________________
બત્રીશી-૩, લેખાંક-૨૨
શંકા - સંવિગ્નપાક્ષિકો શેના બળ પર પુનઃમાર્ગ પામી શકે છે?
સમાધાન : સંવિગ્નપાક્ષિક જીવોની રુચિ શુદ્ધમાર્ગ પર અક્ષત રહેલી હોય છે. એટલે તેઓ સ્વશિથિલતાનો બચાવ કરવા માર્ગની અન્યથા પ્રરૂપણા કરતા નથી, કિન્તુ શુદ્ધમાર્ગની જ પ્રરૂપણા કરે છે. તેઓની આ શુદ્ધ પ્રરૂપણા જિનવચનના સર્વેસર્વા આદર પરિણામને આધીન હોવાથી ઉત્તરોત્તર સર્વગુણોને ઉત્પન્ન થવા માટે પ્રથમ ઉત્પત્તિકારણ બને છે, કારણ કે શુદ્ધ પ્રરૂપણાની સાપેક્ષ જયણા જ તેઓને માટે કર્મનિર્જરાના હેતુભૂત બને છે. ઉ૫દેશમાળા (૫૨૬)માં કહ્યું છે કે ‘નિષ્કલંક ચારિત્રગુણે કરીને તો દૂર, (એટલું જ નહીં) ઉત્તરગુણોએ કરીને પણ ન્યૂન એવા સંવિગ્નપક્ષપાતી શુદ્ધ પ્રરૂપકની (કાયાથી શિથિલ હોવા છતાં હૈયે શુદ્ધ આરાધના પર દૃઢ રાગ અને સદનુષ્ઠાન પર ગાઢ મમતા હોવાથી) પિરમિત જળગ્રહણાદિમાં દોષ ઓછા લગાડવાની કાંઈક શુભ પરિણતિરૂપ જે જે કાંઈ જયણા હોય છે, તે તે એને નિર્જરા કરાવનારી થાય છે. આમાં સંવિગ્નપાક્ષિકનું ‘શુદ્ધ પ્રરૂપક’ એવું જે વિશેષણ મૂક્યું છે એનાથી જણાય છે કે શુદ્ધ પ્રરૂપણા એ જ આ નિર્જરામાં મુખ્ય ભાગ ભજવનાર ચીજ છે. એ ન હોય તો શેષ જયણા વધારે હોય તો પણ નિર્જરા નથી, અને એ હોય તો શેષ જયણા જેટલી ઓછી/વધારે હોય એ પ્રમાણે ઓછી/વધારે નિર્જરા અવશ્ય
થાય.
૨૨૫
પ્રશ્ન : જ્ઞાન-દર્શન-ચારિત્રમાંથી ચારિત્ર અહીં અવિદ્યમાન હોવાથી કર્મનિર્જરારૂપ ફળ શી રીતે મળે ?
ઉત્તર ઃ સંવિગ્નપાક્ષિકને શુદ્ઘમાર્ગની રુચિ અખંડિત હોય છે. એટલે શ્રુતોક્ત અનુષ્ઠાન કરવાની ઇચ્છા વિદ્યમાન હોઈ ઇચ્છાયોગ સંભવી શકે છે, તેથી ચારિત્રરૂપ અન્ય અંગની વિકલતા હોવા છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org