SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે પ્રવર્તાવે નહીં કે જુની પ્રણાલિકાને રદ કરે નહીં. કારણ કે એ જાણતો જ હોય કે બીજાઓની અસંમતિ હોવા છતાં આમ કરવું એ સ્વચ્છંદતા છે, જે જૈનશાસનના સાવ પ્રાથમિક કક્ષાએ રહેલા આરાધકને પણ સંભવે નહીં-શોભે નહીં. પ્રશ્ન: પણ આ રીતે તો જુની કોઈ પ્રણાલિકાને નવા ગચ્છાધિપતિ ક્યારેય કેન્સલ કરી જ નહીં શકે ને ? ઉત્તર : કોઈ એકાદ ગચ્છાધિપતિ મનસ્વીપણે કેન્સલ કરવા માગે તો, તો ન જ કરી શકે. છતાં કોઈ એવું કરવા માગે તો એમના સમુદાયના સંવિગ્ન ગીતાર્થો એમને વારવાનો પ્રયાસ કરે. એટલેથી કામ ન પતે તો અન્ય સમુદાયના ગચ્છાધિપતિ વગેરે ગીતાર્થો એ માટે પ્રયત્ન કરે. આટલું થવા પર, જો થોડી પણ પાપભીરુતા હોય, તો આ વિચાર મનમાં ઊઠે જ કે – “જો હું કોઈનું સાંભળીશ નહીં – સંઘને માથે રાખીશ નહીં તો મારામાં સ્વચ્છંદતા આવશે તથા મારા આવા વર્તનથી તન-મનધન અને સમયનો ભોગ આપીને આરાધના કરી રહેલા આરાધકોમાં વિવાદ-વિખવાદ વગેરે પેદા થવા દ્વારા આરાધનાને-શાસનને મરણતોલ ફટકો પડશે. અને તો પછી जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ । अविणिच्छिओ अ समओ, तह तह सिद्धंतपडिणीओ ॥ ૩પદ્દેશમાના રૂ૨૩ || અર્થ : જેમ જેમ બહુશ્રુત (= શાસ્ત્રજ્ઞાતા) બને, ચતુર્વિધ સંઘને મહાન્ ગુરુ તરીકે માન્ય બને, વિશાળ શિષ્યસમુદાયથી પરિવરેલા બને, પણ સમયમાં=સિદ્ધાન્તની-શાસનની મર્યાદાઓમાં અવિનિશ્ચિત બને તેમ તેમ એ સિદ્ધાંતનો શાસનનો પ્રત્યેનીક-શત્રુ બને છે. આવા ઉપદેશમાળાના કથનના અનુસાર મારામાં શાસનની પ્રત્યનીતા આવશે, માટે મારે આવું કરવું ન જોઈએ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy