________________
બત્રીશી-૩, લેખાંક-૨૧
૨૧૭ પરિસ્થિતિ હવે ભવિષ્યમાં ક્યારેય સર્જાવાની જ નથી.... એવું પણ છદ્મસ્થ ગીતાર્થ શી રીતે નિર્ણાત કરી શકે ? વળી, પોતાના પૂર્વપુરુષોથી પ્રાપ્ત થયેલી સત્તાના જોરે નહીં, પણ પરિસ્થિતિ જોઈને જ જો વિવક્ષિત આચરણા રદ કરવાની હોય, તો એ સત્તાનો કશો અર્થ રહેતો જ નથી ને માટે જ કોઈપણ ગીતાર્થોને “મારે મારા અનુયાયીઓને આવી સત્તા આપવી જોઈએ એવું ક્યારેય આવશ્યક લાગ્યું નથી-લાગતું નથી.
પ્રશ્ન : પરિસ્થિતિ જોઈને રદ કરવાની હોય, એ વાત બરાબર છે. પણ એ પણ, જે પરંપરાને રદ કરવાની સત્તા પૂર્વપુરુષોએ આપેલી હોય, એ પરંપરાને જ. જેને રદ કરવાની સત્તા મળી ન હોય એને તો કોઈપણ સંજોગોમાં રદ કરી શકાય જ નહીં... (માટે સત્તાને પણ આવશ્યક કેમ નહીં માનવાની ?)
ઉત્તર : કોઈપણ સંજોગોમાં રદ ન જ કરી શકાય એટલે ? એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો પણ રદ ન કરી શકાય ?
પ્રશ્ન : “હા, તો પણ રદ ન જ કરી શકાય? આવો જ અર્થ માનવાનો રહે ને ?
ઉત્તર : આવો અર્થ તો સ્પષ્ટ રીતે શાસ્ત્રવિરુદ્ધ છે. કારણ કે શાસ્ત્રોમાં મૈથુન સિવાયની કોઈપણ બાબતને સર્વથા આચરવી જ (એટલે કે ક્યારેય કેન્સલ ન કરવી) કે સર્વથા ન જ આચરવી એટલે કે નવી આચરણા રૂપે કે કારણિક આચરણા-અપવાદરૂપે ન જ આચરવી) એવું કહ્યું નથી. એમ, શાસ્ત્રમાં આવું માર્ગદર્શન આપ્યું છે કે –
अवलंबिऊण कजं जं किं चि समायरंति गीयत्था । थोवावराहबहुगुणं सव्वेसिं तं पमाणं तु ।।
અર્થ - જેમાં થોડું નુકશાન અને ઘણો લાભ હોય એવું જે કાંઈ આચરણ ગીતાર્થો કાર્યને (=પ્રયોજનને તે તે પરિસ્થિતિમાં પણ આરાધના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org