________________
૨૦૦
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે ઉત્તર : તો ક્યાં તો એવી સત્તા આપનાર ગુરુને ભદ્રિક માનવા પડે ને ક્યાં તો શિષ્ય મૃષાવાદ સેવી રહ્યો છે, એમ માનવું પડે. આશય એ છે કે ગુરુભગવંત જો ગીતાર્થ હોય ને શ્રી જૈનશાસનની મર્યાદાઓના જાણકાર હોય તો તેઓ જાણતા જ હોય છે કે શ્રી જૈનશાસનમાં બહુ સંખ્યક ગીતાર્થોની સંમતિથી શરૂ થયેલા આચરણમાં ફેરફાર કરવાનો કે એ આચરણને બંધ કરી દેવાનો અધિકાર કોઈ એકાદ મહાત્માને નથી. પણ એમાં વ્યક્ત કે અવ્યક્ત સંમતિવાળા બહુ સંખ્યક ગીતાર્થોને જ છે. એટલે ગુરુ ભગવંત જો સંવિગ્ન ગીતાર્થ છે, તો હું તને ઠીક લાગે ત્યારે આ પરંપરા બંધ કરી દે જે એવી સત્તા સ્વશિષ્યને સોંપે જ નહીં અને તેમ છતાં, શિષ્ય જો આવું કહેતો હોય તો સમજી શકાય છે કે એ જુઠાણું ચલાવી રહ્યો છે.
એટલે નક્કી થયું કે પાપભીરુ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતના નામે શિષ્ય જો એવી વાત ચલાવતો હોય કે ગુરુભગવંત મને ફલાણો પટ્ટક-પ્રણાલિકા રદ કરવાની સત્તા સોંપી ગયા છે. તો એ શિષ્ય સરાસર જૂઠ બોલી રહ્યો છે એ વાત નિઃશંક છે.
બીજી રીતે પણ વિચારવું હોય તો આ રીતે વિચારી શકાય. શું એ સંવિગ્ન ગીતાર્થ ગુરુભગવંતે પોતે એકલાએ જ એ પટ્ટકને અમલમાં મૂકેલો હોય કે બીજા મહાત્માઓની પણ સંમતિ લઈને અમલમાં મૂકેલો હોય ?
પ્રશ્ન : બીજાઓની સંમતિ વિના-સાથ-સહકાર વિના તો પોતે એકલાએ આવા કોઈ નિર્ણય કરી શકાય જ નહીં. પછી ભલે ને પોતે પોતાના સમુદાયના અધિપતિ હોય” આવી શાસ્ત્રના રહસ્યાર્થરૂપ અને શાસનની મર્યાદારૂપ જે વાત છે એને સંવિગ્નગીતાર્થ ગુરુભગવંત પણ જાણતા જ હોય ને એટલે બધાની સંમતિ લઈને જ એ પટ્ટકની જાહેરાત ને અમલીકરણ કરવામાં આવ્યું હોય, એમ પણ માનવું જ પડે ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org