SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ બત્રીશી-૩, લેખાંક-૨૦ ૨૦૧ ઉત્તર : જો પટ્ટકનો અમલ કરવા માટે બીજાઓની સંમતિ જોઈએ તો પટ્ટકને ૨દ કરવા માટે ન જોઈએ ? આ શું ન સમજાય એવી વાત છે ? ગીતાર્થ એવા ગુરુભગવંત આ વાત ન સમજતા હોય એવું શું માની શકાય ? એટલે ‘પોતાની ઇચ્છા મુજબ પોતે એકલાએ એ પટ્ટકને રદ કરી નાખવો' એવી સત્તા ખુદની એમની પાસે પણ ન જ હોવાથી તેઓએ પોતાના શિષ્યને એવી સત્તા આપી હતી એવું શી રીતે માની શકાય ? સીધી વાત છે શું કોઈ ગચ્છાધિપતિ પોતાના ઉત્તરાધિકારીને તારે આવી આવી નવી પ્રણાલિકાઓ તને મરજી પડે ત્યારે પ્રવર્તાવવી...' આવી સત્તા આપી શકે ? પ્રશ્ન : એ તો શી રીતે આપી શકે ? કારણ કે ભવિષ્યમાં કેવી કેવી દેશ-કાલ વગેરેની પરિસ્થિતિ સર્જાશે ? ને ત્યારે કેવી કેવી શક્ય પ્રણાલિકાઓ શ્રીસંઘના હિતમાં હશે ? એનો પહેલેથી છદ્મસ્થ ગચ્છાધિપતિ શી રીતે નિર્ણય કરી શકે ? ઉત્તર ઃ બરાબર છે. એ જ રીતે ભવિષ્યમાં અમુક પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની જ છે, ને તેથી ફલાણી પ્રણાલિકા નુકશાનકર્તા બની જવાની છે, માટે એને કેન્સલ કરી નાખવી.. એવો નિર્ણય પણ છદ્મસ્થ ગચ્છાધિપતિ શી રીતે કરી શકે ? વળી પ્રણાલિકા પ્રવર્તાવવી કે રદ કરવી એ પરિસ્થિતિને આધીન હોય છે, મરજીને નહીં. એટલે ‘તને ઠીક લાગે ત્યારે.. તારી મરજી પડે ત્યારે.. રદ કરી નાખજે..’ આવું પણ શી રીતે કહી શકે ? એટલે આવી સત્તા સોંપી હોવાની વાત સત્યથી વેગળી માનવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને છતાં, અનાભોગ વગેરે કોઈ પણ કારણે કદાચ કોઈ ગચ્છાધિપતિ પોતાના શિષ્યને આવી સત્તા આપે તો પણ, જો એ શિષ્ય ગીતાર્થ હોય, શાસનની મર્યાદાઓનો જાણકાર હોય, સામાન્ય પણ બુદ્ધિ ધરાવનાર હોય તો એ પોતાને ઠીક લાગે એમ કોઈ નવી પ્રણાલિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy