________________
૧૯૪
બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે
છે. એમ ક્યારે ? ક્યાં ? કોણે ? કેટલો ? કેવો ? અપવાદ સેવવો ? એ નક્કી કરવા માટે ગીતાર્થતા જોઈએ છે. અગીતાર્થને પણ ગીતાર્થ નિશ્રા તો હોય જ, અને તેથી ગીતાર્થ નિર્દિષ્ટ અપવાદ હોવો જોઈએ.
ડાયવર્ઝન અલ્પકાલીન હોય છે. ગરનાળાનું રીપેરીંગ વગેરે કામ જેવું પૂર્ણ થઈ જાય કે તરત જ ડાયવર્ઝન હટાવી લેવાય છે ને હાઈવે જ અખંડ રખાય છે. પણ ક્યારેક એવું બને છે કે... હાઈવે કંડારાયો ત્યારે શહેરની બહાર હતો. પણ પછી શહેર હાઈવે આસપાસ વધી ગયું અને તેથી પ્રવર્તમાન સીધો હાઈવે શહેરની વચમાં આવી જવાથી અને પ્રશ્નો નિર્માણ થયા હવે હાઈવે પરથી, આખા શહેરને બહારથી ઓળંગી જાય એવો હંમેશ માટેનો નવો માર્ગ કાઢવામાં આવે છે જેને બાયપાસ’ કહેવાય છે. મોક્ષમાર્ગ અંગે પણ આવું ક્યારેક બને છે. દેશ-કાળની અમુક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ જાય છે કે જેથી પ્રવર્તમાન ઉત્સર્ગમાર્ગથી હંમેશ માટે થોડા ફંટાઈ જવું પડે છે. આ ફંટાયેલા માર્ગને જીતવ્યવહાર કહે છે. કેટલાક કાળ બાદ બાયપાસ જ હાઈવે તરીકે પ્રચલિત થઈ જાય છે. જુના હાઈવેનો હાઈવે તરીકે હવે વ્યવહાર થતો નથી અથવા થાય તો પણ સાથે ‘જુનો’ એવું વિશેષણ લગાડવું પડે છે. એમ હવે આ ફંટાયેલા માર્ગરૂપ ‘સામાચારી’ જ ઉત્સર્ગમાર્ગ બની જાય છે અને એટલે જ હવેથી એવું આચરણ કરવા માટે કૃતયોગી વગેરે શરતો આવશ્યક રહેતી નથી.
અલબત્ જે કાંઈ સામાચારી હોય તે બધી ફંટાયેલા માર્ગરૂપ જ હોય એવો નિયમ નથી. કેટલોક પ્રારંભથી જ કંડારાયેલો હાઈવે હોય ને કેટલોક ફંટાઈને ફંટાઈને જોડાયેલો હાઈવે હોય. એમ કેટલીક શાસન સ્થાપનાથી જ શરૂ થયેલી અને શાસનના અંત સુધી ચાલનારી સામાચારી છે. ઇચ્છાકાર વગેરે દવિધ સામાચારી આવી છે. જ્યારે ચોથની સંવત્સરી.. ઝોળીને ગાંઠ મારવી.. વગેરે ફંટાયેલા માર્ગ તરીકે આવેલી સામાચારીઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org