________________
૨૧૮
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે થઈ શકે એવા પ્રયોજનને) નજરમાં રાખીને કરે, તે બધા આરાધકોને માન્ય હોય છે.
આમાં જુનું આચરણ રદ કરીને નવું આચરણ કરવાની જે વાત છે એ માટે “અવલંબિઊણ કર્જ એટલું જ લખ્યું છે, અર્થાત્ પરિસ્થિતિપ્રયોજનને જ વિચારવાની વાત કહેલી છે, ગુરુપ્રદત્ત સત્તાની તો કોઈ વાત જ નથી. “ગુરુભગવંતે આપેલી સત્તાને નજરમાં રાખીને ગીતાર્થો જે કાંઈ આચરણ કરે (જૂનું રદ કરીને નવું પ્રવર્તાવે...) તે બધાને પ્રમાણભૂત બને.” આવું જણાવતો એક પણ શાસ્ત્રપાઠ મળતો નથી. આ બધી વિચારણાઓથી સ્પષ્ટ છે કે, તે તે કાળના સંવિગ્ન ગીતાર્થ મહાત્માઓ પ્રથમ દેશકાળાદિની પરિસ્થિતિ વિચારે છે. ને પછી ફેરફાર આવશ્યક લાગે તો, શાસ્ત્રોક્ત આચરણથી વધુમાં વધુ નજીક રહી શકાય એ રીતે કેવો ફેરફાર કાર્યસાધક બને એનો તેઓ પોતાની ગીતાર્થતા અને સંવિગ્નતાના આધારે નિર્ણય કરે છે... ને પછી એને પ્રવર્તાવે છે. બહુસંખ્યકગીતાર્થોને સંમત એવા આચરણને અન્ય ગીતાર્થો પણ દૂષિત ઠેરવી શકતા નથી ને એમને પણ એ માન્ય જ કરવાનું હોય છે એવી શ્રી જૈનશાસનની મર્યાદા છે.
(૧) કારકસમ્યકત્વ : વિરતિધરનું સમ્યકત્વ એ કારકસમ્યક્ત, કારણ કે પાપવિરામ કરાવે છે. (૨) રોચકસમ્યકત્વ : અવિરતસમ્યકત્વીનું સમ્યકત્વ પાપવિરામની માત્ર રુચિ જ કરાવે છે, માટે રોચકસમ્યકત્વ કહેવાય છે. (૩) દીપકસમ્યકત્વ સ્વયં મિથ્યાત્વી હોવા છતાં શાસ્ત્રબોધ-વાકછટા વગેરેના પ્રભાવે બીજાઓમાં સમ્યત્વનો પ્રકાશ ફેલાવનારને દીપકસમ્યકત્વ કહેવાય છે. દીવાળે અંધારું. પોતાને જ પ્રકાશ મળતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org