SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ બત્રીશીના સથવારે-કલ્યાણની પગથારે કે બાયપાસ તરીકે લેખતું નથી. એમ પ્રસ્તુતમાં પોતાની શિથિલતાવશાત વગર પ્રબળ કારણે આવું કંઈક માર્ગવિરુદ્ધ આચરણ થાય. નવી નવી ઢીલાશ ઉમેરાતી જાય એ કાંઈ સામાચારીરૂપ બની જાય નહીં, એ સ્પષ્ટ જ છે. આવી ઢીલાશ અંગે તો એને આચરનારાઓએ ખુદ સ્વીકાર કરી લેવો જોઈએ કે “આ કાંઈ સામાચારી નથી, અમારી ઢીલાશ છે.” હાઈવેને સુરેખપણે દર્શાવનાર નકશા પ્રકાશિત થઈ ગયા પછી પણ નવા નવા બાયપાસ અસ્તિત્વમાં આવી શકે છે. આવા બાયપાસ અંગે “નકશામાં આ બાયપાસનું સ્થાન. નોંધ ક્યાં છે ? બતાવો. નહીંતર અમે એને બાયપાસ ન માનીએ.” આવું કહી શકાતું નથી. એમ સાધ્વાચારને જણાવનારા ગ્રન્થોની રચના થઈ ગયા પછી જે સામાચારીઓ અસ્તિત્વમાં આવી છે એનો ઉલ્લેખ શાસ્ત્રોમાં ન મળે એ સ્પષ્ટ છે. પણ એટલા માત્રથી “આ શાસ્ત્રાનુસારી નથી. સામાચારીરૂપ નથી.. માર્ગ નથી. ઉન્માર્ગ છે. શાસ્ત્ર વિપરીત છે. “આવી પ્રવૃત્તિના શાસ્ત્રોમાં કોઈ અક્ષર મળતા નથી માટે આ પરંપરા નથી પણ પાંપડા છે.” વગેરે કહી શકાતું નથી. નવો બાયપાસ કંડારવાનો પ્રસંગ આવે ત્યારે એ કંડારનારાઓને “કયા નકશાના આધારે તમે આ બાયપાસ કંડારી રહ્યા છો ?” એવું પૂછવાનું હોતું નથી. અલબત્ જૂના નકશાઓને ધ્યાનમાં રાખીને જ તેઓએ નવો બાયપાસ કંડારવાનો હોય છે. પણ, “આ બાયપાસ જુના નકશામાં ક્યાં દર્શાવેલો છે ? એ બતાવો. જો દર્શાવેલો હશે તો જ અમે એને સ્વીકારીશું, નહીંતર નહીં.' એવું એમને કહી શકાતું નથી. કારણ કે જે નવો કંડારવાનો છે, એ બાયપાસ જુના નકશામાં ન જ હોય (હોય તો હવે કંડારવાનો રહે જ નહીં) એ સ્પષ્ટ છે. એમ ગીતાર્થો દેશકાળાદિને અનુસરીને જે નવી સામાચારી પ્રસ્થાપિત કરે એ શાસ્ત્ર અને જુની સામાચારીને નજરમાં રાખીને જ નક્કી કરતા હોય છે. પણ એ અંગે “શાસ્ત્રમાં આવું આચરણ ક્યાં કહ્યું છે ? “એ શાસ્ત્રમાં નથી કહ્યું, માટે અમે ન સ્વીકારીએ આવું પૂછી-કહી શકાતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004974
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 02
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2007
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy