો રસ કે કરીયાતું બેમાંથી એક પીવાનું હોય તો કરીયાતું જ પીવું જોઈએ. સકલાગમરહસ્યવેદી સ્વ. પૂ. શ્રી દાનસૂરીશ્વરજી મ.સા. બિમારી વગેરે વિશેષ કારણ વગર એકાસણા બધાએ કરવાના જ. એક મહાત્માને તાવ આવ્યો. મન ઢીલું પડ્યું “સાહેબ ! આજે તાવ છે નવકારશી કરું ?” “હા, કરો.” તરત જ બીજા મહાત્માને સ્વ. પૂ. શ્રી દાનસૂરિ મહારાજે કહ્યું કે “આ મહાત્માને તાવ આવ્યો છે. માત્ર ઉકાળો ને મગનું પાણી જ આપજો...” એ મહાત્મા પાછા એકાસણાં પર ચઢી જવામાં શું વિલંબ કરે ખરા? કંડરીકમુનિને આપવાદિક રાજમહેલની ગોચરીનું આકર્ષણ જાગી ગયું..... હવે એ છોડવી નથી તો ડાયવર્ઝને એ ડાયવઝન રહેતાં માર્ગ બની ગયો. વળી હાઈવે-મોક્ષમાર્ગ કરતાં એ જુદો છે. માટે એ ઉન્માર્ગરૂપ બની ગયો. ને તેથી તેઓ મોક્ષના બદલે ઠેઠ સાતમી નરક જઈ પહોંચ્યા. પ્રમાદાદિને પરવશ મન ઢીલું પડી જાય કે થોડી પ્રતિકૂળતાના વિચારથી મન ઢીલું પડી જાય ને ઉત્સર્ગ ભિન્ન પ્રવૃત્તિ કરાય તો એ વાસ્તવિક અપવાદ ન રહેતાં અતિચારરૂપ બને છે. એવું પ્રબળ કારણ હોય તો જ અપવાદ સેવી શકાય. ક્યાંક હાઈવે થોડો રફ કે વાંકો ચૂકો આવે કે બીજો રસ્તો સુંવાળો આવે એટલા માત્રથી હાઈવેને થોડો છોડી દેવાય? ૧૦ મીટરના ડાયવર્ઝનથી કામ નભી જવાનું હોય તો ૧૫ મીટરનો ડાયવર્ઝન કોઈ ડાહ્યો ડ્રાઈવર ન અપનાવે. એમ ૧૦ ટકા જેટલા અપવાદથી ચાલતું હોય તો ૧૫ ટકા અપવાદ ન સેવવો. ૧૫ ટકા જેટલો અપવાદ આવશ્યક હોય તો ૨૦ ટકા અપવાદ ન લેવો. આ બધું જયણા કહેવાય છે. ક્યારે, ક્યાં, કેટલો ડાયવર્ઝન જરૂરી છે. એ વિચક્ષણો નક્કી કરે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે છે. એમ ક્યારે ? ક્યાં ? કોણે ? કેટલો ? કેવો ? અપવાદ સેવવો ? એ નક્કી કરવા માટે ગીતાર્થતા જોઈએ છે. અગીતાર્થને પણ ગીતાર્થ નિશ્રા તો હોય જ, અને તેથી ગીતાર્થ નિર્દિષ્ટ અપવાદ હોવો જોઈએ. ડાયવર્ઝન અલ્પકાલીન હોય છે. ગરનાળાનું રીપેરીંગ વગેરે કામ જેવું પૂર્ણ થઈ જાય કે તરત જ ડાયવર્ઝન હટાવી લેવાય છે ને હાઈવે જ અખંડ રખાય છે. પણ ક્યારેક એવું બને છે કે... હાઈવે કંડારાયો ત્યારે શહેરની બહાર હતો. પણ પછી શહેર હાઈવે આસપાસ વધી ગયું અને તેથી પ્રવર્તમાન સીધો હાઈવે શહેરની વચમાં આવી જવાથી અને પ્રશ્નો નિર્માણ થયા હવે હાઈવે પરથી, આખા શહેરને બહારથી ઓળંગી જાય એવો હંમેશ માટેનો નવો માર્ગ કાઢવામાં આવે છે જેને બાયપાસ’ કહેવાય છે. મોક્ષમાર્ગ અંગે પણ આવું ક્યારેક બને છે. દેશ-કાળની અમુક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જાય છે કે જેથી પ્રવર્તમાન ઉત્સર્ગમાર્ગથી હંમેશ માટે થોડા ફંટાઈ જવું પડે છે. આ ફંટાયેલા માર્ગને જીતવ્યવહાર કહે છે. કેટલાક કાળ બાદ બાયપાસ જ હાઈવે તરીકે પ્રચલિત થઈ જાય છે. જુના હાઈવેનો હાઈવે તરીકે હવે વ્યવહાર થતો નથી અથવા થાય તો પણ સાથે ‘જુનો’ એવું વિશેષણ લગાડવું પડે છે. એમ હવે આ ફંટાયેલા માર્ગરૂપ ‘સામાચારી’ જ ઉત્સર્ગમાર્ગ બની જાય છે અને એટલે જ હવેથી એવું આચરણ કરવા માટે કૃતયોગી વગેરે શરતો આવશ્યક રહેતી નથી. અલબત્ જે કાંઈ સામાચારી હોય તે બધી ફંટાયેલા માર્ગરૂપ જ હોય એવો નિયમ નથી. કેટલોક પ્રારંભથી જ કંડારાયેલો હાઈવે હોય ને કેટલોક ફંટાઈને ફંટાઈને જોડાયેલો હાઈવે હોય. એમ કેટલીક શાસન સ્થાપનાથી જ શરૂ થયેલી અને શાસનના અંત સુધી ચાલનારી સામાચારી છે. ઇચ્છાકાર વગેરે દવિધ સામાચારી આવી છે. જ્યારે ચોથની સંવત્સરી.. ઝોળીને ગાંઠ મારવી.. વગેરે ફંટાયેલા માર્ગ તરીકે આવેલી સામાચારીઓ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૧૯૫ હજારો કિ.મી. લાંબા હાઈવે પર બાયપાસ માર્ગો પણ અનેક આવે. વળી બહુ મોટા ધમધમતા શહેરો નજીક તે તે સ્થળે બાયપાસ પણ અનેક હોય, એ પણ અસંભવિત નથી. કોઈક ઉત્તર તરફથી જાય તો કોઈક દક્ષિણ તરફથી.. કોઈક શહેરને એકદમ વીંટળાઈને જતો હોય તો કોઈક જરા દૂરથી જતો હોય. આવા અનેક બાયપાસમાંથી કોઈ કયા બાયપાસથી જાય. અને કોઈ કયા બાયપાસથી જાય ? એની સામે પ્રશ્ન ઊઠાવવાના હોતા નથી. આવું જ ફંટાયેલા માર્ગ તરીકે આવેલી સામાચારી અંગે છે. એટલે કોઈકની કંઈક સામાચારી હોય અને બીજાની કંઈક હોય, એની સામે “અમારી આવી સામાચારી છે. તો તમારી કેમ આવી છે ?” એવો પ્રશ્ન ઊઠાવી શકાય નહીં. અમારી સાચી.. તમારી ખોટી.. અમારી શાસ્ત્રાનુસારી.. તમારી શાસ્ત્રવિરુદ્ધ.” આવું બધું કહી શકાય નહીં. સામાચારીનો ભેદ પહેલેથી માન્ય રહ્યો છે. એટલે જ સાંભોગિકઅસાંભોગિક ભેદ અસ્તિત્વમાં આવ્યા છે. કોઈક મહાત્મા અસાંભોગિક હોય (જેમની સાથે ગોચરી વ્યવહાર ન હોય તેવા હોય) એટલા માત્રથી અસંયમી કે વિરાધક બની જતા નથી. એટલે સામાન્યથી કોઈની સામાચારીના ખંડનમાં પડવું ન જોઈએ. હા, કોઈ ખુદ જો આવી વાત કરતા હોય કે “બધા ખોટું કરી રહ્યા છે. શાસ્ત્રમાં આવું આવું આવે છે. માટે અમે આમ કરીએ છીએ ને તેથી અમે સાચા છીએ” વગેરે... તો એમને જરૂર યોગ્ય પ્રત્યુત્તર આપવો જોઈએ. પ્રશ્ન : આ તો બધાને બહુ છૂટછાટ મળી જાય એવું છે. કોઈ યુવાન સશક્ત સાધુ પણ પોતાની ઉપાધિ (સામાન) ઊંચકવા મજુર રાખશે ને પોતે ટેસથી ચાલશે. કોઈ પૂછશે તો કહી દેશે કે અમારી આવી સામાચારી છે. એમાં તમે કશું નવુ ન ચ કરી શકો નહીં. ઉત્તર : કોઈ ડ્રાઈવર પીધેલી હાલતમાં રોડના કોર્નર પર રહેલા સફેદ પથ્થરોને તોડીને પણ પોતાના વાહનને માર્ગની બહાર ધકેલી દે. તો એ વખતે એના વાહન દ્વારા જે ચીલો પડ્યો એને કોઈ ડાયવર્ઝન Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કે બાયપાસ તરીકે લેખતું નથી. એમ પ્રસ્તુતમાં પોતાની શિથિલતાવશાત વગર પ્રબળ કારણે આવું કંઈક માર્ગવિરુદ્ધ આચરણ થાય. નવી નવી ઢીલાશ ઉમેરાતી જાય એ કાંઈ સામાચારીરૂપ બની જાય નહીં, એ સ્પષ્ટ જ છે. આવી ઢીલાશ અંગે તો એને આચરનારાઓએ ખુદ સ્વીકાર કરી લેવો જોઈએ કે “આ કાંઈ સામાચારી નથી, અમારી ઢીલાશ છે.” હાઈવેને સુરેખપણે દર્શાવનાર નકશા પ્રકાશિત થઈ ગયા પછી પણ નવા નવા બાયપાસ અસ્તિત્વમાં આવી શકે છે. આવા બાયપાસ અંગે “નકશામાં આ બાયપાસનું સ્થાન. નોંધ ક્યાં છે ? બતાવો. નહીંતર અમે એને બાયપાસ ન માનીએ.” આવું કહી શકાતું નથી. એમ સાધ્વાચારને જણાવનારા ગ્રન્થોની રચના થઈ ગયા પછી જે સામાચારીઓ અસ્તિત્વમાં આવી છે એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ન મળે એ સ્પષ્ટ છે. પણ એટલા માત્રથી “આ શાસ્ત્રાનુસારી નથી. સામાચારીરૂપ નથી.. માર્ગ નથી. ઉન્માર્ગ છે. શાસ્ત્ર વિપરીત છે. “આવી પ્રવૃત્તિના શાસ્ત્રોમાં કોઈ અક્ષર મળતા નથી માટે આ પરંપરા નથી પણ પાંપડા છે.” વગેરે કહી શકાતું નથી. નવો બાયપાસ કંડારવાનો પ્રસંગ આવે ત્યારે એ કંડારનારાઓને “કયા નકશાના આધારે તમે આ બાયપાસ કંડારી રહ્યા છો ?” એવું પૂછવાનું હોતું નથી. અલબત્ જૂના નકશાઓને ધ્યાનમાં રાખીને જ તેઓએ નવો બાયપાસ કંડારવાનો હોય છે. પણ, “આ બાયપાસ જુના નકશામાં ક્યાં દર્શાવેલો છે ? એ બતાવો. જો દર્શાવેલો હશે તો જ અમે એને સ્વીકારીશું, નહીંતર નહીં.' એવું એમને કહી શકાતું નથી. કારણ કે જે નવો કંડારવાનો છે, એ બાયપાસ જુના નકશામાં ન જ હોય (હોય તો હવે કંડારવાનો રહે જ નહીં) એ સ્પષ્ટ છે. એમ ગીતાર્થો દેશકાળાદિને અનુસરીને જે નવી સામાચારી પ્રસ્થાપિત કરે એ શાસ્ત્ર અને જુની સામાચારીને નજરમાં રાખીને જ નક્કી કરતા હોય છે. પણ એ અંગે “શાસ્ત્રમાં આવું આચરણ ક્યાં કહ્યું છે ? “એ શાસ્ત્રમાં નથી કહ્યું, માટે અમે ન સ્વીકારીએ આવું પૂછી-કહી શકાતું Page #62 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૧૯૭ નથી. ને છતાં જેઓ આવું પૂછતા હોય કે મુગ્ધજીવોને એવું પૂછવાની સલાહ આપતા હોય તેઓ કાં તો શાસ્ત્રરહસ્યોના અજાણ છે ને કાં તો જાણવા છતાં પોતાના તુચ્છ સ્વાર્થવશાત્ સ્વશ્રદ્ધાળુ મુગ્ધજીવોને ઉંધે રવાડે ચડાવી રહ્યા છે એમ જાણવું. સીધી જ વાત છે. જો શાસ્ત્રમાં જે કહ્યું એ જ ગીતાર્થો દ્વારા કરાઈ રહ્યું હોય તો એ અંગે ‘દેશ-કાલાદિને અનુસરીને પરંપરા ફેરવી.. નવી સામાચારી પ્રસ્થાપિત કરી (પ્રવર્તાવી)..” વગેરે કહેવાનું જ ક્યાં રહે ? વિ.સં. ૨૦૧૪ ના પૂર્વે કેટલાય વર્ષોથી ચંડાંશુચંડુ પંચાંગનો આધાર લેવાની પરંપરા (સામાચારી) શ્રી સંઘે કંડારેલી. વિ.સં. ૨૦૧૪ થી જન્મભૂમિ પંચાંગનો આધાર લેવાની સામાચારી પ્રસ્થાપિત કરી. ‘વિ.સં. ૨૦૧૪ થી ચંડાંશુચંડુ પંચાંગ છોડીને જન્મભૂમિ પંચાંગનો આધાર તરીકે સ્વીકાર કરવો' આવો શાસ્ત્રપાઠ કોઈ માગે છે ? ને શું કોઈ આપી શકે ? કોઈએ માગ્યો હતો ? કોઈએ આપ્યો હતો ? શાસ્ત્રપાઠ વગરના એ ફેરફારને સ્વીકારી લેનારાઓ, વર્તમાનમાં ગીતાર્થો દ્વારા પ્રસ્તાવિત અન્ય ફેરફાર અંગે ‘શાસ્ત્ર પાઠ આપો. શાસ્ત્ર પાઠ આપો' ની બૂમરાણ મચાવે એ કેવી મૂઢતા ! અમે જે જે સામાચારી માન્ય કરી લઈએ એ અંગે શાસ્ત્રપાઠ માગવા-આપવાની જરૂર નહીં, પણ અમે ‘યન્માધવેન ઉક્ત તન્ન' ન્યાયે જેનો વિરોધ કરીએ એનો શાસ્ત્રપાઠ જોરશોરથી માગવાનો...આ કેવો હલાહલ અન્યાય ! આરાધક શ્રાવક-શ્રાવિકાઓ જ નહીં, સારા વિદ્વાન કહેવાતા કેટલાક સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આવી બે ને બે ચાર જેવી વાત વિચારવા - સમજવા તૈયાર નથી.. દૃષ્ટિરાગની કેવી પ્રગાઢતા ! કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિ મહારાજે ‘દૃષ્ટિરાગ એ કામરાગ અને સ્નેહરાગ કરતાં પણ ભયંકર છે' એવું જે કહ્યું છે તે અક્ષરશઃ સત્ય પ્રતીત થાય છે. વિષયોના આકર્ષણ (કામરાગ) પર અને સ્વજનોના મમત્વ (સ્નેહરાગ) પર વિજય મેળવનારા પણ દૃષ્ટિરાગમાં ગાઢ રીતે અટવાઈ જાય છે. પ્રતિક્રમણમાં સૂત્રોના ચઢાવા, દીક્ષાર્થીના Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉપકરણના ચઢાવા, વિદાયતિલકનો ચઢાવો, શાસ્ત્રસિદ્ધ નવકલ્પી વિહારથી વિપરીત રીતે વિહાર, પર્યુષણામાં પાંચ દિવસમાં નવ ક્ષણોથી કલ્પસૂત્રના એક એક વ્યાખ્યાન શાસ્ત્રસિદ્ધ છે, છતાં નવમા વ્યાખ્યાનમાં નવે નવ વ્યાખ્યાનના સૂત્રો સળંગ વાંચવા. આવી બધી ઢગલાબંધ પ્રવૃત્તિઓ કાળે કાળે શ્રી સંઘે અપનાવી છે જેના કોઈ જ શાસ્ત્રપાઠ મળતા નથી, અરે કેટલાકમાં તો ઉપરથી એનાથી વિપરીત શાસ્ત્રપાઠ મળે છે. શાસ્ત્રપાઠ - શાસ્ત્રપાઠની બૂમરાણ મચાવનારા પણ આ બધી શાસ્ત્રપાઠ વિનાની કે શાસ્ત્રપાઠ વિરુદ્ધ પ્રવૃત્તિ કરતા જ હોય છે, એ અંગે ક્યારેય શાસ્ત્રપાઠની આવશ્યકતા એમને ભાસતી નથી. અને વર્તમાનમાં બહુ સંખ્યક સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ લાભાલાભ જોઈને કોઈ પણ ફેરફાર કરે કે નવી પ્રવૃત્તિ ચાલુ કરે, એટલે “તમે કયા શાસ્ત્રના આધારે આ કરી રહ્યા છો ?” “આ શાસ્ત્રાનુસારી નથી' વગેરે બૂમરાણ મચાવી મૂકવી. શ્રી સંઘ પ્રત્યે કેવો તીવ્ર દ્વેષ ! ને પોતાના પક્ષનો કેવો ગાઢ રાગ ! પ્રભુ! તું એ બધા પર એવી કૃપા કરી કે તેઓ પોતાના દૃષ્ટિરાગને પિછાણી શકે ને એની ચૂંગાલમાંથી છૂટવાનું સામર્થ્ય કેળવી શકે ! પ્રશ્ન : સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓએ પટ્ટક વગેરે દ્વારા આવી જે નવી પ્રણાલિકા (સામાચારી) પ્રવર્તાવી હોય અથવા અચિરત્યક્ત સામાચારીનું પુનઃ પ્રવર્તન કરાવ્યું હોય એ પ્રણાલિકા અંગે ગુરુભગવંત પોતાના શિષ્યને એવી સત્તા આપે ખરા ? કે મારા ગયા પછી તું આ પટ્ટકને-સામાચારીને કેન્સલ કરી દેજે. ઉત્તર : શહેરના વિકાસ વગેરે કારણે ઈજનેર વગેરે અધિકારીઓએ એક બાયપાસ બનાવ્યો. એ બાયપાસ ધમધમતો પણ થઈ ગયો. હવે, એ બાયપાસ બનાવનારા અધિકારીઓમાંનો કોઈ એક અધિકારી પોતાના ઉત્તરાધિકારીને સત્તા સોંપી શકે? કે મારી હયાતીબાદ તારી મરજી મુજબ તું આ બાયપાસ ઉખાડી નાખજે? “ના ન જ આપી શકે.” બસ એ જ રીતે નવી પ્રવર્તેલી પ્રણાલિકા અંગે પણ ગુરુભગવંત Page #64 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, ખાંક-૨૦ ૧૯૯ પોતાના શિષ્યને એની મરજી પડે ત્યારે એ પ્રણાલિકાને દફનાવી દેવાની સત્તા સોંપી શકતા નથી. તર્કપૂર્ણ વિચાર કરવામાં આવે તો આ વાત નિઃશંક જણાશે. તે આ રીતે (૧) સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓએ નવી પ્રણાલિકા જે પ્રવર્તાવી હોય છે એ આડેધડ મનમાં એવો કોઈ તરંગ ઊઠ્યો માટે કે એવી દેશકાળાદિની પરિસ્થિતિ નિર્માણ થઈ હોય માટે ? સ્પષ્ટ છે કે એવી વિશેષ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હોવાથી જ, એવી પરિસ્થિતિને અનુરૂપ, સ્વ--પર હિતકર પ્રણાલિકા શરૂ કરી હોય છે. એટલે જ્યાં સુધી દેશકાળાદિની એવી પરિસ્થિતિ વિશેષરૂપે બદલાય નહીં ત્યાં સુધી એને રદ કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે ? (૨) અનેક મહાત્માઓએ ભેગા મળીને શરૂ કરેલી પ્રણાલિકાને રદ કરવાની સત્તા એમાંના એક જ મહાત્મા પોતાના શિષ્યને શી રીતે આપી શકે ? કારણ કે જે પ્રણાલિકાને રદ કરવી બીજા ગીતાર્થોને અનુચિત લાગે છે તેને રદ કરવાની સત્તા ખુદ એ મહાત્મા પાસે પણ હોતી જ નથી. વળી, એક મહાત્મા સ્વશિષ્યને એ રદ કરવાની સત્તા આપે ને બીજા મહાત્મા પોતાના શિષ્યને એ પ્રણાલિકા ચાલુ રાખવાની સત્તા આપે તો પરિણામ શું આવે ? સંઘમાં ઝઘડા, અનુશાસન-હીનતા ને સ્વચ્છંદતા.. જ ને ? કે બીજું કાંઈ ? શું આવું સંવિગ્નગીતાર્થ મહાત્માઓને માન્ય હોઈ શકે ? શું આવું જૈનશાસનને માન્ય હોઈ શકે? એટલે જ સ્વ. પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે વિવિધ પ્રશ્નોત્તરમાં જણાવ્યું છે કે-કોઈપણ એક મનુષ્ય સ્વમતિથી જો કોઈપણ નવો ફેરફાર કે ગરેડ પાડવા માંગે તો તેમ કરવાનો હક તેને શ્રીસંઘ અને શાસનની પ્રણાલિકા બિલકુલ આપી શકતી નથી જ. (પૃ. ૩૪૬) પ્રશ્ન : પણ કોઈ શિષ્ય મહાત્મા એમ કહે કે મને મારા ગુરુદેવ આવી સત્તા આપી ગયા છે ને તેથી હું આ પ્રણાલિકા (પ્રણાલિકાને પ્રસ્થાપિત કરનાર પટ્ટકને) રદ કરું છું. તો શું માનવું ? Page #65 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : તો ક્યાં તો એવી સત્તા આપનાર ગુરુને ભદ્રિક માનવા પડે ને ક્યાં તો શિષ્ય મૃષાવાદ સેવી રહ્યો છે, એમ માનવું પડે. આશય એ છે કે ગુરુભગવંત જો ગીતાર્થ હોય ને શ્રી જૈનશાસનની મર્યાદાઓના જાણકાર હોય તો તેઓ જાણતા જ હોય છે કે શ્રી જૈનશાસનમાં બહુ સંખ્યક ગીતાર્થોની સંમતિથી શરૂ થયેલા આચરણમાં ફેરફાર કરવાનો કે એ આચરણને બંધ કરી દેવાનો અધિકાર કોઈ એકાદ મહાત્માને નથી. પણ એમાં વ્યક્ત કે અવ્યક્ત સંમતિવાળા બહુ સંખ્યક ગીતાર્થોને જ છે. એટલે ગુરુ ભગવંત જો સંવિગ્ન ગીતાર્થ છે, તો હું તને ઠીક લાગે ત્યારે આ પરંપરા બંધ કરી દે જે એવી સત્તા સ્વશિષ્યને સોંપે જ નહીં અને તેમ છતાં, શિષ્ય જો આવું કહેતો હોય તો સમજી શકાય છે કે એ જુઠાણું ચલાવી રહ્યો છે. એટલે નક્કી થયું કે પાપભીરુ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતના નામે શિષ્ય જો એવી વાત ચલાવતો હોય કે ગુરુભગવંત મને ફલાણો પટ્ટક-પ્રણાલિકા રદ કરવાની સત્તા સોંપી ગયા છે. તો એ શિષ્ય સરાસર જૂઠ બોલી રહ્યો છે એ વાત નિઃશંક છે. બીજી રીતે પણ વિચારવું હોય તો આ રીતે વિચારી શકાય. શું એ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતે પોતે એકલાએ જ એ પટ્ટકને અમલમાં મૂકેલો હોય કે બીજા મહાત્માઓની પણ સંમતિ લઈને અમલમાં મૂકેલો હોય ? પ્રશ્ન : બીજાઓની સંમતિ વિના-સાથ-સહકાર વિના તો પોતે એકલાએ આવા કોઈ નિર્ણય કરી શકાય જ નહીં. પછી ભલે ને પોતે પોતાના સમુદાયના અધિપતિ હોય” આવી શાસ્ત્રના રહસ્યાર્થરૂપ અને શાસનની મર્યાદારૂપ જે વાત છે એને સંવિગ્નગીતાર્થ ગુરુભગવંત પણ જાણતા જ હોય ને એટલે બધાની સંમતિ લઈને જ એ પટ્ટકની જાહેરાત ને અમલીકરણ કરવામાં આવ્યું હોય, એમ પણ માનવું જ પડે ને ? Page #66 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૨૦૧ ઉત્તર : જો પટ્ટકનો અમલ કરવા માટે બીજાઓની સંમતિ જોઈએ તો પટ્ટકને ૨દ કરવા માટે ન જોઈએ ? આ શું ન સમજાય એવી વાત છે ? ગીતાર્થ એવા ગુરુભગવંત આ વાત ન સમજતા હોય એવું શું માની શકાય ? એટલે ‘પોતાની ઇચ્છા મુજબ પોતે એકલાએ એ પટ્ટકને રદ કરી નાખવો' એવી સત્તા ખુદની એમની પાસે પણ ન જ હોવાથી તેઓએ પોતાના શિષ્યને એવી સત્તા આપી હતી એવું શી રીતે માની શકાય ? સીધી વાત છે શું કોઈ ગચ્છાધિપતિ પોતાના ઉત્તરાધિકારીને તારે આવી આવી નવી પ્રણાલિકાઓ તને મરજી પડે ત્યારે પ્રવર્તાવવી...' આવી સત્તા આપી શકે ? પ્રશ્ન : એ તો શી રીતે આપી શકે ? કારણ કે ભવિષ્યમાં કેવી કેવી દેશ-કાલ વગેરેની પરિસ્થિતિ સર્જાશે ? ને ત્યારે કેવી કેવી શક્ય પ્રણાલિકાઓ શ્રીસંઘના હિતમાં હશે ? એનો પહેલેથી છદ્મસ્થ ગચ્છાધિપતિ શી રીતે નિર્ણય કરી શકે ? ઉત્તર ઃ બરાબર છે. એ જ રીતે ભવિષ્યમાં અમુક પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની જ છે, ને તેથી ફલાણી પ્રણાલિકા નુકશાનકર્તા બની જવાની છે, માટે એને કેન્સલ કરી નાખવી.. એવો નિર્ણય પણ છદ્મસ્થ ગચ્છાધિપતિ શી રીતે કરી શકે ? વળી પ્રણાલિકા પ્રવર્તાવવી કે રદ કરવી એ પરિસ્થિતિને આધીન હોય છે, મરજીને નહીં. એટલે ‘તને ઠીક લાગે ત્યારે.. તારી મરજી પડે ત્યારે.. રદ કરી નાખજે..’ આવું પણ શી રીતે કહી શકે ? એટલે આવી સત્તા સોંપી હોવાની વાત સત્યથી વેગળી માનવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને છતાં, અનાભોગ વગેરે કોઈ પણ કારણે કદાચ કોઈ ગચ્છાધિપતિ પોતાના શિષ્યને આવી સત્તા આપે તો પણ, જો એ શિષ્ય ગીતાર્થ હોય, શાસનની મર્યાદાઓનો જાણકાર હોય, સામાન્ય પણ બુદ્ધિ ધરાવનાર હોય તો એ પોતાને ઠીક લાગે એમ કોઈ નવી પ્રણાલિકા Page #67 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રવર્તાવે નહીં કે જુની પ્રણાલિકાને રદ કરે નહીં. કારણ કે એ જાણતો જ હોય કે બીજાઓની અસંમતિ હોવા છતાં આમ કરવું એ સ્વચ્છંદતા છે, જે જૈનશાસનના સાવ પ્રાથમિક કક્ષાએ રહેલા આરાધકને પણ સંભવે નહીં-શોભે નહીં. પ્રશ્ન: પણ આ રીતે તો જુની કોઈ પ્રણાલિકાને નવા ગચ્છાધિપતિ ક્યારેય કેન્સલ કરી જ નહીં શકે ને ? ઉત્તર : કોઈ એકાદ ગચ્છાધિપતિ મનસ્વીપણે કેન્સલ કરવા માગે તો, તો ન જ કરી શકે. છતાં કોઈ એવું કરવા માગે તો એમના સમુદાયના સંવિગ્ન ગીતાર્થો એમને વારવાનો પ્રયાસ કરે. એટલેથી કામ ન પતે તો અન્ય સમુદાયના ગચ્છાધિપતિ વગેરે ગીતાર્થો એ માટે પ્રયત્ન કરે. આટલું થવા પર, જો થોડી પણ પાપભીરુતા હોય, તો આ વિચાર મનમાં ઊઠે જ કે – “જો હું કોઈનું સાંભળીશ નહીં – સંઘને માથે રાખીશ નહીં તો મારામાં સ્વચ્છંદતા આવશે તથા મારા આવા વર્તનથી તન-મનધન અને સમયનો ભોગ આપીને આરાધના કરી રહેલા આરાધકોમાં વિવાદ-વિખવાદ વગેરે પેદા થવા દ્વારા આરાધનાને-શાસનને મરણતોલ ફટકો પડશે. અને તો પછી जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ । अविणिच्छिओ अ समओ, तह तह सिद्धंतपडिणीओ ॥ ૩પદ્દેશમાના રૂ૨૩ || અર્થ : જેમ જેમ બહુશ્રુત (= શાસ્ત્રજ્ઞાતા) બને, ચતુર્વિધ સંઘને મહાન્ ગુરુ તરીકે માન્ય બને, વિશાળ શિષ્યસમુદાયથી પરિવરેલા બને, પણ સમયમાં=સિદ્ધાન્તની-શાસનની મર્યાદાઓમાં અવિનિશ્ચિત બને તેમ તેમ એ સિદ્ધાંતનો શાસનનો પ્રત્યેનીક-શત્રુ બને છે. આવા ઉપદેશમાળાના કથનના અનુસાર મારામાં શાસનની પ્રત્યનીતા આવશે, માટે મારે આવું કરવું ન જોઈએ.” Page #68 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૨૦૩ પ્રશ્ન : પણ જો એ ગચ્છાધિપતિ એમ કહેતા હોય કે “સંઘ તો મારા પણ માથે જ છે. મારે એનો અનાદર કરવાનો હોય જ નહીં. પણ અન્ય સમુદાયના ગચ્છાધિપતિ કે ગીતાર્થો વગેરે વાસ્તવિક રીતે “સંઘ' રૂપ છે જ નહીં, એ તો હાડકાંનો માળો છે, માટે એમને પૂછવાની કોઈ જરૂર ન હોવાથી પૂછતો નથી,” તો એ બરાબર છે ? ઉત્તર : અન્ય ગચ્છાધિપતિઓ વગેરે સંઘરૂપ નથી, ને હાડકાંના માળારૂપ છે એવું શા માટે ? પ્રશ્ન : કારણ કે એ બધા ભગવાનની આજ્ઞા માનતા નથી. ઉત્તર ઃ આ ભગવાનની આજ્ઞા એટલે શું? પ્રશ્ન : શાસ્ત્રના વચનો એ પ્રભુની આજ્ઞારૂપ છે. ઉત્તર બરાબર, તો શું એ અન્ય ગચ્છાધિપતિઓ વગેરે આગમોને કે આગમને અનુસરીને પૂર્વાચાર્યોએ રચેલા શાસ્ત્રોને અપ્રમાણ કહે છે? “અમને આ ગ્રન્થો માન્ય નથી.” એમ કહે છે ? પ્રશ્ન : ના, એમ તો ન કહેતા હોય પણ એવા કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે શાસ્ત્રમતિને મહત્ત્વ આપવાના બદલે બહુમતિને મહત્તા આપતા હોય છે. ખરેખર તો આપમતિ કે બહુમતિ તો નહીં જ, પણ સર્વાનુમતિ પણ ન ચાલે. શાસ્ત્રમતિ જ જોઈએ. આવી શાસ્ત્રમતિને ગૌણ કરતા હોવાથી શું એમ ન કહેવાય? કે તેઓ ભગવાનની આજ્ઞા માનતા નથી. ઉત્તર : ના, એમ કહી શકાય નહીં, કારણ કે “શાસ્ત્રમતિ શબ્દનો સીધેસીધો તો કોઈ અર્થ નથી. થોડા શબ્દોનો અધ્યાહાર કરીને અર્થ કરીએ તો શાસ્ત્રમતિ એટલે ગીતાર્થમતિ તરીકે જ ફલિત થાય છે. આ વાત આગળના લેખમાં આપણે સ્પષ્ટતાપૂર્વક સમજીશું. Page #69 -------------------------------------------------------------------------- ________________ લેખાંક , ૨૧ ગયા લેખમાં પ્રશ્ન ઊઠેલો કે શાસ્ત્રમતિ જ જૈનશાસનમાં મુખ્ય છે, બહુમતિ કે સર્વાનુમતિ નહીં. તેથી શાસ્ત્રમતિને ગૌણ કરનારા ભગવાનની આજ્ઞાથી બહાર કેમ ન કહેવાય ? આ પ્રશ્નનો ઉત્તર આપણે વિચારીએ. એ માટે આપણે પ્રશ્રકારને પૂછીએ છીએ કે “આ શાસ્ત્રમતિ એટલે શું?” પ્રશ્ન : શાસ્ત્રનાં વચનો એ જ શાસ્ત્રમતિ છે. ઉત્તર: એ તો શાસ્ત્રવચન કહેવાય, શાસ્ત્રમતિ નહીં. હકીકતમાં શાસ્ત્રો શબ્દાત્મક હોવાથી પુદ્ગલમય છે. પુદ્ગલો જડ હોવાથી એની કોઈ મતિ=બુદ્ધિ હોતી જ નથી. એટલે શાસ્ત્રમતિ શબ્દનો સીધેસીધો તો કોઈ અર્થ છે જ નહીં. થોડા આડા-અવળા થઈને અર્થ કરવો હોય તો આવો થઈ શકે કે – શાસ્ત્ર વચન પરથી ગીતાર્થોને પૂર્વાપર અવિરોધપણે થતો અર્થબોધ એ શાસ્ત્રમતિ છે. આ અર્થબોધ ગીતાર્થના જ્ઞાનરૂપ હોવાથી “ગીતાર્થમતિ રૂપ જ બની જાય છે. એટલે આવા કોઈ પણ નિર્ણય માટે ગીતાર્થમતિ એ જ આધારરૂપ બની રહે છે. પ્રશ્ન : તમારી, ગીતાર્થમતિની આ વાતો બરાબર લાગે છે. પણ એ ગચ્છાધિપતિ તે તે શાસ્ત્રવચનનો જેવો અર્થ કરે છે એવો ન કરતાં જુદા જુદા પ્રકારનો અર્થ આ અન્ય ગીતાર્યો કરે છે. માટે આ અન્ય ગીતાર્થો પ્રભુની આજ્ઞા માનતા નથી એમ એ ગચ્છાધિપતિ ન કહી શકે? ઉત્તર : તો તો એ અન્ય ગીતાર્થો પણ કહેશે કે - “આ ગચ્છાધિપતિ આજ્ઞા માનતા નથી, માટે હાડકાંના માળા સ્વરૂપ છે, કારણ કે અમે જેવો અર્થ કરીએ છીએ તેવો તેઓ કરતા નથી. એટલે Page #70 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૦૫ શાસ્ત્રવચનનો અમે જેવો અર્થ કરીએ એવો જ અર્થ જે કરે તે આજ્ઞામાં ને જુદો અર્થ કરે એ આજ્ઞા બહાર...' આ રીતે કોઈને આજ્ઞા બહાર કહી ન શકાય. પ્રશ્ન : તો કઈ રીતે કહી શકાય ? ઉત્તર : જેઓ સાચા અર્થનો ધરાર નિષેધ કરી ખોટો અર્થ કરે ને એ મુજબ વર્તે એને કહી શકાય. પ્રશ્ન : પણ જુદા જુદા ગીતાર્થો જુદો જુદો અર્થ કરતા હોય તો કયો અર્થ સાચો ને કયો ખોટો માનવો ? ઉત્તર : તે તે અર્થ કરવામાં શી શી સંગતિઓ છે અથવા અસંગતિઓ છે એનો ગીતાર્થો પરસ્પર વિચાર વિમર્શ કરીને સાચા અર્થનો નિર્ણય કરી શકે. પ્રશ્ન : પણ છતાં ગીતાર્થોએ આ રીતે નિર્ણત કરેલો અર્થ કરતાં અન્ય ગીતાર્થો જુદો જ અર્થ કહ્યા કરે તો ? ઉત્તર : તો બહુમતિ ગીતાર્થોને જે અર્થ યોગ્ય લાગે તેને સાચો માનવો જોઈએ ને બધાએ જ એ સ્વીકારવો જોઈએ. ને પછી બધાએ એ પ્રમાણે જ વર્તવું જોઈએ. જે એ પ્રમાણે ન વર્તે એ આજ્ઞા બહાર... એટલે જ બહુમતિ સુવિદિત ગીતાર્થોની મતિ એ જ શાસ્ત્રમતિ એમ કહેવું જોઈએ. પ્રશ્ન : પણ કોઈક ગીતાર્થને આ બહુમતિ ગીતાર્થોએ કરેલો અર્થ ધરાર ખોટો લાગતો હોય તો ? ઉત્તર : તો પણ એનો સ્વીકાર જ કરવો એ એમની ફરજ છે. “બહુમતિ ગીતાર્થોને જે માન્ય હોય એને સ્વબુદ્ધિથી દોષોની કલ્પના Page #71 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કરીને દોષિત ઠેરવી તો શકાય નહીં. પણ બધાએ જ એને માન્ય કરવું પડે” આવું શ્રીધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે ને આ ઉચિત પણ છે જ. નહીંતર અનુશાસન જ ન રહે. ઘરમાં ચાર ભાઈઓ હોય, ચારે વિચક્ષણ છે. કોઈ નિર્ણય લેવાના પ્રસંગે ત્રણ ભાઈઓનો એક અભિપ્રાય છે, અને એક ભાઈનો જુદો અભિપ્રાય છે. તો ત્રણનો અભિપ્રાય જ માન્ય બને છે ને ? એ માન્ય બન્યા પછી ચોથાએ પણ એ જ રીતે વર્તવું પડે ને? દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં આ જ પદ્ધતિ જોવા મળશે. પ્રશ્ન : પણ અનેક ગીતાર્થો દ્વારા કરાતો અર્થ ખોટો હોય તો? ઉત્તર : બહુ સંખ્યક ગીતાર્થોનો નહીં, પણ એકાદ-બે ગીતાર્થોને જે અર્થ ભાસતો હોય તે જ ખોટો હોવાની સંભાવના ખૂબ પ્રબળ છે. પ્રશ્ન ઃ છતાં ક્યારેક અનાભોગ વગેરે કારણે બહુસંખ્યક ગીતાર્થોને ભાસેલો અર્થ ખોટો હોઈ શકે ને ? ઉત્તર : એમણે કરેલો કયો અર્થ ખોટો છે ? એનો નિર્ણય કોણ કરે ? છેવટે ગીતાર્થો જ શરણભૂત છે, ને એમને તો એ અર્થ યોગ્ય જ લાગ્યો છે. માટે એ અસત્ય હોવાનો નિર્ણય શક્ય જ નથી. એટલે જ એને અવિકલ્પે તત્તિ કરવો જોઈએ. જે એને અમાન્ય કરે એ પ્રભુશાસનની મર્યાદાઓનો માથે ભાર રાખનાર ન હોવાથી વસ્તુતઃ આજ્ઞા માનનારા નથી. એટલે એક સરખો અર્થ કરનારા અન્ય ગચ્છાધિપતિ વગેરે રૂપ બહુસંખ્યક ગીતાર્થો નહીં, પણ એનાથી ભિન્ન અર્થને જ સાચો માનનારા એ એક ગચ્છાધિપતિ જ આજ્ઞા બહાર ઠરવાથી હાડકાંના માળારૂપ કેમ ન બની જાય ? પ્રશ્ન : ઠીક છે. છતાં, નવી પ્રણાલિકા વગેરે કાંઈ પણ શરૂ કરવાનું હોય ને એ વખતે શાસ્ત્રપાઠ માગવામાં આવે તો આ બહુસંખ્યક Page #72 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૦૭ ગીતાર્થો ‘આમાં શાસ્ત્રપાઠની કાંઈ જરૂર નહીં' (જે પ્રણાલિકા શરૂ કરવા માગતા હોય) ‘એ શાસ્ત્રાનુસારી જ જોઈએ, એના શાસ્ત્રોમાં અક્ષર મળતા જ હોવા જોઈએ...' એવું આવશ્યક નથી.. ‘અક્ષર ન મળતા હોય તેવી પ્રણાલિકા ચાલુ કરી શકાય.' આવું બધું તેઓ કહેતા હોય છે. એટલે શાસ્ત્રવચનોને=પ્રભુની આજ્ઞાને તેઓ માથે રાખતા નથી' એવું શા માટે ન કહેવાય ? ને તેથી એ બધાનો સમૂહ એ ‘સંઘ’ નથી પણ હાડકાંનો માળો છે એમ શા માટે ન કહેવાય ? ઉત્તર : ચાલી આવેલી પ્રણાલિકાને-પટ્ટકને રદ કરી દેનારા એ મહાત્માને પૂછવામાં આવે કે ‘ફલાણા વર્ષે આ પટ્ટકને રદ કરી દેવો' એવો શાસ્ત્રપાઠ આપો.. ‘શાસ્ત્રમાં આવા મતલબના અક્ષરો દેખાડો' તો જ એ પટ્ટકને રદ કરી દેનારું તમારું પગલું શાસ્ત્રાનુસારી.. તો શું એ ગચ્છાધિપતિ અક્ષરો દેખાડી શકશે ? એમ પૂર્વ પુરુષોએ જે વર્ષથી એ પટ્ટક બનાવીને અમલ શરૂ કર્યો હોય, ‘એ વર્ષથી આવો પટ્ટક બનાવી ફલાણી પ્રણાલિકા શરૂ કરવી' આવો શાસ્ત્રપાઠ માગવામાં આવે, તો શું તેઓ બતાવી શકે ? તો શું એ ગચ્છાધિપતિને ને એમના ગુરુવર્ય વગેરે પૂર્વપુરુષોને પણ હાડકાંનો માળો જ કહેવાનો ? ને તો પછી સંઘ તરીકે કોણ રહેશે ? અમારે ફેરફાર કરવો હોય તો શાસ્ત્રપાઠની જરૂર નહીં. ને છતાં અમે શાસ્ત્રાનુસારી ! ને બીજાઓએ ફેરફાર કરવો હોય તો શાસ્ત્રપાઠ જોઈએ જ, ન આપી શકે તો તેઓ શાસ્ત્રાનુસારી નહીં, તેઓ હાડકાંનો માળો..' આ કેવો ન્યાય ? વસ્તુતઃ શાસ્ત્રમાં કહ્યું છે કે આયરળા વિ હૈં આળત્તિ. અર્થાત્ બહુસંખ્યક સંવિગ્ન ગીતાર્થોએ જુની આચરણામાં ફેરફાર કરીને પ્રવર્તાવેલી હોય કે નવી પ્રવર્તાવેલી હોય એવી જે કોઈ આચરણા હોય તે પણ આજ્ઞારૂપ જ છે. આનો સૂચિતાર્થ જરૂર એવો નીકળી જ શકે છે કે બહુસંખ્યક Page #73 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ગીતાર્થોની આવી આચરણાઓ એ ખુદ જ પ્રભુની આજ્ઞારૂપ હોવાથી શાસ્ત્રપાઠરૂપ જ છે, એને અન્ય શાસ્ત્રપાઠની જરૂર હોતી જ નથી. પ્રશ્ન : પણ શાસ્ત્રમાં કંઈક જણાવ્યું હોય. ને ગીતાર્થો જે આચરણા પ્રવર્તાવવા માગતા હોય તે ધરાર એ શાસ્ત્રપાઠથી વિપરીત હોય, આવી આચરણા થોડી ચલાવી લેવાય? ઉત્તર : આપણે પૂર્વે વિચારી ગયા છીએ કે શાસ્ત્રપાઠ કરતાં વિપરીત હોવા માત્રથી સંવિગ્ન ગીતાર્થોએ પ્રવર્તાવવા ઇચ્છેલી આચરણાને અમાન્ય કરી શકાતી નથી. નકશામાં દેખાડેલા હાઈવે કરતાં જુદી દિશાવાળો હોવા માત્રથી અધિકારી પુરુષે કંડારેલા બાયપાસને શું નકારી શકાય ? વસ્તુતઃ બાયપાસ ધમધમતો થઈ ગયા પછી એ જ હાઈવેરૂપ બની જાય છે. નકશામાં દેખાડેલો જુનો હાઈવે જર્જરિત થવા આદિના કારણે અકસ્માતના ભયથી ગ્રસ્ત હોય ત્યારે “હાઈવે રહેતો નથી. એમ સંવિગ્ન ગીતાર્થોની પ્રણાલિકા પ્રવર્યા બાદ, એ જ મોક્ષમાર્ગ બની જાય છે. પછી શાસ્ત્રોમાં કહેલી જુની આચરણા “મોક્ષમાર્ગ રૂપે અમલમાં રહેતી નથી. પ્રશ્ન : પણ પટ્ટક વગેરે દ્વારા પ્રવર્તેલી આચરણા અશાસ્ત્રીયઅર્વાચીન હોય તો એ અશાસ્ત્રીય પરંપરા પરથી શાસ્ત્રીય-પ્રાચીન પરંપરા પર પાછા ફરવા માટે તો એ અશાસ્ત્રીય-અર્વાચીન પરંપરાને રદ કરી શકાય ને ? ઉત્તરઃ ના, ન કરી શકાય, કારણ કે (૧) ગીતાર્થ મહાત્માઓએ જે પરંપરા પ્રવર્તાવી હોય એને “અશાસ્ત્રીય’ કહી શકાતી નથી. પૂર્વે આવી ગયું છે એ મુજબ “આયરણા વિ હુ આણત્તિ આવું શાસ્ત્રીયવચન એને આજ્ઞારૂપ (શાસ્ત્રીય) ઠેરવી જ દે છે. (૨) “શાસ્ત્રોક્ત પરંપરા પર પાછા ફરવું છે... આ ક્યારેય, ચાલુ પરંપરાને રદ કરવાનું પ્રયોજન બની શકતું નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૦૯ જુનો હાઈવે નકશામાં બતાવેલો છે. અર્થાત્ નકશાનુસારી છે, નવો બાયપાસ (એ પૂર્વે પ્રકાશિત થયેલા) નકશામાં બતાવેલો નથી, અર્થાત્ નકશાનુસારી નથી. માત્ર આટલા જ કારણે એ બાયપાસને છોડીને જુના હાઈવે પર આવી જવાની વાત કરવામાં શું ડહાપણ હોઈ શકે ? એટલે જ, ભાદરવા સુદ પાંચમની સંવત્સરી શાસ્ત્રાનુસારી છે પણ એટલા માત્રથી “શાસ્ત્રાનુસારી પાંચમની આચરણા પર પાછા ફરવું છે, માટે ચોથની સંવત્સરી છોડી દો” આવું કોઈ સુજ્ઞ કહે છે ખરા ? અરે પાંચમ શાસ્ત્રાનુસારી છે, માટે અમે ચોથની સંવત્સરી નહીં કરીએ, પાંચમની જ કરીશું માત્ર આટલા કારણે જો કોઈ પાંચમની સંવત્સરી કરે તો એને “પાંચમ દિને વાંચે-સુણે વિરાધી હોય નિયમા' આવા વચન દ્વારા નિયમા વિરાધક કહ્યો જ છે ને ! આવી ઢગલાબંધ વાતો છે. શાસ્ત્રોમાં પહેલાં આચારાંગની ને પછી ઉત્તરાધ્યયન ભણવાની વાત છે (એટલે તો ઉત્તરાધ્યયન એવું નામ છે. ઉત્તરકાળમાં=પછીના કાળમાં અધ્યયન જેનું કરવાનું છે તે ઉત્તરાધ્યયન). અને આચારાંગજીનું “શસ્ત્રપરિજ્ઞા” અધ્યયન સૂત્ર-અર્થથી શિષ્ય ભણી લે પછી વડીદીક્ષા કરવાનું વિધાન છે. પણ શ્રીદશવૈકાલિક સૂત્રની રચના બાદ ક્રમ બદલાઈ ગયો. એના જીવનિકાય અધ્યયનને શિષ્ય સૂત્ર-અર્થથી ભણી લે પછી વડી દીક્ષા થાય છે. તેમજ ઉત્તરાધ્યયન પહેલાં ભણાવાય છે, ને પછી આચારાંગજી. હવે જો કોઈ એમ કહે કે “શાસ્ત્રોમાં મૂળભૂત રીતે પ્રથમ આચારાંગજીનું અધ્યયન કહ્યું છે એટલે અમે શાસ્ત્રાનુસારી જુની પરંપરા પર પાછા ફરવા માટે પાછો ક્રમ બદલી નાખીશું ને પહેલાં આચારાંગજી ભણશું – ભણાવીશું તો એવું કહેનારને શું ડાહ્યો મનાય ? એવું કરનાર વ્યક્તિ શાસનને લાભ કરી રહ્યો છે ? કે વિખવાદ ઊભા કરવા દ્વારા નુકશાન ? Page #75 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : પણ પાછળથી રચાયેલા શાસ્ત્રોમાં તો શ્રી દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગજી. વગેરે વર્તમાનક્રમનો પણ ઉલ્લેખ છે જ. માટે હવે તો એ શાસ્ત્રોને અનુસરતો હોવાથી આ ક્રમ પણ શાસ્ત્રાનુસારી બની જ ગયો ને ! પછી એને રદ કરવાની જરૂર જ ક્યાં રહે ? ઉત્તર: નવો બાયપાસ કંડારાયા પછી જો કોઈ નકશો પ્રકાશિત થાય તો પછી એ બાયપાસ પણ નકશાનુસારી બની જ જાય, પણ જ્યાં સુધી એનો સમાવેશ કરતો એવો નવો નકશો પ્રકાશિત થયો ન હોય ત્યાં સુધી ‘એ નકશાનુસારી ન હોવાથી એને રદ કરી નાખવો એવું કોઈ ડાહ્યો કહે નહીં. એમ પ્રસ્તુત માં વિરક્ષિત પરંપરા ચાલુ થયા પછી રચાયેલા શાસ્ત્રમાં એનો પણ ઉલ્લેખ થઈ શકે ને તેથી પછી “એ પરંપરા એ શાસ્ત્રને અનુસરનારી છે એમ કહી પણ શકાય. પણ એવું નવું શાસ્ત્ર રચાયું ન હોય ત્યાં સુધી એ શાસ્ત્રાનુસારી ન જણાવા માત્રથી એને રદ કરી દેવાની વાત શું કોઈ વિચારશીલ પુરુષ કરે ખરા? વળી, નવી પરંપરા શરૂ કરવાની હોય ત્યારે તો એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં મળે જ નહીં. હા એ પરંપરા રૂઢ થયા પછી કોઈ શાસ્ત્ર રચાય તો એમાં એનો ઉલ્લેખ મળી શકે. પણ એવું શાસ્ત્ર રચાયું ન હોય ત્યાં સુધી તો એનો ઉલ્લેખ શી રીતે મળી શકે? પણ એટલા માત્રથી એને કોઈ “આ આચરણા શાસ્ત્રાનુસારી નથી, માટે અમને માન્ય નથી, અમે એને રદ કરી દઈશું.” આવું ન કહે એ માટે જ તો જ્ઞાનીઓએ “આયરણા વિ હુ આણત્તિ' શબ્દો દ્વારા ગીતાર્થોએ પ્રવર્તાવેલી આવી આચરણાઓને આજ્ઞારૂપ કહેવા દ્વારા “શાસ્ત્રીય' હોવી ઘોષિત કરી જ દીધી છે. એટલે હવે શાસ્ત્રીય પરંપરા પર પાછા ફરવું છે માત્ર આટલું કારણ આગળ કરીને ચાલુ પરંપરાને રદ શી રીતે કરી શકાય ? પ્રશ્ન : તમારી આ વાત બરાબર નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ બત્રીશી-૩, લેખાંક-૨૧ ઉત્તર : શી રીતે ? પ્રશ્ન : આ રીતે, ધારો કે કોઈ એક ગ્રુપમાં પાંચ મહાત્મા છે. છેલ્લા ઘણા વર્ષોથી પાંચે મહાત્મા રોજ નવકારશી કરે છે. દરમ્યાન એક મહાત્માને શ્રીદશવૈકાલિકનો સ્વાધ્યાય કરતી વખતે પ્રમત્ત ૨ બોય શબ્દો સ્પર્શી ગયા. દૈનિક એકાસણાં શાસ્ત્રીય છે આવો ખ્યાલ આવ્યો. તો શું “હવે અશાસ્ત્રીય એવી નવકારશીની પરંપરાને છોડીને હું શાસ્ત્રીય એવી એકસણાની પરંપરા ચાલુ કર્યું આવું વિચારીને તેઓ નવકારશીની પરંપરાને રદ ન કરી શકે ? ઉત્તર : ભાઈ મારા ! ગાડીને ઊંધે પાટે ક્યાં ચઢાવો? હું જે કહી રહ્યો છું તે ગીતાર્થ મહાત્માઓ દ્વારા દેશ-કાળ વગેરે પરિસ્થિતિને જોઈને પ્રવર્તેલી પરંપરાઓ માટે કહી રહ્યો છું. આહારસંશા-રસનાની લાલસા વગેરેના કારણે પેસી ગયેલી રોજિંદી નવકારશી વગેરે રૂપ શિથિલતાઓ માટે નહીં. આવી શિથિલતાઓને તો વહેલામાં વહેલી તકે દફનાવી દેવામાં જ કલ્યાણ છે. ઉંઘ કે નશા વગેરેની અસર હેઠળ ડ્રાઈવર હાઈવેને ચાતરીને આઘોપાછો થતો હોય તો એ અટકાવવું ઇચ્છનીય બની જ રહે એવું કોણ નથી માનતું ? પ્રશ્ન પણ જે પરંપરા શિથિલ એવા યતિઓના કાળમાં પ્રવર્તી હોવાની સંભાવના હોય તો એ તો રદ કરી શકાય ને ? - ઉત્તર : ગ્રન્થકારે પ્રસ્તુત બત્રીશીના છઠ્ઠા શ્લોકની વૃત્તિમાં કહ્યું છે કે - શિષ્ટાંત્યસંહેડપિ તવૂષણમચાવ્યમ્ આશય એ છે કે ઘણા કાળથી ચાલી આવેલી પરંપરાના આદ્યપ્રવર્તક કોણ હતા ? સંવિગ્ન ગીતાર્થ હતા? કે અસંવિગ્ન? અગીતાર્થ ? આનો હાલ નિર્ણય નથી. એમ, એ પ્રવર્તકના સમકાલીન અન્ય ગીતાર્થોને એ માન્ય હતું કે નહીં? Page #77 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે એનો પણ હાલ નિર્ણય નથી, એટલે કે એ પરંપરા શિષ્ટ પુરુષોને સંમત હતી કે નહીં ? એમાં સંદેહ છે. તેમ છતાં, મહાપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કહ્યું છે કે એ પરંપરાને દૂષિત ઠેરવવી એ યોગ્ય નથી. આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે ‘કોણે પ્રવર્તાવી ? અથવા કયા કાળમાં પ્રવર્તાવી ? એ વાત ગૌણ છે. એને આગળ કરીને એ પરંપરાને દૂષિત ઠેરવી શકાય નહીં.' આવો સૂચિતાર્થ માનવો આવશ્યક પણ છે જ, કારણ કે પ્રવર્તક જે હોય તે, પણ પછીના કાળમાં થયેલા સંવિગ્ન ગીતાર્થ પુરુષોએ (કે જેમાં પોતાના ગુરુવર્ય વગેરે પૂર્વજો પણ સમાવિષ્ટ છે તે મહાત્માઓએ) જો એ પરંપરાને માન્ય કરી છે, તો એ બધા પૂર્વપુરુષો કરતાં શિષ્યે વધારે ડાહ્યા થવાની શી જરૂર ? એટલે, આ સારભૂત વાત તો માનવી જ પડશે કે ‘આ પરંપરા અશાસ્ત્રીય છે. માટે એને રદ કરીને અમારે શાસ્ત્રીય પરંપરા પર પાછા ફરવું છે' માત્ર આટલી દલીલ કરીને કોઈ પણ પરંપરાને રદ કરી શકાતી નથી. હા, દેશ-કાળાદિ જ ફરીથી એવા સર્જાયા હોય કે ચાલુ પરંપરા કરતાં શાસ્ત્રોક્ત પરંપરા કે પૂર્વપ્રવૃત્ત પરંપરા વધારે લાભકર્તા બની ગયેલ હોય, તો ગીતાર્થ મહાત્માઓ ભેગા થઈને આ વર્તમાન પરંપરાને રદ કરી જ શકે છે, ને પૂર્વપરંપરાને ફરીથી જીવંત કરી શકે છે. પણ એમાં કારણ હમણાં જ કહ્યું એમ, વર્તમાન પરંપરા અશાસ્ત્રીય છે એ નહીં, પણ હવે એ લાભકર્તા રહી નથી, એ છે અથવા પૂર્વપરંપરા ફરીથી વિશેષ લાભકર્તા બની ગઈ છે તે છે. વર્તમાન બાયપાસ નકશાનુસારી નથી, એટલા માત્રથી એને ઉખેડી ન નખાય. હા, હવે પછી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય કે જેથી વર્તમાન બાયપાસને હાઈવે તરીકે ચાલુ રાખવામાં ઘણી જ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હોય ને જુના હાઈવેને ચાલુ કરવામાં Page #78 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૧૩ એ બધી દૂર થઈ જતી હોય (જેમ કે જુના હાઈવેની આસપાસ થયેલી વસ્તી ત્યાંથી સ્થાનાંતર કરીને બાયપાસ (નવા હાઈવે) પાસે ગોઠવાઈ ગઈ હોય] તો વર્તમાન બાયપાસને રદ કરીને પાછો જુનો હાઈવે ધમધમતો કરવો પડે ને ! આમ કોઈ એકાદ વ્યક્તિ કે ગ્રુપ-સમુદાય પોતાની મરજી મુજબ ચાલુ પરંપરાને કેન્સલ નહીં કરી શકતા હોવા છતાં, જો એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થયેલી હોય તો (બહુસંખ્યક વિદ્યમાન સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ સાથે વિચાર-વિમર્શ કરીને) એને જરૂર કેન્સલ કરી શકે છે. એ નિશ્ચિત થયું. પ્રશ્ન : પોતાના ગુરુવર્ય વગેરે પૂર્વજોએ લીધેલા નિર્ણયને ઉત્તરાધિકારીઓ આમ કેન્સલ કરી શકે ? ને એ કરવામાં એમને ગુરુદ્રોહ કરવાનો દોષ ન લાગે? ઉત્તર : પરિસ્થિતિ એવી સર્જાયેલી હોય તો જરૂર કરી શકે. પરિસ્થિતિ બદલાય તો પુર્વપુરુષોએ બનાવેલા બાયપાસને ઉત્તરાધિકારીઓ શું કેન્સલ ન કરી શકે ? ને એ કરે એટલા માત્રથી એમને પુર્વપુરુષોનો દ્રોહ કરનારા કહેવાય? ચંડાશુગંડુ પંચાંગનો ઉપયોગ કરવાનો નિર્ણય પોતાના પૂર્વપુરુષોએ કરેલો હતો. વિ. સં. ૨૦૧૪માં વિદ્યમાન આચાર્ય ભગવંતો વગેરેએ એને કેન્સલ કરવાનો નિર્ણય કર્યો જ હતો ને.... શું એ બધાને ગુન્દ્રોહ કરવાનો દોષ લાગ્યો છે ? ગુરુભગવંતોના કાળમાં જેવી પરિસ્થિતિ હોય એવી જ શિષ્યોના-પ્રશિષ્યોના કાળમાં પણ રહે એવો નિયમ તો નથી. એટલે પરિસ્થિતિ બદલાતા આચરણાઓ બદલવી પણ આવશ્યક બને જ. આજ સુધીમાં આવી રીતે સેંકડો આચરણાઓ બદલાયેલી જ છે ને !' Page #79 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રશ્ન : કોઈ આચાર્ય ભગવંત જો આવું કહે કે – “નવા આચાર્ય પણ પૂર્વના આચાર્યના નિર્ણયો તો જ રદ કરી શકે જો એમના ગુરુભગવંતે એવું કરવાનો એમને અધિકાર આપ્યો હોય. બાકી પૂર્વપુરુષોએ લીધેલા સાચા નિર્ણયને ઇચ્છા મુજબ બદલી નાખવાનો અધિકાર નથી ગચ્છને મળતો કે નથી ગચ્છાધિપતિને મળતો, તો શું સમજવું ? ઉત્તર : અગીતાર્થ વ્યક્તિ જ્યારે આચાર્ય પદ સુધી પહોંચી જાય ત્યારે કેવા છબરડા વળે એનો આ સચોટ નમૂનો છે એમ સમજવું. જેની પાસે થોડી પણ કોમનસેન્સ હોય એ આવું કથન કરી શી રીતે શકે? વર્તમાન ઈજનેર વગેરે અધિકારીએ જેટલા બાયપાસ નવા કંડારેલા હોય એમાંથી એ જેટલા બાયપાસ અંગે રદ કરવાની સત્તા આપીને જાય એટલા ને જ શું એના ઉત્તરાધિકારી રદ કરી શકે ? બાકીના અંગે ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ હોય તો પણ રદ ન જ કરી શકે ? “એક્સીડંટમાં ગમે એટલા માણસો મર્યા કરે. ગમે એવી ટ્રાફિક સમસ્યાઓ સર્જાયા કરતી હોય, તો પણ આ બાયપાસને મારે કેન્સલ કરી શકાય નહીં, કારણ કે મારા પૂર્વપુરુષ મને એવી સત્તા આપી ગયા નથી.” આવી દલીલ ડાહ્યા માણસોના ગળે ઉતરે કે મૂરખ શિરોમણીઓના ગળે ? એમ પ્રસ્તુતમાં, વર્તમાન ગીતાર્થોએ પરિસ્થિતિને નજરમાં રાખીને જે આચરણાઓ પ્રવર્તાવી હોય, એમાંથી જેટલી આચરણાઓ રદ કરવાની સત્તા પોતાના ઉત્તરાધિકારીઓને આપી જાય એટલાને જ ઉત્તરાધિકારીઓ રદ કરી શકે, એ સિવાયની આચરણાઓ અંગે પરિસ્થિતિ બદલાવાથી ગમે એટલા પ્રશ્નો સર્જાયા હોય, એ આચરણાને પકડી રાખવામાં આરાધકભાવને પ્રાણઘાતક હુમલા લાગતા હોય, તો પણ ઉત્તરાધિકારીઓ કેન્સલ કરી શકે જ નહીં, આવી વાતમાં શું બુદ્ધિમત્તા હોય શકે ? વળી, વિવક્ષિત આચરણાને પ્રવર્તાવનારા Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૫ બત્રીશી-૩, લેખાંક-૨૧ વર્તમાન ગીતાર્થો પોતાના ઉત્તરાધિકારીઓને એવી સત્તા સોંપી ન જ શકે, કારણ કે ખુદ એમની પોતાની પાસે એવી સત્તા છે જ નહીં. વળી એ બીજા નંબરના ઉત્તરાધિકારીઓ પાસે પણ આમ એ સત્તા ન આવવાથી તેઓ પોતાના ઉત્તરાધિકારીઓને (ત્રીજી પેઢીના ઉત્તરાધિકારીઓને). પણ એ સત્તા નહીં આપી શકે. આનો અર્થ એ થાય કે જે આચરણાને પ્રવર્તાવનારા ગીતાર્થો પોતાના ઉત્તરાધિકારીને એ આચરણાને રદ કરવાની સત્તા આપી ન જાય એ આચરણાઓને, પરિસ્થિતિઓમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય તો પણ શાસનના છેવાડા સુધી કોઈ જ ઉત્તરાધિકારી કેન્સલ કરી શકે નહીં. શું આ વાત બુદ્ધિગમ્ય છે ? ને સંભવિત છે ? પ્રભુવીરના શાસનમાં આજ સુધીમાં આવી સેંકડો આચરણાઓ પ્રવર્તેલી છે. એમાંથી ઢગલાબંધ આચરણાઓ કાળાન્તરે રદ થઈને વળી નવી જ આચરણાઓ પ્રવર્તેલી છે. ને એકવીસ હજાર વર્ષમાં એમાંથી પણ ઢગલાબંધ આચરણાઓ કેન્સલ થઈ જવાની છે. જુની રદ થતી રહે છે ને નવી પ્રવર્યા કરે છે. આ એક વાસ્તવિક્તા છે. જેને કોઈ નકારી શકે એમ નથી. આપણે એક ધારણા કરીએ... ધારો કે નવી પ્રવર્તેલી આવી ૧૦૮ આચરણાઓ હાલ ચાલુ છે. શાસનના અંત સુધીમાં આમાંની એક પણ આચરણા ટકવાની ન હોય એવું પણ બને કે પાંચપચ્ચીશ ટકવાની છે, અને અમુક ૫૦ પરંપરાઓ રદ થવાની છે. એમાંથી પણ કોઈક પરંપરા ત્રીજી પેઢીએ, કોઈક સાતમી તો કોઈક પચ્ચીશમી પેઢીએ રદ થવાની હોય ને કોઈક સોમી પેઢીએ રદ થવાની હોય, તો વર્તમાન ગચ્છાધિપતિઓ પોતાના ઉત્તરાધિકારીને એ પચાસ પરંપરાઓના ઉલ્લેખ સાથે કહી જાય કે આ પચાસ કાળાન્તરે રદ કરવાની છે ને બાકીની આ પચાસ રદ કરવાની નથી. વળી જે પચાસ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રદ કરવાની છે તે પણ તારે નહીં, તારા શિષ્ય પણ નહીં, પણ એના પણ શિષ્ય (એટલે કે ત્રીજી પેઢીએ) આ-આ પરંપરા રદ કરવાની. વળી સાતમી પેઢીના શિષ્યોએ આ-આ રદ કરવાની, એમ પચ્ચીશમી પેઢીના શિષ્યોએ આ-આ રદ કરવાની...આવું બધું ફોડ પાડીને કહી જાય ? ગચ્છાધિપતિ વગેરે ગીતાર્થ મહાત્માઓને પૂછવું જોઈએ કે તમારા ગુરુભગવંતો ફોડ પાડીને આવું બધું કહી ગયા છે ? આવું કહીને જવાની પરંપરા પ્રભુવીરના શાસનમાં છે ? વળી તે તે આચરણા, ત્રીજી, સાતમી, પચ્ચીશમી કે સોમી પેઢી જે રદ કરશે તે, પોતપોતાના પૂર્વજો એવી સત્તા આપી ગયા છે, માટે? કે તે તે પેઢીના કાળમાં તેવી-તેવી પરિસ્થિતિ સર્જાયેલી હોય, માટે ? પોતપોતાના પૂર્વજો એવી સત્તા આપી ગયા છે, માટે તે તે આચરણાને કેન્સલ કરી નાખવાની, પરિસ્થિતિ વગેરેનો કોઈ વિચાર કરવાનો નહીં. જુની પરંપરાને સ્થાને નવી પરંપરા પ્રવર્તાવવામાં પરિસ્થિતિનો કશો વિચાર વિમર્શ કરાતો ન હોય ને માત્ર પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલી સત્તાના જોરે જ જુની પરંપરાને રદ કરી નખાતી હોય એવું વર્તમાનમાં તો જોવા મળતું નથી, તો પૂર્વકાળમાં કે ભાવી કાળમાં એવું હશે એમ પણ શી રીતે માની શકાય ? હવે બીજો વિકલ્પ વિચારીએ તો, અમુક પરંપરાને રદ કરવી પડે એવી પરિસ્થિતિ ત્રીજી પેઢીના કાળમાં સર્જાશે ને અમુક માટે સાતમી પેઢીનાં કાળમાં ને અમુક માટે પચ્ચીશમી પેઢીના કાળમાં સર્જાશે આવું બધું આ પાંચમા આરાના કોઈ પણ અતિશયિત જ્ઞાન વિનાના ગીતાર્થો શી રીતે જાણી શકે કે શી રીતે કહી શકે ? તથા જે પચાસ પરંપરા આખા શાસનકાળ દરમ્યાન ક્યારેય કેન્સલ કરવાની નથી.... એ પરંપરાઓને કેન્સલ કરવી પડે એવી Page #82 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૧ ૨૧૭ પરિસ્થિતિ હવે ભવિષ્યમાં ક્યારેય સર્જાવાની જ નથી.... એવું પણ છદ્મસ્થ ગીતાર્થ શી રીતે નિર્ણાત કરી શકે ? વળી, પોતાના પૂર્વપુરુષોથી પ્રાપ્ત થયેલી સત્તાના જોરે નહીં, પણ પરિસ્થિતિ જોઈને જ જો વિવક્ષિત આચરણા રદ કરવાની હોય, તો એ સત્તાનો કશો અર્થ રહેતો જ નથી ને માટે જ કોઈપણ ગીતાર્થોને “મારે મારા અનુયાયીઓને આવી સત્તા આપવી જોઈએ એવું ક્યારેય આવશ્યક લાગ્યું નથી-લાગતું નથી. પ્રશ્ન : પરિસ્થિતિ જોઈને રદ કરવાની હોય, એ વાત બરાબર છે. પણ એ પણ, જે પરંપરાને રદ કરવાની સત્તા પૂર્વપુરુષોએ આપેલી હોય, એ પરંપરાને જ. જેને રદ કરવાની સત્તા મળી ન હોય એને તો કોઈપણ સંજોગોમાં રદ કરી શકાય જ નહીં... (માટે સત્તાને પણ આવશ્યક કેમ નહીં માનવાની ?) ઉત્તર : કોઈપણ સંજોગોમાં રદ ન જ કરી શકાય એટલે ? એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ રદ ન કરી શકાય ? પ્રશ્ન : “હા, તો પણ રદ ન જ કરી શકાય? આવો જ અર્થ માનવાનો રહે ને ? ઉત્તર : આવો અર્થ તો સ્પષ્ટ રીતે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે શાસ્ત્રોમાં મૈથુન સિવાયની કોઈપણ બાબતને સર્વથા આચરવી જ (એટલે કે ક્યારેય કેન્સલ ન કરવી) કે સર્વથા ન જ આચરવી એટલે કે નવી આચરણા રૂપે કે કારણિક આચરણા-અપવાદરૂપે ન જ આચરવી) એવું કહ્યું નથી. એમ, શાસ્ત્રમાં આવું માર્ગદર્શન આપ્યું છે કે – अवलंबिऊण कजं जं किं चि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ।। અર્થ - જેમાં થોડું નુકશાન અને ઘણો લાભ હોય એવું જે કાંઈ આચરણ ગીતાર્થો કાર્યને (=પ્રયોજનને તે તે પરિસ્થિતિમાં પણ આરાધના Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે થઈ શકે એવા પ્રયોજનને) નજરમાં રાખીને કરે, તે બધા આરાધકોને માન્ય હોય છે. આમાં જુનું આચરણ રદ કરીને નવું આચરણ કરવાની જે વાત છે એ માટે “અવલંબિઊણ કર્જ એટલું જ લખ્યું છે, અર્થાત્ પરિસ્થિતિપ્રયોજનને જ વિચારવાની વાત કહેલી છે, ગુરુપ્રદત્ત સત્તાની તો કોઈ વાત જ નથી. “ગુરુભગવંતે આપેલી સત્તાને નજરમાં રાખીને ગીતાર્થો જે કાંઈ આચરણ કરે (જૂનું રદ કરીને નવું પ્રવર્તાવે...) તે બધાને પ્રમાણભૂત બને.” આવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ મળતો નથી. આ બધી વિચારણાઓથી સ્પષ્ટ છે કે, તે તે કાળના સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ પ્રથમ દેશકાળાદિની પરિસ્થિતિ વિચારે છે. ને પછી ફેરફાર આવશ્યક લાગે તો, શાસ્ત્રોક્ત આચરણથી વધુમાં વધુ નજીક રહી શકાય એ રીતે કેવો ફેરફાર કાર્યસાધક બને એનો તેઓ પોતાની ગીતાર્થતા અને સંવિગ્નતાના આધારે નિર્ણય કરે છે... ને પછી એને પ્રવર્તાવે છે. બહુસંખ્યકગીતાર્થોને સંમત એવા આચરણને અન્ય ગીતાર્થો પણ દૂષિત ઠેરવી શકતા નથી ને એમને પણ એ માન્ય જ કરવાનું હોય છે એવી શ્રી જૈનશાસનની મર્યાદા છે. (૧) કારકસમ્યકત્વ : વિરતિધરનું સમ્યકત્વ એ કારકસમ્યક્ત, કારણ કે પાપવિરામ કરાવે છે. (૨) રોચકસમ્યકત્વ : અવિરતસમ્યકત્વીનું સમ્યકત્વ પાપવિરામની માત્ર રુચિ જ કરાવે છે, માટે રોચકસમ્યકત્વ કહેવાય છે. (૩) દીપકસમ્યકત્વ સ્વયં મિથ્યાત્વી હોવા છતાં શાસ્ત્રબોધ-વાકછટા વગેરેના પ્રભાવે બીજાઓમાં સમ્યત્વનો પ્રકાશ ફેલાવનારને દીપકસમ્યકત્વ કહેવાય છે. દીવાળે અંધારું. પોતાને જ પ્રકાશ મળતો નથી. Page #84 -------------------------------------------------------------------------- ________________ લેખાંક ૨૨ સંવિગ્ન ગીતાર્થોએ પ્રવર્તાવેલા આચરણો પણ માર્ગરૂપ બને છે એ વાતને આપણે પૂર્વના લેખોમાં વિસ્તારથી જોઈ. આ સિવાયના પ્રવર્તેલા આચરણો માર્ગ બનતા નથી. એટલે શિથિલાચારીઓનાં શિથિલ આચરણો એ માર્ગરૂપ નથી એ પણ આપણે જોયેલું હતું. એ શિથિલાચારીઓ સંવિગ્ન સાધુઓની નિંદા જે કરે છે તે ‘મિથ્યાત્વીઓ ગુણવાન છે' એવી માન્યતામાં ફલિત થતી હોવાથી મોટા દોષરૂપ છે. છતાં, એક તો આ કલિકાળ એ હોળી છે. અને એમાં ભસ્મગ્રહના ઉદયરૂપ ધૂળ ઊડી રહી છે. એટલે હોળીમાં જેમ હોળીનો રાજા ગધેડા પર બેસીને નાચે છે એમ અસંવિગ્નોનો નાચ (=બોલબાલા) આ કાલિકાળમાં જોવા મળે તો કાંઈ નવાઈ પામવા જેવું નથી. સુખશીલતા વગેરેના કારણે બાહ્ય આચારમાર્ગથી શિથિલ થયેલાઓના દોષ દેખાડ્યા. હવે બાહ્ય આચરણમાર્ગને મુખ્ય કરનારા, પણ શાસ્ત્રોક્ત માર્ગ છોડી સ્વેચ્છાચારી બનેલાના દોષ ગ્રન્થકાર દેખાડે છે. ‘સમુદાયમાં રહેવાથી કંઈક ક્લેશ-કલહ થાય છે. ગોચરી વગેરે સંબંધી નાના-મોટા દોષ લાગે છે...' આવા બધા અલ્પદોષથી ડરીને જેઓ સમુદાયનો ત્યાગ કરે છે ને સ્વચ્છંદચારી બને છે તે બાહ્ય આચારને પ્રધાન કરનારા અગીતાર્થો સંવિગ્ન જેવા દેખાતાં હોવા છતાં અસંવિગ્ન જેવા જ હોય છે. અર્થાત્ અસંવિગ્નશિથિલાચારી જેમ અનેક દોષોના ભોગ બને છે એમ આ સ્વેચ્છાચારીઓ પણ અનેક દોષોના ભોગ બને છે. એ જીવો ગૃહસ્થો સમક્ષ ‘પાસત્થા વગેરે શિથિલાચારીઓ અવંદનીય છે’ વગેરે કહે છે, પણ પોતે પણ યથાછંદપણાંના કારણે અવંદનીય છે.’ એ જાણતા નથી. આ તેઓની બહુ મોટી કદર્થના છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા - “ચોલપટ્ટો અને ઉત્તરપટ્ટો... આ બેની શી જરૂર છે ? ચોલપટ્ટો જ રાત્રે ઉત્તરપટ્ટાનું કામ કરશે, માટે એક ચોલપટ્ટો જ રાખવો, જેથી પરિગ્રહ ઓછો થાય.” આવા આવા સ્વબુદ્ધિજન્ય તર્કપૂર્વક વધુ કઠોર આરાધનામાં તત્પર દેખાય એ જીવો યથાવૃંદી હોય છે. એમ, ગોચરી વગેરેમાં વધુ નિર્દોષતાની કાળજી વગેરે રૂપે ગચ્છનિર્ગત અગીતાર્થની પણ બાહ્ય આરાધના કઠોર જણાતી હોય છે. તો આવા કઠોર આચારથી તેઓ મોક્ષમાર્ગીમાં આગળ તો વધશે જ ને ? સમાધાન - જ્ઞાનનું ફળ કાર્ય-અનાર્યનો વિવેક છે. ગીતાર્થ મહાત્માઓને આ ફળ સ્વકીયજ્ઞાનથી જ મળી જતું હોય છે. અગીતાર્થને આવું જ્ઞાન હોતું નથી. છતાં “કાંઈપણ કરવું કે ન કરવું ? એ મારે ગીતાર્થને જ પૂછવું' આવું ગીતાર્થનું પારતન્ય હોય તો ગીતાર્થ મહાત્મા એ અગીતાર્થને, અકાર્યને અકાર્યરૂપે જણાવી નિવૃત્તિ કરાવે છે, ને કાર્યને કાર્યરૂપે જણાવી પ્રવૃત્તિ કરાવે છે. અગીતાર્થને જો પોતાનું જ્ઞાન હોય તો પણ એના પ્રભાવે આવી નિવૃત્તિ-પ્રવૃત્તિ જ થવાની હતી. એટલે અગીતાર્થને જ્ઞાન ન હોવા છતાં ગીતાર્થપારતન્ય દ્વારા જ્ઞાનનું ફળ તો મળી જ રહે છે. એટલે સ્વરૂપતઃ જ્ઞાન નથી, પણ ફળતઃ જ્ઞાન છે, ને તેથી એની પણ જ્ઞાન-ક્રિયારૂપ સંપૂર્ણ મોક્ષમાર્ગની આરાધના હોવાથી એ મોક્ષમાર્ગમાં આગળ વધે જ છે. આમ આ ગીતાર્થપારતન્ય જ એના જ્ઞાનરૂપે કહેવાય છે. અલબત્ત આ વાસ્તવિક જ્ઞાનરૂપ નથી, પણ જ્ઞાનના કાર્યભૂત જે કાર્યાકાર્યનો વિવેક, એના કારણભૂત છે, માટે એ ઉપચારથી જ્ઞાનરૂપ છે, ગૌણરૂપે જ્ઞાનરૂપ છે. એટલે ગીતાર્થનો આધાર જો ન હોય તો, આ ગીતાર્થ પારતન્યરૂપ જ્ઞાન સંભવતું નથી, વળી ગીતાર્થો જેવું મુખ્ય (= ઉપચાર વિનાનું) જ્ઞાન પણ તેઓને હોતું નથી. એટલે તેઓ મોક્ષમાર્ગમાં આગળ Page #86 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૨ ૨૨૧ વધી શી રીતે શકે ? દેખતા માણસની સહાય વિના આંધળો રસ્તે શી રીતે ચાલી શકે ? તેથી જ ગુરુપારત રૂપ આ જ્ઞાનનો જેઓ ત્યાગ કરી દે છે (એટલે કે ગચ્છ છોડીને સ્વતંત્ર વિચરે છે) તેઓ નિર્દોષ ભિક્ષા વગેરે જે આચરે છે એ બધું પણ ક્યાં તો નિષ્ફળ બને છે ને ક્યાં તો વિપરીત ફલક બને છે. જેમ હોડીમાં છિદ્ર પડી જાય તો એ હોડી સમુદ્ર તરવા માટે ક્યાં તો નિરર્થક બની જાય છે ને ક્યાં તો એમાં જ પાણી ભરાવાથી એને વળગી રહેનારને ઉપરથી ડૂબાડનારી બને છે. એમ ભવસમુદ્રને પાર પમાડનારા શુદ્ધભિક્ષા વગેરે અનુષ્ઠાનો અંગે જાણવું. મુખ્યતયા જ્ઞાનપૂર્વકની ક્રિયા આત્માને હિતકર્તા છે. અગીતાર્થોના ગચ્છ છોડીને થતાં આ શુદ્ધ ભિક્ષાદિ અનુષ્ઠાનો જ્ઞાનપૂર્વકના ન થવાથી તાપસાદિના અજ્ઞાનકષ્ટ જેવા જ બની રહે છે. માટે એ આત્માને લાભકર્તા શી રીતે બની શકે ? શંકા : જો આ ગીતાર્થોને જ્ઞાન નથી તો માસક્ષમણ વગેરે દુષ્કર તપ તેઓ શી રીતે કરી શકે છે? વિશિષ્ટ જ્ઞાન - વિશિષ્ટ વિવેક વિના આવો તપ થોડો સંભવે ? સમાધાન : ગચ્છ બહાર નીકળેલા આ અગીતાર્થો પ્રાયઃ કરીને અભિન્નગ્રન્થિક (ગ્રન્થિભેદ નહીં કરેલા) હોય છે, મૂઢ=અજ્ઞાનાવિષ્ટ હોય છે. એટલે અત્યંત દુષ્કર એવા પણ માસક્ષમણ વગેરે અનુષ્ઠાનો આચરે તો પણ કુતીર્થિકોની જેમ તેઓ વ્રતપરિણામથી રહિત હોય છે. અર્થાત્ અન્ય તાપસો વગેરે જેમ તેવા વિશિષ્ટ જ્ઞાન વિના ય મોહથી પંચાગ્નિતપ વગેરરૂપ કષ્ટમય અનુષ્ઠાન કરે છે, અને તેમ છતાં વાસ્તવિક સાધુતા તો પામતા જ નથી, તેમ પ્રસ્તુતમાં જાણવું. પંચાલકજીમાં આ વાત કરી છે, ને એ સમજાવવા માટે ત્યાં આ પ્રમાણે કાગડાનું દૃષ્ટાંત આપ્યું છે. સુસ્વાદુ, શીતળ, સ્વચ્છ અને કમળની રજકણોથી સુગંધી Page #87 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે બનેલા જળવાળું એક મનોહર સરોવર હતું. તેને કિનારે કેટલાક કાગડાઓ રહેતા હતા. તૃષાતુર બનેલા કેટલાક કાગડાઓ સરોવ૨ તરફ ન જતા બીજી બાજુ મૃગજળમાં પાણીની ભ્રાન્તિ પામી એ તરફ ઉપડ્યા. તે વખતે કોકે તેમને સલાહ આપી, ‘એ તો મૃગજળ છે. પાણી જોઈએ છે તો સરોવરમાં જ જાવ' આ સાંભળી કેટલાક કાગડા સરોવરે પાછા ફર્યા અને પાણી પામીને સુખી થયા. જેઓ પાછા ન ફર્યા તેઓ મધ્યાહ્નના સૂર્યતાપથી ક્લાન્ત અને તૃષાતુર થઈ મરી ગયા. આમ ગુણાલય એવો ગુરુગચ્છ એ સરોવર છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ પાણી છે, ધર્માર્થી જીવો એ કાગડા છે. ગુરુગચ્છથી બહાર થઈ જવું એ મૃગજળ તરફ જવા સમાન છે. સમુદાયમાં દેખાતા અલ્પદોષથી ડરીને સ્વમતિમુજબ ગચ્છ બહાર વિહાર કરી જવાની ઇચ્છાવાળા જે અગીતાર્થો ગીતાર્થોએ વારવાથી પાછા ફરે છે તેઓ જ્ઞાનાદિ સંપત્તિ પામીને સુખી થાય છે, અને જેઓ પાછા ફરતા નથી તેઓ જ્ઞાનાદિ ગુણો રૂપી પાણીથી ભ્રષ્ટ થાય છે અને છેવટે દુઃખી થાય છે. આગમમાં (આચારાંગ સૂ.૧૮૮) પણ કહ્યું છે કે ‘દ્રવ્યથી નમતા પણ કેટલાક જીવો પોતાના સંયમ જીવિતનો વિપરિણામ=નાશ કરી નાંખે છે.' ૨૨૨ તાત્પર્ય એ છે કે તે અગીતાર્થોનું અનુષ્ઠાન જ્ઞાનથી નહિ, પણ મોહથી થયું હોય છે. આવું મોહથી થયેલું અનુષ્ઠાન નિષ્ફળ યા વિપરીત ફલક બને છે. ગુરુ પ્રત્યેનો દ્વેષ વગેરે રૂપ તેવા અતિક્રૂર પરિણામના કારણે નહીં, કિન્તુ અપવાદ સેવનાદિનો ભય હોવાના કારણે એકલવિહારી બનનાર કોક સાધુ કોઈક વસ્તુના ઉત્સર્ગપદે કરેલા નિષેધને સૂત્રથી જાણતો હોવા છતાં અર્થપત્તિથી અપવાદ પદે તેની જે અનુજ્ઞા હોય છે તેને જાણતો હોતો નથી. તેથી અપવાદ પદે અનુજ્ઞાત એવી તે વસ્તુને એ તો નિષિદ્ધ માનતો હોવાથી પોતાનાથી તે સેવાઈ ન જાય એવા Page #88 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૨ ૨૨૩ ભયવાળો હોય છે. આ જ કારણે તે ગચ્છવાસથી પણ ભીરુ હોય છે. કારણ કે ગચ્છવાસમાં આવી ઉત્સર્ગ નિષિદ્ધ બાબતોનું સેવન અવારનવાર સંભવિત હોય છે. આ ગચ્છવાસભીરુતાના કારણે જ વિચિત્ર કર્મોદય વશાત્ જે એકાકી બન્યો હોય છે અને છતાં, સૂત્રને અનુસરવાની રુચિ ખસી ન હોવાથી, સૂત્રના સ્વમતિ મુજબ અર્થ કરી એ પ્રમાણે “હું શાસ્ત્રને અનુસરીને વર્તુ ” એવા આશ્વાસન સાથે પ્રવૃત્તિ કરે છે. તેની આ પ્રવૃત્તિઓ ઘણું ખરું તો અજ્ઞાન કષ્ટ રૂપે જ પરિણમે છે. તેમ છતાં, તેવા વિશેષ પ્રકારના પરિણામના કારણે ક્યારેક ક્યાંક આગમાનુસારી કૃત્યરૂપે પણ એ પરિણમે છે. આવા જીવોની બાદબાકી માટે અહીં ‘પ્રાયઃ” શબ્દ વપરાયો છે તે જાણવું. ભગવતી સૂત્રની વૃત્તિમાં આરાધકવિરાધક ચતુર્ભગીના અધિકારમાં આવા જીવોને દેશઆરાધક જણાવ્યા છે તે જાણવું. આમ ગચ્છબાહ્ય થયા હોવા છતાં કેટલાક જીવો પરિણામ વિશેષના કારણે દેશ આરાધક હોય છે, ને તેનો વ્યવચ્છેદ કરવા પ્રાયઃ શબ્દ છે. એમ, કેટલાક વિદ્વાનો એમ પણ કહે છે કે પરિણામવિશેષના કારણે કો'કને ગચ્છ બહાર નીકળવા છતાં સર્વવિરતિ પણ સંભવિત છે. ને તેથી પ્રાયઃ શબ્દથી એનો પણ વ્યવચ્છેદ કરી શકાય. આમાં તેઓ દલીલ આપે છે કે પ્રસ્તુત શ્લોકમાં “પ્રાયઃ સવ્રતા?' ને પંચાશકજીના ઉક્ત શ્લોકમાં “પાય ણ તે સાહૂ આવો અન્વય હોવાથી, પ્રાયઃ શબ્દ, કોઈક વ્રત-સાધુ હોવા પણ સંભવે છે એમ જણાવે છે. સ્વચ્છન્દાચારી બનેલા આ અગીતાર્થોને બીજો મોટો પ્રત્યપાય એ થાય છે કે હિતશિક્ષા આપનારા મધ્યસ્થ હિતેચ્છુઓ પ્રત્યે ‘તમે જ બરાબર ક્રિયા કરતા નથી, અમને શું સલાહ આપો છો ?' ઇત્યાદિ રૂપ કઠોર વચન બોલતા અને અજ્ઞાનના આવેશથી કઠોર આશયવાળા એવા Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આ અગીતાર્થો આકૃતિના વિશ્વાસથી અન્યને ઠગવાના મહાપાપના ભાગીદાર બને છે, કારણ કે પામરજીવોની ગુણોનો આભાસ થવા માત્રથી સ્ખલના થઈ જવી સંભવે છે. આશય એ છે કે આવા અગીતાર્થોનો બાહ્ય દેખાવ તો સમ્યક્ ક્રિયાનો તેમજ વિશિષ્ટ આરાધક ભાવનો જ હોય છે. વળી બાળજીવો તો બાહ્ય દેખાવને જ જુએ છે એ બીજી બત્રીશીમાં કહી ગયા, એટલે એવા પામર બાળજીવો આ બાહ્યલિંગના વિશ્વાસમાં આવી આવા અગીતાર્થોને વિશિષ્ટ આરાધક તરીકે સ્વીકારે છે, અને તેઓના દોરવાયા દોરવાય છે. તેથી ભવિષ્યમાં સ્ખલન પામે છે. એટલે તેઓના વિશ્વાસનો આ જે ઘાત થાય છે તેના પાપના તે અગીતાર્થો ભાગી બને છે. આમ શિથિલવિહારી બનેલાને તેમજ ઉદ્યતવિહારી બનવાના અભિમાનવાળા ગચ્છ બહાર થયેલા અગીતાર્થોને સંભવિત દોષો બતાવ્યા. હવે વીર્યાન્તરાય કર્મના ઉદયથી શિથિલ બનેલાને થોડે ઘણે અંશે પણ બચાવ જે રીતે મળી શકે એ જણાવવા ગ્રન્થકાર કહે છે. વીર્યાન્તરાયકર્મના ઉદયરૂપ સ્વકર્મદોષના કારણે ક્રિયાઓમાં સીદાતા હોવા છતાં પણ ધર્મરત=સ્વક્રિયા પ્રત્યે શ્રદ્ધાશીલ જેઓ સંવિગ્ન પાક્ષિક બને છે, એટલે કે મોક્ષાભિલાષી સંવિગ્ન સુસાધુઓ પ્રત્યે પક્ષવાળા=સુંદરબુદ્ધિવાળા જેઓ બને છે તેઓ પણ માર્ગના અન્વાચયથી શોભતા હોય છે. આમાં માર્ગનો અન્વાચય એટલે ભાવસાધુની પુંઠ પકડી રાખવી તે. એટલે કે ભાવસાધુને દરેક બાબતમાં આગળ કરવા તે. તેથી ભવિષ્યમાં તેઓ પુનઃમાર્ગને પામી શકે છે. ઉપદેશમાળા (૫૨૨)માં કહ્યું છે કે ‘બહુવાર પણ સમજાવવા છતાં વેશના ગાઢ અનુરાગથી વેશ ન છોડે તો એને સમજાવાય કે તું સંવિગ્નપાક્ષિકપણું પાળ, જેથી ચારિત્રધર્મનું બીજાધાન રહેવાથી ભવાંતરે તું આ સંવિગ્નપાક્ષિકતાથી મોક્ષમાર્ગ પામી શકીશ.' Page #90 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૨ શંકા - સંવિગ્નપાક્ષિકો શેના બળ પર પુનઃમાર્ગ પામી શકે છે? સમાધાન : સંવિગ્નપાક્ષિક જીવોની રુચિ શુદ્ધમાર્ગ પર અક્ષત રહેલી હોય છે. એટલે તેઓ સ્વશિથિલતાનો બચાવ કરવા માર્ગની અન્યથા પ્રરૂપણા કરતા નથી, કિન્તુ શુદ્ધમાર્ગની જ પ્રરૂપણા કરે છે. તેઓની આ શુદ્ધ પ્રરૂપણા જિનવચનના સર્વેસર્વા આદર પરિણામને આધીન હોવાથી ઉત્તરોત્તર સર્વગુણોને ઉત્પન્ન થવા માટે પ્રથમ ઉત્પત્તિકારણ બને છે, કારણ કે શુદ્ધ પ્રરૂપણાની સાપેક્ષ જયણા જ તેઓને માટે કર્મનિર્જરાના હેતુભૂત બને છે. ઉ૫દેશમાળા (૫૨૬)માં કહ્યું છે કે ‘નિષ્કલંક ચારિત્રગુણે કરીને તો દૂર, (એટલું જ નહીં) ઉત્તરગુણોએ કરીને પણ ન્યૂન એવા સંવિગ્નપક્ષપાતી શુદ્ધ પ્રરૂપકની (કાયાથી શિથિલ હોવા છતાં હૈયે શુદ્ધ આરાધના પર દૃઢ રાગ અને સદનુષ્ઠાન પર ગાઢ મમતા હોવાથી) પિરમિત જળગ્રહણાદિમાં દોષ ઓછા લગાડવાની કાંઈક શુભ પરિણતિરૂપ જે જે કાંઈ જયણા હોય છે, તે તે એને નિર્જરા કરાવનારી થાય છે. આમાં સંવિગ્નપાક્ષિકનું ‘શુદ્ધ પ્રરૂપક’ એવું જે વિશેષણ મૂક્યું છે એનાથી જણાય છે કે શુદ્ધ પ્રરૂપણા એ જ આ નિર્જરામાં મુખ્ય ભાગ ભજવનાર ચીજ છે. એ ન હોય તો શેષ જયણા વધારે હોય તો પણ નિર્જરા નથી, અને એ હોય તો શેષ જયણા જેટલી ઓછી/વધારે હોય એ પ્રમાણે ઓછી/વધારે નિર્જરા અવશ્ય થાય. ૨૨૫ પ્રશ્ન : જ્ઞાન-દર્શન-ચારિત્રમાંથી ચારિત્ર અહીં અવિદ્યમાન હોવાથી કર્મનિર્જરારૂપ ફળ શી રીતે મળે ? ઉત્તર ઃ સંવિગ્નપાક્ષિકને શુદ્ઘમાર્ગની રુચિ અખંડિત હોય છે. એટલે શ્રુતોક્ત અનુષ્ઠાન કરવાની ઇચ્છા વિદ્યમાન હોઈ ઇચ્છાયોગ સંભવી શકે છે, તેથી ચારિત્રરૂપ અન્ય અંગની વિકલતા હોવા છતાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ફળનો અભાવ રહેતો નથી. એટલે કે ઇચ્છા યોગના ફળરૂપ નિર્જરા તો થાય જ છે. તે પણ એટલા માટે કે ઇચ્છાયોગ માટે સમ્યગુદર્શન જ (સમ્યજ્ઞાનનો પણ આમાં જ અંતર્ભાવ સમજી લેવો) સહકારી છે, ચારિત્ર નહીં, શાસ્ત્રયોગ માટે જ સમ્યગ્દર્શન અને સમ્મચારિત્ર એ બન્નેની સમાન રીતે અપેક્ષા હોય છે. આવશ્યક નિર્યુક્તિ (૧૧૬૫)માં કહ્યું છે કે “શ્રાવક, ચારિત્રભ્રષ્ટ પુરાણ અને ચારિત્રપાલનમાં શિથિલ થયેલ મન્દધર્મી જીવોમાં દર્શન પક્ષ સમ્યક્ત્વ હોય છે. પરલોકકાંક્ષી શ્રમણમાં સુસાધુમાં દર્શન-ચારિત્ર પક્ષ હોય છે.” આમ ચારિત્રરૂપ એક અંગ ન હોવાથી શાસ્ત્રયોગજન્ય ફળ ન મળવા છતાં ઇચ્છાયોગજન્ય ફળ તો અબાધિત રહેવું સંભવે છે એ જાણવું. એટલે શુદ્ધ પ્રરૂપણા એ તેઓની પાયાની સંપત્તિ છે એ નક્કી થયું. એ સિવાય સુસાધુઓને ગ્લાનિ દૂર કરે એવું ઔષધ આપવું, તેમની ભક્તિ કરવી વગેરે તેઓની ઉત્તરસંપ=ઉત્કૃષ્ટ સંપત્તિ જાણવી. આ સંવિગ્ન પાક્ષિકોનો એક મહત્ત્વનો આચાર એ હોય છે કે-સંવિગ્નપાક્ષિક સ્વતૈયાવૃજ્ય વગેરે માટે અન્યને દીક્ષા ન આપે એવો શાસ્ત્રમાં નિષેધ સંભળાય છે. ઉપદેશમાળામાં (૫૧૬)માં કહ્યું છે કે ‘(સંવિગ્નપાક્ષિક) સ્વનિમિત્તે ઉપસ્થિતિ થયેલાને(=પોતે પ્રતિબોધ કર્યો હોય ને તેથી પોતાની પાસે દીક્ષિત થવા ઈચ્છનારને) પણ પોતાને માટે શિષ્ય તરીકે દીક્ષા આપતો નથી. તેમ છતાં, ભાવચારિત્રના પરિણામવાળા જીવોની પાછળ રહેલા અપુનર્બન્ધક વગેરે અન્યજીવોને જ્ઞાન વગેરેની એને પ્રાપ્તિ થાય એ માટે, પોતાના નામે દીક્ષા આપવી તેમજ એ માટે સ્વઉપસંપર્ તરીકે એને સ્વીકારવો એ અહિતકર નથી. પ્રશ્ન : જે ભાવચારિત્ર પરિણામવાળા નથી તેઓને દીક્ષા શી રીતે અપાય ? Page #92 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૨ ૨૨૭ ઉત્તર : અસદ્ગહ છોડાવવા માટે અપુનર્બન્ધક વગેરેને દીક્ષા આપી શકાય છે. પંચાશક (૨/૪૪) માં કહ્યું છે કે “ભાવિત કરાતું શ્રીચિનોક્ત દીક્ષાવિધાન પણ સકૃદબંધક અને અપુનર્બન્ધક જીવોના અસદ્ગહનો શીઘ નાશ કરે છે.” આમ તાત્ત્વિક પરિણામ શૂન્ય જીવને તાત્ત્વિક પરિણામશૂન્ય એવા પોતાની પાસે રાખી શકે છે. પણ જે પ્રતિબુદ્ધ જીવ ચારિત્રના તાત્ત્વિક પરિણામવાળો હોય તેને તો તાત્ત્વિકોની સાથે સુસાધુઓની સાથે જ જોડી આપે છે. આ પણ એનો એક આચાર છે. ઉપદેશમાળા (૫૧૬)માં કહ્યું છે – “સંવિગ્નપાક્ષિક જીવ યોગ્ય જીવને બોધ પમાડીને પછી સુસાધુઓને સોંપી દે.” સ્વવીર્યને અનુસાર શક્ય સ્વઆચારને કરતા તેઓનાં આવશ્યક વગેરે વ્યર્થ જતાં નથી, કારણ કે સ્વવર્યાનુસાર અનુષ્ઠાનો કરતા રહેવામાં આવે તો જ એના પ્રત્યેની પ્રીતિ જળવાઈ રહેવાથી ઇચ્છાયોગનો નિર્વાહ થાય છે. સ્વવીર્યને અનુસારે પણ એ ન કરવામાં આવે તો એના પ્રત્યે બેદરકારી વગેરે ભાવ આવવાથી પ્રીતિ રહી શકતી નથી. વળી આચારોની અનુમોદના વગેરે તો સર્વથા અક્ષત રહેલી હોય છે. તેમજ ચિત્તનો આવશ્યકાદિના અર્થમાં ઉપયોગ હોવાથી શ્રદ્ધા-મેધા વગેરે (ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા) સંગત થઈ શકે છે. (૧) ઇચ્છાયોગનો નિર્વાહ, (૨) અનુમોદનાની અખંડિતતા તેમજ (૩) ઉપયોગથી થયેલ શ્રદ્ધા વગેરે.... આ ત્રણ કારણે તેઓનું આવશ્યક દ્રવ્ય આવશ્યક હોવા છતાં પ્રધાન હોઈ અક્ષત રહે છે. સંવિગ્નપાક્ષિકોનું તે આવશ્યક ભાવસાધુના આવશ્યકની અપેક્ષાએ દ્રવ્ય આવશ્યકરૂપ હોવા છતાં પ્રધાનદ્રવ્યરૂપ હોઈ, તેમજ એવો જ તેઓનો આચાર હોવાથી (અર્થાત્ સ્વઆચાર મુજબ એ હોવાથી) અક્ષત રહે છે, એટલે કે સર્વથા નિષ્ફળ જતું નથી. આવું પણ એટલા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે માટે નિશ્ચિત થાય છે કે મિથ્યાત્વીઓનું આવશ્યક પણ માર્ગ પ્રવેશ માટે થાય છે એવું ગીતાર્થોએ સ્વીકાર્યું છે. એટલે કે તેઓનું આવશ્યક પણ સર્વથા નિરર્થક નથી. તો દર્શનપક્ષને જાળવી રાખનાર સંવિગ્નપાક્ષિકનું તો એ શી રીતે નિરર્થક હોય ? અનુયોગદ્વાર સૂત્રની વૃત્તિમાં દ્રવ્ય શબ્દની બે વ્યવસ્થા દેખાડી છે. જે સર્વથા નિરર્થક હોય તે અનુષ્ઠાન અપ્રધાનદ્રવ્ય કહેવાય છે. અને જે ભાવનું કારણ બનતું હોય તે અનુષ્ઠાન પ્રધાનદ્રવ્ય કહેવાય છે. આમ દ્રવ્ય પણ પ્રધાન-અપ્રધાન દ્વિવિધ હોઈ પ્રસ્તુતમાં અપ્રધાનદ્રવ્ય આવશ્યકની શંકા ન પડે એ માટે “પ્રધાન” શબ્દ વપરાયો છે. સંવિગ્નપાક્ષિકનું આવશ્યક “ઈચ્છા” વગેરે પ્રબળ કક્ષાના હોઈ ભાવનું કારણ બને છે. એટલે એ પ્રધાનદ્રવ્ય આવશ્યકરૂપ હોય છે. મિથ્યાત્વીઓનું આવશ્યક પણ સાવ નિષ્ફળ નથી હોતું, કિન્તુ માર્ગ પ્રવેશ કરાવનાર હોય છે. એવું જ કહ્યું એમાં આ બે કારણો જાણવા (૧) તે અભ્યાસરૂપ હોય છે. જેમ જિનોક્ત દીક્ષાવિધિ અન્યતીર્થિકોની ક્રિયાઓના અભ્યાસના સંસ્કારથી થયેલ કુગ્રહનો વિરહ કરી માર્ગ પ્રવેશ માટે થાય છે એમ આ અભ્યાસરૂપ આવશ્યક પણ અન્ય ક્રિયાના અભ્યાસજન્ય સંસ્કારથી થયેલ કુગ્રહનો વિરહ કરી માર્ગ પ્રવેશ માટે થાય છે. (૨) દ્રવ્યઆવશ્યકનું પણ અસ્મલિત ઉચ્ચારણ વગેરે ગુણોથી સુશોભિત હોવા રૂપે જે વર્ણન કરવામાં આવ્યું છે તેનાથી પણ આ વાત ઘોતિત થાય છે કે એ સર્વથા નિરર્થક નથી હોતું. જે સર્વથા નિષ્ફળ હોય તેને માટે આ અસ્મલિતત્વ વગેરે ગુણો હોય યા ન હોય એનો કોઈ ફેર ન હોવાથી એનું વર્ણન પણ શા માટે કરે ? આમ શુદ્ધ પ્રરૂપણાના બળ પર સંવિગ્નપાક્ષિકો પણ નિર્જરા સાધી શકે છે અને તેઓના અનુષ્ઠાનો પણ સાવ નિષ્ફળ જતા નથી એ જણાવ્યું. એટલે આવા જીવોને પણ ધર્મમાં સ્થાન તો છે જ. વળી Page #94 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૨ ૨૨૯ સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ બે પ્રકારે પ્રસિદ્ધ ધર્મમાર્ગમાંથી તો એકેયમાં આ જીવોનો નંબર લાગતો નથી. તથા તેઓની આચાર મર્યાદાનું પણ ઉપદેશમાલા વગેરેમાં વર્ણન છે. એટલે સંવિગ્નપાક્ષિક એ પણ એક ત્રીજો માર્ગ છે.' એવું સિદ્ધ થાય છે. એમ છતાં, જરાક જરાક ફેરફાર દેખાય અને એનો જુદો જુદો માર્ગ કલ્પી લેવામાં આવે તો મહા અનર્થ થાય. એટલે એ અંગે લાલબત્તી ધરીને, પછી પ્રસ્તુતમાં સંવિગ્નપાક્ષિકનો ત્રીજો માર્ગ તો આગમસિદ્ધ છે', એવું બતાવી “એને કોઈએ સ્વમતિ કલ્પનાથી કહ્યો નથી, માટે એ અસુંદર નથી” એવું જણાવવાનો ગ્રન્થકારનો અભિપ્રાય છે. આમાં ગ્રન્થકારે લાલબત્તી જે ધરી છે તે આગળનાં લેખમાં જોઈશુ. પૌલિક સુખ મોહોદયજન્ય હોય છે, ક્ષણિક હોય છે, અસાર હોય છે, તૃપ્તિને નહીં-અતૃપ્તિને વધારનાર હોય છે, પરાધીન હોય છે તેને તેથી એને મેળવવાની લ્હાયમાં ડગલે ને પગલે પાપ કરવા પડતા હોય છે), રાગ-દ્વેષ કરાવનાર હોય છે, ચીકણાં કર્મો બંધાવનાર હોય છે ને પરિણામે દુર્ગતિમાં ભટકાવી જીવને દુઃખી દુઃખી કરી દેનાર હોય છે. આની સામે આત્મિક સુખ મોહનીયના ક્ષયઉપશમ કે ક્ષયોપશમજન્ય હોય છે, અક્ષણિક હોય છે, સારભૂત હોય છે, પરમતૃપ્તિને આપનાર હોય છે, બિલકુલ સ્વાધીન હોય છે, અને તેથી એને મેળવવા કોઈ જ પાપ કરવું પડતું નથી), રાગ-દ્વેષને મારનાર હોય છે, ચીકણાં | કર્મોની નિર્જરા કરાવનાર હોય છે ને પરિણામે જીવને સદ્ગતિની પરંપરા દ્વારા શિવગતિના શાશ્વત સુખ સુધી | | પહોંચાડનાર હોય છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ગયા લેખમાં જેનો ઉલ્લેખ કરેલો એ ગ્રન્થકારે ધરેલી લાલબત્તીને આ લેખમાં સૌ પ્રથમ જોઈએ. સ્વમતિથી જે અન્ય માર્ગ કલ્પી કાઢવામાં આવે છે તે ગમે એટલી સારી બુદ્ધિથી આચરવામાં આવે તો પણ સુંદર-પરિણામ લાવનારો બનતો નથી. (કોઈ પણ અનુષ્ઠાનમાં જિનાજ્ઞા એ જ પ્રધાન છે. સ્વમતિકલ્પિત માર્ગમાં એ ન હોઈ એ સુંદર શી રીતે બને ?) પણ સંવિગ્નપાક્ષિકોનો આ જે માર્ગ છે તે સ્વમતિકલ્પિત નથી કિન્તુ આગમસિદ્ધ છે એવું જણાવવા શ્રીમદ્ આચારાંગની અને શ્રીમદ્ ઠાણાંગની શ્રુતિને ગ્રન્થકાર જણાવે છે. લેખાંક ૨૩ દર્શનપક્ષને જાળવી રાખનારા કેટલાક જીવો સંયમથી નિવૃત્ત થવા છતાં આચારમાર્ગ તો જેવો છે એવો જ કહે છે. શુદ્ધમાર્ગને પ્રરૂપીને તેઓ આ સ્વીકાર કરે છે કે ‘અમે જ કરવા માટે અસમર્થ છીએ, બાકી માર્ગ તો આવો જ છે.’ આચારાંગસૂત્રમાં કહ્યું છે કે ‘નિવૃત્ત થતા કેટલાક જીવો આચારવિષયને યથાવસ્થિત કહે છે.’ આમાં નિવૃત્ત થતા એટલે કર્મોદયે સંયમથી કે લિંગથી નિવૃત્ત થતા, ‘વા' શબ્દથી નિવૃત્ત ન થતા જીવોની પણ વાત સમજવી. તેમ છતાં, સંયમથી કે લિંગથી નિવૃત્ત થતા હોય કે ન થતા હોય તો પણ સંયમમાં સીદાતા તો જરૂર હોય એ સમજવું. એ સીદાતા જીવોની જ આ સૂત્રમાં વાત છે. યથાવસ્થિત આચાર તેઓ જે કહે છે તેના પ્રભાવે બીજી બાળતામાંથી (મૂર્ખતામાંથી) બચાવ મળે છે. આચારહીનતાના કારણે માત્ર પ્રથમ બાળતા આવે છે. પણ જેઓ સ્વયં આચારહીન હોવા છતાં આમ કહે છે કે “અમે જેવું આચરીએ છીએ એવો જ આચાર છે. વર્તમાનમાં દુષમાકાળના પ્રભાવે બળ વગેરેની હાનિ થઈ હોવાથી મધ્યમમાર્ગ જ Page #96 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૧ હિતકર છે. શાસ્ત્રોમાં કહેલ ઉત્સર્ગ માર્ગનો હાલ અવસર નથી.” આવું કહેનારા તે આચારહીન જીવોમાં બીજી બાળતા=મૂર્ખતા પણ બળાત્કારે આવી જ પડે છે, કારણ કે એમાં ગુણવાન્ એવા પણ શાસ્ત્રોક્ત આચાર માર્ગના “એ અત્યારે હિતકર નથી' ઇત્યાદિ રૂપે દોષ ગાવાનું થાય છે. આમ આમાં ગુણવાનૂની જ નિંદા કરવાનું થાય છે એ બીજી બાળતા છે. આચારાંગ (સૂ. ૧૮૬)માં કહ્યું છે કે “૧૮000 શીલાંગમય શીલવાળા, ઉપશાન્ત અને સંખ્યાથી=પ્રજ્ઞાથી સંયમમાં પરાક્રમ કરતા સુસાધુની પાછળ “આ તો અશીલ છે એ પ્રમાણે નિંદા કરતા મંદની=અજ્ઞની એ બીજી બાળતા છે.”એ જ રીતે સ્થાનાંગજીમાં (૩૪૪) પણ આવી શ્રુતિ છે કે “એક પ્રકાર એવો છે પુરુષોનો કે જે સ્ત્રાર્થને (બરાબર) કહે છે પણ એષણા વગેરેમાં નિરત હોતો નથી. આમ ધર્મયુક્ત જીવોનો આવો પ્રકાર આગમસિદ્ધ છે એ બતાવ્યું. શંકા : આ સંવિગ્નપાલિકોએ સાધુવેશ તો રાખ્યો હોય છે, વળી ધર્મની તેઓમાં હાજરી છે. તો તેઓને પણ સાધુ માની સાધુમાર્ગમાં જ સમાવી લ્યો ને ! જેથી અન્ય માર્ગ કલ્પવાની જરૂર નહીં રહે. સમાધાન : ઉત્તરાધ્યયનસૂત્રના ૧૭મા પાપશ્રમણીય અધ્યયનમાં કહ્યું છે કે “અસંયતને “સંયત' તરીકે જે બોલાવે છે તે પાપભ્રમણ કહેવાય છે.” વળી “અસંયતને યથાસ્થિત જે કહે છે (એટલે કે અસંયત તરીકે જે કહે છે) તેને પાપશ્રમણ તરીકે નથી કહ્યા. એટલે જણાય છે કે અસંયતમાં સંયતત્વ માનવું એ પાપ છે. સંવિગ્નપાક્ષિક પણ સંયત તો હોતા નથી જ. એટલે અસંયત એવા તેઓમાં સંયતત્વ માની તેઓનો સાધુમાર્ગમાં જ સમાવેશ કરી દેવો એ “પાપ” હોઈ યોગ્ય નથી, વળી એને ગૃહત્યાગ કર્યો હોવાથી એ ગૃહસ્થ તો નથી જ. તેથી સંવિગ્નપક્ષ રૂપ ત્રીજો માર્ગ માનવાનો જ એક માત્ર માર્ગ બાકી રહે છે. એટલે કે Page #97 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સંવિગ્નપક્ષ એ પણ એક ત્રીજો ધર્મ માર્ગ છે, કારણ કે સાધુ અને શ્રાદ્ધની જેમ સંવિગ્નપાક્ષિકની પણ આચારથી અવિસંવાદી પ્રવૃત્તિ સંભવી શકે છે. એટલે કે સાધુ અને શ્રાદ્ધની પોતપોતાના માટે શાસ્ત્રપ્રતિપાદિત આચાર સાથે અવિસંવાદી પ્રવૃત્તિ હોવાથી એ બે જેમ માર્ગરૂપ છે તેમ સંવિગ્નપાક્ષિકની પણ પોતાના માટે (ઉપદેશમાલા વગેરે) શાસ્ત્રપ્રતિપાદિત આચાર સાથે અવિસંવાદી પ્રવૃત્તિ સંભવિત હોવાથી એ પણ એક માર્ગ છે. ઉપદેશમાલા (૫૧૯)માં કહ્યું છે કે “સર્વ પાપપ્રવૃત્તિના ત્યાગના કારણે સાધુધર્મ એ સર્વોત્તમ (મોક્ષમાર્ગ) છે. બીજો માર્ગ શ્રાવકધર્મ અને ત્રીજો માર્ગ સંવિગ્નપાક્ષિક ધર્મ છે. પાછલા બે ધર્મ મોક્ષમાર્ગરૂપ ‘ચારિત્ર’ની પ્રત્યે કારણ હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને એ બે પણ મોક્ષમાર્ગ છે. આ વાત યોગ્ય પણ છે, કારણ કે સંવિગ્નપાક્ષિકોને ‘યોગમાર્ગ' (યોગ એ જ માર્ગ યોગમાર્ગ) વિદ્યમાન હોવો અસંભવિત નથી. તે પણ એટલા માટે કે મૈત્રી-પ્રમોદ-કરુણા અને માધ્યસ્થ્યથી યુક્ત વૃત્ત (શુદ્ધ પ્રરૂપણા-યથાશક્ય અનુષ્ઠાન વગેરે રૂપ) વિદ્યમાન હોવાના કારણે અધ્યાત્મ અને ભાવના યોગ પ્રવર્તવો બાધિત નથી. ૨૩૨ યોગબિન્દુ (૩૫૮) અને ૧૮મી યોગભેદદ્વાત્રિંશિકા (૨)માં અધ્યાત્મ અને ભાવના યોગના લક્ષણ આવા આપ્યા છે કે ‘ઉચિતપ્રવૃત્તિરૂપ ઔચિત્યથી અણુવ્રત/મહાવ્રત રૂપ વૃત્ત યુક્ત જીવનું, મૈત્ર્યાદિથી વણાયેલું જીવાદિપદાર્થો અંગેનું જે તત્ત્વચિંતન જિનવચનના આધારે ચાલે છે એ ‘અધ્યાત્મયોગ’ છે. આનો જ પ્રતિદિન વૃદ્ધિ પામતો અને મનઃસમાધિસંયુક્ત એવો પુનઃ પુનઃ અભ્યાસ એ ‘ભાવના યોગ’ છે. આ વ્યાખ્યાઓ પરથી જણાય છે કે આ બન્ને યોગમાર્ગ સાધુ કે શ્રાવકને હોય છે. તો સંવિગ્નપાક્ષિકને એ શી રીતે સંભવે ? આવા પ્રશ્નનો ઉત્તરયોગબિન્દુ ૩૬૯ મી ૧૯ મી યોગ વિવેક દ્વાત્રિંશિકા (૧૪)માં જણાવ્યું છે કે અપુનર્બન્ધક અને સમ્યગ્દષ્ટિને કારણમાં કાર્યનો ઉપચાર કરવા Page #98 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૩ રૂપ વ્યવહારથી તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવનારૂપ યોગમાર્ગ હોય છે. કારણ પણ કથંચિદ્ કાર્યરૂપ હોવાથી આને વ્યવહારથી તાત્ત્વિક કહ્યો છે. એટલે સંવિગ્નપાક્ષિકનું સમ્યક્ત્વ અક્ષત હોઈ આ વ્યવહારથી તાત્ત્વિક યોગમાર્ગ હોવો અસંભવિત નથી. યોગ જેવો ભાસતો અતાત્ત્વિક યોગાભાસ સમૃદ્અંધક વગેરેને હોય છે. શંકા : આવશ્યકનિર્યુક્તિ (૬૮૮)માં કહ્યું છે કે “કલ્પ અને અકલ્પના રહસ્યના જાણકાર, પાંચ મહાવ્રતોમાં રહેલા, સંયમ અને તપના વૈભવવાળા મહાત્માના વચનમાં અવિકલ્પ=નિશ્ચિતપણે તથાકાર કરવો, એટલે કે તેઓના વચન નિઃશંકપણે તાત્તિ કરવા.'' આ વચનાનુસારે સુસાધુના વચન જ અવિકલ્પે તથાકારનો વિષય હોવા જણાય છે. સંવિગ્નપાક્ષિક પાંચ મહાવ્રતમાં રહેલા ન હોઈ તેઓના વચન અવિકલ્પે તથાકારનો વિષય બનતા નથી. તેથી તેઓનો ધર્મ માર્ગરૂપ નથી. આશય એ છે કે- સંવિગ્નપાક્ષિકનો ધર્મ પણ માર્ગ રૂપે એટલા માટે સ્વીકારવો છે કે (૧) એનાથી પણ વિશેષ કર્મનિર્જરા થાય છે તેમજ (૨) એનાં અનુષ્ઠાનો પણ વ્યવહારથી તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવના યોગ રૂપ બને છે. પણ આ બન્ને બાબતો બનવામાં મુખ્ય પરિબળ એમની મૂળ સંપપ શુદ્ધ પ્રરૂપણા જ છે. પરંતુ અહીં તેના વચનમાં અવિકલ્પે તથાકાર કરવાનો જે નથી કહ્યો એ જણાવે છે કે એના વચનો અસત્ય પણ સંભવે છે. તેથી એની પ્રરૂપણા શુદ્ધ ન રહેવાથી એનો ધર્મ માર્ગરૂપ નથી એ ફલિત થાય છે. સમાધાન ઃ આવશ્યકનિર્યુક્તિના ઉક્ત વચનબળે, સુસાધુ ભિન્ન વ્યક્તિના વચન પ્રત્યે જે ‘વિકલ્પે તથાકાર' મળે છે એમાં વિકલ્પ એ વ્યવસ્થિત વિભાષારૂપ છે, માત્ર વિકલ્પરૂપ નથી. એટલે કે અન્ય Page #99 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વ્યક્તિના વચનમાં ક્યારેક તથાકાર કરવો ક્યારેક ન કરવો એવો વિકલ્પ એનાથી ધ્વનિત નથી થતો, કિન્તુ “અન્ય કેટલીક વ્યક્તિઓના (સંવિગ્ન પાક્ષિકના) વચનોમાં અવિકલ્પ તથાકાર કરવો અને શેષ અન્ય વ્યક્તિઓના વચનમાં વિકલ્પ તથાકાર કરવો” એવી વ્યવસ્થા એનાથી ધ્વનિત થાય છે. આ બાબતની વિવેચના ગ્રન્થકારે સામાચારી પ્રકરણમાં (શ્લોક-૩ર પુસ્તક પૃ. ૪૧) કરી છે. આમ સંવિગ્નપાક્ષિકના વચનમાં પણ અવિકલ્પ તથાકાર કરવાનો હોઈ એનો ધર્મ પણ માર્ગરૂપ છે જ. એટલે સંવિગ્નપાક્ષિક એ ત્રીજો માર્ગ છે. એમ સિદ્ધ થયું. સાધુ-શ્રાદ્ધ અને સંવિગ્નપાક્ષિક આ ત્રણ મોક્ષના માર્ગ છે. શેષ ગૃહસ્થ, દ્રવ્યલિંગી અને કુલિંગી એ ત્રણ સંસારના માર્ગ છે. ઉપદેશમાલા (પ૨૦)માં કહ્યું છે કે તેના મિર્જીવિટ્ટી હિલિંકાલિંક વ્યતિષ્ઠિ નદ તિf ય મુવપદી, સંસારપ તથા તિUM . ૧૨૦ | બાકીના ગૃહલિંગ, કુલિંગ અને દ્રવ્યલિંગથી (મનાયેલ ગુરુ) એ મિથ્યાદષ્ટિ છે. જેમ ત્રણ મોક્ષમાર્ગ છે એમ ત્રણ સંસાર માર્ગ જાણવા. જેઓ સ્વયે ગુણી છે (સર્વવિરત અને દેશવિરત) તેઓ ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા છે, જેઓ ગુણોના રાગી છે (સંવિપાક્ષિક અને અવિરતસમ્યક્તી) તેઓ મધ્યમબુદ્ધિવાળા છે અને જેઓ સાધુઓ પર ગુણષી છે તેઓ અધમબુદ્ધિવાળા છે. આ વાત શાસ્ત્રોમાં વ્યક્તપણે સાંભળવા મળે છે અથવા સાધુપણું લીધેલા સાધુઓમાં જેઓ ગુણી છે (સંયમગુણથી યુક્ત છે) તેઓ (સુસાધુ) ઉત્કૃષ્ટબુદ્ધિવાળા છે, જેઓ ગુણરાગી છે (સ્વયં સંયમથી શિથિલ બન્યા છે, પણ સંયમગુણના રાગી છે) તેઓ (સંવિગ્નપાક્ષિક) મધ્યમબુદ્ધિવાળા છે અને જેઓ ગુણષી છે (સ્વયં સંયમથી શિથિલ થયા છે અને સાચા સંયમમાર્ગરૂપ ગુણના ષી છે) તેઓ અધમબુદ્ધિવાળા છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૫ આવા ત્રણ પ્રકાર ચારિત્ર, સમ્યક્ત અને મિથ્યાદર્શનની ભૂમિકા પર ઊભા છે. માટે શક્તિને અનુસરીને ગુણી અને ગુણરાગી એ બે પ્રકારમાં સ્વાભાવિક રીતે જ વર્તવું. આ પ્રમાણે માર્ગસ્થિત આચારને અનુસરીને પ્રવૃત્ત થયેલી માર્ગદષ્ટિથી જ પરમાનન્દ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. શ્રતોક્ત માર્ગમાં (શ્રુત વ્યવહારમાં) ફેરફાર કરીને જે આચરણો પ્રવર્તે છે તેની આ બત્રીશીમાં વિચારણા કરી છે. મુખ્યતયા એના ૪ પ્રકારો છે. (૧) જીતવ્યવહાર (૨) શિથિલાચાર (૩) સ્વચ્છંદવિહાર અને (૪) સંવિગ્નપક્ષ. આમાંનો પ્રથમ તત્ત્વજ્ઞાનથી થયો હોય છે, બીજો અને ત્રીજો મોહથી થયો હોય છે, જ્યારે ચોથો વીર્યાન્તરાયના ઉદયથી થયો હોય છે. બીજામાં પણ વર્યાન્તરાયનો ઉદય હોય છે પણ મોહનો ઉદય મુખ્ય હોય છે. ત્રીજામાં બાહ્ય દૃષ્ટિએ વધુ કઠોર દેખાતા આચાર પણ હોય, એટલે વીર્યાન્તરાયનો ઉદય એ અપેક્ષાએ ન પણ હોય. પ્રથમમાં દ્રવ્યથી શાસ્ત્રોક્તમાર્ગ કરતાં ભેદ છે પણ ભાવથી નથી માટે એ નિશ્ચયથી તાત્ત્વિક માર્ગરૂપ જ છે. બીજામાં દ્રવ્યથી અને ભાવથી ઉભયથી માર્ગભેદ થયેલ છે માટે એ માર્ગરૂપ નથી. ત્રીજામાં ગુરુકુલવાસનો ત્યાગ તેમજ અગીતાર્થોનો ગીતાર્થ અનિશ્રિત વિહાર એ અંશમાં માર્ગભેદ હોવા છતાં અન્ય અનુષ્ઠાનો શ્રતોક્ત માર્ગને વધુ નજીક હોવાનો આભાસ કરાવનારા હોઈ (અપ્રધાન) દ્રવ્યથી માર્ગભેદ નથી (એમ કહી શકાય) અને ભાવથી માર્ગભેદ છે. માટે એ ય માર્ગરૂપ નથી. કિન્તુ માર્ગાભાસ-અતાત્ત્વિક માર્ગ છે. તેથી જ, ભગવતીજીમાં આરાધક-વિરાધક ચતુર્ભગી જે કહી છે તેમાંનો માત્ર શીલની હાજરીવાળો દેશ આરાધક ભાંગો પણ આ જીવોને હોતો નથી. આમાં અલ્પદોષથી ભય પામી ગચ્છને છોડનારા અગીતાર્થે આવે છે તેમ યથાવૃંદો પણ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આવે છે એ જાણવું. ચોથામાં દ્રવ્યથી માર્ગભેદ છે. ભાવથી આચરણ અંશમાં માર્ગભેદ છે, પ્રરૂપણા-માન્યતા અંશમાં નથી. એટલે એનો આચાર વ્યવહારથી તાત્વિક માર્ગરૂપ છે. આરાધક વિરાધક ચતુર્ભગીમાંથી આ જીવોને બીજો દેશવિરાધક ભાંગો હોય છે, કારણ કે પ્રાપ્ત ચારિત્રનું અપાલન હોવા છતાં શ્રુત અખંડિત હોય છે. દુષમકાળના પ્રભાવે શ્રતોક્ત કઠોર માર્ગ કરતાં સરળ એવો જે જીતવ્યવહાર રૂપ આચાર હીન હીન કાળમાં પળાય છે તેવો જ આચાર પૂર્વ પૂર્વના કાળમાં થયેલ સંવિગ્નપાલિકોનો પણ સંભવે છે. વળી બન્નેની શ્રુતક્તમાર્ગ પર શ્રદ્ધા તો સમાન રીતે અખંડિત હોય છે તો પછી એકના એ આચરણમાં સંપૂર્ણ ચારિત્ર પાલન અને બીજાના આચરણમાં ચારિત્ર પાલનનો અભાવ (શિથિલતા) એવો ભેદ કેમ ? એવા પ્રશ્નનો જવાબ આવો જાણવો કે આચરણ કેવું કઠોર યા અકઠોર છે એના પર ચારિત્રની વિદ્યમાનતા કે અવિદ્યમાનતાનો આધાર નથી, પણ વીર્યના અનિગૂહન-નિગૂહન પર એનો આધાર છે. ઉપદેશમાલા (૩૮૪) માં કહ્યું છે કે સો વિય નિયપરમવવસાધવનં મહંતો મુહૂળ કૂડવરિષ્ય નક્ ગચંતો મસ ન “હીન સંઘયણ વગેરે કારણે યથોક્ત બજાવવાને જે અસમર્થ હોય તે પણ પોતાના પરાક્રમ=સંઘયણવીર્યથી શક્ય બાહ્ય પ્રવૃત્તિ તથા વૈર્યના બળને છૂપાવે નહિ, ને એમાં માયા પ્રપંચનો ત્યાગ કરી પ્રામાણિક પ્રયત્ન કરે તો નિયમા (જિનાજ્ઞા બજાવવાથી) સુસાધુ જ છે.” આના પરથી વીર્યને ગોપવવાનું ન હોય તો ચારિત્રપાલન સંપૂર્ણ રહે છે એ જણાય છે. જીતવ્યવહારમાં વીર્યનિગૂહન હોતું નથી માટે ચારિત્ર અખંડ રહે છે, સંવિગ્નપાક્ષિકમાં તે હોય છે માટે ચારિત્ર રહેતું નથી. આ બત્રીશી અંગે એક પ્રશ્ન ઊઠે છે કે આ બત્રીશીના પ્રથમ Page #102 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૭ શ્લોકમાં માર્ગના બે પ્રકારો કહ્યા છે- જિનવચન અને સંવિગ્ન અશઠ ગીતાર્થનું આચરણ, જ્યારે ૨૯મા શ્લોકમાં ને એ પૂર્વના શ્લોકમાં પણ સાધુ, શ્રાદ્ધ અને સંવિગ્નપાક્ષિક એમ ત્રણ મોક્ષના માર્ગ કહ્યા છે. તો આવો ભેદ કેમ ? આ પ્રશ્નનો જવાબ આવો સમજવો યોગ્ય લાગે છે કે પ્રથમ શ્લોકમાં જે દ્વિવિધ માર્ગ કહ્યો છે તે પ્રવર્તક (=પ્રવૃત્તિજનક, ને ઉપલક્ષણથી ત્યાજ્યની નિવૃત્તિજનક) પ્રમાણ સ્વરૂપ માર્ગ છે, જ્યારે ૨૯મા વગેરે શ્લોકોમાં જે ત્રિવિધ માર્ગ કહ્યો છે તે પ્રવૃત્તિ (ને ઉપલક્ષણથી નિવૃત્તિ) સ્વરૂપમાર્ગ છે, માટે કોઈ વિરોધ નથી, આશય એ છે કે આત્મહિત માટે તે તે પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) કરવી ? એનો અભ્રાન્ત નિર્ણય કરવા માટે સાધકે નજરમાં લેવાના પ્રમાણ બે જ છે - એક છે જિનવચનો ને બીજું છે અશઠ - સંવિગ્નગીતાર્થનું આચરણ. આ પ્રમાણ પરથી (૧) અભ્રાન્ત નિર્ણય જેવો થાય એ મુજબ જ સંપૂર્ણતયા પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) પ્રતિજ્ઞાપૂર્વક કરવી એ, તથા (૨) એ અભ્રાન્ત નિર્ણયને અંશતઃ અનુસ૨વાની પ્રતિજ્ઞા કરી એ મુજબ પ્રવૃત્તિ (કે નિવૃત્તિ) કરવી એ, તથા (૩) એ અભ્રાન્ત નિર્ણયને સંપૂર્ણ અનુસરવાની પ્રતિજ્ઞા કરવા છતાં, પાછળથી પ્રમાદવશ એ મુજબ પ્રવૃત્તિ (કે નિવૃત્તિ)ન કરવા છતાં, પોતાના આચરણમાં રહેલા એ વિસંવાદનો બચાવ ન કરતાં એ અભ્રાન્ત નિર્ણયને તો યથાર્થ રૂપે જ પ્રરૂપવો એ.... આવી ત્રણે જીવનપદ્ધતિઓ જીવને મોક્ષ તરફ લઈ જનારી હોવાથી ‘માર્ગ' સ્વરૂપે કહેવાયેલી છે. માટે એ અપેક્ષાએ સાધુ, શ્રાવક અને સંવિગ્નપાક્ષિક એમ ત્રણ ભેદ માર્ગના બતાવ્યા. ટૂંકમાં ‘જ્ઞાન-ક્રિયાભ્યાં મોક્ષઃ’ એ સૂત્રાનુસારે જ્ઞાન અને ક્રિયા એ મોક્ષમાર્ગ છે. એમાંથી જ્ઞાનાત્મક અંશના ઉપાય સ્વરૂપ માર્ગ (પ્રમાણાત્મક કારણમાં જ્ઞાનાત્મકકાર્યનો ઉપચાર કરીને) જિનવચન Page #103 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ને સંવિગ્નગીતાર્થ આચરણ એમ ત્રિવિધ કહેવાયો છે, ને જ્ઞાનક્રિયાસમુદાય સ્વરૂપ સ્વયં (અનુપચરિત) માર્ગ સાધુ, શ્રાવક ને સંવિઝપાક્ષિક એમ ત્રિવિધ કહેવાયો છે એ જાણવું. વળી બીજો એક પ્રશ્ન એ ઊભો થાય છે કે પ્રથમ સાધુમાર્ગ, બીજો શ્રાવકમાર્ગ ને ત્રીજો સંવિગ્નપાક્ષિકમાર્ગ.. એમ નંબરપૂર્વક ત્રણ માર્ગ કહ્યા છે. તો શું સંવિગ્નપાક્ષિક એ શ્રાવક કરતાં નિમ્ન માર્ગ છે? આ પ્રશ્નનો જવાબ “હા” માં છે - શ્રાવકપણું ઊંચું છે ને સંવિગ્નપાક્ષિકપણું નિમ્ન. આમાં પ્રથમ કારણ તો એ જ કે એને ત્રીજા નંબરનો માર્ગ કહ્યો છે. જ્યારે શ્રાવકપણાને બીજા નંબરનો. તથા, શ્રી ઉપદેશમાળામાં (૫૦૧માં) કહ્યું છે કે “જો ઉત્તરગુણ સહિત મૂળગુણોને ધારણ કરી શકતો ન હોય તો શ્રેયસ્કર એ છે કે (પોતાની જન્મભૂમિ, દીક્ષાભૂમિ અને વિહારભૂમિ એ) ત્રણ ભૂમિ સિવાયના પ્રદેશમાં રહી) સુશ્રાવકપણે પાળવું' તથા એની પ૨૨ મી ગાથામાં કહ્યું છે કે “અત્યંત નિર્ગુણી, ગીતાર્થોએ વારંવાર સમજાવવા છતાં વેશના ગાઢ અનુરાગના કારણે વેશ ન છોડે તો (ને કંઈક કોમળ ભાવવાળો હોય તો) (એને સમજાવાય છે) તું, સંવિગ્નપાક્ષિકપણું પાળ જેથી (ચારિત્રધર્મનું બીજાધાન રહેવાથી ભવાંતરમાં) મોક્ષમાર્ગ પામી શકીશ.” આમાં પણ પ્રથમ વિકલ્પ તો વેશ છોડાવવાનો જ બતાવ્યો છે જે સંવિગ્નપાણિકપણાને નિમ્ન જણાવે છે. તથા, એના શ્લોક નં. ૫૦૨૫૦૩ માં જણાવ્યું છે કે – “પ્રભુપ્રતિમા, સુસાધુની પૂજામાં ઉદ્યમશીલ ને (દેશવિરતિના અણુવ્રતાદિ) આચાર પાલનમાં દઢ સુશ્રાવક વધુ સારો છે (પણ) સાધુવેશ ધારી રાખનાર સંયમભ્રષ્ટ જીવ નહીં.” “સર્વ (પાપ પ્રવૃત્તિઓની) પ્રતિજ્ઞા કરીને જે સર્વવિરતિ જાળવતો નથી એ સર્વવિરતિવાદી સર્વવિરતિ અને દેશવિરતિ બન્નેથી ચૂકે છે.” Page #104 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૩૯ વળી, ૫૧૩મા શ્લોકમાં કહ્યું છે કે – સુસાધુ (સર્વ કર્મમળ ધોવા દ્વારા) શુદ્ધ થાય છે, સમ્યક્ત્વાદિ ગુણોથી યુક્ત સુશ્રાવક પણ શુદ્ધ થાય છે. ચરણ-કરણમાં શિથિલ પણ જો સંવિગ્નપક્ષ રૂચિવાળો હોય તો તે પણ નિર્મળ થાય છે.” (મુનિને સાક્ષાત્ શુદ્ધિ ને અન્ય બેને પરંપરાએ જાણવી.) આમાં પણ શ્રાવકને પહેલાં ને સંવિગ્નપાક્ષિકને પછી જણાવ્યો છે. વળી આરાધક-વિરાધક ચતુર્ભગીમાં, શ્રાવકને ઉપચારથી સર્વઆરાધક કહ્યો છે જ્યારે સંવિઝપાક્ષિકને દેશવિરાધક કહ્યો છે. આ બધી બાબતો સૂચવે છે કે શ્રાવકપણું ઊંચું છે ને સંવિગ્નપાક્ષિકપણું નિમ્ન છે. જો કે આ વાત મૂળગુણમાં (વિશેષતઃ ચોથા વ્રતમાં) ગરબડ હોવાની અપેક્ષાએ જાણવી ઉચિત લાગે છે. શંકા શ્રીહરિભદ્રસૂરિ મહારાજ તથા મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે ક્યાંક પોતાની જાતને સંવિગ્નપાક્ષિક તરીકે ઘોષિત કરેલી છે. તો શું આવા મહાત્માઓને પણ શ્રાવકથી નીચલી કક્ષાએ જાણવા? માટે એમને ઊંચી ભૂમિકાએ જ જાણવા જોઈએ. આ પાંચમા આરાના છેડા સુધી ફક્ત બકુશ-કુશીલ ચારિત્ર જ રહેવાનું છે. એટલે વર્યાન્તરાયકર્મના ઉદયથી ચારિત્રાચારમાં ઢીલાશ હોવા માત્રથી જો સંવિગ્નપાક્ષિક, શ્રાવક કરતાં નીચે હોય તો બકુશ-કુશીલ ચારિત્રવાળા સાધુઓને પણ છદ્દે ગુણઠાણે શી રીતે કહી શકાય ? એટલે, શત્રુથી લલચાયેલું બાળક પિતાને પૂછે છે કે હું ત્યાં જમવા જાઉં ?” તો તેના પિતા ગુસ્સાથી એમ કહે કે “ઝેર ખા ઝેર તો ત્યાં તે જવાબનો મતલબ એ નથી કે પિતા તેને ઝેર ખાવાની આજ્ઞા કરે છે. પરંતુ ત્યાં જવું એ ઝેર ખાવા બરાબર હોવાથી તે ત્યાં ન જા' એવો પિતાજીનો આશય સમજીને બાળક ત્યાં જતો નથી, એમ ચારિત્રાચારમાં શિથિલ થયેલ સાધુને ઉપદેશમાળા ગ્રન્થના માધ્યમથી ગુરુ એમ કહે કે “આ રીતે દીક્ષા Page #105 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે લઈને પ્રમાદી બનવા કરતાં તું સુશ્રાવક હોત તો સારું હતું. આ વચનનું તાત્પર્ય શિથિલ સાધુને ઘરભેગો કરવાનું નથી, પણ પ્રમાદ ને શિથિલતાને છોડાવવાનું જ છે. માટે સુશ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક નિમ્ન છે, આ વાત બરાબર નથી. સમાધાન : શ્રીહરિભદ્રસૂરિ મહારાજ વગેરેની વાત પછી સામાન્યથી વિચાર કરીએ તો તમે સંવિગ્નપાક્ષિકને ક્યા ગુણઠાણે માનો છો ? શંકા : કેમ ? છદ્દે ગુણઠાણે. સમાધાન : સંવિગ્નપાક્ષિક જો છઠ્ઠા ગુણઠાણે હોય તો તો શ્રાવકથી ઊંચા જ હોય એમાં કોઈ પ્રશ્ન જ નથી. પણ એમને છક્કે ગુણઠાણે રહેલા માની શકાતા નથી. કારણ કે (૧) પરસ્પર તરતમતાવાળા અસંખ્ય સંયમસ્થાનો છે. આમાંના સૌથી નીચલા સંયમસ્થાને હોય તો પણ એ સાધુ જ છે.. ને તેથી એનો પ્રથમ સાધુમાર્ગમાં જ સમાવેશ થઈ જવાથી એને ત્રીજા સંવિગ્નપાક્ષિક માર્ગ તરીકે સ્વતંત્ર કહેવાની જરૂર જ ન રહે. (૨) ઉપદેશમાળામાં (ગા. ૫૦૧) સંવિગ્નપાક્ષિકને મૂળગુણ અને ઉત્તરગુણ. બન્નેથી રહિત જણાવ્યા છે. જે મૂળગુણોથી પણ રહિત બની ગયો હોય એ છદ્દે ગુણઠાણે ટકી શકે જ નહીં. નહીંતર તો જે કોઈ વેશધારી હોય એ બધાને છટ્ટે ગુણઠાણે માનવાની આપત્તિ આવે. પાંચમા આરાના છેડા સુધી બકુશ-કુશીલ ચારિત્ર જે કહ્યું છે તે પણ, જેને પોતાના મૂળગુણોનો ભાંગીને ભુક્કો બોલાવી દીધો હોય એવા વેશધારીને સંભવતું નથી જ એ નિઃશંક છે. (૩) ગ્રન્થકારે આ બત્રીશીની ૨૮મી ગાથામાં સંવિગ્નપાક્ષિકને ત્રીજા સ્વતંત્રમાર્ગ તરીકે કેમ કહ્યો છે? એનું કારણ જણાવતા એમ કહ્યું છે કે – અસંયતને સંયત માનવાકહેવામાં પાપ છે, (વળી સંવિગ્નપાક્ષિક એ શ્રાવક તો નથી જ). માટે Page #106 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૩, લેખાંક-૨૩ ૨૪૧ એને ત્રીજો માર્ગ કહ્યો છે. આમાં સ્પષ્ટ છે કે સંવિગ્નપાક્ષિક એ અસંમત છે. જો એ સંયત હોય તો એને સંયત કહેવામાં પાપ ન રહેવાથી સાધુમાર્ગમાં જ એનો સમાવેશ થઈ જવાના કારણે ત્રીજો માર્ગ કહેવાનો રહે જ નહીં. એટલે સંવિગ્નપાક્ષિક અસંયત છે એ નિશ્ચિત છે. ને અસંયત છે, માટે છદ્દે ગુણઠાણે ન જ હોય એ પણ નિશ્ચિત છે, કારણ કે છઠ્ઠા ગુણઠાણાને શાસ્ત્રકારોએ “પ્રમત્તસંમત” એવું નામ આપેલ છે. આમ સંવિગ્નપાક્ષિક તરીકે જ્ઞાનીઓએ જે આત્માઓનો ઉલ્લેખ કર્યો છે તેઓ છદ્દે ગુણઠાણે હોતા નથી એ સ્પષ્ટ છે. વળી અણુવ્રતો તો તેઓએ સ્વીકારેલા હોતા નથી માટે પાંચમે ગુણઠાણે પણ હોતા નથી. [છતાં પરિણામની વિચિત્રતાના કારણે કદાચ કોઈક શિથિલ જીવ પાંચમે આવવો સંભવિત હોય તો એનો શ્રાવકધર્મમાં (= બીજા માર્ગમાં) સમાવેશ થઈ શકે ને એને શ્રાવકતુલ્ય નિર્જરા પણ હોઈ શકે. પણ એ વખતે એને ત્રીજામાર્ગમાં કહેવાનો ન રહે.] માટે સંવિગ્નપાલિકને ચોથે ગુણઠાણે જ માનવાનો રહે છે. એટલે જ ગ્રન્થકારે પણ એને દર્શનપક્ષ જ કહ્યો છે, વિરતિપક્ષ હોવો કહ્યો નથી. ને જો એ ચોથે ગુણઠાણે જ છે, તો પાંચમે ગુણઠાણે રહેલા શ્રાવક કરતાં એની કર્મનિર્જરા અસંખ્યાતમા ભાગે જ હોય ને તો પછી એ શ્રાવક કરતાં નિમ્ન કક્ષાએ જ કેમ નહીં ? - શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે પોતાનો સંવિગ્નપાક્ષિક તરીકે જે ઉલ્લેખ કર્યો છે તે “દોષ લવ નિજ પણ દેખતાં, નિર્ગુણ નિજાતમાં જાણ રે..' એ ન્યાયે પોતાના ઉત્તરગુણો સંબંધી કેટલાક દોષોને નજરમાં રાખીને કર્યો હોય, વાસ્તવિક સંવિગ્નપાણિકતા ન હોય એમ આપણે વિચારી શકીએ છીએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી બત્રીશીમાં માર્ગનું લેખાંક વિવેચન કર્યું. એમાં પ્રથમ શ્લોકમાં - ૨૪ શ્રીજિનવચનને માર્ગરૂપે કહેલ છે. પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ” એ ' નિયમ છે. એટલે જિનવચનને કહેનાર શ્રીજિનેશ્વરદેવો પર વિશ્વાસ નિર્માણ થાય તો જ આ પ્રથમ માર્ગરૂપ જિનવચનો પર શ્રદ્ધા જાગે. એટલે શ્રીજિનેશ્વરદેવો પર વિશ્વાસ કેળવવો જરૂરી છે. એ માટે એમની મહત્તા ગાવી જોઈએ. એટલે હવે શ્રીજિનમહત્ત્વ કાત્રિશિકા પ્રરૂપવામાં આવે છે. પરમાત્મા અંગે ‘આ (પ્રભુ) મહાનું છે” આવી બુદ્ધિ થવી એ ધર્મજનિકા છે. એટલે કે પ્રભુની મહાન્ તરીકેની પિછાણ, આત્મામાં ધર્મનું જનન કરે છે. આમાં ધર્મ એટલે શુભભાવ કે શુભભાવપૂર્વકની શુભક્રિયા લઈ શકાય અથવા ધર્મ એટલે પુણ્ય લઈ શકાય. આશય એ છે કે શાસ્ત્રોમાં એક યોગાવંચક શબ્દ આવે છે. આ યોગાવંચક એટલે એવો ક્ષયોપશમ કે જેનાથી, આત્માની દૃષ્ટિએ જે વસ્તુતઃ મહાનું છે એવા આત્માનો યોગ થાય ત્યારે આ મહાન છે' એવી એમની પિછાણ થાય. આવો ક્ષયોપશમ જેને થયો હોતો નથી અને મહાપુરુષનો ભેટો થાય (યોગ થાય) તો પણ એ મહાપુરુષની એ રૂપે પિછાણ થતી નથી, ને તેથી જે શ્રદ્ધા-આદર-બહુમાનાદિ ભાવો જાગવા જોઈએ એ જાગતા નથી. આ શ્રદ્ધાદિ ભાવો જાગે તો વિશિષ્ટ પુણ્યનું આત્મામાં સર્જન થાય છે. એમ આ શ્રદ્ધાદિભાવો, શ્રદ્ધાપૂર્વકનું વંદન-ઉપદેશ શ્રવણ-ઉપદેશ સ્વીકાર....વગેરેની પાત્રતારૂપ હોવાથી એ આત્મામાં આ વંદનાદિરૂપ ધર્મ પણ ઉત્પન્ન થાય છે. પણ જેને “મહાન તરીકેની બુદ્ધિ જ થતી નથી એને મહાપુરુષના યોગના ફળરૂપ આવું ધર્મજનન થતું નથી. એટલે કે મહાપુરુષનો યોગ થવા છતાં એ જીવ વાસ્તવિક યોગથી વંચિત જ રહે Page #108 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ ૨૪૩ છે, આવું વંચિત રહેવાપણું એ, જીવનું વંચન છે. આત્મામાં એક ચોકકસ પ્રકારનો ક્ષયોપશમ થયો હોય તો આવું વંચન થતું નથી, અવંચન જ થાય છે. માટે એવા વિશેષ પ્રકારના ક્ષયોપશમને યોગ અવંચક = યોગાવંચક કહે છે. પ્રશ્નઃ ઘડાને જોઈને, “એ ઘડો છે' એવી બુદ્ધિ થાય જ છે, એમ મહાનનો યોગ થાય તો “આ મહાન છે' એવી બુદ્ધિ થાય જ, ન થાય એવું શી રીતે બને? ઉત્તર : “ઘડાને જોવાથી ઘડા' તરીકે બુદ્ધિ થાય જ એવો નિયમ છે નહીં, જે માણસ ઘડાને ઘડા તરીકે જાણતો જ નથી, એને એવી બુદ્ધિ થતી જ નથી. એવું જ પ્રસ્તુતમાં જાણવું. એકવાર એક માણસે કલ્પવૃક્ષની ઘણી વાતો સાંભળી. પણ કલ્પવૃક્ષ કેવું હોય એ કશું એને જાણવા મળ્યું નહીં. કાળાન્તરે એકવાર ગ્રીષ્મઋતુમાં એ પ્રવાસે નીકળેલો. થાક્યો હતો...ભૂખ્યો ને તરસ્યો થયો હતો....પવનનું નામનિશાન નહીં. ને ગરમીનો પાર નહીં. માર્ગમાં એક ઘટાદારવૃક્ષ આવ્યું. એની નીચે લંબાવ્યું. ને મનમાં થયું કે થોડો ઠંડો પવન આવે તો કેવું સારું ! ને એના આશ્ચર્ય વચ્ચે બીજી જ ક્ષણે પવન શરુ થયો.... ઘસઘસાટ ઉંઘ આવી ગઈ...જાગ્યા પછી એને થયું સ્વાદુ શીતળ જળ મળી જાય તો તૃષા પણ શાંત કરી શકું.ને એના આશ્ચર્ય વચ્ચે જમીનમાંથી શીતળ જળનું ઝરણું ફૂટ્યું...જળપાન કરીને તૃષાશમન કર્યું ને એને વિચાર આવ્યો કે કંઈક ખાવા મળી જાય તો સુધા પણ શાંત થઈ જાય.. ને એક મધુર રસવતી ભરેલો થાળ આકાશમાંથી એના તરફ આવતો જોયો.... એના મનમાં વિચાર આવ્યો કે અહીં જે કાંઈ ઇચ્છા કરું છું એ પૂર્ણ થાય છે... તો જરૂર આ વૃક્ષમાં ભૂતનો વાસ હશે. પણ ભૂતના Page #109 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભરોસા નહીં...આજે અનુકૂળ તો કાલે હેરાન-પરેશાન પણ કરી નાખે... માટે એ મને વળગી પડે એ પહેલાં જ મારે અહીંથી ભાગી જવું જોઈએ. ને તેથી, ભૂખ્યો હોવા છતાં...ને મધુર ભોજન હાજર થયું હોવા છતાં, એ થાળને અડ્યા વિના જ એ ભાગ્યો...થોડે દૂર ગયા પછી સંતોષ માન્યો કે હાશ ભૂતથી બચી ગયો. ૨૪૪ વસ્તુતઃ એ કલ્પવૃક્ષ હતું... પણ એની પિછાણ કલ્પવૃક્ષ તરીકે ન કરતાં ભૂતીયાવૃક્ષ તરીકે કરી, માટે કલ્પવૃક્ષના પ્રભાવે જે સમૃદ્ધિ વગેરે પામવી જોઈતી હતી એનાથી વંચિત રહ્યો. ભરવાડના હાથમાં પારસમણિ આવે તો પણ એની એ પારસમણિ તરીકે પિછાણ કરી શકતો ન હોવાથી, માત્ર ચમકતા પથ્થર તરીકે પિછાણ કરે છે ને તેથી બે-ચાર રૂપિયામાં વેંચી પણ દે છે. એમ મહાપુરુષ પણ, જીવ માટે કલ્પવૃક્ષ સમાન છે...આત્માની અપાર સમૃદ્ધિના દ્વાર એમનો ભેટો થવા પર ખૂલી શકે છે... અથવા મહાપુરુષ એ પારસમણિ સમાન છે, જેનાથી આત્મારૂપી લોઢું પ૨માત્મારૂપી સુવર્ણ બની શકે છે. પણ જો જીવ એમને ‘મહાન્’ તરીકે પિછાણે જ નહીં, તો તેઓના આ પ્રભાવથી વંચિત રહે છે. એટલે મહાપુરુષનો યોગ થવા છતાં જીવનું વંચન થાય છે. આવું વંચન ન થાય એવી યોગ્યતા એ યોગાવંચક છે, (યોગઅવંચક છે.) એટલે મહાપુરુષનો ભેટો થવા પર મહાન્ તરીકેની બુદ્ધિ થાય જ એવો નિયમ નથી. પણ જેને એવી બુદ્ધિ થાય છે, એને એ બુદ્ધિ ધર્મજનિકા બને છે. શંકા-એમ તો કોઈ મોટા શ્રીમંત-વૈભવી પુરુષને જોઈને કે મોટા સત્તાધીશને જોઈને પણ કોઈકને ‘આ મહાન્ છે' એવી બુદ્ધિ થાય છે, તો શું એ બુદ્ધિ ધર્મજનિકા છે ? Page #110 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ ૨૪૫ સમાધાન- ના, નથી. આશય એ છે કે કોઈપણ આધાર રાખીને થતી મહાનુપણાની બુદ્ધિ એ ધર્મદનિકા નથી, પણ અમુક ચોક્કસ આધાર પર થતી એ બુદ્ધિ જ ધર્મજનિકા છે. એટલે જ, પ્રભુનું સમવસરણ-છત્ર-ચામરાદિ પ્રાતિહાર્ય વગેરે જોઈને અભવ્યાદિ પણ ચમત્કૃત થઈ જાય છે. આકર્ષિત થઈ જાય છે. આમની કેવી અપાર સમૃદ્ધિ ! એ રીતે મહાનતાને એ પિછાણે પણ છે. છતાં એના આત્માને, આત્માની દૃષ્ટિએ કશો લાભ થતો નથી. એમ, જેમ અંબડ પરિવ્રાજક સુલસીશ્રાવિકાની પરીક્ષા કરવા માટે સમવસરણ બનાવેલું હતું, એમ કોઈ માયાવી પણ બનાવી શકે છે. એ વખતે માયાવી, પ્રભુતુલ્ય મહાન ન હોવા છતાં, જો આ બાહ્ય સમૃદ્ધિના આધારે જ મહાનતાની બુદ્ધિ કરવાની હોય તો એ માયાવી અંગે પણ કરવી જ પડે.. અને તો પછી એ બુદ્ધિ ધર્મજનિકા પણ બનવી જોઈએ, પણ બનતી નથી, કારણ કે એ બુદ્ધિ બ્રાન્ત છે. એટલે પ્રભુ અંગે પણ “આ મહાનું છે, કારણકે સમવસરણાદિથી શોભે છે” આવી બુદ્ધિ થાય તો એ અહીં ધર્મજનિકા તરીકે અભિપ્રેત નથી. દિગંબર આચાર્ય શ્રીમંતભ આપ્તમીમાંસા ગ્રન્થમાં કહ્યું છે કે - હે પ્રભો ! દેવોનું આગમન, ચામર, ગગનવિહારાદિ વિભૂતિ તો માયાવીઓ પાસે પણ જોવા મળે છે. તેથી આવી વિભૂતિના કારણે જ અમે તને મહાનું માનીએ છીએ, એવું નથી. શંકા - “આ મહાનું છે” આવી બુદ્ધિને ટૂંકમાં મહત્ત્વબુદ્ધિ કહે છે. “આવી મહત્ત્વબુદ્ધિ જેને તેને અંગે થાય તો ધર્મજનિકા બને એવો નિયમ નહીં માનવાનો.....પણ “એવી બુદ્ધિ (શ્રીજિનેશ્વરદેવ જેવી) અમુક ચોક્કસવ્યક્તિ અંગે થાય તો ધર્મજનિકા બને એવો નિયમ માનવાથી આવો પ્રશ્ન ઊભો નહીં થાય, કારણકે માયાવી એ અભિપ્રેત ચોક્કસ વ્યક્તિ નથી. ને તેથી મહાનતાની બુદ્ધિનો આધાર તો Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમવસરણાદિ બાહ્ય સમૃદ્ધિ પણ રાખી શકાશે જ, જેથી બાળજીવોને પણ આ બુદ્ધિ ધર્મજનિકા બની શકે, નહીંતર બાળજીવો આવા ધર્મજનનથી વંચિત રહેશે, કારણકે તેઓ તો આવા બાહ્યદેખાવના આધારે જ મહાનૂતા કે લઘુતા વગેરેનો વ્યવહાર કરનારા હોય છે. સમાધાન - આનો અર્થ તો એવો થાય કે વ્યક્તિવિશેષની જ મુખ્યતા છે, મહત્ત્વબુદ્ધિની નહીં. અને તો પછી તો “આ મહાન છે' એવી બુદ્ધિ જ શા માટે, વ્યક્તિવિશેષ અંગેની “આ મનુષ્ય છે' આવી કોઈપણ બુદ્ધિ ધર્મજનિકા બનવી જોઈએ, પણ એ બનતી નથી. એટલે બુદ્ધિ કોના અંગે છે અને મહત્ત્વ આપવા કરતાં કેવા પ્રકારની છે ? એને જ મહત્ત્વ આપવું ઉચિત છે. એટલે જ “આ સાધુ છે” એવી બુદ્ધિ જો એમના આલય (=વસતિમાં રહ્યા હોય ત્યારના ઉચિત આચારનું પાલન) વિહાર (વિહાર દરમ્યાન પાળવાના ઉચિત આચારોનું પાલન) વગેરે જોઈને થઈ હોય તો એ પુણ્યજનન કરે જ છે, પછી ભલે ને એ ક્યારેક જેની અક્ષત્તવ્ય ગરબડ જાણી ન હોવાના કારણે અસાધુતા ન જણાયેલી હોય એવા અસાધુ અંગે પણ થયેલી હોય....અર્થાત્ આ સાધુતાની બુદ્ધિ કોના અંગે થઈ રહી છે (સાધુ અંગે કે અસાધુ અંગે) એ ગૌણ છે, પણ આલય-વિહારાદિ જોઈને થઈ રહી છે એ જ મહત્ત્વનું છે. (જે વેશધારીમાં અક્ષત્તવ્ય ગરબડ વગેરેના કારણે અસાધુતા જણાઈ જ ગયેલી હોય છે એના આલયવિહારાદિ જોવા મળવા છતાં “આ સાધુ છે' એવો અવાજ દિલમાંથી ઊઠતો જ નથી એ સ્પષ્ટ છે.) આમ સાધુતાની બુદ્ધિ કોના અંગે છે એ મહત્ત્વનું નથી, પણ આલય-વિહારાદિ શું જોઈને થાય છે એ જેમ મહત્ત્વનું છે, એમ મહાનતાની બુદ્ધિ કોના અંગે છે એ નહીં, પણ શું જોઈને થઈ રહી છે? એ જ મહત્ત્વનું છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ ૨૪૭ અલબત્, સમડી કાંઈ શ્રીઅરિહંત ભગવાન્ વગેરે પાંચ પરમેષ્ઠીનું વિશેષસ્વરૂપ જાણતી નહોતી, છતાં મૃત્યુ સમયે નવકાર સાંભળવાથી એને રાજકુમારી બનવા વગેરેનું ફળ મળ્યું. એમ શ્રીતીર્થંકરપ્રભુના વિશેષગુણોને જાણ્યા વિના પણ એમના અંગે ‘આ મહાન્ છે’ એવી જે બુદ્ધિ થાય છે એનાથી મુગ્ધજીવને વિશેષફળ મળે જ છે. સંપ્રતિરાજાનો જીવ ભિખારી ચારિત્રના વિશેષસ્વરૂપને જાણતો ન હોવા છતાં એના પરના બહુમાનથી રાજા બન્યો. આ બધું અવ્યક્તસમાધિનું ફળ કહેવાય છે. આ બધામાં બહુમાનભાવ કે મહાનતાની બુદ્ધિ વગેરે જે થયું છે તે, કોઈ વિશેષપ્રકારનું વિરલ સ્વરૂપ જોઈને થયેલ નથી...પણ શ્રી તીર્થંકરદેવ વગેરે રૂપ ચોક્કસવિષય (=વિષયવિશેષ) અંગે થયેલ છે, ને માટે જ એ ફળ મળ્યું છે. અન્યદેવાદિને નમસ્કારગર્ભિત બીજો કોઈ મંત્ર સમડીને સાંભળવા મળ્યો હોત તો એ રાજકુમારી ન થાત. મુગ્ધજીવને અન્ય કોઈ વ્યક્તિ વિશે ‘આ મહાન છે’ એવી વિશેષ પ્રકારે બુદ્ધિ થયેલી હોય તો કાંઈ વિશેષ ફળ મળે નહીં. ભિખારીને તાપસદીક્ષા વગેરે પર એવું બહુમાન જાગ્યું હોત તો કાંઈ એ સંપ્રતિ રાજા ન બનત. એટલે જેનાથી આવું અવ્યક્તસમાધિનું ફળ મળે છે તે મહત્ત્વબુદ્ધિ વગેરે માટે, એ બુદ્ધિ શું જોઈને થઈ છે ? એની મુખ્યતા હોતી નથી, પણ એ કોના અંગે થઈ રહી છે એ જ મહત્ત્વનું હોય છે. તથા અધ્યાત્મ ઉપનિષના પ્રથમ અધિકારની ૭૬ મી ગાથાના ઉત્તરાર્ધમાં જણાવ્યા પ્રમાણે આવું ફળ મળવામાં કદાગ્રહનો અભાવ પણ જરૂરી હોય છે, એ જાણવું. શંકા - ‘આલયવિહારાદિથી તો માત્ર સાધુતાની અનુમાનાત્મક બુદ્ધિ થાય છે, વિશેષફળ તો એ બુદ્ધિ થયા પછી જે વંદનાદિ કરવામાં આવે છે, એનાથી મળે છે' આવું શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં સૂચવેલું છે. તો પ્રસ્તુતમાં પણ માત્ર મહાનતાની બુદ્ધિ જ શી રીતે ધર્મજનિકા બને? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - તો પ્રસ્તુતમાં પણ પ્રભુ અંગે સ્વરૂપવિશેષ જોઈને થતી મહાનતાની બુદ્ધિ પછી સ્મરણ-નમસ્કારાદિ જે થાય છે તેનાથી વિશેષ પ્રકારનું ફળ મળે છે, એમ જાણવું. પ્રશ્ન : સમવસરણાદિ સમૃદ્ધિ જોઈને થતી “આ મહાન છે એવી મહત્ત્વબુદ્ધિ ધર્મજનિકા નથી, એ તમે કહ્યું. તો શું જોઈને મહત્ત્વબુદ્ધિ થાય તો એ ધર્મનિકા બને ? ઉત્તર : વીતરાગપ્રભુનું સંવાદી, ન્યાયસંગત અને કુતર્કરૂપી અંધકારને દૂર કરવામાં સૂર્યપ્રકાશસમાન એવું વચન એ જ એમનું વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ છે. એટલે કે આવું વચન જાણીને (આવું વચન બોલનારા) આ મહાન છે' આવી જે મહત્ત્વબુદ્ધિ થાય છે એ ધર્મજનિકા છે. જ્ઞાનમાં જે પદાર્થ ભાસે એની પ્રાપ્તિ થાય તો એ સંવાદી કહેવાય. નહીંતર એ વિસંવાદી કહેવાય. “આ રજત છે” એવું વચન સાંભળીને હાથ લંબાવ્યો. જો ચાંદી હાથમાં આવે તો આ સંવાદીવચન (યથાર્થવચન) કહેવાય. એના બદલે જો સુક્તિ (છીપલું) હાથમાં આવે તો એ વિસંવાદી (અયથાર્થ) વચન કહેવાય છે. વીતરાગપ્રભુના સર્વવચનો સંવાદી હોય છે. જે વચન સ્યાદ્વાદમુદ્રાનું ઉલ્લંઘન કરતું ન હોય એ વચન ન્યાયસંગત હોય છે. એટલે કે ભેદ-અભેદ નિત્ય-અનિત્ય. એકઅનેક...વગેરે અંગે એકાન્તને જણાવનાર વચન એ ન્યાયસંગત નથી. જેમકે ઘડો અને ઘડાનું રૂપ.આ બે વચ્ચે એકાન્ત ભેદ (-જુદાપણું) જણાવનાર વચન ન્યાયસંગત નથી, કારણકે એકાન્ત ભેદ સંભવિત નથી. તે આ રીતે - કોઈપણ પદાર્થને બીજા પદાર્થમાં રહેવું હોય તો સંબંધ જોઈએ. જેમકે ઘડાને ભોંય (=ભૂતલ) પર રહેવું છે તો સંયોગ Page #114 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ ૨૪૯ નામનો સંબંધ જોઈએ. એમ રૂપને ઘડામાં રહેવું છે. તો કોઈક સંબંધ તો જોઈશે જ. નૈયાયિક વગેરે જેઓ સર્વથા ભેદ માને છે તેઓ ઘડા અને રૂપ વચ્ચે સમવાય સંબંધ કહે છે. એટલે રૂપનો સમવાય ઘડામાં રહ્યો છે, ને એ સમવાય સંબંધનું કામ કરીને રૂપને ઘડામાં રાખે છે. પણ નૈયાયિકે આ સમવાયને પણ એક સર્વથા સ્વતંત્ર પદાર્થ માન્યો છે. એટલે એને ભૂતલમાં રહેવા માટે પણ એક નવો સંબંધ જોશે. વળી આ સંબંધ પણ જો સર્વથા ભિન્ન હશે તો એને પણ રહેવાનો એક નવો સંબંધ જોઈશે. આમ તો ક્યારેય પાર ન એવી નવા-નવા સંબંધો માન્યા કરવાની પરંપરા ચાલવારૂપ અનવસ્થા નામનો દોષ આવે. એમ એકાંતે અભેદ સંબંધ પણ માની શકાતો નથી. કારણ કે એનો અર્થ એવો થાય છે કે ઘડા અને રૂપ વચ્ચે સર્વથા અભેદ ( તાદાભ્ય) છે. પરંતુ આવો અર્થ પણ સંગત નથી. તે પણ એટલા માટે કે એમાં પણ ઘણા પ્રશ્ન ઊભા થાય છે. જેવા કે (૧) ઘડાનું પહેલાં શ્યામરૂપ હતું. નિભાડામાં એને પકાવવામાં આવ્યો એટલે શ્યામરૂપ નાશ પામ્યું. રક્તરૂપ ઉત્પન્ન થયું. (ઘડો શ્યામ મટીને લાલ બન્યો.) અર્થાત્ ઘડો ખુદ નથી ઉત્પન્ન થયો, નથી નાશ પામ્યો. પણ જો ઘડા અને રૂપ વચ્ચે સર્વથા અભેદ હોય તો આવું બની શકે નહીં. શ્યામરૂપનાશે ઘડાનો નાશપણ થઈ જ જાય. શંકા - તો એવું પણ માની જ લ્યો ને કે શ્યામઘડો નાશ પામ્યો ને એક બીજો જ નવો લાલઘડો ઉત્પન્ન થયો. સમાધાન - ના, એમ માની શકાતું નથી, કારણ કે “આ એ જ ઘડો છે' આવું પ્રત્યભિજ્ઞા નામનું જ્ઞાન કે “ઘડો શ્યામ મટીને લાલ થયો એવી પ્રતીતિ એવું માનતા આપણને રોકે છે. (૨) “ઘડાનો ઘડો' એમ બોલી શકાતું નથી..એ રીતે, ઘડા અને રૂપ વચ્ચે પણ જો સર્વથા અભેદ હોય તો “ઘડાનું રૂપ એમ પણ બોલી Page #115 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શકાય નહીં. પણ શિખવ્યવહારમાં આવું બોલાય તો છે જ. માટે ઘડા અને રૂ૫ વચ્ચે એકાંતે - સર્વથા અભેદ નથી, પણ કથંચિત્ (અમુક અપેક્ષાએ) અભેદ છે ને કથંચિત્ (અમુક અપેક્ષાએ) ભેદ છે. અર્થાત્ ભેદાભેદ છે એમ માનવું એ ન્યાયસંગત છે. આવું જ નિત્યાનિત્યત્વ, એકાનેકત્વ, સામાન્ય-વિશેષાત્મકત્વ વગેરે અંગે પણ જાણવું. એટલે કે એ અંગે પણ એકાંતે નિત્યત્વ કે એકાંતે અનિત્યત્વ માનવામાં ઘણા દોષ (વાંધા) ઊભા થાય છે. પણ જેમ એકલો ગોળ કફ કરે છે, એકલી સૂંઠ પિત્ત કરે છે... કિન્તુ એ બેને એકમેક કરીને બનાવેલી ગોળી હોય તો, ગોળના કફજનકત્વ દોષને સૂંઠ ખતમ કરી દે છે, સૂંઠના પિત્તજનન દોષને ગોળ હણી નાખે છે. એટલે દોષ કોઈ રહેતો નથી, ને નવા અનેક ગુણ પેદા થાય છે. એમ પરસ્પર સંકળાયેલા નિત્યત્વ-અનિત્યત્વ માનવામાં (નિત્યાનિયત્વ માનવામાં) એકલું નિત્ય માનવામાં આવતા દોષોને અનિત્યત્વ ગળી જાય છે ને એકલું અનિયત્વ માનવામાં આવતા દોષોને નિત્યત્વ ખાઈ જાય છે...માટે દોષ કોઈ રહેતો નથી.. ને નવા જ અનેકગણ પેદા થાય છે. તેથી એકાંતનિત્યત્વ કે એકાંત અનિત્યત્વ અસંભવિત હોવાથી એને જણાવનાર વચન એ ન્યાયસંગત વચન નથી, પણ પરસ્પર સંકળાયેલા નિત્યત્વ-અનિયત્વ (એટલે કે કથંચિત્ દ્રવ્યરૂપે નિત્યત્વ અને કથંચિદ્ - પર્યાયરૂપે અનિત્યત્વ) માનવાં. અર્થાત્ નિત્યાનિત્યત્વ માનવું એ સંભવિત હોવાથી=યોગ્ય હોવાથી એને જણાવનાર વચન એ ન્યાયસંગત વચન છે. શ્રીવીતરાગપ્રભુનું વચન સર્વત્ર આવા સ્યાદ્વાદને જણાવનાર હોવાથી ન્યાયસંગત વચન છે. પ્રશ્ન : પણ જો આ રીતે સર્વત્ર અનેકાન્ત રહ્યો હોય તો મોટા ભાગના જીવોને નિત્યત્વ વગેરેના એકાન્તનું જ કેમ દર્શન થાય છે ? Page #116 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ ૨૫૧ ઉત્તર : રેલવેના પાટા અંગે તો મોટાભાગને નહીં, બધાને જ એવું પ્રતીત થાય છે કે એ આગળ જઈને ભેગા થઈ જાય છે. તો શું બેને સમાંતર નહીં માનો ? શંકા - એમાં તો આંખની એવી મર્યાદા છે, માટે ભેગા થતા દેખાય છે, ખરેખર કાંઈ ભેગા થતા હોતા નથી. સમાધાન - પ્રસ્તુતમાં પણ, મિથ્યાત્વમોહનીય કર્મનો ઉદય છે, માટે એકાન્ત નિત્યત્વ વગેરે માત્ર જણાય છે, ખરેખર કાંઈ એ હોતું નથી. શંકા - પાટા જ્યાં ભેગા થતા દેખાતા હતા, ત્યાં જઈને જોવામાં આવે ત્યારે તો ખબર પડી જાય છે કે એ અહીં પણ ભેગા થતા નથી, સમાંતર જ છે. માટે ભેગા થતા જે દેખાતા હતા તે ભ્રમ હતો. પ્રસ્તુતમાં ક્યાં એવું છે ? સમાધાન - પ્રસ્તુતમાં પણ એવું જ છે. જયારે મિથ્યાત્વમોહનીયનો ઉદય ખસે છે ત્યારે સમ્યક્ત પ્રગટે છે. ને એના પ્રભાવે વિવેક પ્રગટવાથી નિત્યાનિત્યત્વ નિશ્ચિત થાય છે. એ નિશ્ચિત થવાથી “અત્યાર સુધી મને જે એકાન્ત નિત્યત્વ વગેરે ભાસતા હતા તે ભ્રમ હતો' એવો નિર્ણય થાય છે. એકાન્તનિત્યત્વ વગેરેને સાબિત કરવા તે તે દર્શનકારો જે દલીલો આપે છે તે કુતર્કો છે. આ કુતર્કો એવો અંધકાર છે કે જેથી વસ્તુનું વાસ્તવિક અનેકાન્તમય સ્વરૂપ જીવને જણાઈ જ શકતું નથી. પ્રભુનાં વચનો સૂર્યપ્રકાશ જેવા છે. એટલે એ વચનો આ કુતર્કરૂપ અંધકારને ભેદી નાખે છે. તેથી મિથ્યાત્વ ગળી જાય છે, સમ્યક્ત પ્રગટે છે ને વિવેક જાગે છે. એટલે વસ્તુનું વાસ્તવિક અનેકાન્તમય સ્વરૂપ છતું થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આમ પ્રભુનાં વચનો સંવાદી છે, ન્યાયસંગત છે અને કુતર્કરૂપી અંધકારને ભગાડનાર સૂર્ય જેવા છે. આવાં વચનો એ જ પ્રભુની મુખ્ય મહાનતા છે. ૨૫૨ ૧૪૪૪ ગ્રન્થોના રચયિતા શ્રીહરિભદ્રસૂરિ મહારાજને પણ સમવસરણાદિ બાહ્ય સમૃદ્ધિના કારણે નહીં, પણ સંવાદી-યુક્તિ સંગત વચનોના કારણે જ પ્રભુની મુખ્ય મહાનતા માન્ય હતી એ વાત તેઓશ્રીના પક્ષપાતો 7 મે વીરે...' એ શ્લોકથી જણાય છે. તેઓશ્રીએ એ શ્લોકમાં જણાવ્યું છે કે – મને શ્રીવર્ધમાનસ્વામી પર પક્ષપાત નથી કે અન્યદર્શનના પ્રણેતા કપિલ વગેરે પર દ્વેષ નથી. (તો પછી, તમે શ્રીમહાવીરપ્રભુનાં વચનો સ્વીકારો છો અને કપિલ વગેરેનાં વચનો સ્વીકારતા નથી, આવો ભેદ કેમ ? એટલા માટે કે) જેનું વચન યુક્તિસંગત હોય એનો સ્વીકાર કરવો જોઈએ. (અમને શ્રીવીરવિભુનાં વચનો યુક્તિસંગત લાગ્યા છે, માટે અમે એનો સ્વીકાર કરીએ છીએ.) આમ શ્રીમહાવીરદેવને ભગવાન્ તરીકે જે સ્વીકાર્યા છે અને કપિલ વગેરેને ભગવાન્ તરીકે જે નથી સ્વીકાર્યા એનું કારણ ‘પ્રભુ વીર પાસે સમવસરણાદિ સમૃદ્ધિ છે ને કપિલાદિ પાસે નથી' એવું ન જણાવતાં ‘પ્રભુનું વચન અવિસંવાદી છે ને કપિલાદિનું એવું નથી' એવું જ જે જણાવ્યું છે તેનાથી સૂચિત થાય છે કે સૂરિપુરંદરશ્રીહરિભદ્રસૂરિ મહારાજને પણ એ જ અભિપ્રેત છે કે ‘પ્રભુમાં જે અસાધારણ મહત્ત્વ છે તે અવિસંવાદીવચનરૂપે જ છે.’ વળી, શાસ્ત્રોમાં તો ‘અષ્ટ મહાપ્રાતિહાર્યની પૂજાને યોગ્ય એ અર્હન્ (અરિહંત)' આવું કહેવા દ્વારા એ પણ સૂચવ્યું છે કે ‘કેવળજ્ઞાન વગેરે ક્ષાયિક ભાવોથી સહચરિત, જિનનામકર્મ વગે૨ે પુણ્યકર્મના ઉદયથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ પ્રકારના સંઘયણ-રૂપ-સત્ત્વ-સંસ્થાનગતિ-અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ .ઐશ્વર્ય.....વગેરે ઔયિકભાવના પ્રભાવે Page #118 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૪ પણ મહનીય પ્રભુમાં મહત્ત્વ હોય છે.' આમ, (૧) આ ક્ષાયિકભાવથી સંગત ઔદિયકભાવથી થયેલું બાહ્ય મહત્ત્વ છે અને અવિસંવાદી વચનથી થયેલું પૂર્વોક્ત મહત્ત્વ એ આત્યંતર મહત્ત્વ છે એવો વિવેક કરી શકાય છે. આ બન્ને પ્રકારના મહત્ત્વ પૂજ્ય પુરુષમાં હોય છે. અથવા (૨) ઔયિકભાવો અને અવિસંવાદીવચન....આ બંને સંવલિત થઈને એક જ મહત્ત્વ પેદા કરે છે. જે કથંચિદ્ બાહ્ય મહત્ત્વ અને આત્યંતર મહત્ત્વ એવા બન્ને ઉલ્લેખ પામે છે. જ્યારે બાળજીવો સમક્ષ વર્ણન કરવાનું હોય ત્યારે બાહ્યસમૃદ્ધિની પ્રધાન વિવક્ષા હોવાથી એ બાહ્ય મહત્ત્વ કહેવાય છે ને જ્યારે પંડિતજીવો સમક્ષ વર્ણન કરવાનું હોય ત્યારે અવિસંવાદી વચનની પ્રધાન વિવક્ષા હોવાથી એ આભ્યન્તર મહત્ત્વ કહેવાય છે. અથવા આવો અર્થ પણ સમજી શકાય છે કે (૧) વિશિષ્ટ સંઘયણ, રૂપ વગેરે ઔદિયકભાવ એ બાહ્ય મહત્ત્વ અને કેવલજ્ઞાન વગેરે ક્ષાયિકભાવ એ આભ્યન્તર મહત્ત્વ. આમ બન્ને સ્વતંત્ર મહત્ત્વ થયા. અથવા (૨) ક્ષાયિક ભાવવિશિષ્ટ ઔયિકભાવ એ જ એક વિશિષ્ટ પ્રકારનું મહત્ત્વ છે જે કથંચિદ્ બન્ને ઉલ્લેખ પામે છે. એટલે કે ઔદિયકભાવને મુખ્ય કરવાની વિવક્ષા હોય ત્યારે એ બાહ્ય મહત્ત્વ કહેવાય છે ને ક્ષાયિકભાવને મુખ્ય કરવાની વિવક્ષા હોય ત્યારે એ આત્યંતર મહત્ત્વ કહેવાય છે. ૨૫૩ આવી ક્ષાયિકભાવથી યુક્ત બાહ્યસંપદ્ અન્ય માયાવી જીવોમાં હોતી નથી. એટલે કદાચ વિકુર્વણા દ્વારા સમવસરણાદિ જોવા મળે તો પણ અસાધારણ મહત્ત્વ સિદ્ધ થતું નથી. ને તેથી તેઓ અંગે ‘આ મહાન્ છે' એવી બુદ્ધિ ધર્મજનિકા બની જવાનો પ્રસંગ આવતો નથી. (અતિપ્રસંગ નામનો દોષ રહેતો નથી.) Page #119 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે જેમ કપડાથી વીંટલાયેલા પણ મણિની જ્યોતિ બહાર ફેલાય છે, એમ કેવલજ્ઞાન વગેરે આંતરિક ગુણો બહાર પ્રાતિહાર્યાદિરૂપ અભ્યદય દેખાડનારા હોય છે. એટલે કે આંતરિક ગુણપ્રયુક્ત અભ્યદય જેમાં ભળેલો હોય એવી જ બાહ્યસંપત્તિથી મહત્ત્વ માની શકાય છે, એ સિવાયની બાહ્યસંપત્તિથી નહીં. આમ અવિસંવાદી વચન પ્રયુક્ત મહત્ત્વ અને ક્ષાયિકભાવસંગત બાહ્ય સંપદ્ પ્રયુક્ત મહત્ત્વની વાત કરી. શ્રી તીર્થંકરદેવોનું જીવદળ જ અન્ય જીવો કરતાં વિશિષ્ટ હોય છે. એટલે અન્ય જીવો કરતાં તેઓનો સ્વભાવ આ જે જુદો હોય છે તત્વયુક્ત પણ મહત્ત્વ હોય છે. આ મહત્વ કાર્યકલિંગક હોય છે. એટલે કે તીર્થસ્થાપના વગેરરૂપ કાર્યથી જ તે જાણી શકાય એમ હોય છે. આ અંગે વિશેષ વિચારણા આગળના લેખમાં જોઈશું. ઈશ્વર સૃષ્ટિનો સર્જનહાર કેમ નહીં? ધારો કે ઈશ્વરે એક અબજ વર્ષ પૂર્વે દુનિયા બનાવી હોય તો એ એક અબજ વર્ષ પૂર્વે કાંઈપણ હતું કે બિલકુલ શૂન્ય હતું? જો કાંઈ પણ હતું તો એ પણ વિશ્વનું જ એક સ્વરૂપ હતું. તેથી માત્ર રૂપાંતર થયું છે, સર્જન નહીં. જો બિલકુલ શૂન્ય હતું તો એનો મતલબ ધરતી-આકાશ-જીવો-પુગલો વગેરે કહ્યું હતું જ નહીં. તો ઈશ્વર હતા? કયાં હતા? એમને કોણે બનાવ્યા ? શા માટે બનાવ્યા? શેમાંથી બનાવ્યા? જો કોઈએ બનાવ્યા ન હોય તો એનો અર્થ ઈશ્વર અનાદિકાળથી હતા. તો અનાદિકાળમાં અનંતાનંત કાળ પસાર થયો છતાં એમને ક્યારેય દુનિયા બનાવવાની જરૂર ન પડી ને અબજ વર્ષ પૂર્વે જ કેમ અચાનક પડી ? તથા ઈશ્વરે ક્યાં રહીને આ વિશ્વ બનાવ્યું? રો મટીરીયલ્સ (અનુસંધાન પેજ નં. ૨૬૭ ઉપર) Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રીતીર્થંકરદેવોના આત્મામાં લેખાંક વિશિષ્ટ સ્વભાવ પ્રયુક્ત મહત્ત્વ પણ તા ૨૫ | હોય છે, એનો ગયા લેખમાં ઉલ્લેખ | કરેલો. આ લેખમાં એની વિચારણા કરીએ...... જાત્યરત જ્યારે માટી વગેરેથી મલિન હોય છે ત્યારે પણ અન્ય અજાત્યરત કરતાં એમાં તથાસ્વભાવે જ કંઈક વિશેષતા હોય છે. એમ મિથ્યાત્વ વગેરે અર્વાગ્દશામાં પણ શ્રીજિનેશ્વર દેવો તથાસ્વભાવે જ અન્ય જીવો કરતાં વિશિષ્ટ હોય છે. અત્યંત પ્રકૃષ્ટ પરોપકાર વગેરે વિશિષ્ટ ગુણોને અનુરૂપ યોગ્યતા જો તેઓમાં પહેલેથી માનવામાં ન આવે તો એવા ગુણો એમનામાં કાળાન્તરે પણ ઉત્પન્ન થઈ શકે જ નહીં. મોરના ઈંડામાં ભલે વિશિષ્ટ રંગો પ્રગટેલા નથી હોતા. પણ એ યોગ્યતારૂપે તો માનવા જ પડે છે. નહીંતર તો એવા રંગો મરઘીમાં પણ કેમ પેદા ન થાય ? અથવા, જેમ આકાશમાં રૂપ-રસ-ગંધ વગેરેની યોગ્યતા જ નથી તો એ રૂપાદિ ક્યારેય ઉત્પન્ન થતા નથી, એમ જો શ્રી તીર્થંકરપ્રભુના આત્મામાં પણ વિશિષ્ટગુણોની યોગ્યતા ન હોય તો એ પ્રકૃષ્ટ પરોપકાર વગેરે વિશિષ્ટગુણો અન્યજીવની જેમ ક્યારેય પેદા થઈ શકે નહીં. પણ એ ક્રમશઃ થાય તો છે જ. એટલે માનવું જોઈએ કે તેઓના આત્મામાં આવા વિશિષ્ટગુણોની યોગ્યતારૂપ વિશેષ સ્વભાવ પ્રથમથી જ હોય છે. આવા વિશેષ સ્વભાવ પ્રયુક્ત મહત્ત્વ પણ પ્રભુમાં સંગત થઈ શકે છે. શંકા - “પૂર્વ મિથ્યાત્વ અવસ્થામાં પણ પ્રભુમાં વિશેષ સ્વભાવ હોય છે વગેરે તમે જે કહો છો એનાથી તો એ સૂચિત થાય છે કે તમારા ઈષ્ટદેવ નિત્યનિર્દોષ નથી, પણ પહેલાં મિથ્યાત્વાદિ દોષોથી ગ્રસિત હતા...ને પછી સાધનાદ્વારા દોષમુક્ત બન્યા. માટે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે તમારા ઇષ્ટદેવમાં મહત્ત્વ છે નહીં. ખરું મહત્ત્વ તો અમારા ભગવાનમાં છે, કારણ કે તેઓ નિત્યનિર્દોષ છે (અનાદિકાળથી નિર્દોષ હતા, ને ભવિષ્યમાં રહેશે.) સમાધાન - “વીતરાગ મહત્ત્વવાળા (=મહાન) નથી, કારણ કે નિત્યનિર્દોષ નથી' આવું અનુમાન તમે જે કરવા માગો છો તે બરાબર નથી, કારણ કે નિત્યનિર્દોષ તો ઘડો, આકાશ વગેરે પણ છે જેમાં મહાનતા નથી જ. વળી, પહેલાં રાગ હતો અને પછી વિશેષ પ્રકારે (=સર્વથા ફરીથી ક્યારેય ન આવે એ રીતે) રાગ જે આત્મામાંથી નીકળી ગયો હોય એને વીતરાગ કહેવાય છે. પણ તમે તો આવા વીતરાગ ભગવાનું માનતા નથી, કારણકે નિત્યનિર્દોષ ભગવાન માનો છો. એટલે “વીતરાગ મહાનું નથી.' વગેરે કહેવું તમારા માટે ઉચિત નથી, અને પ્રત્યક્ષ વગેરે કોઈપણ પ્રમાણથી જો વીતરાગ તમને સિદ્ધ હોય તો તો એ જ પ્રમાણથી એની મહાનતા પણ સિદ્ધ થઈ શકવાથી તમારું આ કથન ઊભું જ નહીં રહી શકે. શંકા - તમે નિત્યનિર્દોષ તો ઘડો-આકાશ વગેરે પણ છે જેમાં મહત્ત્વ નથી..આવી જે આપત્તિ આપેલી હતી એનું વારણ કરવા અમે એમ કહીશું કે - “વીતરાગ મહાનું નથી, કારણકે નિત્યનિર્દોષ આત્મા નથી....” જે નિત્યનિર્દોષ આત્મા હોય તે જ મહાનું હોય, ઘડો આકાશ વગેરે નિત્યનિર્દોષ છે (કારણ કે એમાં પહેલેથી રાગાદિ દોષો રહેલા નથી) પણ આત્મા નથી, માટે એને મહાનું માની લેવાની આપત્તિ આવી શકતી નથી. સમાધાન - વિશ્વમાં જે જીવો જોવા મળે છે એમાં તો કોઈનામાં નિત્યનિર્દોષ આત્માપણું રહ્યું હોય એવું જોવા મળતું નથી. Page #122 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૫૭ એટલે તમારે એવા આત્માની કલ્પના જ કરવાની રહેશે...એટલે કે દોષાત્યન્નાભાવવાળા આત્માની (=જેમાં ક્યારેય દોષ હતા જ નહીં, પહેલેથી નિર્દોષ એવા આત્માની) કલ્પના કરવી પડશે. તો એના કરતાં તો દોષસની કલ્પના (= પહેલાં રાગાદિ દોષ હતા, પછી સાધના દ્વારા એ દોષોનો ધ્વંસ થયો એવી કલ્પના) કરવામાં લાઘવ છે, કારણકે એમાં માત્ર દોષધ્વંસની જ કલ્પના કરવાની રહે છે, દોષÜસવાળા આત્માની નહીં. તે પણ એટલા માટે કે દોષનો અત્યંતાભાવ ઘડા વગેરેમાં પણ રહેતો હોવાથી એની બાદબાકી કરવા માટે દોષાત્યતાભાવવાળા આત્માની વાત કરવી પડે છે. પણ દોષધ્વંસ તો, જ્યાં પહેલાં રાગાદિદોષ હોય ત્યાં જ રહેનાર હોવાથી ઘડા વગેરેમાં રહેવાનો પ્રશ્ન જ નથી... તેથી ત્યાં ‘દોષધ્વંસ’ આટલું જ કહેવા છતાં કોઈ પ્રશ્ન નિર્માણ થતો નથી. માટે દોષધ્વંસની કલ્પનામાં લાઘવ હોવાથી (=ઓછી કલ્પના કરવાની હોવાથી) એ જ કલ્પવું યોગ્ય છે. – શંકા - પણ આવો દોષધ્વંસ (=સર્વથા દોષનો નાશ) થવો શું શક્ય છે ? કોઈ આત્મામાં એ થયો હોય એમાં કોઈ પ્રમાણ છે ? સમાધાન હા. શ્રીસંમતભદ્રાચાર્યે નીચે પ્રમાણે અનુમાન આપ્યું છે - કોઈક આત્મામાં દોષ અને આવરણનો સર્વથા નાશ થાય છે, કારણકે એનું તારતમ્ય જોવા મળે છે. જે જે દોષ અને આવરણનો નાશ ઓછોવત્તો જોવા મળતો હોય છે તેનો તેનો ક્યાંક સર્વથા પણ નાશ થતો હોય છે. જેમકે સ્વહેતુથી થતો સુવર્ણના બાહ્ય અને આંતરિક મલનો નાશ. - અહીં રાગ-દ્વેષ વગેરે દોષો છે અને એના કારણે આત્મા પર ચોંટેલા જ્ઞાનાવરણ વગેરે કર્મ એ આવરણ છે. દૃષ્ટાંતમાં સુવર્ણનો Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આત્યંતર મલ એ દોષતુલ્ય જાણવો અને બાહ્યમલ એ આવરણ તુલ્ય જાણવો...કોઈક સુવર્ણમાં આ બન્ને મલ ઓછા હોય છે તો કોઈકમાં વધારે..આવું જોવા મળે છે. એનાથી સાબિત થાય છે કે સુવર્ણના શુદ્ધીકરણની પ્રક્રિયા ઓછા-વત્તા પ્રમાણમાં થઈ શકે છે. એ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ બાહ્ય-અભ્યતર બન્ને મલ વધુ ને વધુ ક્ષીણ થતા જાય છે...આ પ્રક્રિયા વધતા વધતા એક એવી પરિસ્થિતિ આવે છે કે જેથી બન્ને મલ સંપૂર્ણ ક્ષીણ થઈ જાય છે અને સુવર્ણ સંપૂર્ણ શુદ્ધ-૧૦૦ ટચનું થઈ જાય છે. આવું જ આત્મા માટે છે. આત્મામાં અનાદિકાળથી અત્યંતગાઢ-સ્વભાવ જેવા બની ગયેલા રાગ-દ્વેષ વગેરે દોષો છે. છતાં વિશ્વમાં જોવા મળે છે કે કેટલાક આત્માઓમાં એ ઘણા પ્રબળ હોય છે તો કેટલાક આત્મામાં એ મંદ પડી ગયેલા હોય છે. (આવું જ આવરણકર્મ અંગે પણ જાણવું.) એટલે જણાય છે કે રાગાદિની હાનિ થાય એવી કોઈક પ્રક્રિયા હોવી જોઈએ જે વધારે પ્રમાણમાં જ્યાં થઈ હોય છે તે આત્મામાં રાગાદિનું જોર ઓછું થઈ ગયેલું હોય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ હેતુઓની ઉપાસના એ આ પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયાને જો વધુ ને વધુ ચોકસાઈવાળી અને પ્રબળ કરવામાં આવે તો એક એવી પરિસ્થિતિ આવે છે કે એ આત્મામાંથી રાગ-દ્વેષ સર્વથા નિર્મુળ થઈ જાય છે અને એ આત્મા વીતરાગ બને છે. આ જ રીતે આવરણકર્મ પણ સંપૂર્ણતયા નિર્મૂળ થઈ શકે છે એનો અનુમાન પ્રયોગ જાણી લેવો. અહીં અનુમાન પ્રયોગ પણ કરી શકાય છે કે, દોષ અને આવરણ – આ બંને સંપૂર્ણ ક્ષીણ થનારી વસ્તુઓ છે, કારણકે અંશતઃ ક્ષીણ થનારી વસ્તુ છે, જેમકે સુવર્ણનો મલ. આમ સંપૂર્ણદોષધ્વસ શક્ય છે. જે આત્મામાં એ થાય છે એ આત્મામાં એ રૂપે મહત્ત્વ સિદ્ધ થાય છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૫૯ શંકા - જે જગત્કર્તા હોય તેનામાં મહાનતા રહે છે. વીતરાગ જગત્કર્તા નથી, માટે મહાનૂ નથી. સમાધાન આ જગત્નો કોઈ કર્તા છે જ નહીં. માટે જે જગત્કર્તા હોય તેનામાં મહાનતા હોય આવી વાત બરાબર નથી. શંકા - એક નાની કાગળની હોડી બનાવવી હોય તો પણ એને બનાવનાર કોઈક જોઈએ છે. એમ વિશ્વમાં ઘટ, પટ, મઠ, પુસ્તક વગેરે જે કાંઈ કાર્યો થાય છે એ દરેકના કુંભાર, વણકર વગેરે કર્તા હોય જ છે. આના પરથી નિશ્ચિત થાય છે કે જે કોઈ કાર્ય હોય છે તે કર્તુજન્ય જ હોય છે. તો ક્ષિતિ-પર્વત-નદી-ઝરણાં વગેરે પણ ઉત્પન્ન થયેલા હોવાથી ‘કાર્ય' રૂપ છે જ....ને કાર્યરૂપ છે માટે એ બધાનો કોઈક કર્તા હોવો જ જોઈએ. વળી આપણામાંથી જ એનો કોઈ કર્તા હોય એ સંભવતું નથી, કારણકે (૧) કર્તા એ જ બની શકે છે જેને ઉપાદાનકારણનું પ્રત્યક્ષ હોય. આપણામાંથી કોઈને પરમાણુ વગેરેનું પ્રત્યક્ષ નથી. તેથી આપણામાંથી કોઈ જ આત્મા પરમાણુમાંથી ક્ષણુક-ત્ર્યણુક આદિક્રમે ક્ષિતિ વગેરેનો કર્તા બની શકે એ સંભવિત નથી. (૨) વળી આપણા જેવા તો મારા-તમારા જેવા અનંતા આત્માઓ છે. એમાંથી કયા આત્માને કર્તા માનવો ? એમાં કોઈ વિનિગમક (નિશ્ચય કરાવી આપનાર દલીલ) નથી, માટે પણ આપણમાંથી તો કોઈ આત્માને કર્તા માની શકાતો નથી. તેથી ક્ષિતિ વગેરેરૂપ આ જગતના કર્તા તરીકે આપણા બધાથી વિલક્ષણ એવો એક અન્ય આત્મા કે જેને પરમાણુ વગેરેનું પ્રત્યક્ષ હોય એ સિદ્ધ થાય છે. એ જગત્કર્તા છે, એ ઈશ્વર છે, એ મહાન છે. સમાધાન ઘટ-પટ વગેરે કાર્યરૂપ છે અને ક્ષિતિ વગેરે કાર્યરૂપ છે, એ વાત બરાબર છે. પણ એટલા માત્રથી, ઘટ-પટ - Page #125 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે વગેરેના જો કુંભાર-વણકર વગેરે કર્તા છે તો ક્ષિતિ વગેરેનો પણ કોઇ કર્તા હોવો જ જોઈએ, આવી તારવણી કરવી એ બરાબર નથી કારણકે ઘટ-પટ વગેરેરૂપ કાર્ય કરતાં ક્ષિતિ વગેરે રૂપ કાર્ય અત્યંત વિલક્ષણ છે. શંકા - એ કઈ રીતે વિલક્ષણ છે ? સમાધાન - ઘડા વગેરે અંગે ‘આ કોઈકે બનાવ્યો છે' આવી બુદ્ધિ થાય છે, ક્ષિતિ વગેરે અંગે થતી નથી.. આ રીતે વિલક્ષણ છે. શંકા - એ તો ઘડાને બનાવતા કુંભારને આપણે જોયો છે, માટે એવી બુદ્ધિ થાય છે, ઈશ્વરે સર્જન કર્યું એ આપણે જોયું નથી, માટે એવી બુદ્ધિ ક્યાંથી થાય ? સમાધાન - સેંકડો સાલ પુરાણી ઈમારત કે જેને બનાવાતી વર્તમાન કોઈ મનુષ્ય જોઈ નથી કે કોણે બનાવી હતી ? એ કોઈ જ જાણતું નથી...એને અંગે પણ ‘આ કોઈકે બનાવી છે' એવી બુદ્ધિ થાય છે, જ્યારે ક્ષિતિ વગેરે અંગે આવી બુદ્ધિ ક્યારેય કોઈનેય થતી નથી. માટે ક્ષિતિ વગેરેને કોઈએ બનાવ્યા નથી, એમ સિદ્ધ થાય છે. ને તેથી એના કર્તા તરીકે કોઈ ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી. આમ, જગત્કર્તા કોઈ છે જ નહીં, તો ‘જેનામાં જગત્કર્તૃત્વ હોય તે મહાન્ હોય' વગેરે વાત ઊભી શી રીતે શકે ? જ્યારે વીતરાગમાં તો દોષÜસરૂપે મહાનતા આપણે સાબિત કરી ગયા છીએ, માટે વીતરાગ ભગવાન્ જ મહાન્ છે. શંકા - ઉપાદાન કારણભૂત માટીનું જેને પ્રત્યક્ષ નથી એવો પુરુષ ઘડો બનાવી શકતો નથી. માટે જણાય છે કે ઘડો અને તેના ઉપાદાન પ્રત્યક્ષાત્મક જ્ઞાનનો કાર્ય-કારણભાવ છે. એ જ રીતે પટ વગેરેનો પણ એના ઉપાદાન પ્રત્યક્ષરૂપ જ્ઞાન સાથે કાર્યકારણભાવ છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૬ ૧ આ બધા પરથી સિદ્ધ થાય છે કે કાર્ય માત્ર પ્રત્યે ઉપાદાનનું પ્રત્યક્ષ એ કારણ છે. તેથી લેણુકાદિ કાર્ય માટે એના ઉપાદાનભૂત પરમાણુ વગેરેનું પ્રત્યક્ષ જોઈએ જ. એ પ્રત્યક્ષ મારા તમારામાં સંભવતું નથી. માટે આપણા બધા કરતાં વિલક્ષણ એવો ઈશ્વરાત્મા આ પ્રત્યક્ષના જ્ઞાની તરીકે સિદ્ધ થાય છે. સમાધાન - આ રીતે જ્ઞાનને કાર્ય માત્ર પ્રત્યે કારણ માનવું એ અમને ઈષ્ટ જ છે (ઈષ્ટાપત્તિ જ છે), કારણકે અમે પણ એવું માનીએ જ છીએ. શંકા - આવાં કાર્યો તો સૃષ્ટિકાળથી ચાલ્યા કરે છે. એટલે તેના ઉપાદાન પ્રત્યક્ષ-જ્ઞાનનો જ્ઞાની કોને માનશો ? કારણકે તમને માન્ય સર્વજ્ઞ તો દોષધ્વસ થયા પછી સર્વજ્ઞ બન્યા છે. જ્યારે આ કાર્યો તો એ પૂર્વે પણ થતા હતા. એટલે એ કાર્યોના ઉપાદાનપ્રત્યક્ષના આશ્રયભૂત નિત્યજ્ઞાની-નિત્યનિર્દોષ આત્મા જગત્કર્તા તરીકે સિદ્ધ થાય છે. સમાધાન - આ કાર્યો જેમ અનાદિકાળથી ચાલે છે એમ સર્વજ્ઞભગવંતો પણ પ્રવાહથી અનાદિ છે. એટલે કે કોઈ કાળ એવો હતો નહીં કે જ્યારે કોઈ જ સર્વજ્ઞ ન હોય. માટે એ પ્રત્યક્ષના જ્ઞાની તરીકે કોઈ નવા નિત્યનિર્દોષ ઈશ્વરાત્માની કલ્પના કરવાની જરૂર નથી. શંકા - ક્યણુકાદિ કાર્ય પ્રત્યે પણ જ્ઞાન કારણ તરીકે તમને માન્ય છે, એવું કયા શાસ્ત્રવચનના આધારે કહો છો ? સમાધાન - “ભગવાને જે પ્રમાણે જે જોયું હોય તે પ્રમાણે તે પરિણામે છે' આવું જણાવનાર શાસ્ત્રવચનના આધારે. આનો સૂચિતાર્થ સ્પષ્ટ છે કે તે તે વસ્તુ તે તે રૂપે પરિણમવા માટે ભગવજ્ઞાનને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ અનુસરે છે. માટે ભગવાન એની પ્રત્યે કારણ છે. શંકા - ઘડો એ ભારે પદાર્થ છે. એ અદ્ધર રહી શકતો નથી. એને હાથથી પકડવો પડે છે, તો આ બ્રહ્માંડ પણ ખૂબ જ ભારે પદાર્થ છે. માટે એને પણ ધારી રાખનાર કોઈ જોઈએ જ, જે ઈશ્વરાત્મા છે. બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સમાધાન - જીવાત્માઓનો ધર્મ અને લોકસ્વભાવ જ એને ધારી રાખે છે, પછી નવા ધારી રાખનાર ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર ? વળી કોઈપણ વસ્તુને પકડી રાખવા માટે હાથ વગેરે કંઈક જોઈએ છે. બ્રહ્માંડને પકડી રાખનાર આવું કશું ક્યાંય જોવા મળતું નથી. માટે કોઈકે એને પકડી રાખેલ છે એવું માનવું ઉચિત નથી. શંકા - જીવાત્માએ કશું પકડવું હોય તો હાથ વગેરે રૂપ મૂર્ત સાધન જોઈએ. ઈશ્વરાત્મા તો એવા અચિન્ત્યસ્વભાવવાળા છે કે એવા કોઈપણ પ્રકારના મૂર્તસાધન વિના જ બ્રહ્માંડને ધારી શકે છે. સમાધાન - આનો અર્થ એ થયો કે કોઈ એક વિશિષ્ટ સ્વભાવથી આ ધારણ થાય છે. હવે આ સ્વભાવ કોનો માનવો ? એટલો જ પ્રશ્ન રહે છે. તો એમાં લોકનો જ સ્વભાવ (=લોકસ્વભાવ) માનવો જ ઉચિત છે કારણ કે લોકની નવી કલ્પના કરવી પડતી નથી. જ્યારે ઈશ્વરનો એવો સ્વભાવ માનવામાં, સ્વભાવની કલ્પના તો કરવાની જ છે, ઉપરાંત ઈશ્વરની પણ કલ્પના વધારામાં કરવી પડે છે, તેથી એમાં ગૌરવ હોવાથી એ કલ્પના ઉચિત નથી. આમ, બ્રહ્માંડાદિને ધારી રાખનાર તરીકે પણ ઈશ્વરાત્માની સિદ્ધિ થતી નથી. બૌદ્ધ ઃ તારા ભગવાન્ જિનેશ્વરદેવે ત્રણસો અઠ્યાશી કરોડ એંશી લાખ જેટલું પરિમિત દાન આપ્યું હોવાથી એ મહાન્ નથી. જ્યારે અમારા બોધિસત્ત્વ અસંખ્ય દાન દીધું હોવાનું કહેવાયું છે. કહ્યું Page #128 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૬૩ છે કે – “બજારુમાલના આ ઢગલાઓ પર્વતની પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. રતોના આ ઢગલાઓ પોતાના કિરણો વડે સૂર્યની પ્રજાને આક્રાન્ત કરી ચમકી રહ્યા છે, આ શ્રેષ્ઠ મોતીઓના સમૂહથી રચાયેલા હાર છે જે બધાને સ્વગૃહમાંથી પોતાના હોય એ મુજબ સ્વેચ્છાનુસાર લોક લઈ જાય છે.” આમ બોધિસત્ત્વમાં બહુવિભૂતિ હોવી જણાય છે ને કૃપણતાનો અભાવ હોવો જણાય છે, કારણકે અસંખ્યદાનદાતૃત્વ છે. જયારે જિનેશ્વરદેવે તો પરિમિતદાન આપ્યું હોવાથી એમની પાસે પુષ્કળ વૈભવ હતો નહીં ને કૃપણતા હતી એ જણાય છે. માટે બોધિસત્ત્વમાં મહાનતા હતી, જિનમાં નહીં, એ નિશ્ચિત થાય છે. જૈન : શ્રી આવશ્યકનિર્યુક્તિગ્રન્થમાં વરવરિકા કહી છે. એટલે કે ચારેકોર વરદાન માગો-વરદાન માગો એવી ઘોષણા કરાય છે. જે યાચક જે ઇચ્છતો હોય એને એનું દાન કરવું એ શાસ્ત્રીયમર્યાદામાં કિમિચ્છક કહેવાય છે. ચારે નિકાયના દેવો-ઈન્દ્રોરાજાઓ વગેરેથી પૂજાયેલા શ્રીજિનના દીક્ષાકાળે વરવરિકાની ઘોષણાપૂર્વક અનેક પ્રકારનું કિમિચ્છક દેવાય છે. જો ધનનો કે ઉદારતાનો અભાવ હોય તો આવી વરવરિકા સંભવતી નથી. માટે જણાય છે કે પ્રભુએ દાન પરિમિત જે આપ્યું તે, પ્રભુની પાસે વધુ ધન હતું નહીં એ કારણે નહીં કે એવી ઉદારતા નહોતી (કૃપણતા હતી) એ કારણે પણ નહીં. હવે, આ બે કારણ હતા નહીં ને છતાં દાન પરિમિત થયું છે એ હકીકત છે, માટે માનવું પડે કે અપરિમિતદાન લઈ જાય એવા વાચકો કે એટલા યાચકો હતા જ નહીં, માટે દાન અપરિમિત થયું નહોતું. યાકિની મહત્તરાસૂનું શ્રીહરિભદ્રસૂરિ મહારાજે અષ્ટકપ્રકરણગ્રસ્થમાં આ વાત કરેલી જ છે. Page #129 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે શંકા - દુનિયા મોટાભાગે દરિદ્રતાથી પીડાય છે. એટલે વિરાટ દુનિયામાં એટલા યાચકો હતા નહીં, એવું શી રીતે સંભવે ? સમાધાન : અહિંસામાં સિદ્ધયોગી એવા (=અહિંસાને જેમણે આત્મસાત્ કરી દીધી છે એવા)પ્રભુને પામીને હિંસક એવા પણ પશુ-પંખી જેમ પોતાના હિંસકભાવને છોડીને અહિંસક બની જાય છે. એમ સંતોષગુણમાં સિદ્ધયોગી એવા પ્રભુને પામીને યાચકો પણ સંતોષી બની જાય છે. આશય એ છે કે ધનગ્રહણ કરવાની ઇચ્છા જગાડનાર લોભમોહનીય વગેરે કર્મ બે પ્રકારનું હોય છે, સોપક્રમ અને નિરુપક્રમ. જે જીવોનું એ કર્મ માત્ર સોપક્રમ જ હોય છે એ જીવોનું એ કર્મ સંતોષગુણના સિદ્ધયોગી એવા પ્રભુસ્વરૂપ દ્રવ્યને પામીને શાંત થઈ જાય છે. (આપણાં કર્મો ઉદયમાં આવવા-ન આવવા ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવની અસર હોય છે.) આમ લોભજનક કર્મ શાંત થઈ ગયું એટલે એ જીવો સંતોષના પરમસુખને અનુભવે છે. ને તેથી ધનયાચના કરવાની ઇચ્છા પણ ઊભી રહેતી નથી. આ સિવાયના યાચકોને લોભજનક કર્મ જેટલા અંશે સોપક્રમ હોય છે એટલા અંશે તો શાંત જ થઈ જાય છે, અને જેટલા અંશે એ નિરુપક્રમ હોય છે એટલા અંશે એ શાંત થતું ન હોવાથી એને અનુરૂપ ધનની ઇચ્છા તેઓને ઊભી રહે છે, ને તેથી તેઓ એટલા અંશે ધનની યાચના કરે છે. માટે, દાન દેવાની બિલકુલ આવશ્યકતા જ રહેતી ન હોવાથી સર્વથા દાનાભાવ થઈ જાય એવું બનતું નથી. ૨૬૪ આમ શ્રીજિનને પામીને યાચકોને જો સોપક્રમકર્મ હોય તો ઇચ્છાશૂન્યતારૂપ સંતોષનું અને જો નિરુપક્રમ કર્મ હોય તો પરિમિત ઇચ્છારૂપ સંતોષનું સુખ પ્રાપ્ત થાય છે. વળી એ વખતે તેઓ ધર્મમાં રત બને છે. તેમજ તત્ત્વદર્શી બને છે. માટે શ્રીજિનેશ્વરદેવમાં જ સાચું મહત્ત્વ છે ને તેથી તેઓ જ જગદ્ગુરુ છે. એ વાત નિઃશંક જાણવી. Page #130 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૫ ૨૬૫ શંકા - શ્રી જિન દાન આપે છે એનો અર્થ જ એ કે એમણે હજુ કોઈ ને કોઈ ફળની આશા રહી છે. એટલે તેઓના સઘળાં પ્રયોજનો હજુ સિદ્ધ થયા ન હોવાથી તેઓમાં અકૃતાર્થતા હોય છે. તેથી જ તેઓ મહાન્ નથી એ નિશ્ચિત થાય છે. સમાધાન - તીર્થંકરપણાંના કારણભૂત વિશિષ્ટ પુણ્યકર્મ આ રીતે દાનાદિ કરાવીને જ ભોગવાતું હોય છે, એ વિના નહીં. એટલે જ તો દરેક શ્રીતીર્થંકરદેવોની દાનાદિપ્રવૃત્તિ થાય જ છે. એટલે આવી દાનાદિપ્રવૃત્તિ શ્રીતીર્થંકરોનો કલ્પ જ છે. ને આવો કલ્પ હોવાથી જ તેઓ દાન આપે છે, નહીં કે કોઈ ફળની આશાથી. માટે તેઓ અકૃતાર્થ છે એવું આ દાનાદિથી સાબિત થઈ શકતું નથી, ને તેથી તેઓ મહાન નથી એ પણ સાબિત થઈ શકતું નથી. પુણ્ય-પાપના ચાર ભાંગા હોય છે. (૧) પુણ્યાનુબંધી પુણ્ય - જેમ કોઈક પુરુષ સારા ઘરમાંથી વધુ સારા ઘરમાં જાય છે એમ પુણ્યાનુબંધી પુણ્યરૂપ સુધર્મના પ્રભાવે જીવ મનુષ્યાદિગતિમાંથી વધુ સારી દેવાદિ ગતિમાં જાય છે. (એટલે કે એ પુણ્યનો ઉદય વધુ સારા શુભભાવોને પેદા કરે છે.) (૨) પાપાનુબંધી પુણ્ય - કો'ક પુરુષ સારા ઘરમાંથી ખરાબ ઘરમાં જાય છે એમ જીવ પાપાનુબંધી પુણ્યરૂપ અસદ્ધર્મથી સારા ભવમાંથી ખરાબભવમાં જાય છે. (૩) પાપાનુબંધી પાપ : કો'ક ખરાબઘરમાંથી જેમ વધુ ખરાબ ઘરમાં જાય છે તેમ પાપાનુબંધી પાપરૂપ મહાપાપથી જીવ ખરાબ ભવમાંથી વધારે ખરાબ ભવમાં જાય છે. (૪) પુણ્યાનુબંધી પાપ : કો'ક જીવ ખરાબ ઘરમાંથી જેમ સારા ઘરમાં જાય છે તેમ પુણ્યાનુબંધી પાપરૂપ સુધર્મથી જીવ ખરાબ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ગતિમાંથી સારી ગતિમાં જાય છે. અહીં પાપનો સુધર્મરૂપે જે ઉલ્લેખ કર્યો છે તે “પુણ્યાનુબંધી હોવાથી ઉપચાર દ્વારા જાણવો. તીર્થંકરપણાનું પુણ્ય આ ચારમાંથી પ્રથમભંગવર્તી હોય છે. જન્મમહોત્સવ, રાજ્યભોગ વગેરેમાં ભોગવાતાં ભોગવાતાં શેષ બચેલું પણ તે પુણ્ય ઉચિતક્રિયાઓ કરાવવામાં જ કુશળ હોય છે. એટલે એ કર્મ એક ઉચિતક્રિયા રૂપે જ દાન દેવરાવે છે. શ્રી જિનનામકર્મ આવી અનેક વિશિષ્ટતાઓ ધરાવે છે. ને તેથી તે તે પ્રસંગે તે તે અવસરને ઉચિત પ્રવૃત્તિ એ કરાવે છે. આવી કેટલીક ઉચિત પ્રવૃત્તિઓમાંની એક છે – પ્રભુવીરનો ગર્ભાવસ્થામાં લીધેલો અભિગ્રહ. શંકા - “માતા-પિતાના જીવતા મારે દીક્ષા લેવી નહીં આવો પ્રભુવીરે ગર્ભાવસ્થામાં નિયમ લીધો હતો. આ નિયમ ચારિત્રને પ્રતિકૂળ હોવાથી ઉચિત શી રીતે કહેવાય ? સમાધાન - પ્રભુ માત-પિતાના ગાઢમમત્વને જાણે છે. પોતાની દીક્ષાના કારણે પુત્રવિરહનો ગાઢ ઉદ્વેગ મૃત્યુ સુધી પહોંચાડી શકે. શાસનના આદ્યપુરુષ-સ્થાપકપુરુષની દીક્ષાના અવસરે આ એક બહુ મોટું અપમંગળ થઈ જાય જે કોઈ રીતે ઉચિત નથી. વળી, પોતાનું ચારિત્રમોહનીયકર્મ સોપક્રમ છે. એટલે પ્રબળ વૈરાગ્યપ્રયુક્ત વિરતિપરિણામથી એ વિનાશ પામી જાય ને સંયમ મળી જાય એ પ્રભુ જાણે છે. તેથી, એ કર્મ વિનાશ ન પામી જાય એવું ગાઢ બને એ માટે પ્રભુએ આવો અભિગ્રહ લીધો. સામાન્યથી અભિગ્રહ ચારિત્ર લેવાનો હોય, નહીં લેવાનો નહીં. માટે એ દૃષ્ટિએ આ એક અવળા પુરુષાર્થ જેવું છે. છતાં એ ઉચિત પ્રવૃત્તિરૂપ એટલા માટે છે કે - (૧) એનાથી માતપિતાના ઉદ્વેગની અટકાયત થઈ. તથા માત-પિતાને ઉગ ન પહોંચાડવો એવો જગતુને સંદેશ આપી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ બત્રીશી-૪, લેખાંક-૨૫ શકાયો.. (૨) આરાધના અંગેના નકારાત્મક વિચારો-નકારાત્મક ઇચ્છા-નકારાત્મક સંકલ્પ...આ બધું અવળા પુરુષાર્થરૂપ છે. આ અવળો પુરુષાર્થ આરાધનામાં પ્રતિબંધક કર્મોનો બંધ કરાવનાર છે, આવું ભવ્યજીવોને સમજાવી શકાયું... તથા (૩) ગૃહવાસ, માતપિતાની સેવા વગેરે ક્રમે પ્રવજ્યા એ ન્યાયસંગત પ્રવ્રજ્યા છે. એનો સંપાદક હોવાથી આ અભિગ્રહ ઉચિત હતો. શંકા - આ અભિગ્રહથી એટલા કામ પૂરતો ચારિત્રનો નિષેધ થયો. માટે એ ઉચિત શી રીતે ? સમાધાન - જેમ કાળાન્તરે ઘણી શક્તિ પ્રદાન કરનાર દૂધ વગેરેનો અમુક અવસ્થામાં કરાયેલો નિષેધ પણ ઉચિત જ ગણાય છે એમ કાળાન્તરે (=માતપિતાના સ્વર્ગગમન બાદ) બહુફળ આપનાર ચારિત્રનો માતા-પિતાના જીવનકાળ દરમ્યાન જે નિષેધ થયો તે ઉચિત ન જ હોય એમ કહી ન શકાય. આ અંગે વિશેષવાત આગળ લેખમાં જોઈશું. તો કાંઈજ હતું નહીં, તો શામાંથી બનાવ્યું? વળી ઈશ્વરદયાળુ છે કે ક્રૂર? ક્રૂર વ્યક્તિ ઈશ્વર હોય શકે નહીં. જો દયાળુ છે તો દુ:ખોનું અને દુર્ગતિઓનું સર્જન શા માટે કર્યું? બધા જીવોને સુખી જ બનાવવા જોઈએ ને? જેવા જેના કર્મો હોય એ પ્રમાણે એ જીવને સારું-નરસું મળે એમ જો કહીએ તો, જીવ દ્વારા કર્મો અને કર્મો દ્વારા સારું-નરસું બન્યા કરે છે. એમ જીવ અને કર્મ (પુદ્ગલ)દ્વારા જ વિશ્વનું સંચાલન થયા કરે છે, પછી એ માટે ઈશ્વરની કલ્પના કરવાની શી જરૂર છે? ઈશ્વર સર્જનહાર માનવામાં આવા બધા ઢગલાબંધ પ્રશ્નો ઉભા થાય છે જેના કોઈ સંતોષકારક ઉત્તર મળી શકતા નથી. માટે ઈશ્વર સર્જનહાર નથી, પણ આ વિશ્વ અનાદિકાળથી હતું, છે અને અનંતકાળ સુધી રહેશે.એમ માનવું જ યોગ્ય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ માતા-પિતાની શુશ્રુષા એ ૨૬ પ્રવ્રજ્યાનું શ્રેષ્ઠ પ્રારંભમંગળ છે, કારણકે માતા-પિતા એ ધર્મપ્રવૃત્ત મનુષ્યો માટે મહત્ત્વનું પૂજાસ્થાન છે.' આવા બધા કારણે, માતા પિતાના ઉદ્વેગનો નિવારક હોવાથી પ્રભુવીરનો અભિગ્રહ ઉચિત હતો એ આપણે વિચારી રહ્યા છીએ. લેખાંક શંકા - મુમુક્ષુ ચારિત્ર લે એમાં એનો માતાપિતાને ઉદ્વેગ પમાડવાનો આશય હોતો નથી. એમાં પોતે નિમિત્ત બને છે એ વાત સાચી...પણ એમ તો એવા ઘણા અનિષ્ટોમાં નિમિત્ત બનાતું જ હોય છે, તો શું પ્રવ્રજ્યા લેવી જ નહીં ? માટે એવા કારણે જેમ પ્રવ્રજ્યા અન્યાય્ય બની જતી નથી એમ પ્રસ્તુતમાં પણ કાંઈ અન્યાય્ય બની જતી નથી. માટે આ રીતે પ્રવ્રજ્યાનો વિલંબ અયોગ્ય છે. સમાધાન - માતાપિતાનો ખેદ જેનાથી અટકે એવો ઉપાય શક્ય હોવા છતાં ન અજમાવવો, એમાં કૃતજ્ઞતા ગુણની હાનિ થાય છે, જે ઉચિત નથી. કહ્યું જ છે કે તે જ પુરુષ લોકમાં કૃતજ્ઞ છે, તે જ ધર્મગુરુનો પૂજક બને છે, અને તે જ શુદ્ધધર્મનું ભાજન બને છે જે માતાપિતાની સેવા કરીને પ્રવ્રજ્યા સ્વીકારે છે. શંકા - તો તો પછી જો માત-પિતા ખૂબ દુઃખી થતા હોય ને તેથી રજા ન આપતા હોય તો મુમુક્ષુએ એમનો ત્યાગ ન કરવો જોઈએ, ને દીક્ષા ન લેવી જોઈએ. સમાધાન - તમારી વાત બરાબર નથી, કારણકે શ્રી પંચસૂત્રત્રીજાસૂત્રમાં કહ્યું છે કે - માતાપિતા બોધ ન પામતા હોય તો કોઈપણ રીતે તેમને બોધ પમાડી પ્રવ્રજ્યાને અભિમુખ કરવા. તેમ છતાં Page #134 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૬ ૨૬૯ વિચિત્ર કર્મપરિણતિના કારણે બોધ ન પામે તો તેઓના જીવનનિર્વાહની યથાશક્તિ વ્યવસ્થા કરીને પછી તેઓની અનુજ્ઞા લઈ દીક્ષા લેવી. છતાં તેઓ રજા ન આપે તો દિલથી નિષ્કપટ રહી બહારથી માયા કરવી કે ‘હું અલ્પ આયુષ્યવાળો છું’ વગેરે જેથી તેઓ રજા આપે. ને છતાં તેઓ રજા ન આપે તો તેઓનો ત્યાગ કરવો. આ રીતે કરેલો તેઓનો ત્યાગ પણ વસ્તુતઃ ગ્લાનૌષધન્યાયે અત્યાગ જ છે. તે આ રીતે - માતા-પિતા જંગલમાં બિમાર પડી ગયા. ત્યાં ઔષધાદિની કોઈ સંભાવના નથી. સાથે રહેલો પુત્ર જંગલ બહાર આવેલા ગામમાંથી ઔષધ લાવવા જવા માટે ઇચ્છે છે. મા-બાપ એકદમ રડતાં રડતાં કહે છે – અમારી આવી હાલત છે ને તું અમને છોડી જવાની વાત કરે છે ? તું ચાલ્યો જાય તો પછી અમારું શું થાય ? પુત્ર વિચારે છે કે ‘જો એમની આ વાતથી અહીં રહી જઈશ તો ઔષધ વગર એમનો રોગ વધતો જશે. તેમ દિવસો જતાં મારું ભાથું પણ ખલાસ થઈ જશે. પછી હું પણ એમની સેવા શી રીતે કરી શકીશ ? અંતે અમે બધા મરી જઈશું...એના કરતાં શીઘ્રગામમાં જઈ મારું નવું ભાથું અને એમનું ઔષધ લઈ આવું તો અંતે બધા સુખેથી જંગલ પસાર કરી શકીશું...આ રીતે માતાપિતાને ઉપકારક ઔષધ લાવવા માટે કરાતો એમનો ત્યાગ એ વાસ્તવમાં જેમ અત્યાગ જ છે એમ પ્રસ્તુતમાં જાણવું, કારણકે પ્રવ્રજ્યા એ ભવરોગ માટે ઔષધરૂપ હોઈ સ્વપરને ઉપકારક છે.' આશય એ છે કે સંસાર એ ભવાટવી જંગલ છે. એમાં રહેલા જીવોને રાગ-દ્વેષાદિ કે કર્મ વગેરે રૂપ રોગ વળગેલો છે જેના કારણે જીવ દુ:ખી દુ:ખી રહે છે. આ ભવરોગ છે. પ્રવ્રજ્યા આ રોગને મટાડી સંસારજંગલમાંથી પાર પમાડી મોક્ષનગરે પહોંચાડનાર છે. = Page #135 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે મુમુક્ષુ પ્રવ્રજ્યા લઈને સાધના કરતાં કરતાં ક્રમે કરીને માતપિતાને પણ આ ઔષધ પમાડી નિરોગી બનાવવા ઇચ્છે છે. પણ એ માટે માતપિતાને રડતાં પણ છોડીને પોતે દીક્ષા લેવી જ પડે. (માતપિતાની રજા ન હોય...ને તેથી ભાગીને દીક્ષા લીધી હોય એવા સાધુઓએ પાછળથી પોતાના માતપિતાને પણ દીક્ષા અપાવી હોય એવા આજે પણ ઢગલાબંધ દૃષ્ટાંતો છે.) ને એના બદલે માતપિતાના દુ:ખથી દ્રવીને જે સંસારમાં રહી જાય છે, એ પછી તો પોતે પણ સંસારમાં ભટકે છે ને માતપિતા પણ ભટકતા રહે છે. કારણકે સંસાર કોનું નામ? ઢગલાબંધ પાપ કરાવે જ. એટલે આ રીતે દીક્ષા ન લેનાર જ પોતાને અને માતપિતાને પરમ આત્મહિતથી વંચિત રાખે છે. માટે વસ્તુતઃ આ જ માતપિતાનો ત્યાગ છે એ ન કરવો હોય તો મુમુક્ષુએ દીક્ષા લેવી જ જોઈએ. શંકા રાજ્ય વગેરે, મહાપાપના કારણભૂત છે મહાઅધિકરણ છે. એમ શિલ્પાદિમાં પણ ઘણો આરંભસમારંભ રહ્યો છે. એટલે સ્વપુત્રાદિને રાજ્ય આપનારા અને લોકને શિલ્પાદિ શીખવનારા અરિહંત શ્રીૠષભદેવ ભગવામાં મહત્ત્વ શી રીતે હોય? – સમાધાન - યુગલિકકાળ પૂર્ણ થયેલો...પ્રાપ્તિ કરતાં ઇચ્છા વધવા માંડેલી. ને તેથી પરસ્પર તીવ્રકલહ વગેરે રૂપ અધિક-ભારે દોષો સંભવિત બનેલા. એના નિવારણ માટે પ્રભુએ રાજ્યપ્રદાનાદિ કર્યા. માટે એમાં અલ્પદોષ હોવા છતાં એ ઉચિતપ્રવૃત્તિ હતી. બીજાઓના અધિકદોષનું નિવારણ કરે એવી શક્તિ હોવા છતાં માધ્યસ્થ્યરૂપ ઉપેક્ષા દાખવવી એ પરોપકારમાત્ર કરણના શુદ્ધ આશયવાળા મહાત્માઓ માટે અયોગ્ય છે. માટે પરાર્થ માટે ઉદ્યમશીલ જગદ્ગુરુ ભગવાન માટે તો એ નિર્વિવાદ ગુણાવહ જ હતું. દોષાવહ નહીં. એ જ રીતે વિવાહની વ્યવસ્થા, શિલ્પનિરૂપણ વગેરે પણ દુરાચારનો નિષેધ વગેરે કરનાર - Page #136 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૬ ૨૭૧ હોવાથી અનુચિત ન હતાં, કારણ કે પ્રકૃષ્ટ પુણ્ય આ રીતે જ ભોગવાય છે. જેમકે – સ્વપુત્રની સાપ વગેરેથી રક્ષા કરવા માટે એને ખાડામાંથી ખેંચી કાઢવામાં બાળકની હડપચી - ઘૂંટણ વગેરે અંગો છોલાઈ પણ જાય. તો પણ માતા દોષપાત્ર નથી બનતી, તેમ પ્રસ્તુતમાં જાણવું, કારણ કે બન્નેમાં મોટા અનર્થથી બચાવવાનો ઉપકાર કરવાનો આશય છે. બાકી, જેનું વારણ અસંભવિત છે એવા અલ્પદોષ માત્રને આગળ કરીને બહુ ગુણકર કાર્યને પણ જો દુષ્ટ માનવાનું હોય તો ભગવાને ધર્મોપદેશ જે આપ્યો તે પણ દુષ્ટ ઠરી જશે, કારણકે આસન્નભવ્યોને એનાથી ઉપકાર થતો હોવા છતાં મિથ્યાત્વના મૂળભૂત બૌદ્ધદર્શનાદિ નયો પણ એમાંથી જ ઉત્પન્ન થાય છે. આમ ધર્મદેશનાથી પણ આટલો દોષ સંભવિત હોવાથી એને પણ અનુચિત પ્રવૃત્તિ કહેવી પડે જે યોગ્ય નથી. બૌદ્ધ : અમારા ભગવાન્ બુદ્ધનું એવું કુશળચિત્ત હતું કે “આ જગતના સઘળા પાપો મારામાં સંક્રાન્ત થઈ જાઓ અને મારા ધર્મથી જગના સઘળા જીવો મુક્ત થઈ જાઓ.” આમ સ્વધર્મથી જગન્ના જીવોની મુક્તિની ઇચ્છા અને તેઓના પાપ લઈ લઈને તેઓની દુઃખમુક્તિની ઇચ્છા...આવો શુભપરિણામ તમારા જિનને ન હોવાથી તેઓમાં મહત્ત્વ સંભવતું નથી. જૈન ઃ તમે કહ્યું એવું ચિત્ત એ અસંભવિતવાતની ઇચ્છારૂપ હોવાથી મોહનીયના ઉદયથી સંકળાયેલું હોય છે. જો આવી ઇચ્છાનો વિષય વાસ્તવિક હોય તો તો એક પણ બુદ્ધનો મોક્ષ થાય જ નહીં, કારણકે અન્યના પાપ પોતાનામાં સંક્રાન્ત થઈ ગયા હોય. પણ બુદ્ધનો મોક્ષ તો તમારા આગમોમાં કહ્યો જ છે. માટે જણાય છે કે આ વાત સંભવિત નથી. આમ અવિદ્યમાનવિષયવાળું એવું પણ આવું ચિત્ત જો કુશળ હોય તો તો “સર્વજીવોનું અજ્ઞાન મારામાં આવી જાઓ” Page #137 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે સર્વજીવોના ક્રોધાદિ દોષો મારામાં આવી જાઓ ' વગેરે વિચારને પણ કુશળ ચિત્ત કહેવાની આપત્તિ આવે. વળી, જેઓને તૃણ અને મણિ સમાન છે એવા શ્રી જિનમાં સર્વસાવદ્યવ્યાપારથી નિવૃત્તિરૂપ જે સામાયિક પરિણામ હોય છે તે આ તમે કહેલા ચિત્તથી બેશક ઘણો જ સુંદર - સર્વશ્રેષ્ઠ પરિણામ છે, માટે શ્રી જિનમાં મહત્ત્વ શા માટે નહીં? ૨૭૨ વળી, મોહોદય ન હોવાથી સઘળા ખળભળાટ વિનાનું નિસ્તરંગચિત્ત ધરાવનાર શ્રીજિનને અવાસ્તવિક વિષયવાળું મોહોદયજન્ય ચિત્ત અસુંદર છે. આમ નિર્મોહતાનું વિરોધી હોવાથી એવું કુશળચિત્ત સર્વશ્રેષ્ઠ નથી. પ્રશસ્તરાગવાળી સરાગ અવસ્થામાં આવું કુશળ ચિત્ત એ બોધિ, આરોગ્યલાભ, ઉત્તમસમાધિ વગેરેની પ્રાર્થનાયુક્ત કુશળચિત્તને સમાન હોવાથી પ્રશસ્ત પણ છે. અસંભવિત વિષયવાળા વચન અને મન પણ શુભભાવોનો ઉત્કર્ષ કરાવનાર હોવાથી ભાષાના ચોથા ભંગમાં સમાવેશ પામે છે. આશય એ છે કે ભગવાન્ તો વીતરાગ છે. માટે તેઓ પ્રસન્ન થઈને આપણને બોધિ આપે વગેરે સંભવિત નથી. તેમ છતાં ‘પ્રભુ પ્રસન્ન થઈને મને બોધિ આપો' વગેરે પ્રાર્થના થાય છે ને એનાથી શુભભાવોનો પ્રકર્ષ થતો હોવાથી આવશ્યકનિર્યુક્તિમાં એવા વચનનો, સત્ય, મૃષા, મિશ્ર અને વ્યવહાર એવા ભાષાના ચાર ભેદમાંથી ચોથા ભેદમાં સમાવેશ હોવો કહ્યો છે. પણ આવી પ્રાર્થના વિકલ્પાત્મક ભક્તિભાવ પ્રયુક્ત પ્રાર્થનારૂપ હોવાથી વીતરાગને સંભવતી નથી, કારણકે વીતરાગને વિકલ્પો પણ હોતા નથી ને કૃતકૃત્ય હોવાથી પ્રાર્થના પણ હોતી નથી. એટલે વીતરાગ અવસ્થામાં આવી પ્રાર્થનાની જેમ તમે કહ્યું હોવું કુશળચિત્ત પણ સંભવતું નથી... સામાયિક પરિણામ એ જ સર્વશ્રેષ્ઠ ચિત્તપરિણામરૂપે વિદ્યમાન હોય છે ને તેથી મહાનતા પણ હોય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૬ ૨૭૩ આમ શ્રીજિનમાં મહત્ત્વની સ્થાપના કરીને અને જુદી જુદી અનેક રીતે આશંકિત મહત્ત્વાભાવનું નિરાકરણ કરીને છેવટે જિનમહત્ત્વ બત્રીશીનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે. પદાર્થ પર રાગદ્વેષ કરવાના નહીં, માત્ર સઘળા પદાર્થોનું જ્ઞાન કરવાના સ્વભાવવાળા અને તેથી અનુપકારી પર પણ ઉપકાર કરનારા અને અગૂઢલક્ષણવાળા ભગવાન મહાન છે એવું મને લાગે છે. અથવા પદાર્થમાત્ર રસિક એટલે પદાર્થના વાસ્તવિક સ્વરૂપમાં રસિક, ‘પરસ્પરોપગ્રહો જીવાનામ્' સૂત્રાનુસારે અન્યજીવો પર ઉપકાર કરવો એ જીવનું - પોતાનું સ્વરૂપ છે. તેના રસિક હોવાથી ભગવાન અનુપકારી પર પણ ઉપકાર કરે છે. એમ ‘ઉપયોગલક્ષણો જીવ:' અનુસારે સર્વ પદાર્થોનું જ્ઞાન કરવાના સ્વરૂપવાળા હોવાથી ભગવાન અગૂઢલક્ષણવાળા છે. આવા ભગવાન મહાન છે એવું મને લાગે છે. એ ભગવાન ના વાચક ‘અર્હમ્’ એ અક્ષરો જેના ચિત્તમાં હરહંમેશ સ્ફુરિત રહે છે તે ભવ્યજીવ, તે શબ્દબ્રહ્મથી પર બ્રહ્મની પ્રાપ્તિ કરે છે. અન્ય ધર્મીઓ હજારો વર્ષ સુધી યોગની ઉપાસના કર્યા કરો. હંત ! શ્રી અર્હન્ દેવની ઉપાસના વગર તેઓ પરમપદને પામવાના નથી. શ્રી અરિહંતદેવના ધ્યાનથી આ (સંસારી) આત્મા પરમાત્મપણું પામે છે, જેમ રસાનુવિદ્ધ તાંબુ સ્વર્ણપણું પામે છે. માટે આ અરિહંતદેવ જ પૂજ્ય છે, એ જ સ્મરણીય છે, એ જ આદરપૂર્વક સેવનીય છે. જો તમારામાં ચૈતન્ય છે (કદાગ્રહ પ્રેરિત પૂજ્યાપૂજ્ય વગેરેનો વિવેક કરવાની તૈયારીના પણ અભાવ રૂપ જો જડતા નથી) તો આ શ્રી અરિહંતદેવના શાસનમાં જ ભક્તિ કરવા જેવી છે. સારી જિંદગી શ્રુતસાગરમાં ડૂબકીઓ જે મારી છે એનાથી મને આ સારભૂત રત્ન પ્રાપ્ત થયું છે કે ‘શ્રી અરિહંત ભગવાનની ભક્તિ એ પરમાનંદ (મોક્ષ) અને સંપત્તિઓનું અથવા મોક્ષની સંપત્તિઓનું બીજ છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે આ બત્રીશીમાં પ્રભુ મહાન હોવામાં મુખ્ય કારણ ‘અવિસંવાદી વચન' કહ્યું. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે અન્યયોગવ્યવચ્છેદ દ્વાત્રિંશિકામાં ૨૭૪ अयं जनो नाथ तव स्तवाय गुणान्तरेभ्यः स्पृहयालुरेव । विगाहतां किन्तु यथार्थवादमेकं परीक्षाविधिदुर्विदग्धः ॥ २ ॥ આ શ્લોક દ્વારા અને એની સ્યાદ્વાદ મંજરી વૃત્તિના વૃત્તિકાર શ્રીમલ્લિષણસૂરિ મહારાજે એની વૃત્તિમાં તસ્મિન્ને સ્મિન્નપિ હિ મુળે वर्णिते तन्त्रान्तरीयदेवेभ्यो वैशिष्ट्यख्यापनद्वारेण वस्तुतः सर्वगुणસ્તવનસિદ્ધેઃ એમ કહીને પ્રભુની યથાર્થવાદિતાને જ પ્રાધાન્ય આપ્યું છે. યથાર્થ વચન પ્રભુની મહાનતાની બાબતમાં જ પ્રધાન છે એવું નથી. કિન્તુ જ્યાં જ્યાં એક બાજુ યથાર્થવચન હોય અને બીજી બાજુ અન્ય આચાર, સમૃદ્ધિ, ગુણ વગેરે હોય ત્યાં ત્યાં પ્રાયઃ બધે જ યથાર્થ વચનને પ્રધાન કરવામાં આવે છે એવું ઘણી બાબતોમાં જાણવા મળે છે. જેમકે (૧) નવકારમંત્રમાં શ્રી અરિહંતદેવો કરતાં સિદ્ધભગવંતો સ્વરૂપની બાબતમાં સંપૂર્ણ શુદ્ધ હોવા છતાં યથાર્થ વચન દ્વારા ઉપકારક હોવાથી શ્રી અરિહંતોને પ્રથમ નમસ્કાર છે. (૨) આઠ પ્રભાવકોમાં શાસ્ત્રોની યથાર્થ વાતો કહી શકનારા એવા પ્રાવચનિકને પ્રથમ સ્થાન આપ્યું છે. (૩) સામાન્યતયા તો આલોચના સંવિગ્નગીતાર્થ પાસે લેવાની છે. પણ તેવા સંવિગ્નગીતાર્થ ન મળે તો કોની પાસે લેવી ? એક સંવિગ્ન (=સંયમપાલનમાં ઉદ્યમશીલ) છે પણ ગીતાર્થ નથી. બીજા ગીતાર્થ છે પણ સંવિગ્ન નથી (=સંયમપાલનમાં શિથિલ છે). આવી પરિસ્થિતિમાં અસંવિગ્નગીતાર્થ પાસે લેવાની કહી છે, પણ અગીતાર્થ Page #140 -------------------------------------------------------------------------- ________________ બત્રીશી-૪, લેખાંક-૨૬ ૨૭૫ સંવિગ્ન પાસે નહીં, કેમકે અસંવિગ્નગીતાર્થ યથાર્થ પ્રાયશ્ચિત્ત કહી શકે છે. (૪) ગીતાર્થોનો અને ગીતાર્થનિશ્રિતોનો એમ બે પ્રકારે જ વિહાર કહેવાય છે. (૫) ધર્મની ત્રણ પરીક્ષામાં, ઉક્ત આચારાદિ સાથે પૂર્વાપર અવિરુદ્ધ વચનને તપાસનાર તાપ પરીક્ષા જ મુખ્ય કરવામાં આવી છે એમ (૬) બાળ, મધ્યમ અને પંડિત જીવોમાંથી આગમવચનોને જોવા એ જ પંડિત જીવની પંડિતાઈ કહેવાઈ છે. (૭) આચારપાલન હોવા છતાં, ઉસૂત્રભાષણ કરનારા નિદ્વવાદિનો ધર્મશાસનમાં સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે આચારપાલનમાં શિથિલ બન્યા હોવા છતાં શુદ્ધ પ્રરૂપણા કરનાર સંવિગ્નપાક્ષિકોનો ત્રીજા માર્ગ તરીકે નંબર ઊભો રખાયો છે. સંવિગ્નપાક્ષિકને થતી નિર્જરામાં મુખ્ય અપેક્ષા એના સૂત્રભાષણની જ હોવી દેખાડેલી છે. આ યથાર્થ વચનના કારણે જ એના વચનોને અવિકલ્પ તથાકારનો વિષય કહ્યા છે ( કશું વિચાર્યા વિના તહત્તિ કરવાના કહ્યા છે) જ્યારે સંવિગ્ન અગીતાર્થનાં વચનોને તેવા કહ્યા નથી. (૮) સર્વત્ર ઐદંપર્યાર્થ તરીકે “આજ્ઞા ધર્મે સાર:' એ પ્રમાણે જિનવચનરૂપ આજ્ઞાને જ પ્રધાન કરવામાં આવી છે, અહિંસા વગેરેને નહીં. પ્રથમ શ્લોકની વૃત્તિમાં “આલયવિહારાદિ જોઈને થતી સાધુતાની બુદ્ધિને ધર્મજનિકા' કહી છે. આમાં પ્રશ્ન થાય છે કે જે અત્યંત મુગ્ધ જેવી કક્ષાના બાળ જીવો હોય છે તેઓને આલયવિહારાદિગૂન્ય એવા પણ સાધુ વેશધારીને જોઈને “આ સાધુ મહારાજ છે” એવી અહોભાવયુક્ત બુદ્ધિ થઈ જાય છે. આ બુદ્ધિ શું તેઓને ધર્મજનિકા નહીં બને ? આવા પ્રશ્નનો જવાબ એવો લાગે છે કે સાધુવેશ જોઈને તેઓને જે અહોભાવ યુક્ત બુદ્ધિ થાય છે તે સાધુવેશ હોય એટલે વિશિષ્ટ સદાચારો હોય જ' એવી માન્યતાના Page #141 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કારણે. એટલે સાધુવેશ જોઈને જે બુદ્ધિ તેઓને થાય છે એ વિશિષ્ટ સદાચાર જોઈને થતી બુદ્ધિરૂપ હોઈ તેઓ માટે “આલય વિહારાદિ જોઈને થતી બુદ્ધિરૂપ' જ હોય છે. કારણકે તેઓ માટે વિશિષ્ટ સદાચાર એ જ આલયવિહારાદિ છે. માટે એ બુદ્ધિ ધર્મજનિકા બને. પ્રશ્ન : શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પ્રથમ અષ્ટકમાં આ પ્રમાણે કહ્યું છે. यस्य संक्लेशजननो रागो नास्त्येव सर्वथा ! न च द्वेषोऽपि सत्त्वेषु शमेन्धनदवानलः ।। न च मोहोऽपि सज्ज्ञानच्छादनोऽशुद्धवृत्तकृत् । त्रिलोकख्यातमहिमा महादेवः स उच्यते ।। - આમાં રાગાભાવ, દ્વેષાભાવ, મોહાભાવ અને ત્રિલોક પ્રસિદ્ધ મહિમા હોવા રૂપે મહત્ત્વ કહ્યું છે એ જણાય છે. જ્યારે તમે તો અવિસંવાદીવચન રૂપે મહત્ત્વ કહ્યું છે. એટલે આપ્ત પુરુષનો વિરોધ નહીં થાય ? ઉત્તર : રાગ, દ્વેષ અને મોહ આ ત્રણમાંના કોઈથી પણ વચન વિસંવાદી (અસત્ય) બને છે એવું શાસ્ત્રમાં જણાવ્યું છે. એટલે અવિસંવાદી વચનરૂપે જે મહત્ત્વ કહ્યું છે એનાથી જ રાગાભાવ, ઉષાભાવ અને મહાભાવ રૂપે મહત્ત્વ હોવું પણ સૂચિત થઈ જ જાય છે. વળી ક્ષાયિકભાવોથી સંગત એવી બાહ્યસંપત્તિ રૂપે જે મહત્ત્વ કહ્યું છે તેનાથી ત્રિલોકખ્યાત મહિમા હોવા રૂપે મહત્ત્વ હોવાનું પણ કથન થઈ જ જાય છે. માટે કોઈ વિરોધ થતો નથી. Page #142 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ નમુસ્કુર્ણ સૂત્રગત “પ્રભુ પુરુષસિંહ છે” એ વાતનું પરમતજ'માં સ્વ. પૂ. ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે કરેલું વિવેચન પુરુષસિંહ' એટલે સિંહ જેવા પુરુષ. અરિહંત ભગવાન સામાન્ય આત્મા નહિ, કિન્તુ સિંહ જેવા પ્રખ્યાત આત્મા છે. આ ખ્યાતિ એમનામાં પ્રધાન કોટિના શૌર્યાદિ ગુણો હોવાને લીધે છે. તે ગુણો આ રીતે : (૧) શૂર :- જેમ સિંહ એકલો પણ મોટમોટા હાથીઓથી જરા ય ગભરાયા વિના એમની સામે શૌર્ય દાખવનારો હોય છે, સિંહનો દેખાવ તો શું પણ એની એક ગર્જના માત્રથી હાથીઓના કલેજાં થડથડે, તેવી રીતે, ભગવાન પણ કર્મરૂપી શત્રુઓની સામે શૂર હોય છે, ગમે તેવા એના ભયંકર ઉદયમાં પણ લેશ માત્ર ગભરાયા વિના સામી છાતીએ ઊભા રહેનારા ! પ્રભુની અખંડ સૌમ્યભરી દેહમુદ્રા તો શું, પણ એમની શાંત સુધારસભરી અચલ નમણી દૃષ્ટિ ય એવી હોય છે કે કર્મના જાણે કલેજાં ફફડાવી નાખે. માત્ર ઉદયમાં આવતાં કર્મ સામે જ શૂર બનેલા હોય છે, એમ નહિ, પણ કર્મના ભાવી ઉદયને પણ જાણે કહે છે, આવો, હું ગભરાતો નથી, તમારો અંત લાવવા સજજ થયો છું.” એમની આ શૂરતા એટલા માટે પ્રસિદ્ધ છે કે ગમે તેવા ભયંકર કર્મના ઉપદ્રવમાં એ લેશમાત્ર નહિ ડગ્યા, નહિ ડર્યા કે દીન નહિ બન્યાનું પ્રસિદ્ધ છે. (૨) દૂર - જેવી રીતે સિંહ હાથીઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર હોય છે, તે પ્રમાણે પ્રભુ કર્મ શત્રુઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર (કડક) હોય છે, પોતાના કર્મોને પીસી નાખવામાં જરા ય Page #143 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ -બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કોમળ નહિ. એનો અર્થ એ કે ઉદયમાં આવેલા કર્મોને મહાસમતાપૂર્વક કડક મનથી ભોગવી લેનારા, નવા કર્મોને ન પેસવા દેવા માટે કડક મનથી કષાય-ઈન્દ્રિયાધીનતાદિ દરવાજા બંધ રાખી વિશુદ્ધ સંયમ પાળનારા, અને સિલિકમાં રહેલા કર્મોનો નિકાલ કરવા માટે કડક મનથી બાહ્ય-આભ્યન્તર તપમાં મગ્ન રહેનારા. (૩) અસહિષ્ણુ - જેમ સિંહ ગમે તેવા દુશમનને પણ સહી શકતો નથી, તેમ, પ્રભુ પણ ક્રોધ-માન-માયા-લોભને સહી શકતા નથી, પોતાના હૃદયમાં કે મુદ્દા પર પણ એનું અસ્તિત્વ જરા ય નભાવી લેતા નથી. પોતાનું એકાકી જ સામ્રાજ્ય એ ચાહે છે, ક્રોધાદિનું નહિ. પ્રલોભનના પ્રસંગમાં કે ગમે તેવી ભયંકર આપત્તિમાં પ્રભુ ક્રોધાદિની સહેજ પણ સહાય લેવા તૈયાર નથી, શરીરે અસહ્ય પીડા ઊઠે, તો એ એમને સહ્ય છે, પણ ક્રોધાદિ લેશ પણ ઊઠે એ એમને મન અસહ્ય છે, સમજે છે કે આ ક્રોધાદિ ખરા શત્રુઓએ યાને ભાવશત્રુઓએ જ અનંતો કાળ આત્માની ખરાબી કરી છે. (૪) વીર્યવાન - સિંહ મોટા હાથીઓની સામે જરા ય પાછી પાની કર્યા વિના પરક્રમથી લડી એમનો નાશ કરી દે છે, એમ, પ્રભુ પણ રાગ-દ્વેષ-કામ-મોહ-મત્સર વગેરેને ભગીરથ વીર્યથી આક્રમી એ બધાનો ધ્વંસ કરી દે છે. આ પરાક્રમને લીધે ભલભલા પ્રસંગોમાં પણ રાગાદિ બિચારા મૂઆ પડેલા છે. એવા પ્રચંડ વીર્યથી એમનો એમણે સર્વનાશ કર્યો છે કે અનુકૂળ-પ્રતિકૂળ સર્વદ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવોમાં એમને હવે કોઈ મમત્વ કે ઇતરાજી છૂરી શકતા નથી. (૫) વીર : જેમ સિંહ વનવાસ, વનપર્યટન, વગેરે એકલો અને વીરતાથી કરે છે, તેમ અરિહંતદેવ પણ વિહાર તપક્રિયા કોઈની સહાય વિના અને વીરતાથી કરે છે. “ભૂખ-તરસ લાગશે તો? તપથી જનમતી અશક્તિમાં કોઈ મારી જશે તો ?.. આવા આવા કોઈ ભય કે કાયરતા ઉપવાસાદિ તપમાં સેવ્યા વિના, તેમ બીજા પણ અભિગ્રહ Page #144 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૨૭૯ -કાય-ક્લેશાદિ બાહ્યતા અને ધ્યાન કાયોત્સર્ગાદિ આભ્યન્તર તપમાં કાયરતા કર્યા વગર વીરતાભર્યા અખંડ પુરુષાર્થથી એ તપ સાધે છે! એમાં કોઈ કંટાળો, ઉદ્વેગ, દીનતા, થાક વગેરે કશું નહિ. (૬) અવજ્ઞાવાળા - જેમ સિંહ શિકારી માનવો કે પશુ ગણને શુદ્ર ગણી અવજ્ઞાની દૃષ્ટિથી જોતો બેપરવા ચાલે છે, તેમ તીર્થકર ભગવાન પણ સુધા-પિપાસા-ટાઢ-તડકો, ડાંસ-મચ્છર, અપમાન-પ્રહાર વગેરે પરિસહોને શુદ્ર તરીકે અવગણે છે, એના પ્રત્યે બિલકુલ બેપરવા રહી પોતાની સાધનામાં એકચિત્ત રહે છે. પરીસહોની “હાય! આ ક્યાં આવ્યા ? ” એવી કોઇ હાયવોય નહિ, એ ન આવે કે આવેલા જાય.' એવી લેશ ઈચ્છા નહિ, જાણે પોતાને એની સાથે કોઈ નિસ્બત નથી એવી ઉપેક્ષા. પરીસહોને ખૂબ પ્રસન્નતાથી સહી લેવાનો જ જાણે ધંધો ! (૭) નિર્ભય :- જેમ, સિંહ એકલો અટુલો છતાં મદોન્મત્ત હાથીઓના મોટા ટોળાથી પણ ભય પામતો નથી, એની સાથે ઝગડવામાં લોહીલોહાણ થાય, તોય ભયભીત થવાની કે ભાગવાની કોઈ વાત રાખતો નથી. પણ મરણ પર્યન્ત સામનો કર્યો જાય છે, એવી રીતે પરમાત્મા પણ પોતાના પર દેવતાઈ, માનવીય કે તિર્યંચના ભયંકર ઉપદ્રવો વરસવાની આગાહી હોય, કે સાક્ષાત્ વરસી રહ્યા હોય, તો પણ લેશમાત્ર ભયભીત થતા નથી, ઉલટું એમાં પોતે ગમે તેવી ઘોર પીડાના ભોગ બને, કાયા ક્રૂર રીતે ચૂંથાઈ-ચગદાઈ જાય યાવત્ મરણાન્ત જેવું કષ્ટ વરસે, છતાં નિર્ભયપણે એની સામે સમભાવથી અણનમ ઊભા રહે છે. (૮) નિશ્ચિત્ત - જેવી રીતે સિંહ પોતાના ખાનપાન કે બીજા વિષયમાં નિશ્ચિત્ત હોય છે, તેવી રીતે અત્યંભુ પણ પોતાની પાંચે ય ઇન્દ્રિયો અંગે નિશ્ચિત્ત હોય છે. એ અંગે એમનો કોઈ આસક્તિ તો શું, પણ વિચાર સરખો ય નથી કે ઇન્દ્રિયોને અનુકૂળ મળે છે કે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રતિકૂળ ? કેવું મળશે ? અમુક વિના કેમ ચાલશે ? અમુક ક્યારે મળશે ? આવું કેમ મળ્યું.....?” વગેરે મહિનાના મહિનાઓ ઈન્દ્રિયોને રુચિકર ન મળ્યું, ને અરુચિકર જ મળતું ગયું, છતાં પોતાના આત્મચિંતનમાં રક્ત પ્રભુને એનો કોઈ વિચાર સરખો નથી. ઇન્દ્રિયોની રુચિ સંભાળવાનું જીવન જ એમણે પડતું મૂક્યું છે. (૯) અખિન્ન :- જેમ સિંહ પોતાના કાર્યમાં ખેદ-કંટાળો લાવતો નથી, તેમ અરિહંતદેવે પણ સંયમમાર્ગની સાધનાને જ પોતાનું કાર્ય બનાવ્યું હોઈને એમને તેમાં કદીય ખેદ, કંટાળો, ઉકળાટ ઉગાદિ થતા નથી. એ સદા પ્રસન્ન અને પ્રશાન્ત હોય છે. સંયમમાર્ગમાં અહિંસાદિ મહાવ્રત અને સમિતિ-ગુપ્તિનું પાલન, ભિક્ષાચર્યા, વિહાર, કાયોત્સર્ગ વગેરે આવે. એમાં એમ નહિ કે પ્રારંભ - મારી પ્રસન્નતા અને પછી કષ્ટ, લંબાણ, ઉપદ્રવાદિ કારણે એ ઓછી આછી થતી આવે. ના, એ તો સદા પ્રસન્નતા, એકસરખી તો શું, પણ વધતી પ્રસન્નતા ! (૧૦) નિષ્ઠપ - જેવી રીતે સિંહ પોતાના ઈષ્ટ કાર્યમાં ચંચળ નહિ પણ સ્થિર હોય છે, એવી રીતે અર્હદ્ ભગવાન પણ ધ્યાનમાં અત્યંત સ્થિર રહે છે, એમાં લેશમાત્ર ચંચળતા નહિ, સહેજ પણ અલિત થવાની વાત નહિ. વચમાં કોઈ પણ બીજો સૂક્ષ્મ વિચાર કે બીજું કાર્ય ન પેસી શકે એટલી બધી એમની ધ્યાન-દઢતા હોય છે, મોટામોટા ઉપસર્ગોની ઝડી વરસતી હોય, તે ય દીર્ઘકાળ સતત ચાલુ હોય, તો પણ એની વચમાં લેશમાત્ર ધ્યાનભંગ થવા ન દેતાં, એ નિશ્ચલ ધ્યાનની ધારામાં મસ્ત હોય છે. આપણે ધ્યાનને ચાહીને કરવું પડે છે, ત્યારે એમણે જાણે એને આત્માના સ્વભાવભૂત-સહજ બનાવી દીધું હોય છે. ધ્યાતા સ્વાત્મા, ધ્યેય કોઈ તત્ત્વ, અને ધ્યાનક્રિયા, એ ત્રણેય એકરૂપ અભિન્ન બનાવાય તો આ સહજ છે. આ બનાવવા માટે દીર્ધકાળની ખૂબ આદર-ચીવટવાળી સાધના જાઈએ. સમાપ્ત Page #146 -------------------------------------------------------------------------- ________________ 16) પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા.નું સંપાદિત-અનુવાદિત લિખિત અધ્યયનોપયોગી સાહિત્ય અધ્યાત્મમતપરીક્ષા ધર્મપરીક્ષા સામાચારી પ્રકરણ, આરાધક વિરાધક ચતુર્ભાગી કૂપદેષ્ટાન્તવિશદીકરણ પ્રકરણ સમ્યકત્વ ષસ્થાનની ચઉપઇ લાન્નિશ કાર્નાિશિકા ભાગ-૧ 6-8) કર્મપ્રકૃતિ પદાર્થો ભાગ : 1-2-3 9-10) ન્યાય સિદ્ધાન્તમુક્તાવલી ભાગ : 1-2 11) સત્યદાદિ પ્રરૂપણા 12). હારિભદ્રયોગભારતી 13) યોગવિંશિકા 14). સિદ્ધિનાં સોપાન 15). તત્ત્વાવલોકન સમીક્ષા તત્ત્વ નિર્ણય 17-21) નવાંગી ગુરુપૂજન પ્રશ્નોત્તરી વગેરે 22). શતક નામે પાંચમા કર્મગ્રન્થના પદાર્થો-ટીપ્પણો 23-25). દેશવિધ સામાચારી (ભાગ : 1-2-3) 26-27) તિથિ અંગે સત્ય અને સમાધાન (ભાગ : 1-2) 28). સપ્તભંગીવિંશિકા 29) દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ભાગ-૧ 30) નિક્ષેપવિંશિકા क्या जिनपूजा करना पाप है ? 32) અનુયોગદ્વાર-સટીપ્પણ 33-34) બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ભાંગ-૧-૨ પૂ. આ. શ્રી અભયશેખરસૂરિ મ. સા. લિખિત | ઉપદેશાત્મક સાહિત્ય (1) હંસા ! તું ઝીલ મૈત્રી સરોવરમાં...(ગુજ.+હિન્દી=૩૩૦૦૦ નકલ) 2) હૈયું મારું નૃત્ય કરે 3) હું કરું હું કરું એ જ અજ્ઞાનતા 4) કર પડિક્કમણું ભાવશું 5) અવિષ્ણા અણાશંદે 6) હું છું સેવક તારો રે 7) હા ! પસ્તાવો વિપુલ ઝરણું... 8) મિચ્છામિ દુક્કડ 9) ટાળિયે દોષ સંતાપ રે.. BHARAT GRAPHICS-Ahmedabad