________________
બત્રીશી-૩, લેખાંક-૨૦
૧૯૫ હજારો કિ.મી. લાંબા હાઈવે પર બાયપાસ માર્ગો પણ અનેક આવે. વળી બહુ મોટા ધમધમતા શહેરો નજીક તે તે સ્થળે બાયપાસ પણ અનેક હોય, એ પણ અસંભવિત નથી. કોઈક ઉત્તર તરફથી જાય તો કોઈક દક્ષિણ તરફથી.. કોઈક શહેરને એકદમ વીંટળાઈને જતો હોય તો કોઈક જરા દૂરથી જતો હોય. આવા અનેક બાયપાસમાંથી કોઈ કયા બાયપાસથી જાય. અને કોઈ કયા બાયપાસથી જાય ? એની સામે પ્રશ્ન ઊઠાવવાના હોતા નથી. આવું જ ફંટાયેલા માર્ગ તરીકે આવેલી સામાચારી અંગે છે. એટલે કોઈકની કંઈક સામાચારી હોય અને બીજાની કંઈક હોય, એની સામે “અમારી આવી સામાચારી છે. તો તમારી કેમ આવી છે ?” એવો પ્રશ્ન ઊઠાવી શકાય નહીં. અમારી સાચી.. તમારી ખોટી.. અમારી શાસ્ત્રાનુસારી.. તમારી શાસ્ત્રવિરુદ્ધ.” આવું બધું કહી શકાય નહીં. સામાચારીનો ભેદ પહેલેથી માન્ય રહ્યો છે. એટલે જ સાંભોગિકઅસાંભોગિક ભેદ અસ્તિત્વમાં આવ્યા છે. કોઈક મહાત્મા અસાંભોગિક હોય (જેમની સાથે ગોચરી વ્યવહાર ન હોય તેવા હોય) એટલા માત્રથી અસંયમી કે વિરાધક બની જતા નથી. એટલે સામાન્યથી કોઈની સામાચારીના ખંડનમાં પડવું ન જોઈએ. હા, કોઈ ખુદ જો આવી વાત કરતા હોય કે “બધા ખોટું કરી રહ્યા છે. શાસ્ત્રમાં આવું આવું આવે છે. માટે અમે આમ કરીએ છીએ ને તેથી અમે સાચા છીએ” વગેરે... તો એમને જરૂર યોગ્ય પ્રત્યુત્તર આપવો જોઈએ.
પ્રશ્ન : આ તો બધાને બહુ છૂટછાટ મળી જાય એવું છે. કોઈ યુવાન સશક્ત સાધુ પણ પોતાની ઉપાધિ (સામાન) ઊંચકવા મજુર રાખશે ને પોતે ટેસથી ચાલશે. કોઈ પૂછશે તો કહી દેશે કે અમારી આવી સામાચારી છે. એમાં તમે કશું નવુ ન ચ કરી શકો નહીં.
ઉત્તર : કોઈ ડ્રાઈવર પીધેલી હાલતમાં રોડના કોર્નર પર રહેલા સફેદ પથ્થરોને તોડીને પણ પોતાના વાહનને માર્ગની બહાર ધકેલી દે. તો એ વખતે એના વાહન દ્વારા જે ચીલો પડ્યો એને કોઈ ડાયવર્ઝન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org