SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે રદ કરવાની છે તે પણ તારે નહીં, તારા શિષ્ય પણ નહીં, પણ એના પણ શિષ્ય (એટલે કે ત્રીજી પેઢીએ) આ-આ પરંપરા રદ કરવાની. વળી સાતમી પેઢીના શિષ્યોએ આ-આ રદ કરવાની, એમ પચ્ચીશમી પેઢીના શિષ્યોએ આ-આ રદ કરવાની...આવું બધું ફોડ પાડીને કહી જાય ? ગચ્છાધિપતિ વગેરે ગીતાર્થ મહાત્માઓને પૂછવું જોઈએ કે તમારા ગુરુભગવંતો ફોડ પાડીને આવું બધું કહી ગયા છે ? આવું કહીને જવાની પરંપરા પ્રભુવીરના શાસનમાં છે ? વળી તે તે આચરણા, ત્રીજી, સાતમી, પચ્ચીશમી કે સોમી પેઢી જે રદ કરશે તે, પોતપોતાના પૂર્વજો એવી સત્તા આપી ગયા છે, માટે? કે તે તે પેઢીના કાળમાં તેવી-તેવી પરિસ્થિતિ સર્જાયેલી હોય, માટે ? પોતપોતાના પૂર્વજો એવી સત્તા આપી ગયા છે, માટે તે તે આચરણાને કેન્સલ કરી નાખવાની, પરિસ્થિતિ વગેરેનો કોઈ વિચાર કરવાનો નહીં. જુની પરંપરાને સ્થાને નવી પરંપરા પ્રવર્તાવવામાં પરિસ્થિતિનો કશો વિચાર વિમર્શ કરાતો ન હોય ને માત્ર પૂર્વજો પાસેથી પ્રાપ્ત થયેલી સત્તાના જોરે જ જુની પરંપરાને રદ કરી નખાતી હોય એવું વર્તમાનમાં તો જોવા મળતું નથી, તો પૂર્વકાળમાં કે ભાવી કાળમાં એવું હશે એમ પણ શી રીતે માની શકાય ? હવે બીજો વિકલ્પ વિચારીએ તો, અમુક પરંપરાને રદ કરવી પડે એવી પરિસ્થિતિ ત્રીજી પેઢીના કાળમાં સર્જાશે ને અમુક માટે સાતમી પેઢીનાં કાળમાં ને અમુક માટે પચ્ચીશમી પેઢીના કાળમાં સર્જાશે આવું બધું આ પાંચમા આરાના કોઈ પણ અતિશયિત જ્ઞાન વિનાના ગીતાર્થો શી રીતે જાણી શકે કે શી રીતે કહી શકે ? તથા જે પચાસ પરંપરા આખા શાસનકાળ દરમ્યાન ક્યારેય કેન્સલ કરવાની નથી.... એ પરંપરાઓને કેન્સલ કરવી પડે એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy